બસ આમ ધવલ અને લખન મસ્તી કરતા હોય છે.
લખન - એ ધવલા.... ફટાફટ તૈયાર થઈ જા... ખોટું મોડું થઈ જશે કોલેજ જવામાં...
ધવલ - હા ભઇ થાવ છુ હવે....
થોડી વાર માં ધવલ તૈયાર થઈ જાય છે. બનેં જણા નીચે જઈને નાસ્તો કરે છે અને કોલેજ જવા માટે નીકળી પડે છે..
થોડી વારમાં કોલેજ પહોંચી જાય છે અને અંદર જાય છે. બે લેક્ચર પુરા કરીને ધવલ ને લખન કેન્ટીનમાં જાય છે. અંદર જતા જ પેલી છોકરી ધવલ ને દેખાય છે અને એ છોકરી પણ ધવલને જુએ છે. બંને ની નજર એક થઈ જાય છે.
ધવલ પોતાના ટેબલ પર બેઠો બેઠો વેફર ખાતો હોય છે પણ નજર પહેલી છોકરી સામે હોય છે. સાથે ધીમે ધીમે સ્માઈલ કરતો હોય છે. આ બધુ લખન જોતો હોય છે ધવલનું ધ્યાન ક્યાંક બીજે જ હોય છે. જ્યાં ધવલ જોતો હોય છે તે બાજુ લખન જુએ છે તો એને એક છોકરી દેખાય છે જે ધવક ના સામે જ જોતી હોય છે.
લખન - ધવલ તને લાગતું કે આજ કાલ તારું ધ્યાન બીજે જ ફરે છે..
લખન - એ ધવલા તને કહું છું. સાંભળ ને...
ધવલ હજી પણ કઈ જવાબ આપતો નથી.
લખન - એ ધવલા તને કહું છું....એ માણસ..... એ ખોપરી.. એલ્યા આ બાજુ જો એમ કહીને ટેબલ પર હાથ પછાડે છે.
હાથ પછાડતા જ ધવલ લખન ની સામે જુએ છે.
ધવલ - શુ એલ્યા... ટેબલ ભાંગી નાખવું છે કે શું ????
લખન - હા ભાંગી નાખવું છે જા...
ધવલ - પણ શુ થયુ ભાઈ.....?
લખન - હા તો ભાંગી જ નાખે ને... જ્યારે ભાઈઓ આપણી સામે હોય છતાં આપણી સામે ન હોય ત્યારે શુ કરવું ??
ધવલ - અરે ભાઈ ... મારુ ધ્યાન ક્યાંય નથી. હું અહી જ છું.
લખન - હા ભાઈ. સાચું કીધું. તું તો અહીં જ છો પણ તારું મન ક્યાંક બીજે જ છે.
ધવલ - અરે ભાઈ એવું કંઈ નથી.
લખન - ભાઈ.. હવે મારા થી ના છુપાવ.... જે હોય એ કહી દે..
ધવલ - અરે ભાઈ... એવું કહી નથી...
લખન - ધવલા તારે કહેવું છે કે પછી ...... મારા હાથનો માર ખાવો છે..
ધવલ - અરે ભાઈ ... સમજ ને...
લખન - શુ સમજુ. કઈ નથી તો પછી કે ને... તને વાંધો શુ છે હે ..?
ધવલ - ભાઈ.... અરે કાલે હું ને માનસી ગયા હતા ને મુવી જોવા માટે તો ત્યાં એ છોકરી હતી. તો અમે બંને ભેગા થયા , થોડી વાતો કરી , મસ્તી કરી બસ .... એટલું જ ભાઈ....
લખન - ઓહ હો મને મારા ભાભી મળી ગયા એમને..??
ધવલ - ભાઈ મારા... શાંતિ રાખ.. એવું કહી નથી... હો..
લખન - અરે એમ કહી હોય... આજે જે ઘરે જઈને આંટીને વાત કરું છું કે એમને એની વહુ મળી ગઈ અને મારા ભાઈને એની ધરમ પત્ની......
ધવલ - લખન્યા... હવે વધુ થાય છે હો... શાંતિ રાખ.બાકી હવે તું મારા હાથનો માર ખાઈશ..
લખન - અરે હશે ભાઈ .. જવા દે ને.....
ધવલ - તો શુ પણ પાછળ પડી ગયો છે... સાવ અક્કલ વગર નો..
આ બધી વસ્તુઓ દૂર બેઠેલી છોકરી જોતી હોય છે. એ પણ આ બંનેની નોટંકી ને જોઈને હસતી હોય છે. દૂર બેઠેલો ધવલ પણ એ છોકરીને જોતો હોય છે. એટલી જ વારમાં બેલ વાગે છે અને બ્રેક પૂરો થાય છે. ધવલ અને પહેલી છોકરી એક બીજાની સામે જુએ છે અને આંખોથી જ એક બીજા ને બાય બાય કહે છે.
ધવલ અને લખન બંને પાછા ક્લાસમાં જાય છે. થોડી વારમાં લેક્ચર પુરા થાય છે. બંને મિત્રો ઘરે જવા માટે નીકળે છે. ચાલતા ચાલતા બંને કોલેજના પાર્કિંગ એરિયામાં પહોંચે છે. એટલી જ વારમાં પેલી છોકરી અને એની ફ્રેન્ડ બંને એક્ટિવા લઈને ધવલ પાસે થી પસાર થાય છે. ધવલ ની નજર છોકરી પર હોય છે પણ પહેલી છોકરીનું ધ્યાન એના મોબાઈલમાં હોવાથી એ ધવલ ને નોટિસ કરતી નથી.
ધવલ ને લખન બંને પોતપોતાના ઘરે પહોંચી જાય છે. સાંજે બંને જમી ને પાછા ભેગા થાય છે. હા જો એક વાત કહેવાની તો રહી જ ગઈ. કે દુનિયાનું કઈ પણ થાય પણ ધવલ અને લખન ની મિત્રતા એવી હતી કે બંને ને સાંજે ભેગા થવા તો જોઈએ જ. લખન દરરોજ ધવલના ઘરે આવે. પછી બંને જણા ચા ની ટપરી પર જાય. ધવલ તો મોસ્ટલી કોફી જ પીતો અને ધવલ ચા. બંને જણા પોતપોતાની વસ્તુઓ પીવે અને વાતો ના ગોટા મૂકે. બસ આ બંને ની એવી ગાઢ મિત્રતા કે કોઈ પણ આવે , કોઈ પણ કઈ બોલે તો પણ આ બંનેની મિત્રતામાં ક્યારેય ફેર ન પડે. અડધી રાત્રે પણ બને એક બીજાને કામમાં લાગે. ગામ માટે તો બંને મિત્રો હતા. પણ સાચું કહીએ તો એક બીજાના ભાઈ થી પણ વિશેષ હતા. બંને એટલા ક્લોઝ કે એક બીજાની બધી વાત ખબર હોય. જેટલું સગા ભાઈઓને નહીં ભળતું હોય એટલું આ બંને ને ભળતું.. એકાદ અંશે તો બંને સગા ભાઈઓ જ.
લખન - ભાઈ .. શુ વિચાર્યું પહેલી છોકરીનું...
લખન - એટલે એમ જ કે. એની સાથે ફ્રેન્ડશિપ કરવી કે નહીં.
ધવલ - ના ભાઈ એવું કહી નથી. તને તો ખબર આમ પણ હું છોકરીઓથી દૂર ભાગુ છુ. હા પણ એ વાત અલગ છે કે છોકરીઓ મારા પાછળ ભાગે છે હાહાહા....
લખન - બસ ભાઈ પોતાને ક્રેડિટ દેવાનું બંધ કર અને સરખો જવાબ આપ.
ધવલ - જો ભાઈ. મને કોઈ પ્રોબ્લેમ નથી. એ મારી મિત્ર બને કે ન બને. જો એની ઈચ્છા હશે તો સામેથી કહેશે. બાકી આપણે સામેથી કશું પણ કહેવાનું થતું નથી અને હા ખાસ કરીને તું લખણખોટા... કઈ ભવાઈઓ ન કરતો મહેરબાની કરીને...
લખન - ભાઈ.. હું તને સાવ એવો લાગુ છું ??
ધવલ - ભાઈ તું એવો લાગતો નથી પણ છો જ.. એટલે કહેવું પડે..
લખન - હા ભાઈ હું કહી નહીં કરું બસ.....શાંતિ.....
ધવલ - હા.... સારું .... ચાલ.. હવે ઘરે ભાગીએ...
બનેં મિત્રો ઘરે જવા માટે રવાના થાય છે. રસ્તામાં લખન ધવલ ને કહે છે કે કાલે ટાઈમ સર ઉઠી જાજે એટલે કોલેજ જવામાં મોડું ન થાય. લખન ધવલને ઘરે ડ્રોપ કરે છે અને પોતે પોતાના ઘરે જાય છે.
ધવલ પોતાના રૂમમાં જઇ , ફ્રેશ થઈ , બેડ પર સુવે છે. વિચાર વિચારમાં પહેલી છોકરીને યાદ કરે છે. યાદ કરતા કરતા ધવલના ચહેરા પર મંદ મંદ મુસ્કાન હોય છે. બસ આમ જ ધવલ મુસ્કાન કરતા કરતા સુઈ જાય છે.
સવારમાં લખન ધવલની ઘરે આવે છે. ધવલ ને પિક કરી બનેં મિત્રો કોલેજ પર પહોંચે છે. કોલેજ પહોંચતા જ લખન બાઇક પાર્ક કરવા જાય છે અને ધવલ એક ઝાડ નીચે ઉભો હોય છે એટલી જ વારમાં પહેલી છોકરી અને એની ફ્રેન્ડ આવે છે. એ છોકરીની ફ્રેન્ડ એને એ ઝાડ નીચે ઉતારી દે છે અને કહે છે કે હું પાર્કિંગ કરીને આવું છું એમ.
છોકરી એક્ટિવા પર થી નીચે ઉતરે છે અને જુએ છે તો બાજુમાં ધવલ ઉભો હોય છે. બંને એક બીજા ની સામું જુએ છે અને..
મારા વહાલા મિત્રો.. જેમ બને તેમ ખૂબ ઝડપથી આગળ ના પાર્ટ લખવાની કોશિશ કરી આપની સમક્ષ લાવવાની કોશિશ કરું છું તો બસ આમ જ સપોર્ટ કરતા રહેજો..
અને બોવ મોટું બધુ સોરી...
Insta Id - @dhaval_limbani_official..