બાર ડાન્સર
વિભાવરી વર્મા
ચેપ્ટર : 8
“જરા પાસ તો આઓ, પારો !”
તૌરાનીએ ઝટકાથી એનો હાથ ખેંચીને પાર્વતીને પોતાના ખોળામાં બેસાડી દીધી. પાર્વતી હજી કંઇ વિચારેએ પહેલાં તો એનો એક ભારેખમ હાથ પાર્વતીની જાંઘ પર વીંટળાઈ ગયો અને બીજો એની પીઠ પર કાચબાની જેમ સરકવા લાગ્યો.
“તુમ સહી કહતી થી તરન્નુમ જાન... ચીજ તો ચિકની હૈ...” પછી પાર્વતીની જાંઘ પર વજનદાર હથેળી પછાડીને એ હસ્યો, “મગર થોડી ભારી હૈ ! હીહીહી..”
પાર્વતીને લાગ્યું કે એ કોઈ અજગરના ભરડામાં ભીંસાઈ રહી હતી. તૌરાનીનો એક હાથ એની જાંઘ ફરતે ભરડો લઈ રહ્યોહતો અને બીજો એની પીઠ પર વીંટળાતો એના સ્તન સુધી પહોંચી ચૂક્યો હતો.
પાર્વતી એકદમ આકળ-વિકળ થઈ ગઈ. તૌરાનીની પક્કડમાંથી છૂટીને તે ઊભી થવા જતી હતી ત્યાં એ જાવરના બન્ને હાથ વધારે જોરથી ભીંસાયા :
“અરે જાતી કહાં હો ?જરા જાન-પહેચાન તો હોને દો !” તૌરાનીએ હસીને તરાનાને પૂછ્યું, “એ માધુરી-શ્રીદેવી કી રિ-મિક્સ પહલે કહાં ડાન્સ કરતી થી ?”
“તૌરાની સા’બ, યે મેરી સહેલી હૈ, નઈ નઈ લાઇન મેં આયી હૈ. પહલે તો કામવાલી થી.”
તોરાનીની આંખો ચમકી “કામવાલી ?”
એણે જાંઘ પરનો ભારેખમ હાથ વધારે અંદર સરકાવતા ખિખિયાટા શરૂ કર્યા, “અરે યહાં તો પૂરી બૉડી મેં કામસૂત્ર હૈ !”
પોતાની જ જોક પર તૌરાનીને એટલી બધી મઝા આવી ગઈ કે એ પાર્વતીની બગલ અને કમરમાં ગલગલિયાં કરતો હસવા લાગ્યો. પાર્વતીના આખા શરીરમાં જાણે વીંછીના ડંખ વાગી રહ્યા હતા. એને સમજાયું નહોતું કે તૌરાની નામના આ પ્રાણીની પક્કડમાંથી છૂટવું શી રીતે.
“યે ડાન્સ-વાન્સ ભી કરતી હૈ કિ બસ ઐસે હી...” તરાના તરફ આંખ મિચકારતો તૌરાની સોફામાં હિલોળા લેતો ખડખડાટ હસ્યો.
“નહીં, તૌરાની સેઠ, યે તો મેરે સાથ બાર-ડાન્સર થી, શેટ્ટી કે દિવાના બાર મેં... વો તો ડાન્સ બાર બંધ હો ગયે, ઇસ લિયે...”
“કોઈ બાત નહીં, હમ હર બંધ ચીજકો ફિર સે ચાલુ કર દેતે હૈ...! હૈ કિ નહીં ?”
તૌરાની ફરી ખિખિયાટા કરીને સોફામાં હિલોળા લેતો હસવા લાગ્યો. એના ખોળામાં જકડાયેલી પાર્વતીની દશા વધારે ને વધારે ખરાબ થઈ રહી હતી. તૌરાની એના અજગર જેવા હાથો વડે એને ભીંસીને પોતાની ટાલ પાર્વતીના અંગઉપાંગોમાં ઘસી રહ્યો હતો. પાર્વતીએ જોર કરીને એના ખોળામાંથી ઊઠવા પ્રયાસ કર્યો.
“અરે ઊઠતી કહાં હૈ ?” તૌરાનીએ એને ફરી જકડી.“તુમ ઊઠ જાઓગી તો સબ કુછ વાપસ બૈઠ જાયેગા...”
પાર્વતીને તૌરાનીની આ ભદ્દી જોક પર એટલો ગુસ્સો આવ્યો કે એની ટાલમાં મુક્કા મારીને સાલાની જાડી ગરદન તોડી નાંખવાનું મન થઈ આવ્યું. પણ સામે ઊભેલી તરાનાને જોઈને તે ચૂપ થઈ ગઈ.
તરાનાએ તેનો હાથ લંબાવી પાર્વતીના ગાલે ફેરવતા બનાવટી બુચકારો કર્યો, “તૌરાની સેઠ, બેચારી ભોલી હૈ, નયી હૈ, અભી સે ઐસે બિઠા દોગેતો પૂરી લાઇન છોડકર ચલી જાયેગી.”
તૌરાની હસ્યો. એણે પક્કડ ઢીલી કરી. ભારે હથેળી વડે પાર્વતીની પીઠ પર ટપલી મારી. “ચલ ઠીક હૈ, તૂ ભી ક્યા યાદ કરેગી.”
અજગર જાણી જોઈને શિકાર કરે ત્યારે જ છોડે જ્યારે એનું પેટ ભરેલું હોય અને શિકારને ફરી ક્યારેક આરામથી દબોચી લેવાની એને તક મળવાની હોય. તૌરાનીના ખોળામાંથી પાર્વતી ઊભી તો થઈ, પરંતુ જાડિયાએ હજી એનો હાથ પકડી રાખ્યો હતો અને ચહેરા પર ગંદુ સ્માઇલહતું.
“એક બાત તો માનની પડેગી મેરી તરન્નુમ જાન...” એણે તરાનાને કહ્યું, “તેરી પારો આઇટમ બડી ભારી ભી હૈ ઔર બડી હૉટ !”
“તો ઇસકા દુબાઈ જાના ફાઈનલ?” તરાનાએ તક ઝડપીને દૂબઈને ટૂરમાં પાર્વતીને સામેલ કરવાની વાત કરી નાંખી.
તૌરાનીએ હજી પાર્વતીનો હાથ છોડ્યો નહોતો. એણે એની જાડી પોચી હથેળીમાં પાર્વતીની ખરબચડી આંગળીઓ રમાડતાં કહ્યું, “અરે, અભી સે કહાં ? અભી તો સિર્ફ બૉડી ટેસ્ટ કિયા હૈ, જરા ડાન્સ ભી દેખેંગે ના ?”
“માશાઅલ્લા, વો ભી આપકો પસંદ આયેગા, તૌરાની સેઠ...” તરાનાએ ધીરે રહીને પાર્વતીનો હાથ તૌરાનીના હાથમાંથી છોડાવતાં એની ટાલ પર પોતાની આંગળીઓ વડે તબલાં વગાડ્યાં.“બસ, જરા રિધર મેં રહિયેગા !”
તૌરાની ખિખિયાટા કરીને તરાનાની આ જોક પર હસવા લાગ્યો. તરાનાએ ફરી એના પર ઝૂકી જાડિયાની ટાલને બાથમાં લઈ બહુ બધું વહાલ કર્યું. જાડિયાએ ફરી તરાનાની કમરમાં આંગળા નાખીને ગલગલિયા કર્યા.
પાર્વતી આ તમાશો જોતી ઊભી રહી. બે ઘડી એને થયું કે, સાલી, હું આ ક્યાં આવી ગઈ ? તરાના ઉર્ફે તાહિરા એની બહેનપણી ખરી, પણ એ બી આટલી ચલતા પૂર્જા ટાઈપની હશે, એ તો પહેલી વાર નજરે જોયું. દેવા રે દેવા. હજી તો કેવા કેવા સીન જોવા પડશે ?
“ચલ પાર્વતી.” તરાના ઊભી થઈને પાર્વતીને એક બાજુ ખેંચી ગઈ. “યે ટકલુ જાડિયા ઐસા હી હૈ. ચાર નંબર ટાઈપ કા મરદ. સાલા રીંછ.. બૉડી મેં ચૌબીસ ઘંટા હલચલ મગર દિમાગ સે એક નંબર કા ભોંદુ... ઉસ સે ડરને કા નંઈ... ઉસ કો મદારી કી તરહા નચાને કા.. ડુગડુગી સે... યે જો અપના બૉડી હૈ ના ? વો ડુગડુગી હૈ, તૌરાની કે લિયે ! જબ તક ડુગડુગી હિલતી રહેગી તૌરાની નાચકર મસ્તરહેગા...”
“મગર તાહિરા...” પાર્વતીને તો અહીંના વાતાવરણમાં ગૂંગળામણ થઈ રહી હતી.
“દેખ પાર્વતી” તાહિરા એને હૉલના એક ખૂણે લઈ ગઈ. “યહાં જો લડકિયાં આયી હૈં ના, ઉસમેં સે સિર્ફ છે દૂબાઈ જાયેગી. થોડા ગાના શાના બજેગા... થોડા ડાન્સ-વાન્સ હોગા. તેરા ભી નંબર આયેગા, ડાન્સ મેં, મગર એક બાત રખ પારો, તેરે ઉસ કમીને મરદ જુલ્ફીકો અગર મુંહ પે થપ્પડ મારને કા હૈ ના ? તો યહી ચ તેરા લાસ્ટ ચાન્સ હૈ... ”
અચાનક હૉલમાં મ્યુઝિક ચાલુ થઈ ગયું. લાઇટિંગ બદલાઈ ગયું. ચાર-પાંચ છોકરીઓ “માય નેમ ઇઝ શીલા...”ના ગાયન પર વચ્ચે આવીને નાચવા લાગી. બધીએ હેવી મેક-અપ કર્યા હતા અને ભડકીલા રંગના વધારે પડતાં ટાઇટ કપડાં પહેર્યાં હતાં. ડાન્સ કરતી વખતે એ છોકરીઓ ચાર-પાંચ ચોક્કસ પુરુષો આગળ જઈને વધારે પડતા લટકામટકા કરતી હતી.
“યે જો કાલે સૂટવાલે ચાર-પાંચ મરદ હૈ ના...” તાહિરાએ સમજાવ્યું, “વો જુલ્ફી કી શાદી કે ખાસ બારાતી હૈ... અગર ઉન કો તૂ પસંદ આ ગઈ તો તેરા વિઝા ડન હૈ...!”
કાળા સૂટવાળા મરદો હાથમાં જામ લઈને સિગારેટ ફૂંકતા જુદા જુદા સોફામાં બેઠા હતા. એમાંથી એક-બે જણ વધારે પડતું પી ગયેલા લાગતા હતા. સાલાઓ, છોકરી નજીક આવે એટલે એનાં કપડાં ખેંચવાની કોશિષ કરતા હતા.
“શીલા કી જવાની...” હજી અડદું પડઘું ત્યાં તો અચાનક “ચિકની ચમેલી...” શરૂ થયું. પેલી ચાર-પાંચ નાચનારીની જગ્યાએ બીજી ચાર-પાંચ છોકરીઓ ઊછળતી કૂદતી આવી રહી હતી. તૌરાની એના પહોળા સોફામાં વધુ પહોળો થઈ એનો સોનાનો દાંત બતાડીને ખિખિયાટા કરવા લાગ્યો હતો.
“ઇસ કે બાદ મેરા નંબર હૈ, ઔર ઉસ કે બાદ તેરા..” તાહિરાએ પોતાના ડાન્સ માટે તૈયાર થતાં પોતાનાં વસ્ત્રો વ્યવસ્થિત કર્યા, છાતીનો ઉભાર સરખો કર્યો, પગમાંથી સેન્ડલ કાઢી નાખ્યા.
આ જોઈને પાર્વતી નર્વસ થવા લાગી. હું કેવો ડાન્સ કરીશ ? આ કાળા સૂટવાળા વાંદરાઓને ગમશે કે નહિ ? એને નહિ ગમે તો ? તરાના જાણે એના દિમાગની ગડમથલ પામી ગઈ હોય તેમ એના ખભા પર હાથ મૂકીને બોલી :
“સૂ, તૂ ડાન્સ કૈસા ભી કરેગી ઉસ સે કોઈ ફરક નહીં પડતા. ઉન કો તેરી બૉડી દિખને મંગતી બૉડી... ઔર યે જો ચાર-પાંચ કાર્ટૂન હૈ ના ? ઉન કી આંખો મેં આંકે ડાલકર નાચને કા. સારા ગેઇમ ઇસ નજર કા હૈ...”
“મગર...”
“ઔર નજર ?” તરાના હસી. “નજર શિકારી કી હોની ચાહિયે ! ભોલે કબૂતર જૈસે પંછી કી નહીં ! સમજી ?”
ગાયન ચેઇન્જ થયું. પાર્વતીનું ફેવરિટ “મુંગડા મુંગડા...” વાગવા લાગ્યું. તરાનાએ તરત જ એન્ટ્રી લીધી. રૂમની વચ્ચે ફર્શ પર ઘૂમતી એ પહોંચી અને જેવા “મૈં ગુડ કી કલી...” શબ્દો પર ગાયન અટક્યું ત્યારે તરાના એવા સેક્સી પોઝમાં બે ક્ષણ માટે ફ્રીઝ થઈને ઊભી રહે કે પેલા ચારેય કાળા સૂટવાળા સીટી વગાડતા ઊછળ્યા.
પાર્વતીએ જોયું કે બીજી છોકરીઓ કરતા તરાના ખરેખર અલગ હતી. એની નજરો સતત એના ‘કસ્ટમર’ને રમાડતી રહેતી હતી. વારંવાર એ એમની નજીક જઈ, એમનો હાથ પકડીને, ઊભા કરીને, નજીક ખેંચીને પોતાના બદન સાથે લપેટીને તરત પાછા ધકેલી દેતી હતી. એની આંખો શિકારીની હતી અને એનું આખું બૉડી જાણે શિકારીએ બિછાવેલી જાળ...
મ્યુઝિક ફેડઆઉટ થતાંની સાથેતરાના પેલા મરદોના હાથમાંથી છટકીને પાર્વતી પાસે આવી ગઈ. એ પરસેવે રેબઝેબ હતી, “પારો, અભ તેરી બારી હૈ... શિકાર કો છોડના નહીં હૈ, સાલા, પૂરા દબોચ લેના હૈ...”
ફરી લાઈટો ચાલુ થતાં જ ગાયન શરૂ થયું તેનાતી ખુદ પાર્વતી ચોંકી ગઈ. એ ‘જ્હોની મેરા નામ’નું માદક અને સેક્સી સોંગ હતું, “હુશ્ન કે લાખો રંગ... કૌના સા રંગ દેખોગે...”
ગાયન શરૂ થતાં જ આખી મહેફિલમાં ઝૂમીરહેલા મરદો જોશમાં આવી ગયા. સળંગ ત્રણ ફાસ્ટ ગાયન પછી આમાં સ્લો રિધમ હતી. પાર્વતીએ પોતાની બૉડી સંભાળી, પોતાની સાડીનો છેડો કમર ફરતે ખેંચીને ટાઈટ ખોસ્યો,કમર લચકાવીને, છાતી ડોલાવતાં તેણે એન્ટ્રી લીધી.
ફર્શપર એના સિવાય બીજી ત્રણ છોકરીઓ હતી પણ કોણ જાણે પાર્વતીની કાયામાં એવું તે શું હતું કે તમામ મરદોની નજર પાર્વતીના શરીર પર હતી. પાર્વતીને તરાનાના શબ્દો યાદ આવ્યા. “ઉન લોગો કો તેરા ડાન્સ નહિ, તેરી બૉડી દિખની મંગતી... બૉડી...”
પરંતુ પાર્વતીને એની બૉડીને સામે ચાલીને બતાડવાની જરૂર જ નહોતી. બધાની નજરો એ જ બૉડીમાં ખૂપી ગઈ હતી. તરાનાના કહ્યા મુજબ પાર્વતી વારાફરતી ચારેય સૂટવાળાની આંખોમાં આંખો મિલાવીને એની કાયા લહેરાવતી ગઈ. એમાંથી બે જણા ઊભા થઈને ઝૂમતા ડોલતા એની પાસે આવ્યા. એકે એનો હાથ પકડી લીધો અને બીજાએ એની કમર.
વારાફરતી બન્નેના હાથ પાર્વતીના બદન પર ફરી રહ્યા હતા. પાર્વતી સરકીને એમના ઘેરામાંથી છૂટી ત્યાં તો બીજા બે જણાએ એને ઘેરી લીધી. એક જણાએ એની સાડીનો છેડો ખોલી નાખ્યો... એ વખતે ગાયનના શબ્દો ચાલી રહ્યા હતા : “આગ હૈ... યે બદન.. કૌન સા અંગ દેખોગે..!”
‘જ્હોનીમેરા નામ’માં તો ડાન્સર પદ્મા ખન્ના બદનને પેલો બુઢ્ઢો પ્રેમનાથ એકલો મસળી રહ્યો હતો પણ અહીં તો ચાર ચાર મરદ હતા. કોઈનો હાથ, કોઈનો પગ, કોઈની છાતી, કોઈની જાંઘ તો ક્યારેક કોઈના આખાં શરીર પારોને કચડી મચડી રહ્યાં હતાં.
ગાયન બંધ થવાનું નામ જ નહોતું લેતું.
તરાનાએ કહ્યું હતું કે શિકારીની નજર રાખજે પણ પારોની આંખો આ પીડા સહન કરી શકતી નહોતી એટલે વારેવારે બંધ થઈ જતી હતી...
***
પાછા વળતાં તરાનાની કારમાં બેઠેલી પાર્વતી એક શબ્દપણ બોલી નહીં. એના મગજમાં સતત ઘૂંઘવાટ હતો. એ ભીંતના પોપડા ઊખડેલું મકાન, એ ઓરડો, એ માહોલ અત્યારે વીસ કિલોમીટર પાછળ રહી ગયો હતો છતાં મુંબઈની સડકોના ટ્રાફિકના ઘોંઘાટમાં એના અવાજો પાર્વતીના કાનમાં પડઘાઈ રહ્યાહતા.
તરાના પણ આખા રસ્તે કાંઈ ન બોલી. ચૂપચાપ કાર ચલાવતી રહી.
એપાર્ટમેન્ટમાં આવતાની સાથે પાર્વતીએ સોફા પર ઢળતું મૂક્યું, એક ડૂસકું એના ગળી આવીને અટક્યું હતું.
“દેખ પારો...” તરાનાએ હળવેથી એના ખભે હાથ મૂક્યો.“આઇ એમ સૉરી, મેરે કુ માફ કર દે.”
“માફ ?” પાર્વતીની આંખોમાં આંસુ તગતગી ઊઠ્યાં. “કૌન કિસ કો માફ કરેગા, સાલા ?”
***
તરાના શું બોલે ?
“તાહિરા, સાલી મેરી બેડ લક ચ ખરાબ હૈ, વરના મૈં અપની જિંદગી જીતી થી ના ? યે સાલા કચરા, પોછા, બર્તન... સબ કરતી ચ થી ના ? જ્યાદા સે જ્યાદાક્યા તા ? પૈસા નહીં થા, યહી ચ ના ? સાલા ઘૂટના દુખતા થા યહી ચ ના ? મગર અભી તો સાલા પૂરા બદન મેં...”
તરાના સમજી શકતી હતી. એણે પાર્વતીનો ચહેરો પોતાના હાથમાં લીધો.
“પારો, તુને મેરી જિંદગી બચાયેલી હૈ. તેરે હાથ મેં યે જો ચાકુ સે કટ કે લાઈન બન ગઈ હૈ ના ? વો મેરી તકદીર કી લાઈન હૈ... અબી તુ દેખના, મૈં ઇન સબ કા હિસાબ દિલાયેગીતરેકો, સારા કા સારા હિસાબ દિલવાયેગી...”
“કૌન્સા હિસાબ રે, તાહિરા ?” આ સવાલ પાર્વતીના છેક હોઠ પર આવી ગયો પણ તેણે હોઠ ભીડી દીધા.
***
આખી રાત પાર્વતી પડખા બદલતી રહી. એ તરાનાના આરામદાયક બેડરૂમમાં સૂતી હતી. બાજુમાં એની લાડકી દીકરી જમુના ઘસઘસાટ ઊંઘી રહી હતી, પરંતુ પાર્વતીની આંખોમાં ઊંઘ જ નહોતી.
શા માટે? કાય કો ? પાર્વતીના દિમાગમાં એક જ સવાલ ઊઠ્યા કરતો હતો કે સાલી, શું આ જિંદગી છે ? અને કોના કારણે એણે આવી જિંદગી જીવવી પડી છે ? જો જુલ્ફી એનો પતિ બનીને એની સાથે રહ્યો હોત તો શું એણે પોતાની જાતને આ રીતે જાનવરો જેવા લાળ પાડતા મરદોનાં શરીરો વચ્ચે ભીંસાવા દીધી હોત ?
જેટલીવાર પાર્વતી આંખો બંધ કરતી રહી એટલીવાર એને પેલા ચાર મરદોના હાથ આખા શરીર પર ઝેરી સાપની જેમ ફરી વળતા દેખાતા હતા.
***
બીજા દિવસે જ્યારે તે ‘લૉર્ડ શિવા ડાન્સિંગ ગેરેજ’માં ગઈ ત્યારે આખી રાતના ઉજાગરાના કારણે તેની આંખોમાં બળતરા થઈ રહી હતી.
“સ્પાઈન હિલ ગયા હૈ...” મૉન્ટેનો સરે એને એક જ નજરમાં ઉપરથી નીચે સુધી માપી લીધી. “શરીરમાં ગુસ્સો છે... ગુસ્સાને પહેલાં બહાર કાઢો.”
પાર્વતીને નવાઈ લાગી. સાલો, આ માસ્તર એક જ નજરમાં બધું જ શી રીતે વાંચી જાય છે ? એને શી રીતે ખબર પડી જતી હશે કે મારા દિમાગમાં સાલી શું ખટાપટી ચાલી રહી છે ?
“ગુસ્સા તો હૈ...” પાર્વતીએ નીચું જોઈને કહ્યું, “મગર વો ઐસે થોડા બહાર નિકલેગા ?”
“નિકલેગા...” મૉન્ટેનોએ તેને પોતાની પાછળ આવવાનો ઇશારો કર્યો. એ તેને ફરી પેલા ખાલી રૂમ પાસે લઈ ગયા. “તે દિવસે તું ઑડિયન્સ વિના નાચી હતી ને ? આજે લાઈટ્સ વિના નાચો.”
“બિના લાઈટ કે ?”
“હા.” મૉન્ટેનો સરના ચહેરા પર જાણે કોઈ સંત પુરુષની પ્રતિભામાં હોય એવી શાંતિ હતી. “અંધકારમાં પોતાની જાતને ઓગાળતા શીખો. ત્યાં સુધી નાચો, જ્યાં સુધી આ શરીરનો ગુસ્સો પીગળીને, ઓગળીને નિચોવાઈને શરીરમાંથી બહાર ના નીકળી જાય.”
મૉન્ટેનો સરે રૂમનો દરવાજો ખોલ્યો. પાર્વતી અંદર જઈને ઊબી રહી. મૉન્ટેનો સરે લાઇટની સ્વિચ તરફ ઇશારો કર્યો. “ફર્સ્ટ ક્લોઝ ડોર,નેક્સટ સ્વિચ ઑફ લાઇટ એન્ડ ડાન્સ...”
મૉન્ટેનો સર જતા રહ્યા.
દરવાજો બંધ કરી, લાઈટ બંધ કરીને પાર્વતી કાળા ડિબાંગ અંધકારમાં નાચતી રહી... નાચતી રહી.. કલાક, દોઢ કલાક, બે કલાક, કેટલો સમય વીતી ગયો એની પાર્વતીને ખબર નહોતી. એને તો બસ એક જ ચીજની અનુભૂતિથી રહી હતી કે એની આજે બત્રીસ વર્ષની બૉડીછે, એ ગુસ્સાના લાવારસમાં ભળીને પીગળી રહી છે, વહી રહી છે.
(ક્રમશ:)