dikri bani vahu in Gujarati Women Focused by Kinjal Parmar_KB books and stories PDF | દીકરી બની વહુ

Featured Books
Categories
Share

દીકરી બની વહુ

એક મસ્તીખોર છોકરી જ્યારે જવાબદારી ઉઠાવતા શીખી જાય એની આ વાત છે...
સમીસાંજે બારી આગળ બેઠેલી રાધિકા સુરજ ને આથમતા જોતી ને કઈ ઊંડા વિચારો માં ખોવાયેલી હતી.આજે કિશન સાથે લગ્ન થયા ને એક વરસ થઈ ગયું છે. કેટલો સમય બદલાઈ ગયો...
પીયર ને યાદ કરતી રાધિકા ઘણા સમયથી ઘરે ગઈ નથી એટલે ને સવારે એક લેખ વાંચીયો તો પીયરમાં રહેતી માં બાપની લાડલી છોકરીનો તો એને પીયર યાદ આવ્યું. થોડી વારમાં રાધિકા વિચાારોમાં પીયર પહોંચી ગઈ.!
રાધિકા ૧૦વાગે ઊઠી બ્રશ કર્યું ને બોલી "મમ્મી ચા લાવને કેટલી વાર",
એની મમ્મી જવાબ આપતા "અરે બેટા લાવું છું તારો મનપસંદ નાસ્તો બનાવ્યો છે એટલે વાર લાગી",
રાધિકા "હે મમ્મી શું બનાયુ છે કે નેે"
મમ્મી "લાવું ત્યારે જોઈ લેજે બેટા",
રાધિકા "લાવને મમ્મી"
થોડી વાર ભાઈ સાથે મસ્તી કરવા લાગી.
એની મમ્મી નાસ્તો લાવ્યા બટેટા પૌવા બનાયાં છે, રાધિિકા બવ ખુશ થઈ ચા નાસ્તો કરવા લાગી.
પછી રાધિકા ને ટકોર આપતાં મમ્મી બોલ્યા"આટલું મોડું ઉઠાય બેટા? સવારના ૧૦ વાગ્યા છે સાસરીમા જઈશ તો કઈ રીતે વેલા ઊઠીસ? "
રાધિકા " મમ્મી અત્યારે તો સુવા દો ને પછી ઉઠી જઈશ,પપ્પા ઓફિસ ગયા?
મમ્મી એ કીધું આજે રવિવાર છે રજા છે બાર ગયા છે હવે આવતા જ હશે, એવામાં એના પપ્પા આવી ગયાં અને બોલ્યા "ઓહ મારી લાડકી દીકરી ઉઠી ગઈ "!
રાધિકા એ પપ્પા ને પુછ્યું શું લેવા ગયેલા મારી માટે કઈ લાવ્યા? હા બેટા ચોકલેટ લાવ્યો છું તારી માટે કઈ ના લાવું એવું થાય ખરી??!
હા પપ્પા તમે લાવો જ મારી માટે કઈક તો !! ..
અચાનક સાસુ નો અવાજ આવ્યો વહુ રાત્રે જમવાનું શું બનાવવું છે ? ને રાધિકા વિચારો માંથી બહાર આવી બોલી ..."હાં મમ્મી" ને જમવાનું બનાવા લાગી થોડા જ સમયમાં રોટલી, શાક , ખીચડી બનાવી દીધી, અને એટલામાં ઓફિસથી કિશન પણ આવી ગયા.
પછી જમી પાછું બધું કામ પૂરું કરી સૂવા પડી ને પાછી વિચારવા લાગી... પિયરમાં મમ્મી ને પુછતી મમ્મી શું બનાવાની છે ?
મારું મનપસંદ કઈ બનાય ને એમ કરતી લાડ કરતી! પોતાની વાત મનાય લેતી અને પાછા મમ્મી પણ એ કેતી એમ જ કરતા...
અને હવે સાસરીમાં સાસુ એને પૂછે છે શું બનાવીસ જમવાનું, અને રાધિકા પણ કે'તી મમ્મી તમારી માટે ઢીલી ખીચડી બનાવું!,"
રાધિકા હવે બધાની પસંદગી નું ધ્યાન રાખે છે ને પેલા મમ્મી એની પસંદગી નું ધ્યાન રાખતા.
આવા બધા વિચાર કરતી રાધિકા બેઠી છે.
કિશન એને બોલાવે એય ધ્યાન નતું.
કિશન જોરથી બોલ્યો "રાધિકા ઓ રાધિકા! રાધિકા સાંભળે છે કે નઈ," ને રાધિકા બોલી "હા હા બોલો ને બોલો શું થયું?
કિશન "કશું નઈ તું કયા વિચારો માં હતી? બે વાર બોલાવી તને "
રાધિકાએ જવાબ મા ઘરની યાદ આવતી હતી એ બધુ કિધું.
કિશને કીધું તો ત્યાં જઈ આવને એમાં શું યાદ કરવાનું થોડા દિવસ રહીને આવજે,
રાધિકા બોલી "ના હવે એવું કાંઈ નાઈ" એમ વિચારતી હતી કે ત્યાં મમ્મી મારું ધ્યાન રાખતા લાડ કરતા અને અહીં હું બધા નું ધ્યાન રાખું સારસંભાળ કરું કેવું કહેવાય ને!
પીયરથી અહીં સુધીની સફર કેવી છે, બધું અલગ થઈ જાય.
કિશને રાધિકા ને સમજાવતા કહ્યું "અરે રાધિકા કેવું વિચારે છે અહીં બધા ને તું પોતાના માને એટલે બધું કરે છે તું, અને આ ફરક તો છે પણ સારો ફરક છે તું ત્યાં વહેલી ન'તી ઊઠતી આય ઉઠે છે મમ્મી તને કેટલું કેતા વેલા ઉઠવાનું પણ હવે શીખી ગઈ ને!
બીજું કે ત્યાં તું મમ્મી ને કે'તી હતી આ બનાવો આ કામ કરી દો. હવે તું ખુદ કરે છે તને કોણ કહેવા વાળુ છે તને જે મન થાય છે એ કરે છે, તું જમવાનું બનાવે, વેલા ઊઠે મમ્મી પપ્પા નું ધ્યાન રાખે છે. આખા ઘર ને તું સંભાળે છે એને આટલી મોટી જવાબદારી તે સરસ રીતે નિભાવી છે.
રાધિકા "સાચી વાત છે તમારી આ મારું ઘર છે મારે આને સાચવાનુ છે જેમ મમ્મી ત્યાં ઘરને સાચવતાં એમ હું પણ મારા ઘરને સાચવીશ.

Parmar Kinjal... Thank you for reading and giving your valuable time.