Email (Part 1) in English Short Stories by Tapan Kanabar books and stories PDF | ઇમેઇલ (ભાગ 1)

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

Categories
Share

ઇમેઇલ (ભાગ 1)

ઘણા લોકો ને પ્રેમ થયો હશે જે પ્રેમ કંઈક અલગ જ રીતેથયો હશે. મને પણ એક વાર પ્રેમ થયો હતો,જો કે ખરેખર જોઈએ તો એ પ્રેમ હતો જ નહિ, એ તો ફક્ત વ્હેમ જ હતો 😅.

તો આ વાત ની શરૂઆત કરતા પેહલા કહીદવ કે આ વાત 2005 ની છે જયારે અત્યાર ની જેમ 4G ઈન્ટરનેટ ન્હોતું. કઈ પણ કામ હોય તો કાં તો સાયબર કાફે માં જવું પડતું અથવા તો જો કોઈ સારો ફોન હોય તો 2G નેટ મળતું.

"સોરી, આની પેહલા નો મેઈલ ભૂલ થી મોકલાઈ ગયેલ છે."

આવો એક મેલ આવ્યો મારા Gmail માં જયારે હું સાયબર કાફે માં ગેમ રમવા બેઠો હતો.

મેં તરત જ Gmail ખોલી ને જોયું. Gmail માં નામ લખ્યું હતું "ઈશા મેહતા". આ મારા જીવન ની પેહલી છોકરી હતી જેણે મારી સાથે વાત કરી હોય. હા સાચે, એવું ફક્ત ફિલ્મો માં જ હોય કે સ્કૂલ માં છોકરીઓ છોકરાઓ સાથે વાત કરતા શરમાતી ના હોય. અમારી સ્કૂલ ની છોકરીઓ તો અમારી સામે પણ ના જોતી. જોકે એમનો વાંક ના હતો. ક્યારેક મને પણ અરીસા માં જોઈ ને એમ થતું કે આ નોતું જોવાનું 🤣.


તો હવે, આ ઈશા મેહતા સાથે મને વળગણ થવા લાગ્યું. હા સાચું જ વિચારો છો તમે. એક જ ઇમેઇલ માં 😅. અને મહત્વ ની વાત તો એ હતી કે ન તો હું એમને ઓળખતો હતો કે ન મેં એમને ક્યારેય જોઈ હતી, મનહર ઉધાસ ના શબ્દો માં કઉં તો, કોણ હતી એ નામ હતું શુ ? એ પણ હું ક્યાં જાણું છું , એમ છતાં એ દિલ ને આજે કંઈક કંઈક લાગે છે 😜.

"No problem. It's ok "

મેં એ ઇમેઇલ નો રિપ્લાય આપ્યો અને એ પણ "અંગ્રેજી" માં😅. પિક્ચરો માં જોયેલું હોય ને કે અંગ્રેજી બોલો એટલે છોકરી ઈમ્પ્રેસ થઇ જાય. શુ કરવું ત્યારે ક્યાં આટલી સમજણ હતી.

પરંતુ એક વાત છે હો, આપણું કામ થઇ ગયું હતું btw😜.

આ BTW નો અર્થ ગોતવા માં ફાંફા પડી ગયેલા મને. કોને પૂછવું ? મારા સ્કૂલ ના મિત્રો ય બધાય મારા જેવા. જીવન માં અંગ્રેજી આવડતું કોને ?🤣

એ દિવસ પછી રોજ સ્કૂલ થી આવી ને સાયબર કાફે જવા માટે ની રાહ જોવાવા લાગી, રોજ સાયબર કાફે જવાનું જ. 10₹ ની 1 કલાક મળતી એટલે એ કલાક માં NFS રમવાની અને બાકી તો ઈમેલ ના reply ની રાહ જોવાની એ મારુ રોજ નું કામ.

"Ok. What’s your name btw ? And where are you from? “

હવે શુ કેવું મારે આને ? એટલે એવું નોતું કે મને સાવ English નોતું જ આવડતું પરંતુ એટલો આત્મવિશ્વાસ (Confidence) ન્હોતો કે એ ઈમેલ નો જવાબ હું ઇંગલિશ માં આપી શકું. આવું ઘણા લોકો સાથે થયું હશે, કે તમને ખબર હોય કે આનો reply શુ કરવાનો હોય પણ પછી એમ થાય k જો પેલી ને એમ લાગશે કે આને English નથી આવડતું, તો આપણે કહીયે ને કે ઈજ્જત ના કચરા થશે એવું થાય🤣.

હવે ત્યારે એવું Google Translator તો હતું નઈ કે English નું ગુજરાતી કરી આપે અને હોય તો ય ખબર નોતી કે આવું પણ થાય. તો કરવું શુ ? તો આખરે મેં નક્કી કર્યું કે સ્કૂલ માં કોઈ ને પૂછીએ. કે જો મને આવડે તો છે તમે ખાલી correction કરી આપો કે આ જવાબ સાચો છે કે નહિ.

આવું કામ એક જ વ્યક્તિ કરી શકે. કાં તો તમારા English ના ટીચર , પણ એને પુછાય નહિ, કેમ કે એ પ્રોબ્લેમ solve કરવા ને બદલે પ્રોબ્લેમ વધારે, એમ કહી ને કે "તો જયારે હું ક્લાસ માં ભણાવતો હોય, ત્યારે તમારા લોકો નું ધ્યાન ક્યાં હોય છે ?" ના રે ના આ થોડું કરાય ? તો હવે બીજું કોણ હોઈ શકે જે તમારી મદદ કરી શકે ?

દરેક ક્લાસ માં 1-2 એવા છોકરાઓ તો હોય જ જે ટીચર ના ચમચા હોય. આખી સ્કૂલ છૂટી જાય તો ય એને doubts ક્લીયર ના જ થયા હોય. એ, બધા ચાયલા જાય તો પણ છેલ્લે સુધી બેઠા હોય ક્લાસ માં અને ટીચર પાસે પ્રોબ્લેમ solve કરાવતા હોય, આજે પણ હું એ લોકો ને ગોતું છું, મને મળી જાય તો મારે એમને પૂછવું તું કે આ corona ની રસી નું કંઈક કરો ને. 🤣

તો જયારે એવા છોકરાઓ પાસે થી તમારે કામ કઢાવવું હોય ને તો તમારે કંઈક કિંમત ચૂકવવી પડે જેમકે તમારી સાયકલ નો એક ચક્કર આપવો પડે અથવા તો સ્કૂટર એને ચલાવવા આપવું પડે અને તમારે પાછળ બેસવું પડે અથવા તો તમારી સૌથી મનગમતી પેન કે પેન્સિલ એને આપવી પડે. તમે લોકો વિચારતા હશો કે 2005 માં પણ આવું થતું ? તો હા અમારી સ્કૂલ માં તો થતું.

એટલે સાયકલ ની એક ચક્કર ના બદલા માં આનો જવાબ આપવા ની શરતે મને એ મેલ નો જવાબ મળ્યો. પરંતુ આ તો રોજ ની રામાયણ થવાની હતી ને રોજ કોઈ ને ભાઈ બાપા કરવા ના પોશાય. એટલે વિચાર્યું કે આ ઈમેલ નો જવાબ આપી ને કાલ થી ભણવા માં સરખું ધ્યાન એવું પડશે તો જ ઇંગલિશ આવડશે સરખું. પણ બધા જાણે જ છે કે એ કાલ નો દિવસ કોઈ દિવસ આવતો જ નથી.😅


"My name is Tapan. And I am from Jamnagar”

આ જવાબ મળ્યો, પણ btw એટલે શુ એમાં તો પેલી હોશિયારીયુ ય મુંજાણી. એટલે એક ચક્કર માં આટલી જ મેહનત થાય એવું કહી ને "btw શણગાર માટે લખાય English માં" એવી રીતે જવાબ આપવા માં આવ્યો. હવે એને મારા કરતા વધારે આવડતું હોય એટલે મારા થી objection તો લેવાય નહીં. એટલે આવતી કાલ ના ઈમેલ માં "My name is Tapan. And I am from Jamnagar btw” મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આપણે પણ btw નું શણગાર કર્યું 🤣.

બસ પછી તો શુ, કોઈક ને કોઈક મળી જ જતું જે translate કરી આપે એટલે આપડી ગાડી ચાલુ...

ઈશા - "Great, I am also living near Jamnagar.”

Me - "Great, What are you doing ?” Great તો એના j મેઈલ માં થી ઉઠાવવાનું હોય ને જેટલું ઓછું translate કરવું પડ્યું એટલું સારું.

પણ આ લાબું ના ચાલ્યું એટલે મેં એક દિવસ રિપ્લાય કર્યો,

"You know, I always talk in Gujarati because I like my Matrubhasha (માતૃભાષા) so I think you also talk in gujrati. It’s fun”

ઘણો સમય લાગ્યો મને આટલું લખતા હવે આમાં પેલી શુ સમજશે એ ખબર નહોતી છતાં પણ મોકલ્યો.

અને એ ઇમેઇલ નો જવાબ એવો આવ્યો કે મારી ખુશી નો કોઈ પાર ના રહ્યો. એ જવાબ શુ આવ્યો એ જાણવા માટે

રાહ જુઓ "ઈમેઈલ (ભાગ 2)" ની...