horror express - 17 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 17

Featured Books
Categories
Share

હોરર એક્સપ્રેસ - 17

વિજય માટે આ બધું એક પડકાર બની રહ્યું હતું તે ઈચ્છતો ન હતો કે આ બધી વાતોની લીધે લોકો તેની મજાક ઉડાવે.......
ગામમાં એવા લોકોની સંખ્યા વધારે હતી જે ભૂવા અને દરગાહ વગર બીજી કોઈ વાત પર વિશ્વાસ કરતા હોય. તેઓને ખબર પડી જાય કે તેને આવા કોઈ અનુભવો થઇ રહ્યા છે તો ચોક્કસ મારા મા-બાપ પાછળ પડી જાય અને પછી ભૂવાઓ ના ચક્કર લગાવવા ની શરૂઆત થઈ જાય.
વિજય આ બધું ઈચ્છતો ન હતો તેને દૂર દૂર સુધી જીવવું હતું તે પણ અલગ જ અંદાજમાં......
"તેના મનમાં વૈજ્ઞાનિક માનસ ના સ્વપ્નો ખીલવા લાગેલા.અને એ રાતે તેની બીજો અનુભવ થયો."
તેની બાળપણની નિશાળ અંગ્રેજી મૂળાક્ષર c આકારની હતી. આ રાત્રે ગુજરાતી શાળા નું સપનુ આવેલું.
તેને તે દિવસે આવેલું સપનુ એટલું બધું ડરાવી નાખનાર હતું. વિજય તેની શાળા ને બારથી જોઈ રહ્યો હતો રાતનો સમય હોવાથી કોઈ હાજર ન હતું પણ તે નિશાળમાં રમનારા વિદ્યાર્થીઓ કોણ હતા.......
કોઈ કારણે તેઓ રમતા હતા.
રાતના સમય આ રીતે રમવું શંકાસ્પદ લાગતું હતું.
વિજય તું અહીંયા તને પણ સાહેબ રમવા બોલાવ્યો છે?

વિજયને રમતા એક વિદ્યાર્થીએ એક પ્રશ્ન પૂછ્યો.
જવાબ માં વિજય ડોકું ધુણાવ્યું.
પણ અહીંયા તમે બધા શું રમી રહ્યા છો?
અમે અહીં કબડી ની પ્રેક્ટિસ કરવા આવેલા છીએ કાલે સવારે ફાઇનલ મેચ છે એટલે સાહેબે આજે અમને રમવા બોલાવેલા ઘણા બધા વિદ્યા્થીઓએ એકસાથે જવાબ આપ્યો.
વિજય ને બધું અજુગતું લાગી રહ્યું હતું તે જાણી જોઈને કોઈ યોજના નો શિકારના બની ગયો હોય.......
સાહેબ ક્યાં છે? એમ જ પૂછ્યું તો જવાબ મળ્યો કે ઉપરના માળે.
પણ તું જતો ના.
કેમ....
"કેમ બેમ છોડ ત્યાં જઈ શકાતું નથી અંધારું છે એટલા માટે"
જો તારે જવું હોય તો જા પણ પાછા આવતા અમને શું થયું તે કશું કહેતો ના.
વિજય પર સલાહ તૂટી પડી તે બધાને ગુસ્સાની નજરથી જોઈ રહ્યો હતો.
શું તેઓ ખીલી ઉડાવતા હતા.
શું તેઓ સાહેબના નામે વિજયને ડરાવવા માંગતા હતા. વિજયને ઉપર જવાનું બહુ જ મન થયું એક જાતનું આકર્ષણ પણ તેનો ઉપયોગ કરી ને ખેંચતું હતું.
સાહેબ ને મળી ને તે કબડીની ટીમ માટે સ્પોન્સર થવા માંગતો હતો એ માટે તેમની સાથે વાત કરવી જરૂરી હતી.
વિજય ઉપર જવા લાગ્યો.....
ઉપર જતી વખતે તેની પાછળ વળીને છોકરા ઓ ઉપર નજર નાખી તો બધા રમત માં વ્યસ્ત થઈ ગયેલા હતા એ અંધારી રાતે નાનકડો ગોળો સળગાવીને કબડી..... કબડી..... કરતા તેઓ નિશાળ ગજવી રહ્યા હતા.
વિજય તળિયે ચડવાનું પગથિયું ચઢી અને તે પગથીયાઓ ની ઉપર જ પહેલા ધોરણની રૂમની બરોબર બાજુમાં જ ઉપર જવાની સીડીયો આવેલી હતી.
સીડીઓ માં ભયંકર અંધારું હતું અંધારાને ચીરીને વિજય ઉપર જવાનું ઉપર સાહેબ હતા કે નહીં તે પણ તે જાણતો ન હતો.
ધીમે પગલે તે આગળ વધે છે. સીધી સીડીઓ ચઢવી મુશ્કેલ હતી.
એ વખતે તો મોબાઈલ પણ નહોતા કે ટોર્ચ ચાલુ કરીને જવાય.
અને હાથમાં બત્તી જેવું કશુંય વિજય લાવ્યો ન હતો.
સીડીમાંથી પગથિયા એટલે મોટો પહાડ ચડી લીધો એવું વિજય ની લાગી રહ્યું હતું.
વિજયને કોઈક પાછળથી ધક્કો મારતું હોય તેવો ભાસ થઈ રહ્યો હતો.
અચાનક તેના મનમાં એના ક્લાસ ટીચરની યાદ આવી જાય છે. એક છોકરીને પણ આવેલી છે અને તે કોઈ કારણસર મરી ગઈ હતી તે બંને તેને યાદ આવેલા તે તેની કશી ખબર નહોતી કે છોકરીને તે નજીકથી જાણતો હતો ઘણીવાર તેને મદદ પણ કરેલ......
આ બધું એક નાનકડા સબંધ જેવું હતું. જે મીઠો સંબંધ વિજયની યાદો તાજી કરતો હતો પણ અત્યારે કેમ યાદ આવી રહી હતી.
"તે તો મરી ગઈ હતી."
વધુ આવતા અંકે.......