true decision in Gujarati Moral Stories by Swapnil Maisuria books and stories PDF | સત્ય નિર્ણય

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

સત્ય નિર્ણય

મારૂ નામ સની. હું મારાં પાપા નાં નિર્ણય થી ખુબ જ વિરોધી . મને એ બધી જ વાતે રોકે કે આવુ ની કર પેલું ની કર બસ આખો દિવસ વાચ વાચ ની લત એમના મોઢે હોઈ હું એમના એક પણ નિર્ણય ને ધ્યાન માં ની લેતો. પણ હું જયારે એન્જીનીર ના તીજા વર્ષ માં હતો ત્યારે એક ઘટના બની ત્યાર પછી હું વગર વિચારીએ એમની બધી જ વાતો માનવા લાગીઓ.
અમારે ત્યાં કુલ પાંચ કાકા. બધા ખુબ સંપીને રહે અને અમારે કઝિન માં પણ ખુબ સંપ. મારાં પાપા નો પાંચમો નંબર હતો એટલે એ સૌથી નાના હતા. એટલે અમને લોકો ખાસ કઈ નિર્ણય લેતા પેહલા પૂછતાં નઈ. મારા ચોથા નંબર નાં કાકા ની છોકરી નાં સગાઇ. મારાં તીજા નંબર ની કાકી નાં માસી નાં છોકરી જોડે થઇ હતી. પાપા એ છોકરા ને સારી રીતે ઓળખતા હતા.મારી મોટી કઝિન નાં લગન માં છોકરા નાં મમી પાપા મારાં પાપા પાસે આવીને કેહવા લાગીયા કે મારાં છોકરા નાં લગન તમારી દેવાંશી જોડે કરવા છે.ત્યારે પાપા એ નાં પડી અને કીધું કે દેવાંશી હજી ગણી નાની છે અને ત્યાંથી ચાલીયા ગયા.
એક દિવસ સાંજે પાપા પર અચાનક દેવાંશી નાં પાપા નો ફોન આવ્યો અને કીધું કે આપણી દેવાંશી ની સગાઈ પરાશ જોડે કરવાનાં છે પરાશ એટલે પેલો જ છોકરો જેને પાપા એ દેવાંશી નાની છે કહીને સગાઇ માટે નાં પડી દીધેલી. પાપા ચોકી ગયા એન્ડ પૂછ્યું આટલી જલ્દી શુ છે સગાઇ માટે. દેવાંશી ને પણ પૂછો કે અને પરાશ ગમે છે કે નહિ. ત્યારે કાકા એ કહીંયુ એને શુ પૂછવાનું એ તો બધે જ નાં પાડશે. તો પણ પાપા એ થોડી વાર વિચરીયા પછી પરાશ નાં ઘરે જવાનુ નક્કી કર્યું કે જ્યાં સગાઇ કરવાનાં હતા. ત્યાં બધા જ ખુશ હતા સિવાય મારાં પાપા.
‌ ત્યારબાદ બધું જ સારુ ચાલતું હતું. બધા પોતપોતાના કામ મા જોડાઈ ગયા હતા. પણ અચાનક એક દિવસ એ સવાર નાં નવ વાગ્યે પરાશ દેવાંશી નાં ઘરે ગયો.દેવાંશી નાં પાપા મમી ઘરે હાજર નાં હતા. પરાશ દેવાંશી ને કેહવા લાગીઓ કે આપણા લગન નઈ થઇ શકે અમારા મહારાજે કીધું છે છે કે જો આપણા લગન થઇ તો આપણે સુખી નઈ રહી શકીએ. દેવાંશી પરાશ પર ગુસ્સે થઇ ગઈ કે તું શુ બોલે છે આપણી સગાઇ ને પણ દોઢ વર્ષ થઇ ગયું છે.તારે આ વસ્તુ નું ધ્યાન પેલેથી રાખવું જોઈએ ને. પરાશ ત્યાંથી ચાલીયો ગયો દેવાંશી રડવા લાગી. થોડી વાર રહીને દેવાંશી નાં મમી પાપા આવિયા દેવાંશી એ આખી વાત અમને કરી. તેઓ સાંજે પરાશ નાં ગરે ગયા. ત્યાં પોહચી ને ખબર પડી કે એ લોકો ને પણ દેવાંશી ની ગમતી હતી. દેવાંશી ને ન ગમવાનું મુખ્ય કારણ હતું કે તે તેના મોબાઇલ માં પરાશ ના ફોટા ન રાખતી હતી. દેવાંશી ના માતાપિતા એ તેમને ખુબ જ સમજાવ્યા કે આજ પછી આવુ ન થાય તમે પ્લીઝ સગાઇ ન તોડો તેઓ ન માન્યા અને દેવાંશી નો વાંક કાઢવા લાગ્યા કે તે આવી છે ને તેવી છે
તે જ દિવસે રાતે હું મારાં મોટા મોટા કાકા ના ઘરે ગયો હતો અને પપ્પા પણ મારી જોડે જ હતા તેઓ ત્યાં કાકાના છોકરા ના છોકરાને રમાડતા હતા ત્યારે દેવાંશી ના માતાપિતા અને દેવાંશી આવ્યા.પેહલા તો તેઓ મોટા કાકા ને મળવા આવ્યા હૉય એવી જ રીતે વર્તતા હતા પણ થોડી વાર પછી દેવાંશી ની માતા મોટા કાકી પાસે આવીને અચાનક રડવા લાગ્યા. દેવાંશી પણ રડવા લાગી. મોટા કાકી એ અમને રડવાનું કારણ પૂછ્યું કે શુ થયું. દેવાંશી ની માતા એ બધી જ ઘટના જે થઇ એ વર્ણવી. ત્યારબાદ બધા જ મોટા કાકા ના ઘરે આવી પોહચ્યાં. ત્યાં પણ દેવાંશી નો વાંક નીકરવા લાગ્યો પણ પપ્પા એ દેવાંશી ની બાજુ બોલતા કહીંયુ કે એમાં દેવાંશી નો શુ વાંક અને અને સાંત્વના આપી અને પછી સાંત્વના આપતા કહીંયુ કે જે થઇયું તે સારુ થઇયું. અને પપ્પા દેવાંશી na માતાપિતા ને કેહવા લાગ્યા કે જોયું મેં પેહલા જ કીધેલું કે પરાશ આપણી દેવાંશી માટે સારો છોકરો નથી. પછી બધા પોતપોતાના ઘરે ગયા.
ભલે પપ્પા પેહલા બધા ના વિરોધ મા બોલતા હતા ત્યારે તેઓ ખરાબ દેખાતા હતા પણ જયારે પરાશે આવું કર્યું ત્યારે બધાને જાણ થઇ કે પપ્પા શુ કામ આવુ બોલતા હતા ત્યારે મને પણ થયું કે મે આજ સુધી પપ્પા ના કેટલા નિર્ણય નો અમલ નથી કર્યો. જો કર્યો હતે તો આજે હુ પણ ખુબ જ આગળ નીકળી ગયો હતે. અને ત્યારબાદ તેમના બધા જ નિર્ણયો નો અમલ કરવા લાગ્યો
તેમને દેવાંશી ને આપેલી સાંત્વના પણ સાચી પડી. તેના લગન NRI છોકરા સાથે થયા અને તે વિદેશમાં ખુબ જ શાંતિપૂર્ણ જીવન જીવી રહી che.