Love Revenge - 17 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ - 17

Featured Books
Categories
Share

લવ રિવેન્જ - 17

લવ રિવેન્જ

પ્રકરણ-17

"મેડમ....! સાહેબને ઈંજેક્શન આપવાનું છે....!" લાવણ્યાએ દરવાજો ખોલતાંજ દરવાજે ઊભેલી નર્સ બોલી. લાવણ્યાએ સહેજ આઘાં ખસીને જગ્યા આપતાં લાવણ્યા નર્સ અંદર આવી ગઈ અને સિદ્ધાર્થનાં બેડ પાસે જવાં લાગી. લાવણ્યા પણ હળવાં પગલે નર્સની પાછળ પાછળ જવાં લાગી. નર્સે નોટપેડમાંથી જોઈને ફટાફટ બેડની બાજુનાં ડ્રૉઅરમાંથી નીડલ અને ઈંજેક્શન કાઢ્યું અને સિદ્ધાર્થનાં ડાબાં હાથે લાગેલી નીડલમાં ઈંજેક્શન આપી તેની કેપ બંધ કરી જવાં લાગી.

"સર ....! હવે તમે આરામ કરજો...! જાગતાં નઈ....! કાલે સવારે એક્સરે-MRI કરવાનાં છે....!" જતાં-જતાં નર્સે કહ્યું. તે હવે દરવાજો ખોલીને બહાર જતી રહી. લાવણ્યા પાછી દરવાજા તરફ જવાં લાગી.

"દ...દરવાજાની કડી ના વાખતી ....!" સિદ્ધાર્થે લાવણ્યાને અટકાવી.

લાવણ્યા તેની તરફ પાછી ફરી અને દયામણાં ચેહરે તેની સામે જોઈ રહી. પોતાનાં બંને હાથની આંગળીમાં તે તેનાં ડ્રેસનો દુપટ્ટો બેચેનીપૂર્વક ચોળતી-ચોળતી સિદ્ધાર્થની નજીક આવવાં લાગી. તે જાણતી હતી કે સિદ્ધાર્થ તેને ઇનડાઇરેક્ટ્લી જવાં માટે કહી રહ્યો હતો.

"લાવણ્યા.....!અ...! આઈ થિંક....!"

"હું થોડી વધુવાર રોકાઉ...!" લાવણ્યાએ રડમસ સ્વરમાં ભીંજાયેલી નજરે સિદ્ધાર્થની સામે જોયું "પ્લીઝ......!"

"લાવણ્યા...! ન...નેહા ગમે ત્યારે આવી જશે...!" સિદ્ધાર્થને લાવણ્યા ઉપર દયા આવી ગઈ.

"હાં...! હાં....!" લાવણ્યાએ તેની ભીંજાયેલી આંખો લૂંછવાં માંડી "એ પ....પાછી તને ટોર્ચર કરશે નઇ....! સારું...! હું જાઉં હોં......!"

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેની સામે એજરીતે જોઈ રહ્યો.

"તું કોલેજ ક્યારે આવીશ.....!?" લાવણ્યાએ ભીંજાયેલાં સ્વરમાં પૂછ્યું. તે હજીપણ તેનાં ડ્રેસનો દુપટ્ટો બેચેનીપૂર્વક ચોળી રહી હતી.

"કાલે બપોરે તો કદાચ ડિસ્ચાર્જ આપશે....!" સિદ્ધાર્થ ધીમેથી બોલ્યો "કદાચ કાલે અ.....કાલે નઈ....!"

"તો....તો....પરમ દિવસે....!?" લાવણ્યા હવે ઝડપથી ચાલીને સિદ્ધાર્થની નજીક આવી ગઈ અને તેનો ચેહરો પોતાનાં બંને હાથમાં વ્હાલથી પકડી લીધો "પરમ દિવસે તો આવજે..... પ્લીઝ...!"

એટલું બોલતાંજ લાવણ્યાની આંખમાંથી આંસુઓની ધાર વહેવાં લાગી.

"મને ડિસ્ચાર્જ મળે એટ્લે હું તરતજ તને ફોન કરીશ....! ok....!?" સિદ્ધાર્થે લાવણ્યાની કમર બંને બાજુથી પકડી લીધી હળવેથી તેની ઉપર હાથ ફેરવવાં લાગ્યો "પણ તું પ્રોમિસ કર કે તું આજ બ્લેક ડ્રેસ પહેરીને આવીશ...! હમ્મ....!?"

"હાં...! હાં...! તું જે કે' એ જાન.....!" લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેની આંખો લૂંછવાં માંડી.

"હવે તું જા....!" સિદ્ધાર્થે મૃદુ સ્વરમાં કહ્યું "નેહા ગમે ત્યારે આવી ચડશે.....!"

લાવણ્યા હવે મુગ્ધતાંપૂર્વક સિદ્ધાર્થનાં હોંઠ સામે જોઈ રહી અને તેનાં હાથની આંગળીઓ વડે હળવેથી તેનાં હોંઠ સ્પર્શી રહી. સિદ્ધાર્થે સંકોચપૂર્વક તેની સામે જોયું.

"કદાચ....! હજીપણ તું.....!" લાવણ્યાએ સિદ્ધાર્થની આંખોમાં રહેલાં એ ભાવ વાંચી લીધાં અને મનમાં બબડી. તે હળવેથી સિદ્ધાર્થનાં ચેહરાં તરફ ઝૂકી અને તેનાં ગાલ ઉપર હળવેથી બાઇટ કરી.

"ગૂડ નાઈટ.....!" બાઇટ કરીને લાવણ્યાએ સિદ્ધાર્થને કહ્યું. થોડીવાર તેની સામે જોઈ રહીને લાવણ્યાએ છેવટે પાછાં પગલે સિદ્ધાર્થથી દૂર ચાલવાં માંડ્યુ. ભારે હ્રદયે તેણે છેવટે સિદ્ધાર્થ તરફ પીઠ કરી અને દરવાજાની જોડે પહોંચી.

"હું...! હું પાર્કિંગમાં તારી રાહ જોઈશ....! " દરવાજો ખોલતાં-ખોલતાં લાવણ્યા પાછી બે-ડગલાં સિદ્ધાર્થ તરફ આવી "તું આવજે હોં....!?". તે રડુંરડું થઈ ગઈ તેનાં ઉરજોની ગતિ પણ વધી ગઈ "હું....હું...રાહ જોઈશ....!"

"ઓહ લાવણ્યા....!" સિદ્ધાર્થ મનમાં બબડ્યો. તેની આંખો ભીની થઈ ગઈ "આટલો પ્રેમ શા માટે....!?"

"બ...બાય.....!" કેટલીક ક્ષણો સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યા માંડ બોલી. સિદ્ધાર્થે પરાણે હળવી સ્માઇલ આપી. લાવણ્યા હવે દરવાજા તરફ પાછું ચાલવાં માંડી.

"લ....લાવણ્યા......!" સિદ્ધાર્થે બેડ ઉપરથી ઉતરતાં લાવણ્યાને રોકી.

"હાં....! હાં....! બોલને જાન....!" સિદ્ધાર્થે તેને રોકી લેતાં લાવણ્યા ખુશ થઈ ગઈ. તે ઇચ્છતીજ હતી કે સિદ્ધાર્થ તેને જતાં-જતાં એકવાર રોકીલે. તે પાછી ફરી અને દોડીને સિદ્ધાર્થની જોડે પહોંચી ગઈ.

સિદ્ધાર્થ હવે બેડ ઉપરથી ઊભો થઈ ગયો અને તેને વળગી પડ્યો. તેણે કચકચાવીને લાવણ્યાને જકડી લીધી. લાવણ્યા આવેગપૂર્વક સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવવાં લાગી અને સિદ્ધાર્થની ગરદન, કાન, કપાળે ચૂમવાં લાગી.

"તું...તું....! અત્યારે ઘરે નાં જઈશ....!" સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે તેની સામે જોઈને બોલ્યો "તું થોડું વધુ રોકાઇશ...!? તને વાંધો નાં હોયતો...!?"

"કેવી વાત કરેછે જાન....!?" લાવણ્યા મીઠો ગુસ્સો કરતાં બોલી "હું ...હું અંહિયાંજ છું....! ત...તારાં માટે....તારાં માટે હું અહિયાંજ છું...! તું જ્યાં સુધી કઈશ ત્યાંસુધી....!"

"અ.....!"

"તો ...તો હું દરવાજો બંધ કરી દઉં...!?" સિદ્ધાર્થ કઇંક બોલવાંજ જતો હતો ત્યાંજ લાવણ્યા વચ્ચે બોલી ગઈ અને દરવાજા તરફ પાછાં પગલે જવાં લાગી.

"અરે નાં....!" સિદ્ધાર્થે હવે તેનો સ્વર સ્વસ્થ કરતાં કહ્યું "હું એમ કહું છું કે બહુ મોડું થઈ ગયું છે જો.....!" સિદ્ધાર્થે દીવાલ ઉપર લાગેલી વૉલક્લોક સામે જોયું. લાવણ્યાએ પણ એ બાજુ જોયું. રાતનાં ત્રણ વાગવાં આવ્યાં હતાં.

"આટલાં મોડાં તું ઘરે કેમની જઈશ....!?" સિદ્ધાર્થે પ્રેમથી લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો ચિંતાતુર સ્વરમાં બોલ્યો "તું આવી સરસ મજાની તૈયાર થયેલી....!અ... ઓટોમાં નાં જવાય...! તું એક કામ કર...! તું પાછી એજ વેટિંગ લોંજમાં રોકાઈજા....! પછી સવારે વે'લ્લાં જતી રે'જે....!"

"હું સવારે વે'લ્લાં તને મળવાં આવું....!?" લાવણ્યાએ નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને પૂછ્યું.

"પણ નેહા....!?"

"તું...તું કોઈ બા'નું કાઢીને એને કઇંક લેવાં મોકલી દેજેને......!" લાવણ્યાએ આઇડયા આપ્યો. તેનો સ્વર હજીપણ ઈમોશનલ હતો.

"અરે પણ મારે કઈં બા'રનું નથી ખાવાંનું ......! ચ્હા પણ મારે હોસ્પિટલની પીવી પડે છે...!"

"હાં....! તો તું જિદ્દ કરીને કે'જેને કે તું હોસ્પિટલની ચ્હાથી કંટાળી ગયો છે....! તારે બ...બા'રની ચ્હા પીવી છે....! એટ્લે એ જશેજ.....!" લાવણ્યા ફરી એજરીતે રઘવાઈ થઈને આજીજી કરવાં લાગી.

સિદ્ધાર્થ તેની તરફ તાકી રહીને વિચારવાં લાગ્યો.

"પ્લીઝ Sid....! મારાં માટે થોડું ખોટું બોલજેને...! પ્લીઝ.....!" લાવણ્યા હવે રડવાં લાગી "પછી પછી...! તું ....તું...કાલેતો કોલેજ પણ નથી આવાનો...!"

"પણ એકજ દિવસનીતો વાત છે...!" સિદ્ધાર્થ બોલ્યો "તું એક દિવસ નઇ રહી શકે...!?"

"તું કેમ નઇ સમજતો....! એક દિવસ.....! એક આખો દિવસ....!" લાવણ્યા હવે સિદ્ધાર્થના હાથ પકડીને દબાવવાં લાગી "હું....હું...તને જોયાં વગર ...જોયાં વગર પાગલ થઈ જાઉં છું....! નઇ રે'વાતું તો શું કરું....!?"

સિદ્ધાર્થ હજીપણ વિચારી રહ્યો. જો નેહા રૂમમાં લાવણ્યાને તેની જોડે જોઈ જાયતો શું થાય એની કલ્પનાંથીજ તે માનસિક તાણ અનુભવવાં લાગ્યો.

"હું....હું બસ પ...પાંચ મિનિટજ મળીને જતી રહીશ....બસ....!" લાવણ્યા ફરી નાનાં બાળકની જેમ દયામણાં સ્વરમાં બોલી "ખાલી પાંચ મિનિટ....! પાંચ મિનિટ...!"

"ઓકે.....! પણ હું ફોન કરું ત્યારેજ આવજે....!" સિદ્ધાર્થે છેવટે બોલ્યો.

લાવણ્યા ખુશ થઈ ગઈ અને સિદ્ધાર્થનું મોઢું આવેગપૂર્વક તેણે પોતાની છાતીમાં દબાવી દીધું.

"હવે જા.....! જલ્દી...! નેહા ગમે ત્યારે આવી જશે.....!"

"હાં....! હાં...!" લાવણ્યાએ ફરી બે ઘડી સિદ્ધાર્થનાં રતુમડાં હોંઠ સામે જોયે રાખ્યું પછી તરતજ બે-ત્રણ હળવાં ચુંબનો સિદ્ધાર્થની ગરદન ઉપર અને ગાલ ઉપર કરીને ઉતાવળાં પગલે દરવાજે દોડી ગઈ.

દરવાજો ખોલીને તેણે સ્નેહ નીતરતી આંખે સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે ત્યાંજ બેડ જોડે ઊભાં-ઊભાં એક ફ્લાઇંગ કિસ તેને આપી. ઢીલો થઈ ગયેલો લાવણ્યાનો ચેહરો ખીલી ઉઠ્યો, પ્રતિભાવમાં તેણે પણ સિદ્ધાર્થને ફક્ત તેનાં હોંઠ વડે ફ્લાઇંગ કિસ આપી. છેવટે તેણે કોરિડોરમાં બંને બાજુ જોયું અને રૂમની બહાર નીકળી ગઈ.

રૂમની ડાબી બાજુ વળી તે કોરિડોરમાં ચાલવાં લાગી. કોરિડોર પૂરો થતાં લાવણ્યા હવે જમણીબાજુ સેમી-ડિલક્સ વૉર્ડની વેટિંગ લોંજ તરફ જતાં કોરિડોરમાં વળી ગઈ. કોરિડોર એક લંબચોરસ મોટાં હૉલમાં પૂરો થયો. એ સેમી-ડિલક્સ વૉર્ડની વેટિંગ લોંજ હતી. લોંજમાં એકબીજાની વચ્ચે થોડી-થોડી જગ્યાં રાખીને સ્ટેઇનલેસ સ્ટીલની ખુરશીઓવાળી લાંબી બેઠકો મૂકેલી હતી. કેટલીક બેઠકોમાં પેશન્ટોનાં સગાઓ સૂતેલાં હતાં, તો કેટલીક ખાલી હતી. લાવણ્યા ખાલી બેઠકોની એક હરોળમાં જઈને બેસી ગઈ.

સિદ્ધાર્થને મળવા માટે તેણે બપોરથી લઈને અડધી રાત સુધીનો સમય આજ વેઇટિંગ લોંજમાં વિતાવ્યો હતો. હવે સવારે બીજીવાર મળવાં માટે તેને ફરીવાર અહીં બેઠાં-બેઠાં રાહ જોવાની હતી.

સેમી-ડિલક્સ વૉર્ડ માં આવવાં માટે અલગ લિફ્ટ અને અલગ રસ્તો હતો. આથી સિદ્ધાર્થનું કોઈ સગું લાવણ્યાને અહીં બેઠેલી જોઈ શકે એમ નહોતું. એમાંય ડિલક્સ અને સેમી-ડિલક્સ વૉર્ડની લિફ્ટ, વેઇટિંગ લોંજ અને રસ્તાઓ એકબીજાથી અલગ-અલગ દિશામાં જુદી-જુદી બાજુ બનેલાં હતાં.

સામે દીવાલ ઉપર મોટું LED લાગેલું હતું. જોકે મોડી રાત હોવાને લીધે અત્યારે એ બંધ હતું. લાવણ્યાએ આખો દિવસ એ LEDમાં આવતાં ફાલતું પ્રોગ્રામો જોઈને સમય પસાર કર્યો હતો. હળવી લાઈટીંગ સિવાય લોંજમાં અંધારું હતું.

લાવણ્યાએ તેનાં મોબાઇલનાં સ્ક્રીન સેવરમાં ટાઈમ જોયો. સિદ્ધાર્થને મળીને આવ્યે હજી બે મિનિટ માંડ થઈ હતી. મોબાઇલનાં સ્ક્રીન સેવર વૉલપેપરમાં તેણે સિદ્ધાર્થનો ફોટો રાખેલો હતો. ફોટોમાં સિદ્ધાર્થે ખાખી કલરની વી-નેક ટી-શર્ટ પહેરી હતી.

લાવણ્યા ભીની આંખે તે ફોટાં તરફ જોઈ રહી અને પ્રેમથી જાણે સિદ્ધાર્થનાં ચેહરાં ઉપર હાથ ફેરવતી હોય એમ મોબાઈલની સ્ક્રીનમાં દેખાતાં સિદ્ધાર્થનાં ફોટાં ઉપર હાથ ફેરવ્યો. આખો દિવસ તેણે આજરીતે કેટલીયવાર પોતાનાં ફોનમાંનાં સિદ્ધાર્થનાં વૉલપેપર ઉપર હાથ ફેરવ્યો હતો અને સિદ્ધાર્થને સ્પર્શ કર્યાનો અનુભવ કર્યો હતો. મોબાઇલમાં બેટરી ઓછી હોવાથી લાવણ્યાએ ફોન પાછો લોક કર્યો.

"સવાર સુધી બેટરી બચાવવી પડશે....!" લાવણ્યા મનમાં બબડી.

થોડીવાર પછી તે ઊભી થઈ અને પાછળની બાજુ બનેલાં લેડિઝ ટોઇલેટ બ્લોક તરફ ગઈ. લેડિઝ વોશરૂમમાં જઈને તેણે પોતાનું મોઢું ધોયું અને થોડીવાર કાંચમાં પોતાનાં પ્રતિબિંબને જોયે રાખ્યું.

"તને આ બ્લેક ડ્રેસ સરસ લાગે છે....!" લાવણ્યાને સિદ્ધાર્થે કરેલાં તેનાં વખાણ યાદ આવતાં કાંચમાં જોઈને તે હળવું હસી "તું આવી સરસ તૈયાર થયેલી....! ઓટોમાં નાં જતી....!"

"સિદ્ધાર્થને મારી કેટલી ચિંતા છે...!" લાવણ્યા સ્મિત કરતી-કરતી મનમાં બબડી. થોડીવાર સુધી સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં તે પાછી લોંજમાં આવી અને એજ જગ્યાએ બેસી ગઈ. તેણે ફરીવાર મોબાઇલમાં સ્ક્રીનસેવરમાં ટાઈમ જોઈ ફોન લોક કર્યો. તેને હવે એક-એક સેકંન્ડ હવે એક યુગ બરાબર લાગવાં લાગી.

ટાઈમ પસાર નાં થતાં છેવટે તે સિદ્ધાર્થ સાથેની તેની મીઠી યાદો વાગોળવાં લાગી. તેની આંખો સામે હવે એ બધીજ મધુર પળોનાં દ્રશ્યો દેખાવાં લાગ્યાં.

ધોધમાર વરસાદમાં તેમનું મોઢેરાં સૂર્યમંદિર જોવાં જવું, લાવણ્યાએ આવતાં-આવતાં જતાં આખાં રસ્તે સિદ્ધાર્થની કરેલી છેડતી વગેરે યાદો ક્યાંય સુધી વાગોળતી રહીને લાવણ્યા સ્મિત કરતી રહી.

સવારનાં લગભગ સાડાં ચાર વાગ્યે આખાં દિવસનાં થાકનાં લીધે તેની આંખો ઘેરાવાં લાગી. સિદ્ધાર્થનો ફોન ગમે ત્યારે આવી જશે એ રાહમાં તે ઊંઘનાં લીધે બંધ થઈ જતી પોતાની આંખો ખુલ્લી રાખવાનો પ્રયત્ન કરતી રહી.

એમ કરતાં-કરતાં માંડ તેનાથી વધુ અડધો-પોણો કલ્લાક જેટલું જગાયું. છેવટે સવારે પાંચ-સવાં પાંચ વાગ્યે લાવણ્યા બેઠાં-બેઠાંજ ઝોકાં ખાવાં લાગી. છેવટે તેણે પોતાનું માથું બેઠકનાં ટેકે ઢાળી દીધું. જાગતાં રહેવાનો પ્રયત્ન કરતાં-કરતાં તે ક્યારે સૂઈ ગઈ તેને પોતાને પણ ખબર નાં પડી.

-----

"ટ્રીન.....! ટ્રીન...! ટ્રીન....!" સવારનાં લગભગ સાડાં છ વાગ્યે લાવણ્યાનાં ફોનની રિંગ વાગી રહી હતી. રિંગ સાંભળીને બેઠાં-બેઠાંજ માથું ઢાળીને સૂતેલી લાવણ્યા સફાળી જાગી ગઈ અને તરતજ તેનો ફોન જોયો.

"હ.....! હેલ્લો....!" લાવણ્યા બોલી. ફોન સિદ્ધાર્થનો હતો. લાવણ્યા તરતજ ઊભી થઈને સિદ્ધાર્થનાં રૂમ તરફ જવાં કોરિડોરમાં દોડવાં લાગી "Sid....! હું....! આવુંજ છું...! બસ એકજ...!"

"નાં....નાં...! ઊભી રે'...!" સિદ્ધાર્થ ધીમાં પણ ઉતાવળાં સ્વરમાં વચ્ચે બોલી પડ્યો "ત...તું ના આવીશ....! તું હવે સીધી ઘરેજ જતી રે'જે....! હોં...!" લાવણ્યા કોરિડોરમાં અટકી.

"પણ...પણ નાનકડું ઝોંકુંજ આવ્યું'તું...સિડ....! પ્લીઝ નારાજ ના થઈશને....!" લાવણ્યાનો સ્વર ઈમોશનલ થઈ ગયો અને પોતે મોડી પડીછે એમ તે માની ડરવાં લાગી અને સિદ્ધાર્થણે કરગરવાં લાગી "પ્લીઝ...! પ્લીઝ બેબી....!હું...હું આવું છુંને બેબી..!"

"અરે એવું નથી...! લાવણ્યા" સિદ્ધાર્થ તેનાં રૂમનાં બાથરૂમનાં દરવાજા તરફ જોઈને બોલ્યો "નેહા હજી અંદરજ છે....! બાથરૂમમાં....! મને અત્યારે ખાલી પેટે સોનોગ્રાફી કરવાં લઈ જવાનો છે...! પછી એક્સ-રે, MRI અને ડોક્ટર કદાચ સિટી સ્કેન પણ કરવાનું કે'તાં'તા....!"

"તો....તો ન..નેહા બાથરૂમમાં હોયતો હું ખાલી બેજ મિનિટ આવીને જતી રઈશ...! હોને...! હું આઈ..!" ગભરાયેલી લાવણ્યા હવે વધુ ઇમોશનલ થઈ ગઈ અને કોરિડોરની દીવાલને હાથનાં ટેકે ધીરે-ધીરે ચાલવાં લાગી.

"લાવણ્યા....! મારાં મામા અને પપ્પા બેય હોસ્પિટલનાં પાર્કિંગ સુધી આવી ગયાં છે....! એ લોકો ગમે ત્યારે ઉપર આવી ચડશે.....! પ્લીઝ લાવણ્યા.....! તું ....! તું હવે નાં આવતી...!"

"સ....સિડ.....!" સિદ્ધાર્થનાં મામાનું નામ પડતાંજ લાવણ્યાનાં પગ થંભી ગયાં અને તે માંડ બોલી.

"લાવણ્યા...! પ્લીઝ...! મારાં માટે.....! જિદ્દ નાં કરીશને...!" સિદ્ધાર્થ ઢીલો થઈને બોલ્યો "નેહા બહાર આવતી લાગેછે....! ચાલ બાય...!" બાથરૂમનો દરવાજો ખૂલતાંજ સિદ્ધાર્થે ફોન કટ કરી દીધો.

લાવણ્યા હવે કોરિડોરની દીવાલને હાથથી ટેકો દઈને ઊભી રહી ગઈ. તેની ભીંજાયેલી આંખોમાંથી આંસુ સરવાં લાગ્યાં. થોડીવાર ત્યાંજ ઊભાં રહ્યાં પછી લાવણ્યા હવે હળવાં પગલે ચાલતી-ચાલતી કોરિડોરનાં છેડે આવી. અહીંથી ડાબી બાજુ સિદ્ધાર્થનાં રૂમ તરફ જવાનો કોરિડોર શરૂ થતો હતો. સવાર પડી ગઈ હોવાથી કોરિડોરમાં હળવી ચહેલ-પહેલ હતી.

કોરિડોરનાં છેડે ઊભાં રહીને લાવણ્યાએ સિદ્ધાર્થનાં રૂમ તરફ જતાં કોરિડોરમાં ડરતાં-ડરતાં ડોકિયું કર્યું. તેણે સામેથી સિદ્ધાર્થનાં મામા અને તેનાં પપ્પા આવતાં દેખાયાં. લાવણ્યા ડરીને તરતજ કોરિડોરની દીવાલની પાછળ લપાઈ ગઈ. થોડીવાર સુધી લાવણ્યા ધ્રૂજતી-ધ્રૂજતી ત્યાંજ લપાઈ રહી.

સિદ્ધાર્થનાં મામા અને તેનાં પપ્પા હવે સિદ્ધાર્થનાં રૂમમાં પ્રવેશી ગયાં હશે એમ માની તેણે ફરી ડોકિયું કર્યું. કોરિડોર હવે ખાલી હતો. લાવણ્યા હવે પાછી દીવાલ પાછળ લપાઈને ઊભી રહી ગઈ. સિદ્ધાર્થનો રૂમ બે-ત્રણ રૂમો પછીજ હતો. આથી તેનાં રૂમમાં કોઈ આવજા કરેતો દરવાજો ખુલવાનો અવાજ લાવણ્યાને સાંભળાતો હતો. જ્યારે-જ્યારે દરવાજો ખૂલતો, ત્યારે-ત્યારે લાવણ્યા ડરતાં-ડરતાં ડોકિયું કરીને જોઈ લેતી. હવે સિદ્ધાર્થનાં મામા બહાર નીકળીને પાછાં લિફ્ટ તરફ ગયાં. પછી નર્સ આવીને સિદ્ધાર્થનાં રૂમમાં ગઈ. થોડીવાર પછી સ્ટ્રેચર લઈને એક વૉર્ડબોય અંદર દાખલ થયો તેમની પાછળ સિદ્ધાર્થનાં મામા પણ આવી રહ્યાં હતાં. તેમને જોઈને લાવણ્યા ફરીવાર દીવાલ પાછળ લપાઈ ગઈ.

થોડીવાર પછી ફરી દરવાજો ખૂલ્યો. લાવણ્યાએ ફરી ધ્રૂજતાં-ધ્રૂજતાં ડોકી કાઢી. સિદ્ધાર્થનાં મામાની પીઠ લાવણ્યા તરફ હતી. સિદ્ધાર્થનાં પપ્પા હવે તેનાં રૂમમાંથી બહાર આવ્યાં અને સિદ્ધાર્થને સ્ટ્રેચરમાં સૂવાડીને રૂમમાંથી બહાર કઢાયો અને લિફ્ટ બાજુનાં બિલ્ડિંગનાં વિભાગ તરફ સોનોગ્રાફી માટે લઈ જવાયો. નેહા પણ તેમની જોડે ચાલી રહી હતી. લાવણ્યા સ્ટ્રેચરમાં સૂતેલાં સિદ્ધાર્થનું પાછળથી દેખાતું માથું જોઈ રહી. તેની આંખો વધુ ભીંજાઇ અને આંસુઓની ધાર વહીને તેનાં ગાલ ઉપર સરકીને નીચે પડવાં લાગી.

છેવટે એજ લાંબા કોરિડોરમાં આવેલી સોનોગ્રાફી ક્લિનિકનાં રૂમમાં સિદ્ધાર્થને લઈ જવાતો લાવણ્યાએ જોયો. સિદ્ધાર્થની પાછળ-પાછળ લાવણ્યાએ એક પછી એક બધાંને અંદર જતાં જોયાં. ક્યાંય સુધી લાવણ્યા ખાલી કોરિડોરને શૂન્યમનસ્ક તાકી રહી. છેવટે તે પાછી એજ જગ્યાએ આવી અને સેમી-ડિલક્સ વૉર્ડની એજ બેઠક ઉપર બેઠી જ્યાં તેણે સિદ્ધાર્થની રાહ જોવામાં આખો દિવસ અને આખી રાત વિતાવી હતી.

-----

સિદ્ધાર્થને રિપોર્ટ્સ માટે લઈ જવાને લગભગ કલ્લાકેક જેટલો સમય થવાં આવ્યો હતો. લાવણ્યા વેઇટિંગ લોંજમાં બેઠી-બેઠી રાહ જોઈ રહી હતી. સાડા સાત-પોણા આઠ વાગવાં આવતાં વેઇટિંગ લોંજમાં હવે થોડી ભીડ વધી હતી. આજુબાજુ પણ થોડાં-ઘણાં લોકો જેઓ રાત્રે સૂતાં હતાં તેઓ ફ્રેશ થઈને પાછાં બેઠાં હતાં. વેઇટિંગ લોંજમાં સામ-સામી દિશામાં બે પ્રવેશદ્વાર હતાં. સિદ્ધાર્થનો રૂમ જે દિશામાંનાં હતો એ દિશામાં એક પ્રવેશદ્વાર અને તેની સામે બીજો પ્રવેશદ્વાર. બીજા પ્રવેશદ્વારની બાજુમાં એક નાનું રિસેપ્શન ટેબલ હતું. રાત્રે તો ત્યાં કોઈ નહોતું, પણ દિવસ ઊગી ગયો હોવાથી ત્યાં હવે બે છોકરીઓ આવી ગઈ હતી. તેમણે આવીને વેઇટિંગ લોંજની બેઠકો સામે દીવાલ ઉપર લાગેલું LED ચાલુ કર્યું હતું. મોટેભાગે તેમાં ન્યૂઝ ચેનલો કે પછી બોરિંગ ધારાવાહિક સિરિયલોજ ચાલ્યાં કરતી. રિસેપ્શનવાળી એક છોકરી થોડી-થોડીવારે ચેનલ બદલ્યાં કરતી.

"ટ્રીન.....! ટ્રીન...! ટ્રીન....!" ટીવી સામે કોઈપણ જાતનાં રસ વિના જોઈ રહેલી લાવણ્યાનો ફોન વાગ્યો. સિદ્ધાર્થનાં વિચારોમાંથી બહાર આવી લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીન જોઈ. કૉલ કામ્યાનો હતો.

"હાં... બોલ...!" લાવણ્યા માંડ બોલી.

"ક્યાં છે તું....!?" કામ્યા બોલી.

"ઘ....ઘરે.....! હું તો રાત્રેજ ઘરે આવી ગઈ'તી...!" કામ્યા સાચું જાણીને તેને વઢશે એમ માની લાવણ્યા ખોટું બોલી "મારાં અંકલની ખબર કાઢીને....!"

"લાવણ્યા....!" કામ્યા થોડું કડક સ્વરમાં બોલી "લગભગ અડધો-પોણો કલ્લાક પહેલાંજ સિદ્ધાર્થનો મને મેસેજ આવ્યો'તો....! એણે કીધું કે તું હજી હોસ્પિટલમાં છે....!"

"હેં......!?" લાવણ્યા નવાઈ પામી ગઈ "ન....! નાં....! હું ...હું સાચું કઉ છું....!હું...!"

"લાવણ્યા...!" કામ્યા તેનો સ્વર થોડો વધુ કઠોર કરતાં વચ્ચે બોલી "ક્યાં છે તું.....બોલીશ...!?"

"સેમી-ડિલક્સ વૉર્ડની વેટિંગ લોંજમાં....!" લાવણ્યા છેવટે ઢીલી થઈ જતાં બોલી "સિદ્ધાર્થનાં રૂમથી આગળ સ્ટ્રેટ આવતી રે'જે...! કોરિડોર પૂરો થાય પછી જમણી બાજુ વળી જજે...!"

"હમ્મ....! હું આવી ચાલ....!" કામ્યાએ ફોન કટ કર્યો.

-----

"લાવણ્યા....!" રિસેપ્શનની સામેનાં વેઇટિંગ લોંજનાં દરવાજાથી અંદર આવતાં કામ્યાએ એક બેઠક ઉપર બેઠેલી લાવણ્યાને જોઈને કહ્યું. તેની જોડે પ્રેમ અને અંકિતા પણ હતાં.

"અરે.....! તમે ત્રણેય....!?" લાવણ્યા આશ્ચર્ય પામીને ઊભી થઈ ગઈ "મને એમ કે તું એકલી હોઈશ....!"

"તું આંબલી છે.....! અને અમે બધાં ભૂતડાં....!" અંકિતા તેની આદત મુજબ ટીખળ કરતાં બોલી "અને ભૂતનું ઘર ક્યાં હોય....!? આંબલી જોડે....!!" કામ્યા સિવાય બધાં હળવું હસી પડ્યાં.

"લાવણ્યા.....!" કામ્યાએ હવે લાવણ્યાનાં હાથ તેનાં હાથમાં લીધાં અને તેની સામે દયામણી નજરે જોયું "હવે ઘરે ચાલ.....! તું ગઇકાલની અહિયાં છે.....!"

"હેં....!શ... શું બોલે છે તું...!?" લાવણ્યાએ તેનાં ડરીને હાથ છોડવી લીધાં "સ....સિદ્ધાર્થનાં રિપોર્ટ્સ તો આવી જવાંદે.....! શું રિપોર્ટ્સ આવે છે એ જોઈને અને એને.....એને ....મળીને પછી જતાં રઈશું....!"

"તું પાગલ થઈ ગઈ છે....!?" કામ્યા આકળાઇ ગઈ અને તેનો સ્વર ઊંચો થઈ ગયો.

વેઇટિંગ લોંજમાં બેઠેલાં કેટલાંક લોકોનું ધ્યાન તે તરફ ખેંચાયું. કામ્યા સહિત બધાંએ આજુબાજુ જોયું. વેઇટિંગ લોંજની રિસેપ્શન ટેબલ ઉપર બેઠેલી બે છોકરીઓએ પણ હવે એમની તરફ જોયું. કામ્યાનું ધ્યાન બધાં તરફ જતાં તેણે માંડ પોતાનો ગુસ્સો કંટ્રોલ કર્યો અને ધીમાં સ્વરમાં બોલવાં લાગી.

"લાવણ્યા લીસન....!" કામ્યાએ તેનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂક્યો "તું સમજતી કેમ નથી...!? ત્યાં બધાં હશે....! તને ખબરતો છે....! સિદ્ધાર્થનાં મામા.....! નેહા.....!"

લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ. તે નીચું જોઈ ગઈ.

"ક્યારેક તો સમજ ....! તું જઈશ અને નેહાએ કોઈ બબાલ કરીતો સિદ્ધાર્થ બિચારો સ્ટ્રેસમાં આવી જશે.....!હું એનાં માટે કહું છું...!"

લાવણ્યાની આંખમાં હવે પાણી ધસી આવ્યું. થોડીવાર તે કઈંપણ બોલ્યાં વગર તેની નીચું જોઈ રહી અને પગનાં અંગુઠાંનાં નખ વડે વેઇટિંગ લોંજનાં ફર્શને ખોતરવાં લાગી.

"લાવણ્યા.....!" કામ્યાએ ધીમાં સ્વરમાં તેની સામે ભીંજાયેલી આંખે જોયું "ચાલ બકા....!હમ્મ" કામ્યાએ તેનો હાથ પકડી તેને પોતાની જોડે આવવાં હળવેથી ખેંચી. લાવણ્યાએ સહેજ બળ કર્યું અને પોતાનાં પગ દબાવીને ત્યાંજ ઊભી રહી.

કામ્યા સહિત બધાંએ આશ્ચર્યથી તેની સામે જોયું. બધાંને એમ હતું કે કામ્યાએ સમજાવ્યાં પછી લાવણ્યા ઘરે પાછી જવાં તૈયાર થઈ ગઈ હતી.

"લાવણ્યા.....!?" કામ્યાએ તેની સામે આશ્ચર્યથી જોયું.

લાવણ્યાની આંખમાંથી હવે આંસુ નિકળું-નિકળું થઈ રહ્યાં હતાં. તેણે એવીજ આંખે બાળક જેવો દયામણો ચેહરો બનાવી કામ્યા સામે ડરતાં-ડરતાં જોયું.

"મારે નથી જવું...!" લાવણ્યા ભીની આંખે બોલ્યાં વગર પોતાનાં બંને હાથ પાછળ લઈ જઈ પોતાનું માથું નકારમાં ધૂણાવવાં લાગી.

કામ્યા અને પ્રેમે એકબીજાં સામે જોયું.

"એ....એને ડિસ્ચાર્જ કરીદે પ....પછી જઈશું....!" લાવણ્યા ગભરાતાં-ગભરાતાં બોલી.

અંકિતાએ ગભરું પારેવડાંની જેમ ફફડી રહેલી લાવણ્યાને જોઈ. પછી તેણે કામ્યા સામે જોયું. કામ્યા લાવણ્યા સામે જોઈ રહી હતી. અંકિતાની ધીરજ હવે ખૂટી જતાં તે વચ્ચે બોલી.

"સાચી વાત....! કોઈ વાંધો નઇ હો.....! લાવણ્યા.....! આપણે બેય સિદ્ધાર્થને ડિસ્ચાર્જ કરી દેવાય પછીજ જઈશું....! જો રિપોર્ટ્સ નોર્મલ હશે તોજ સિદ્ધાર્થને ડિસ્ચાર્જ કરાંશે....! રાઇટ....!?" અંકિતાએ લાવણ્યા સામે જોઈ સસ્મિત કહ્યું.

"હાં.....! હાં....!" અંકિતાનો સપોર્ટ મળતાંજ લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેની આંખો લૂંછવાં લાગી "હું.....હું..હું પણ એજતો કહું છું....! રિપોર્ટ્સ ન....નોર્મલ હશે તોજ સ...સિદ્ધાર્થને ડિસ્ચાર્જ આપી દેવાશે.....!" તેણે ફરીવાર એજરીતે ગભરાઈને કામ્યા સામે જોયું "ત....તોજ ડિસ્ચાર્જ કરશેને....!પ્લીઝ.....!"

"અરે....! હું કહું છુંને તને....!" અંકિતાએ લાવણ્યાનાં હાથ પકડીને પોતાની તરફ ખેંચી "આપણે સિદ્ધાર્થને જોઈનેજ જઈશું....!"

" અંકિતા....!તું...!" કામ્યા અંકિતા ઉપર આકળાઇ.

"તું શાંતિ રાખ કિધુને ....!" અંકિતાએ કડક સ્વરમાં બોલી તેને વચ્ચે ટોકી "તું ગમેતે કે'.....! હું અને લાવણ્યા સિદ્ધાર્થને ડિસ્ચાર્જ કરે પછીજ જઈશું.....!"

લાવણ્યાએ હવે ફરીવાર ડરીને કામ્યા સામે જોયું.

"હે ભગવાન....!" કામ્યાએ નકારમાં માથું ધૂણવવાં માંડ્યુ "ઠીક છે....! પણ એક શરત છે.....!"

"હાં....! હાં....! મને મંજૂર છે.....!" લાવણ્યા ઉતાવળે બોલી "મને બધુ મંજૂર છે....!"

"સાંભળીતો લે પણ....!" કામ્યા બોલી.

"હાં...! બોલ....!"

"આપણે સિદ્ધાર્થને મળીશું નહીં.....!" કામ્યા બોલી "ફક્ત પાર્કિંગમાં ઊભાં-ઊભાં દૂરથી જોઈ લઈશું...!"

"પણ....!" લાવણ્યા આજીજી કરવાં ગઈ ત્યાંજ કામ્યા વચ્ચે બોલી

"લાવણ્યા.....!" કામ્યાએ તેની આંખો મોટી કરી "કીધુંને તને....!"

લાવણ્યા ડરી ગઈ.

"તું શા માટે એને આમ બચકાં ભરે છે....!?" લાવણ્યાને ડરી ગયેલી જોઈને અંકિતા ભડકી. આજુબાજુ હજીપણ બધાં તેઓને જોઈ રહ્યાં હતાં.

"લાવણ્યા......!" અંકિતાએ હવે લાવણ્યાની સામે જોયું "તું ચિંતાના કર....! આપણે એને જોઈનેજ જઈશું....! અને જો એની જોડે કોઈ નઈ હોય તો આપણે એને મળી પણ લઈશું...! Ok....!?"

"હાં....!" અંકિતાની વાત સાંભળીને લાવણ્યાના જીવને ટાઢક વળી.

"પણ કોઈ નઈ હોયતોજ....!" કામ્યાએ ફરીવાર ભારપૂર્વક કહ્યું. જોકે આ વખતે તેનો સ્વર થોડો ધીમો હતો.

લાવણ્યાએ બાળકની જેમ તેની સામે થોડીવાર જોયે રાખ્યું.

"લાવણ્યા.....! તારી આંખો તો જો...!" અંકિતાએ વ્હાલથી તેનો ચેહરો પોતાનાં બંને હાથમાં પકડીને તેની સામે જોયું "તું ઊંઘી નથીને સરખું....!?"

"ના....! નાની ઝપકી આવી'તી બસ....!" લાવણ્યા બાળક જેવાં સ્વરમાં બોલી. અંકિતા સહીત બધાં તેનાં એ ઇનોસંન્ટ ચેહરાને જોઈને હસી પડ્યાં.

"આવ....! અંહિયાં....!" અંકિતા હવે લાંબી બેઠકમાં ટેકો દઈને બેઠી "સિદ્ધાર્થના રિપોર્ટ્સ આવે ત્યાંસુધી તું આરામ કરીલે....!" અકીતાએ તેને પોતાનાં ખોળામાં ઊંઘવા ઈશારો કર્યો "ખાલી MRIનો રિપોર્ટ કરવામાંજ નેવું મિનિટથી બે કલ્લાક જેટલો સમય લાગે છે....! અને એને સીટી સ્કેન પણ કરવાનું છે....! તો થોડી વધુવાર લાગશે....! તું ત્યાં સુધી આરામ કરીલે...!"

લાવણ્યાએ ડરીને પહેલાં કામ્યા સામે જોયું પછી પ્રેમ અને છેલ્લે અંકિતા સામે જોયું.

"ડોન્ટ વરી....!" અંકિતા તેની આંખોમાં રહેલો અવિશ્વાસ પારખી ગઈ "હું પોતે તને જગાડી દઇશ....! એને ડિસ્ચાર્જ આપે ત્યારે....!"

લાવણ્યા હવે અંકિતાની જોડે બેઠી. તેણે પગમાં પેહરેલી હિલ્સ ત્યાંજ નીચે ઉતારીને મૂકેલી હતી તે તેણે પગ વડે હળવો ધક્કો મારી સીટ નીચે સહેજ પછી ખસેડી.

"અરે .....! સવારે તો તે બીજા કલરની હિલ્સ પે'રી' તી'ને ...!?" અંકિતાએ યાદ કરતાં કહ્યું.

"હાં....! પણ સિડની પાછળ દોડતાં નહોતું ફાવતું એટ્લે મેં કદાચ કોલેજનાં કોરિડોરમાંજ હિલ્સ ઉતારીને ત્યાંજ છોડી દીધી'તી....!" લાવણ્યા કહ્યું. હવે કામ્યા લાવણ્યાની ડાબી બાજુ બેઠી અને પ્રેમ કામ્યાની બાજુ.

"સારું જવાદે.... ચાલ.....!" અંકિતા બોલી "તું સૂઈજા થોડીવાર....! નહિતો તારું આવું સુઝી ગયેલી આંખોવાળું મોઢું સિદ્ધાર્થને નઈ ગમે....! અને એ કોઈ બીજી જોડે ભાગી જશે....!"

"બીજી કોણ છે....!?" લાવણ્યાનું મૂડ હવે ફ્રેશ થવાં લાગ્યું અને મન હળવું થવાં લાગ્યું. પ્રેમ અને કામ્યા તેની સામે જોઈ રહ્યાં.

"જો તું આવી એની સામે જઈશ તો તું એને ગમવાની નથી....!" અંકિતા તેની ઉડાવતાં બોલી "અને નેહાતો એને ટોર્ચર કરે છે એટ્લે એ એની જોડેતો જશે નઇ....!"

"તો....!?" હવે કામ્યાને પણ વાતમાં મજા આવી. પ્રેમ પણ સ્મિત કરતો સાંભળી રહ્યો.

"હવે બોલને બીજી કોણ છે...!?" લાવણ્યા હવે ચિડાઇ હોય એમ નાટક કરતાં બોલી.

"અરે ....! હું બીજું કોણ....! કેમ તને નથી ખબર મારે હજી એની જોડે એક કિસનો હિસાબ પણ બાકી છે...!" અંકિતા જીભ કાઢીને લાવણ્યાને ચીડવવાં લાગી.

"એ હેલ્લો....!?" લાવણ્યા હવે હસી પડી અને કામ્યા સામે જોઈને બોલી "આ તો જો કેવી વાત કરે છે...!? આવું થોડું ચાલે....!?"

"હમ્મ....! ના ચાલે....!" કામ્યા પણ હવે જોડાઈ ગઈ "પણ અંકિતાની વાતમાં દમતો છે....!"

"શું દમ છે....!?"

"તો શું....! તારું મોઢું સાવ ઢીલું-ઢીલું લાગે છે....!" કામ્યા બોલી " આવું મોઢું થોડું ગમે એને...!?"

"ના.. ના...! હું થોડું ઊંઘી લઇશ એટ્લે સરખું થઈ જશે....!" લાવણ્યા બોલી અને તેણે આડાં પડી અંકિતાનાં ખોળાંમાં તેનું માથું ઢાળી દીધું.

પ્રેમે સહેજ આઘાં ખસીને પગ લાંબા કરવાં માટે લાવણ્યાને જગ્યા કરી આપી. પ્રેમના ખસ્યાં પછી કામ્યા પણ થોડું ખસી અને તેણે લાવણ્યાના પગ પોતાનાં ખોળાંમાં લઈ લીધાં.

"મારાં પગ બઉ દુખે છે....!" અંકિતાના ખોળાંમાં માથું ઢાળી રાખીને કામ્યા સામે જોઈ લાવણ્યા જાણે ઓર્ડર કરતી હોય એમ ટીખળભર્યા સ્વરમાં બોલી "થોડાં દબાવી આપ....!"

"બીજું કઈં .....!? મહારાણી....!?" કામ્યાએ ટોંન્ટ માર્યો. તેને ખુશી થઈ કે લાવણ્યાનું મન હળવું થઈ ગયું હતું તે પાછી પોતાનાં મૂળ સ્વભાવ ઉપર આવવાં લાગી હતી.

"હાં...! બસ ટાઈમ થાય એટ્લે મને ઉઠાડી દે'જે .....!" લાવણ્યાએ હવે તેની આઇબ્રો નચાવી.

"હાં...હો...!" કામ્યાએ મોઢું બનાવી ફરી ટોંન્ટ માર્યો "હવે આંખો બંધ કરીને ઊંઘ...!"

લાવણ્યાએ હળવું સ્મિત કર્યું અને તેની આંખો બંધ કરી. કામ્યાની જોડે બેઠેલો પ્રેમ હજી સુધી કશું નહોતો બોલ્યો. પણ તે ખુશ થઈને લાવણ્યાને જોઈ રહ્યો હતો. અનાયાસે તેની નજર લાવણ્યાનાં પગનાં તળિયાં ઉપર પડી. ડાબાં પગમાં લાવણ્યાને એક સહેજ લાંબો ઘાં પડેલો હતો. ઘાં તાજોજ હતો.

"લાવણ્યા.....! આ શું વાગ્યું છે તને....!?" પ્રેમે ચિંતાતુર સ્વરમાં તેનાં એ ઘાં ઉપર હળવેથી હાથ મૂકતાં પૂછ્યું. કામ્યાએ સહેજ ઝૂકીને લાવણ્યાનાં પગમાં એ ઘાં જોયો.

" બાપરે....! લાવણ્યા ....! શું થયું તને આ...!?" કામ્યાએ પણ પૂછ્યું.

"મને નઈ ખબર.....!" લાવણ્યાએ આંખો બંધ રાખીનેજ કીધું "સિદ્ધાર્થની પાછળ દોડતી વખતે કઇંક વાગ્યું 'તું...! પણ શું વાગ્યું'તું નઈ ખબર....!"

પ્રેમે કામ્યા અને અંકિતા તરફ ભીની આંખે વારાફરતી જોયું. તે બંનેની આંખો પણ સહેજ ભીની થઈ ગઈ. પ્રેમ લાવણ્યાને ઘાં વિષે વધુ પૂછવાંજ જતો'તો ત્યાંજ અંકિતાએ ઇશારો કરી નાં પાડી. પ્રેમે તેની આંખોમાં ધસી આવેલું પાણી માંડ રોક્યું.

થોડીવારમાંજ લાવણ્યા ઘસઘસાટ ઊંઘવા માંડી. બધાં તેનાં નાના બાળક જેવાં ઈનોસંન્ટ ચેહરાં સામે ક્યાંય સુધી જોઈ રહ્યાં.

-----

"લાવણ્યા.....! લાવણ્યા...!?" લાવણ્યાને ઉઠાડવાં અંકિતા હળવાં હાથે તેનો ગાલ ઠપથપાવી રહી હતી.

લગભગ એક વાગવાં આવ્યો હતો. થાકને લીધે લાવણ્યા લગભગ ચાર-પાંચ કલ્લાક જેટલું ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. અંકિતા તેનું માથું ખોળાંમાં લઈને બેસી રહી હતી. કામ્યા અને પ્રેમ પણ લગભગ બેસી રહ્યાં હતાં. થોડીવાર પહેલાંજ પ્રેમ સિદ્ધાર્થના રૂમ તરફ આંટો મારી આવતાં તેને ખબર પડી હતી કે સિદ્ધાર્થને ડિસ્ચાર્જ અપાઈ ગયું છે અને તેને ઘરે લઈ જવાની તૈયારી કરાઇ રહી હતી. પ્રેમે ફટાફટ આવીને અંકિતા અને કામ્યાને કહ્યું હતું.

"લાવણ્યા....! સિદ્ધાર્થને ડિસ્ચાર્જ કરી દેવાયો છે....! ઉઠતો....!" અંકિતાએ વધુ એકવાર એજરીતે એનાં ગાલ ઉપર હળવેથી ટપલી મારી.

"અમ્મ.....શ....શું થયું......!? ગાઢ ઊંઘમાંથી ઉઠતાં લાવણ્યાએ હળવેથી આંખ ઉઘાડી.

"સિદ્ધાર્થને ડિસ્ચાર્જ આપી દીધું છે....!" અંકિતાએ લાવણ્યાનાં ચેહરાં ઉપરની લટો હટાવાતાં કહ્યું.

"હેં....!?" લાવણ્યા સફાળી બેઠી થઈ ગઈ "તો....તો તે મને કીધું કેમ નઈ....!?ચાલ...! જલ્દી....!" લાવણ્યા ઝડપથી બેઠક ઉપરથી ઊભી થવાં ગઈ. અંકિતાએ તેનો હાથ પકડીને તેને ઊભી થતાં રોકી.

"લાવણ્યા....!" અંકિતાએ ઢીલાં મોઢે તેની સામે જોયું અને પછી જોડે બેઠેલી કામ્યા સામે જોયું. લાવણ્યાએ પણ કામ્યા સામે જોયું. કામ્યાને જોઈને લાવણ્યા સહેજ ડરી ગઈ અને અંકિતાનો હાથ દબાવાં લાગી.

"અરે...! લાવણ્યા....!" કામ્યા હવે લાવણ્યાનાં ખભે પ્રેમથી હાથ મૂકતાં બોલી "પ્રેમને અમે કોરિડોરનાં છેડે ઊભો રાખ્યો છે....! સિદ્ધાર્થ એકલો પડે એ પછી આપણે જવાયને.....! હજી એનું ફેમિલી જોડેજ છે...!"

લાવણ્યાએ થોડી ખુશ થઈ ગઈ અને તેણે બંને સામે જોઈને હળવું સ્મિત કર્યું.

"એક કામ કર....!" અંકિતા બોલી"તું ત્યાંસુધી મોઢું ધોઈને ફ્રેશ થઈજા....! તારાં વાળ પણ સરખાં કરીલે...!સિદ્ધાર્થ તને આવી ભૂત જેવી જોશે તો એને પાછો ICUમાં ભરતી કરવો પડશે...!"

"એવું નાં બોલ તું.....!" લાવણ્યા ICUની વાત સાંભળી રડુંરડું થઈ ગઈ.

"સ...સોરી..સોરી....!" અંકિતાએ તેનાં કાન પકડી લીધાં "હવે ચાલ જલ્દી....! તું ફ્રેશ થઈજા....! પ્રેમ ગમે ત્યારે બોલાવશે.....!"

"હાં....! હાં.....!ચાલ...!" લાવણ્યા ઊભી થવાં ગઈ "પણ.....! મારી જોડે ફોન સિવાય કશું છે નઈ...! હેયર બ્રશતો મારી બેગમાં છે...! અને હું બેગ લીધાં વગર આવી છું...!"

"કઈં વાંધો નઈ....!" અંકિતાએ તેનું હેન્ડબેગ તેનાં ખભે ભરાવ્યું "મારી પાસે બધુજ છે....! ચાલ....!"

"Aww......! thank you.....!" લાવણ્યા વ્હાલથી તેને વળગી પડી. સીટ નીચે મૂકેલી હિલ કાઢીને લાવણ્યાએ પહેરી અને બંને ઊભાં થઈ રેસ્ટરૂમ તરફ જતાં રહ્યાં. કામ્યા ત્યાંજ બેસી રહી અને થોડીવાર પછી પોતાનો ફોન મંતરી રહી.

----

"એને હું આવી ગમીશને ......!?" રેસ્ટરૂમનાં મોટાં મિરરમાં પોતાનું પ્રતિબિંબ જોતાં-જોતાં લાવણ્યા બોલી. તે પોતાનાં વાળની લટોને સુલઝાવી રહી હતી.

"અરે તું કોલેજની સૌથી હોટ છોકરી છે.....! એને તું નાં ગમે એવું બને....!?" અંકિતાએ તેનાં વખાણ કરતાં કહ્યું.

"એવું હોત તો હું પહેલાંજ દિવસે એને ગમી ગઈ હોત.....!" લાવણ્યાએ નિરાશ સ્વરમાં મિરરમાં જોઈ રહેતાં કહ્યું. અંકિતાએ મિરરમાં તેની સામે સહાનુંભૂતિથી જોયું.

"એ એવો છોકરો નથી જે ફક્ત દેખાવ જોઈને કોઈ છોકરીની પાછળ પાગલ થઈ જાય....!" લાવણ્યા હળવાં સ્મિત સાથે બોલી "એ બાબતમાં એ યુનિક છે.....! અને એની ચોઈસ પણ....!"

"હાં....! એ તો છે....!" અંકિતાએ હવે રમતિયાળ સ્મિત કર્યું "તુંજ એની ચોઈસ છે....!યુનિક ચોઈસ....!" અંકિતાએ કાંચમાં તેની સામે જોઈને તેની આઈબ્રો નચાવી. લાવણ્યા હસી પડી અને શરમાઈ ગઈ.

"Aww.....! તું શરમાતી ક્યારથી થઈ ગઈ....!?"

"તું ચાલ હવે.....! મોડું થઈ જશેતો....!" લાવણ્યાએ હવે રેસ્ટરૂમની બહાર નીકળવાં માંડ્યુ. જતાં-જતાં તેણે ફરી એક નજર કાંચમાં જોઈ લીધું. પોતે બરાબર લાગે છે એવું લાગતાં છેવટે તે બહાર નીકળી ગઈ. અંકિતા પણ તેની સાથે ચાલવાં લાગી.

----

"અરે પ્રેમ....!?" રેસ્ટરૂમમાંથી બહાર આવતાંજ લાવણ્યાએ બેઠક પાસે કામ્યા અને પ્રેમને ઊભેલાં જોયાં. પ્રેમને જોતાંજ તે તરતજ તેની પાસે ઉતાવળાં પગલે દોડી ગઈ.

"સિદ્ધાર્થ એકલો છેને.....!?" લાવણ્યાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.

"અ....! નેહા કદાચ ફ્રેશ થવાં ઘરે ગઈ છે....!" પ્રેમ કચવાતાં સ્વરમાં બોલ્યો.

"હાશ....!" લાવણ્યા ખુશ થઈ ગઈ "તો...તો...! જલ્દી ચાલને ....!" તે પ્રેમનો હાથ પકડીને ખેંચવાં લાગી.

"લાવણ્યા.....!" પ્રેમે તેને અટકાવી "બીજાં બધાં .....! બીજાં બધાં એની જોડેજ છે.....! સિદ્ધાર્થનાં મામા પણ....!"

લાવણ્યા ઢીલી થઈ ગઈ અને ભીંજાયેલી આંખે પહેલાં અંકિતા સામે જોયું અને પછી કામ્યા સામે જોયું. બંનેને તેની ઉપર દયા આવી ગઈ.

"લાવણ્યા....!" કામ્યાએ હવે તેનાં હાથ પકડ્યાં "આપણે જલ્દી નીચે જઈએ....! પાર્કિંગમાં ....! જો સિદ્ધાર્થ નીકળી જશેતો આપણને એ જોવાં પણ નઇ મળે...!"

"હાં....! હાં....! જ....જલ્દી ચાલ....!" લાવણ્યા તેની આંખનાં ખૂણાં લૂંછતાં બોલી "હું પછી એ કોલેજ આવે એટ્લે મળી લઇશ....! એને ડિસ્ચાર્જ આપી દીધો...! એ...એટ્લે એનાં રિપોર્ટ્સ નોર્મલજ હશે....! બ..બસ...એટલું પ....પૂરતું છે....! ચાલ જલ્દી....!"

લાવણ્યા હવે જવાં લાગી.

"અરે લાવણ્યા....! એ બાજુ નઇ...!" કામ્યાએ ઉતાવળાં પગલે સિદ્ધાર્થનાં રૂમ તરફનાં દરવાજે જઈ રહેલી લાવણ્યાને અટકાવી "આ બાજુથી ...! એ બાજુતો એનાં ઘરનું કોઈક નું કોઈ આવતું-જતું આપણને જોઈ જશે....!"

"હાં....! હાં....! આ બાજુથી...!" લાવણ્યાએ હવે રિસેપ્શન બાજુનાં દરવાજે ચાલવાં માંડ્યુ. વેઇટિંગ લોંજમાં કેટલાંક લોકો હજીપણ તેમની તરફજ જોઈ રહ્યાં હતાં. છતાંપણ કોઈનીય પરવા કર્યા વિના લાવણ્યા સહિત બધાં ત્યાંથી નીકળી ગયાં અને લિફ્ટ પાસે આવ્યાં.

પ્રેમે લિફ્ટનું બટન દબાવી દીધું. લિફ્ટ આવે ત્યાંસુધી બધાં રાહ જોવાં લાગ્યાં. લાવણ્યા ઉચાટભર્યા જીવે તેનાં ડ્રેસનો દુપટ્ટો તેની આંગળીઓમાં ફેરવી રહી હતી. છેવટે લિફ્ટનો દરવાજો ખૂલતાંજ તે સૌથી પહેલી અંદર દાખલ થઈ પછી બીજાં પણ. અંકિતાએ ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવી દીધું.

----

"લાવણ્યા ....! શાંતિથી એક્ટિવા ઉપર બેસતો ખરી....! એ લોકો આવતાંજ હશે...!" ઉચાટભર્યા જીવે આંટાં મારી રહેલી લાવણ્યાને અંકિતાએ કહ્યું.

બધાં પાર્કિંગનાં શેડમાં આવી ગયાં હતાં. પ્રેમ અને અંકિતા જોડે-જોડે પાર્ક કરેલાં બે વ્હીકલની સીટ ઉપર બેઠાં હતાં. કામ્યા અંકિતાની જોડે ઊભી હતી. લાવણ્યા અદ્ધર જીવે એટલાંમાંજ આમતેમ આંટા મારી રહી હતી. તે હજીપણ તેનાં ડ્રેસનો દુપટ્ટો તેની આંગળીઓમાં ફેરવી રહી હતી.

"એ લોકો જતાંતો નઇ રહ્યાં હોયને ....!?" લાવણ્યાએ અધીર્યા સ્વરમાં પ્રેમ સામે જોઈને પૂછ્યું.

"નાં બકા....! એ લોકો હજી ઉપરજ છે....!" પ્રેમે તેને સમજાવી.

"હું....હું... ઉપર આંટો મારી આવું....!?" લાવણ્યાએ દયામણું મોઢું કરીને કામ્યા સામે ડરીને જોયું "ક......કદાચ...એ એકલો હોયતો...!?"

"લાવણ્યા....!" કામ્યા બોલી "એ....!

"અરે નેહા આવી......!" કામ્યા બોલે એ પહેલાંજ અંકિતાએ બિલ્ડિંગનાં કમ્પાઉન્ડમાં દાખલ થયેલી એક બ્લેક BMW કારમાં પાછલી સીટ ઉપર બેઠેલી નેહાને જોઈ લીધી. બધાંએ હવે એ બાજુ જોયું. બ્લેક BMWની પાછળ એક બીજી વ્હાઇટ BMW પણ કમ્પાઉન્ડમાં દાખલ થઈ. બંને કાર હોસ્પિટલનાં બિલ્ડિંગનાં મેઇન એંટ્રન્સ સામે આવીને ઊભી રહી. બંને કારનાં ડ્રાઇવરોએ કારનું મોઢું કમ્પાઉન્ડનાં ગેટ તરફ ફેરવીને કાર ઊભી રાખી.

નેહા બ્લેક કારમાંથી ઉતરી અને દરવાજો ખુલ્લો રાખીને ત્યાંજ ઊભી રહી અને કોઈને ફોન કરવાં લાગી.

"હેલ્લો ....! હાં ....હું નીચે આવી ગઈ છું ....!" નેહા ફોન ઉપર બોલી.

પાર્કિંગ શેડથી હોસ્પિટલ બિલ્ડિંગ બહુ ઝાઝી દૂર નહોતી. એટ્લે નેહાએ ફોન ઉપર જે કહ્યું તે પાર્કિંગ શેડમાં ઉભેલાં ત્રણેયને સંભળાયું. નેહાનું ધ્યાન હજી પાર્કિંગમાં ઉભેલાં એ ચારેય ઉપર નહોતું પડ્યું. ફોન કટ કરીને તે ત્યાંજ ઊભી રહી અને આમ-તેમ આંટાં મારવાં લાગી.

લાવણ્યાએ જોયું કે નેહા ગઈકાલ કરતાં પણ વધુ સારીરીતે તૈયાર થયેલી હતી. તેણે ક્રીમ કલરનું ગોળ ગળાંવાળું ટોપ પહેર્યું હતું. તેણે પોતાનાં વાળ ખુલ્લાં રાખ્યાં હતાં અને પિન્ક લિપસ્ટિક લગાવી હતી.

આમતો નેહા લાવણ્યા કરતાં થોડી ઓછી દેખાવડી હતી. પણ કોણજાણે કેમ, લાવણ્યાને આજેતે પોતાનાં કરતાં વધુ સુંદર લાગી રહી હતી. એમાંય જ્યારથી સિદ્ધાર્થના મામાએ લાવણ્યાને જે તુચ્છકારભરી નજરે જોઈ હતી એ પછીતો લાવણ્યાનો પોતાનાં ઉપરથી કોન્ફિડેંન્સજ તૂટી ગયો હતો. લાવણ્યા પોતેજ હવે પોતાને સિદ્ધાર્થ માટે ઊતરતી કક્ષાની ગણવાં લાગી હતી.

"કદાચ.....! તે સિદ્ધાર્થ જોડે વધુ શોભે એવી છે....!" સરસમજાની તૈયાર થયેલી નેહાને જોઈને લાવણ્યા મનમાં બબડી. તેનું મોઢું ઢીલું થઈ ગયું.

"હોસ્પિટલમાં આટલું બધુ શું તૈયાર થવાનું...!?" અંકિતાએ પણ નેહાને જોઈ અને વ્યંગ કરતાં બોલી.

એટલાંમાં હોસ્પિટલનાં એંટ્રન્સમાંથી સિદ્ધાર્થ અને તેનાં મામા ચાલતાં-ચાલતાં બહાર આવવાં લાગ્યાં. તેમની પાછળ સિદ્ધાર્થનાં મમ્મી, નેહાનાં પપ્પા અને સૌથી છેલ્લે સિદ્ધાર્થનાં પપ્પા આવી રહ્યાં હતાં.

સિદ્ધાર્થને જોતાંજ લાવણ્યાનો ચેહરો ખીલી ઉઠ્યો. હાથમાં ડ્રેસનો દુપટ્ટો ચોળતી લાવણ્યા તેને મુગ્ધ નજરે જોઈ રહી. જાણે પહેલીવાર તે એને જોઈ રહી હોય.

સિદ્ધાર્થ સ્વસ્થ તો હતો પણ તેનો ચેહરો મૂંઝાયેલો હતો. લાવણ્યાએ પાર્કિંગમાંજ ઊભાં-ઊભાં સિદ્ધાર્થનાં ચેહરાં ઉપર એ મૂંઝવણનાં ભાવ પારખી લીધાં.

"પ્લીઝ મારી સામે જો સિડ....!" સિદ્ધાર્થને એ સ્ટ્રેસમાં જોઈને લાવણ્યાનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તે ભીંજાયેલી આંખે મનમાં બોલી. સિદ્ધાર્થનું કે અન્ય કોઈનું ધ્યાન પાર્કિંગ તરફ નહોતું. સિદ્ધાર્થ કારમાં બેસવાં નીચો નમ્યો.

"હું અહીંયાજ છું...! હું ...હું...અહિયાંજ છું....! અહીંયાજ છું બેબી....!" લાવણ્યા હજીપણ મનમાં બોલી રહી હતી અને તેનો દુપટ્ટો ચોળી રહી હતી. છેવટે સિદ્ધાર્થ કારમાં બેસી ગયો. લાવણ્યાની ભીંજાયેલી આંખમાંથી આંસુ દદડવાં લાગ્યાં.

સિદ્ધાર્થની એક બાજુ એનાં મમ્મી બેઠાં. સફેદ કલરની બીજી BMWમાં નેહાનાં મમ્મી-પપ્પાં પાછલી સીટમાં બેઠાં અને એજ કારની આગલી સીટમાં સિદ્ધાર્થનાં મામા પણ બેસી ગયાં. એ કાર હવે કમ્પાઉન્ડમાંથી નીકળવાં લાગી. થોડીવારમાં એ કાર કમ્પાઉન્ડમાંથી જતી રહી.

હવે સિદ્ધાર્થ જે બ્લેક કારમાં બેઠો હતો એજ કાર ત્યાં ઊભી હતી. કારની પાછલી સીટમાં બેઠેલાં સિદ્ધાર્થનાં મમ્મી તેને કઈંક કહી રહ્યાં હતાં. નેહા હજીપણ બહારજ ઊભી હતી.

"કદાચ તે સિદ્ધાર્થનાં પપ્પાંની રાહ જોતી હશે...!" લાવણ્યા તેની તરફ જોઈ રહીને મનમાં બબડી.

થોડીવારમાં સિદ્ધાર્થનાં પપ્પાં હોસ્પિટલનાં બિલ્ડિંગમાંથી નીકળીને આવવાં લાગ્યાં.

"પપ્પાં.....! કઈં રહીતો નથી ગયુંને ....!?" તેની તરફ આવી રહેલાં સિદ્ધાર્થનાં પપ્પાંને જોઈને નેહા સહેજ ઊંચાં સ્વરમાં બોલી. લાવણ્યા સહિત પાર્કિંગમાં ઉભેલાં બધાને તે સંભળાયું.

"પપ્પાં.....!?" લાવણ્યાનાં માથે વજ્રાઘાત થયો. બધાં ચોંકી પડ્યાં. લાવણ્યાનાં ધબકારાં અચાનકજ વધી ગયાં અને તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો.

સિદ્ધાર્થનાં પપ્પાં કારની આગલી સીટમાં બેસી ગયાં અને નેહા સિદ્ધાર્થની બાજુમાં અડીને બેઠી અને દરવાજો બંધ કર્યો. કાર હવે કમ્પાઉન્ડની બહાર નીકળવાં લાગી.

"કામ્યા.....! પ્રેમ...!" લાવણ્યા હવે હાંફતાં સ્વરમાં બોલી "તમે ....તમે .....સ...સાંભળ્યું....!"

"હાં....! લાવણ્યા....! તું શાંતથાં....!" કામ્યા હવે ભીંજાયેલી આંખે તેનો ચેહરો પકડીને બોલી "તું ...તું શાંત ...."

"એણે ....એણે પપ્પાં ..પપ્પાં કીધું....! પપ્પાં ....! પ.....!" લાવણ્યાનાં ધબકારાં અતિશય વધી જતાં તે બોલવાની ક્ષમતાં ગુમાવવાં લાગી અને ભાન ભૂલી બબડાટ કરવાં લાગી.

"લાવણ્યા....! લાવણ્યા....! આમ..જો....મ..મારી સામે જો.....!" પ્રેમ રડવાં લાગ્યો તેણે લાવણ્યાનો ચેહરો પોતાની તરફ કર્યો.

"પ....એણે પપ્પાં કીધું....પપ્પાં કીધું.....! કેમ....ક....! પપ્પાં....!" લાવણ્યા હવે સુધબુધ ખોઈ બેઠી.

"લ...લાવણ્યા....!" અંકિતાએ હવે લાવણ્યાને શાંત કરવાનો પ્રયત્ન કરવાં માંડ્યો. જોકે તે પોતેપણ ઢીલી થઈ ગઈ હતી.

"પ....પપ્પા....! એણે ...ક...કે....મ એ......વું કીધું....?" લાવણ્યા હવે માંડ-માંડ બોલી શકતી હતી.

"એણે ....એણે....પપ્પા....!"

"ઓહ ગોડ લાવણ્યા....!" લાવણ્યાનું વાક્ય અધૂરું રહી ગયું, તેનો સ્વર રૂંધાઈ ગયો અને મોઢાંમાંથી ફીણ નીકળવાં માંડ્યુ. તે બોલતાં-બોલતાં બેભાન થઈને અચાનકજ ઢળી પડી. અંકિતા સહિત કામ્યા અને પ્રેમ તેનાં નામની બૂમ પાડી ઊઠ્યાં.

******

NOTE: With some "Literature Freedom", Love Revenge is a true story. I was there.