જાણે-અજાણે (57) in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (57)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જાણે-અજાણે (57)

વંદિતા અને અમી નિરાશાંથી નીચી ઝૂકાવેલી નજરે બેઠેલી રેવાને તાકી રહી. આ વાતની ચોખવટ માંગવા વંદિતા અને અમી અવસરની રાહમાં હતાં.

વિધી વિધાન પુરાં થતાં જ બધાં પોત પોતાનાં ઘર તરફ જતાં રહ્યાં. એટલે વંદિતા અને અમી પણ રેવા સાથે વાત કરવાં તેનાં ઘેર પહોંચી ગયાં. આજે પહેવીવાર બંને એક વાત પર સહમત હતાં. અને રેલાને પુછવાં પર પહેલાં તો રેવાએ મૌન સેવ્યું. પણ પછી જ્યારે વંદિતા અને અમી રેવાને પોતાની પર વિશ્વાસ કરાવવા સફળ રહ્યા એટલે રેવાએ પોતાની બધી ઘટનાઓ કહેવાની શરૂ કરી. રોહનનાં એક એક શબ્દો ચીવટતાથી તેને યાદ હતા. અને તે સમજાવતાં રેવા પોતાની જાતને જ ભુલવા લાગી હતી. તેનાં અવાજમાં એક બીક હતી અને એક ઉત્પાદ પણ. ખબર નહતી કે કયી વાત પર કેવો વ્યવહાર કરવો પણ જો આ વખતે રોહન તેનાં મનની કરવામાં સફળ થઈ ગયો તો રેવા અને કૌશલ બંને નામનો અંત નિશ્ચિત હતો. આ દરેક વાત તેને અંદરથી કોરી ખાતી હતી. વંદિતા અને અમી આ વાતની ગંભીરતાને સમજી રહ્યા હતાં પણ તેમની પાસે કોઈ સમાધાન નહતું. અને તેઓ કોઈને આ વાત કરી પણ નહતાં શકતાં કેમકે જો કોઈને પણ આ વાત કહેવામાં આવે કે હજું પણ રોહન નિયતિ તરફ ઝુકેલો છે તો કોઈ તેમનો વિશ્વાસ ના કરે . કેમકે આટલા દિવસમાં રોહનનો વ્યવહાર એ પ્રમાણેનો હતો કે તેણે બધાનો વિશ્વાસ જીતી રાખ્યો હતો. પણ પ્રશ્ન તો એ પણ હતો કે વંદિતા અને અમીએ આટલી જલદી રેવા પર વિશ્વાસ કેવી રીતે કરી લીધો?..

ખરેખર તેનું એક કારણ હોય શકે કે તે બંને રેવાને પોતાનાં જીવથી વધારે પ્રેમ કરે છે. પણ તેવો પ્રેમ તો રેવાને ઘણાં બધાં કરે છે. તો તેમાં નવાઈની વાત શું?... બીજું મહત્વનું કારણ એ હતું કે તેમની નજરમાં રોહન કોઈ દિવસ ઉંચો ઉઠી જ નહતો શક્યો. જ્યારે જ્યારે પણ રોહન તેમની સાથે વાત કરવા આવતો ત્યારે ત્યારે તે બંને બહાના કાઢીને ચાલ્યા જતાં. કદાચ એટલે તે રોહનની બાંધેલી આંખોની પટ્ટીથી બચેલા હતાં. પણ છતાં આ બંને નાના હતાં. એટલા નાના કે કોઈ તેમની વાત માને નહીં અને તેઓ કોઈને મનાવી શકે પણ નહી. એટલા માટે તેમની પાસે સત્ય હોવાં છતાં તે કશું નહતાં કરી શકતાં. પણ છતાં તેમણે ભયભીત બનેલી રેવાને શાંત કરાવી તેને એક નવી આશા આપી હતી. હવે આ આશાને ટકાવી રાખવાની જવાબદારી અમી અને વંદિતા પર હતી. પણ આ માટે તેમણે એકબીજાનો સાથ આપવો પડે. અને આજ સુધીનાં તેમનાં બધી મુલાકાતોનો પરિણામ ઝઘડો જ આવ્યો હતો. તો તેની પણ સંભાવના ઓછી હતી. પણ તે બંને જેટલો ગુસ્સો એકબીજા પર કરતા હતાં તેનાથી વધારે પ્રેમ તે રેવાને કરતા હતાં.

રેવાના ઘરની બહાર બંને દરવાજા તરફની પીઠ કરી ઉભાં હતાં. રાતનો સમય હતો અને ગાઢ અંધકાર છવાયેલું હતું. આ અંધકારમાં ચોકમાં કરેલી રેવાના લગ્ન માટેની રોશની દૂરથી જ નજરે પડી રહી હતી. તે રોશની જેટલી બુલંદ રીતે આકાશમા ફેલાય રહી હતી તેટલી જ વંદિતા અને અમીની આંખો આંજી રહી હતી.

" રોહન મને પહેલેથી જ નહતો ગમતો. ખબર નહીં કેમ!.. પણ આજે ખબર પડે છે કે કેમ મને આવા વિચારો આવતાં હતાં. " વંદિતાએ આકાશ તરફ જોતાં એક નિરાશાથી ભરેલા અવાજે કહ્યું. અમીએ થોડો નિરાશા ભર્યો ઠંડો શ્વાસ ભરતાં કહ્યું " હા... સાચી વાત. પણ એટલા બેબસ છે કે કશું કોઈને કહી નથી શકતાં. દીદીની હાલત જોઈ?.. કેટલી ખરાબ છે... તે બહારથી ભલે ગમેં તેટલું હસી બતાવે પણ અંદરથી તે પણ ગભરાયેલા છે!.." " તો શું આમ હાથ પર હાથ ધરી બેસી રહેવાનું?.. કંઈક તો કરવું જોઈએ આપણે. " વંદિતાએ અમી સામે જોતાં કહ્યું. અમીની નજર આકાશ તરફથી વંદિતા તરફ ગઈ. અને આંખોમાં ભરેલી હા સાથે તેણે કહ્યું" પણ શું?.. " " બસ એ જ વિચારવાનું છે..." વંદિતાએ કહ્યું. થોડીવાર વિચારવા પછી પણ કોઈને કશું સુજ્યું નહીં એટલે અમીએ ગુસ્સામા કહ્યું " મનેં તો મન થાય છે કે રોહનને જ પકડીને કોઈ રૂમમાં પુરી દઉં અને જ્યાં સુધી દીદીનું લગ્ન ના થાય ત્યાં સુધી તેને બહાર જ ના કાઢું. "
વંદિતાએ આશ્ચર્યથી અમી તરફ જોયું. એટલે અમીએ પુછ્યું " શું?.. આમ શું જોવે છે!" " અરે મારે કહેવું તો નથી પણ આ ખરેખર મસ્ત વિચાર છે.... કોઈને શું ફર્ક પડવાનો કે રોહન ક્યાં છે ક્યાં નહી!... અને એકવાર દીદીનું લગ્ન થઈ જાય પછી તે કશું કરી પણ નહીં શકે...." વંદિતાએ ઉત્સાહી બની કહ્યું. " ઓ...ઓ... બસ હા.... ગાંડી થઈ ગઈ છે તું?... તને ભાન પણ છે કે તું શું બોલે છે? .... તું એમ કહેવાં માંગે છે કે આપણે એક એવાં છોકરાને પકડીએ કે જે આપણાં કરતાં મોટો છે, શક્તિશાળી છે અને કદાચ આપણાંથી વધારે ચતુર પણ... !.. " અમીએ અકળામણ અનુભવતાં કહ્યું. વંદિતાએ પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું " હા.... હું એમ જ કહેવાં માંગું છું કે આપણે તેને પકડી રાખવો જોઈએ . આપણી નજરકેદમાં રહેશે તો કશું કરી પણ નહી શકે. અને રહી વાત તેની શક્તિની તો દરેક બળને કળથી હરાવી શકાય છે. આપણે જરૂર માત્ર એક ચોક્કસ યોજના બનનાવવાની છે. બસ... પછી બધી ચિંતાં આપણાં હાથમાં. " " અચ્છા?... અને એ કરીશું કેવી રીતે?..." અમીએ પુછ્યું. " અરે કરી લઈશું. પણ પહેલાં આપણે સાથે આવવાની જરૂર છે. તો શું તું રેવાદીદી માટે મારી સાથે હાથ મેળવવા તૈયાર છે?.. મદદ કરવા તૈયાર છે?.." વંદિતાએ હાથ લંબાવતા પુછ્યું. અમીએ ઝપાટાભેર એ હાથ પકડી કહ્યું " હા.. રેવાદીદી માટે કઈ પણ..... તો આ રોહન શું ચીજ છે!.. અને આ દરમિયાન આપણે ઝઘડો પણ કરવાનો નથી... તને મંજુર છે? " વંદિતાએ હકારમાં માથું ધુણાવતાં તેની વાત માની લીધી. અને રાતના અંધકારમાં આશાની રોશનીની કિરણ બુલંદ થવાં લાગી. હવે માત્ર રોહનને પોતાની ચાલમાં ફસાવવાનો બાકી હતો. પણ તે કરવું આ બંને માટે સરળ સાબિત નહતું થવાનું. રેવાના લગ્ન માટે હવે વચ્ચે માત્ર એક દિવસ બચ્યો હતો. અને ગરબાની એક રાત.

રાસ-ગરબાની રાત પછી બીજી સવાર માત્ર લગ્ન લઈ ને આવવાની હતી. એટલે વંદિતા અને અમી પાસે માત્ર તે ગરબાની રાત જ બચી હતી. તે બંને પાસે એક જ દિવસ હતો જ્યારે તે કંઈક વિચારી શકે. સવાર પડતાની સાથે જ તેઓ પોતાના કામ પર લાગી ગયાં. આખો દિવસ કામ વધારે હતું પણ છતાં કામની સાથે તેમની તિરછી નજર રોહન પર જ ટકેલી હતી. રોહન ક્યાં જાય છે , શું કરે છે!.. તે દરેક વાત ચિવટતાથી તે અવલોકન કરવા લાગ્યા. રોહનનું ધ્યાન તેમની પર જરાક પણ નહતું. રોજ ની માફક તે પોતાનાં કામમાં જ પરોવાયેલો હતો. ધીમે ધીમે સુરજ માથે ચડી રહ્યો હતો. અને સાંજ તરફ પણ પ્રયાણ કરવા લાગ્યો હતો. સુરજની દરેક ખસતી અવસ્થામાં વંદિતા અને અમીની મનની અવસ્થાને બગાડી રહ્યા હતા. તે બંને નિડર હતાં પણ આજથી પહેલા કોઈ આવું કામ તેમણે કર્યું નહતું. પણ આજે આ જ તેમને સાચુ લાગી રહ્યું હતું.

રાત પડતાની સાથે જ મંડપમાં રોશનીની ઉજાસ થઈ ગઈ અને ધીમે ધીમે બધા ગરબા રમવા ભેગા થવાં લાગ્યા. અમી અને વંદિતાને રેવાને તૈયાર કરી લઈ આવવા કહેવામાં આવ્યું હતું. અને કહેવા પ્રમાણે તેઓ રેવા પાસે પણ પહોંચી ગયાં. પણ તેમનું ધ્યાન રેવા તરફ નહતું. રેવાએ આ વાત તરત જોઈ લીધી. પણ તેનાં પુછવાં પર કોઈએ કશું કહ્યું નહીં. અને એટલામાં કૌશલ દરવાજે આવી ઉભો રહ્યો. કૌશલને જોઈ એમ તો વંદિતા હંમેશાં કશુંક ને કશુંક સંભળાવતી. પણ આજે તેનું ધ્યાન બીજે હતું. આ જોઈ કૌશલે પુછ્યું " શું?.. આજે કશું નથી બોલવા માટે?... આટલી ચુપ્પી છે રૂમમાં!" છતાં કોઈ કશું બોલ્યું નહીં. આ જોઈ કૌશલને વધારે આશ્ચર્ય થયો અને ફરીથી બોલ્યો " શું વાત છે!.. ખરેખર આટલો સન્નાટો!.. અને આ શું?.. અમી અને વંદિતા ઝઘડ્યા વગર રેવાની મદદ કરી રહ્યા છે!.. આ તો ચમત્કાર થઈ ગયો. " અને કૌશલ અને રેવા બંને જોરજોરથી હસવા લાગ્યા પણ છતાં તે બંને પર કશો અસર ના થયો. અને વંદિતાએ કહ્યું " કૌશલભાઈ અમે તો રેવાદીદીને એટલો પ્રેમ કરીએ છીએ કે અમારો ઝઘડો પણ ભુલવા તૈયાર છે. પણ શું ભવિષ્યમાં એવો અવસર આવે કે તમારે પોતાનાથી પહેલાં દીદીનો વિશ્વાસ કરવાનો થાય તો શું તમેં તે કરશો?.. " વંદિતાની વાતમાં ગંભીરતા હતી. કૌશલ થોડો ચમક્યો પણ પછી થોડું હસતા કહ્યું " હા... કેમ નહિ!.. હું હંમેશા રેવાનો વિશ્વાસ કરીશ. બસ શરત એટલી જ કે તેણે પણ મારી પર વિશ્વાસ કરી મારી સાથે તેની બધી વાત કરવી પડશે. " અને આ સાંભળતા જ વંદિતા , રેવા અને અમી એકબીજા તરફ તાકી રહ્યા. કૌશલ સિવાય બધાને ખબર હતી કે કઈ વાત છુપાવી રહ્યા છે. અને કૌશલથી તે છુપાવવાનો કોઈ અર્થ નથી એમ વિચારી રેવાએ તેને બધી વાત કરવા આગળ વધી. પણ વંદિતાએ તેને રોકી દીધી. અને ઈશારાથી તેને કહ્યું " ચિંતા ના કરો. કોઈને કશું કહેવાની જરૂર નથી. અમેં બધું સાચવી લઈશું." રેવાને હજું વિશ્વાસ નહતો . પણ અમીએ પણ તે ઈશારામાં હા ભરી એટલે રેવા રોકાય ગઈ. કૌશલે વધારો કરતાં કહ્યું " હવે તમારી આજ્ઞા હોય તો હું રેવા જોડે વાત કરી લઉં?.." આ સાંભળી અમી અને વંદિતા રુમમાથી બહાર આવી ગયાં. અને નિકળતાં કહેવા લાગ્યા " કૌશલભાઈ... અમેં બહાર જઈએ છે. તમેં દીદીને લઈ ને આવી જજો." અને બંને ચાલી ગયા.

" આટલી ઉતાવળ કયી વાતની છે!... આમ મારાં ઘરમાં આવવાનો શું મતલબ!.. થોડી રાહ જોઈ લેતો .... હું બહાર આવી જ જતી. " રેવાએ થોડું સંભળાવતા કહ્યું. કૌશલે રેવાને પોતાની તરફ ખેંચતા તેને પોતાની એકદમ નજીક લાવી તેનું બોલવાનું બંધ કરાવ્યું. કૌશલના હાથ રેવાની કમરને ફરતે વીંટળાયેલા હતાં. અને પકડ એટલી મજબુત હતી કે રેવા જરાક પણ ખસી નહતી શકતી. અથવા તો તે ખસવા માંગતી જ નહતી. સુંદર , નાજુક રેવા આજે વધારે સુંદર લાગતી હોવાથી કૌશલની આંખો તેની પરથી ઉતરી નહતી રહી. અને કૌશલ પોતાને રોકી પણ નહતો શકતો. ધીમેથી તે પોતાનાં ઘુટણે બેસી ગયો. રેવાની તદ્દન નજીક તેનો ચહેરો રેવાની કમર સુધી આવી રહ્યો હતો. તેના હાથ હલકી પકડથી પકડેલી કમરને જરાક ફરતે ફરવા લાગ્યાં. રેવાની વધતી બેચેની સાથે તે થોડીક પાછળ ખસી. પણ કૌશલે તેને ફરીથી પોતાની નજીક લાવી તેને રોકી દીધી. ખીસ્સામાથી એક કંદોરો કાઢી તેણે રેવાની કમરે બાંધ્યો. નાના નાના મોતીથી ભરેલો એક દોરીનો કંદોરો આકાશમાં ચમકતા તારલા જેમ રેવાની કમરે ચમકી રહ્યો હતો. અને કૌશલ બોલ્યો " યાદ છે તને?.. રચનાદીદીનાં લગ્ન સમયે પણ કંઈક આમ જ બન્યું હતું. પણ તે સમયે કોઈ હક્ક નહતો. પણ આજે... આજે આ કંદોરો હક્ક થી પહેરાવ્યો છે. જે મને તારી કમર પર જોવો ગમે છે.. તો પહેરી રાખજે..." અને રેવા તેને ગળે વળગી પડી.

બીજી તરફ વંદિતા અને અમીએ પોતાની ચાલ પર કામ કરવાનું શરૂ કરી દીધું . " જેમતેમ કરીને રોહનને આ શરબત પીવડાવવાનો છે. અને તેને પાછળ વાળી ખાલી પડેલી ઝૂપડી સુધી લાવવાનો છે. તેને થોડીવારમાં ઉંઘ આવી જશે અને તે ઉઠશે તે પહેલાં દીદીનું લગ્ન પણ સંપન્ન થઈ જશે." અમીએ કહ્યું. " હા.. હવે વાતો ઓછી કર.. હું ધીમેથી બધાને શરબત આપતી ચાલું છું. તું ખાલી ધ્યાન રાખજે કે રોહનનો પ્યાલો તેને જ મળે. " વંદિતાએ ધીમેથી કહેતાં આગળ વધ્યા. બધાને શરબત આપતા આપતા તે રોહન આગળ પહોંચી ગયાં. પણ રોહને વંદિતા અને અમીનો આમ બદલાયેલો વ્યવહાર જોઈ પુછ્યું " કેમ આજે આટલો સારો વ્યવહાર?.. અને આ શું ?.. તમેં બંને એકસાથે?.. એ પણ ઝઘડા વગર?.." આ જોઈ બંને થોડાં ગભરાયા અને રોહનને થોડો શક થવા લાગ્યો. અને તેણે શરબત પીવાની ના પાડી દીધી અને ત્યાથી ચાલ્યો ગયો.

શું આવશે પરિણામ રોહનનાં શકનો!....



ક્રમશઃ