મારુ નામ આરતી ગોસ્વામી છે. મારી સ્ટોરી હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું, પણ કેવી રીતે એ લાગણીઓ ને તમારી સાથે જે મેં અનુભવી છે એમ રજુ કરવી એ નથી ખબર પડતી. મારા દિલ માં જે છે એ હું તમારી સુધી એ પહોંચાડી શકીશ કે નહિ ખબર નથી પણ ચાલો એક વાર મારી જાત ને આમાં અજમાવી તો જોઈએ.
મારા વીતેલા સમય વિશે પછી ક્યારેક વાત કરીશુ. હાલ વાત કરીએ એ સમય એ 2-3 વર્ષો
ની જેને લગભગ મારી ઝીંદગી આખી બદલી નાખી. વાત શરુ કરીએ તો વાત છે મારા 10માં ના result પછી થી.
77%માર્ક્સ 10માં ના બૉર્ડ ની પરીક્ષા માં મેળવ્યા પછી મે દરેક સામાન્ય સ્ટુડન્ટ ની જેમ 11 સાયન્સ માં પ્રવેશ લેવાનું નક્કી કર્યું. કેમકે 75% થી વધારે આવે એ લોકો મોટા ભાગે સાયન્સ લે.એટલે હોશિયાર સાયન્સ લે એના પછી જે મધ્યમ હોય એ લોકો કોમર્સ અને જે અમારે ત્યાં કેવાય એમ ડબ્બા એટલે કે ભણવા માં સાવ વિક હોય એ આર્ટસ માં જાય.
હું નાનપણ થી જ બધી વાત માં અવ્વલ રહી હતી એ ચાહે studys હોય કે જાહેર માં બોલવું કે પછી કોઈ બીજી પ્રવૃત્તિ. બધી જ વાત માં આગળ એટલે સાયન્સ લીધું અને હમેશા ની જેમ સાયન્સ માં સ્કૂલ ખુલે એના પેલા tuition ચાલુ થઇ જાય. એમ મારા પણ tuition નો પેલો દિવસ હતો મને એક ઉત્સાહ ની સાથે ભય પણ હતો કે હું આગળ કેવું કરીશ કેમ કે આપડે ત્યાં પેલા થી જ બાળક ને સાયન્સ કે બોર્ડ ભારે છે એમ એક અલગ જ લહેકા માં કેહવા
માં આવે જેમ નાનપણ માં આપણ ને કહેતા ને કે ત્યાં ના જતા. ત્યાં તો ભૂત છે તને મારી નાખશે અને આપણે બિવાઈ જતા એમ અહીં લોકો બોર્ડ ને અને સાયન્સ ને બધા ને કે સાયન્સ છે હો જોજે એમાં તો હોશિયાર હોશિયાર પણ fail થઈ જાય. આમ પેહલા થી આજુબાજુ ના મારા લોકો એ મને સમજાવેલું જેમ કે મારાથી સિનિયોર સ્ટુડન્ટ મારા સગાવાલા અને મારા એ મિત્રો જે આ ભણી ને કે સાંભળી ને આવેલા . મારો tuition માં પેહલો દિવસ હતો અને હું કંઈક આવા જ વિચારો સાથે એક અજાણી ફિલિંગ સાથે tuition માં પહોંચી.ત્યારે..... મને મારા ટીચર મળ્યા. જેમને મળી ને પેહલા તો મને જરાય ના ગમયું કેમકે બન્યું એવું કે મને યાદ છે કે હું થોડા વહેલા પહોંચી હતી એ દિવસે આમ તો મારી સમયસર પહોંચવાની આદત નહોતી અને હજી પણ નથી. હું ગમે તે કરું પણ મારે મોડું થઇ જ જાય. પણ એ દિવસે હું 5મિનિટ વહેલા પહોંચી ગઈ હતી. મારા ટીચર N.A પટેલ હતા. જે ખૂબ હોશિયાર હતા.આની જાણ મને એટલે હતી કે મારા મોટાભાઈ પણ તેમના જોડે જ ભણેલા અને હું પણ ભાઈ ને જ્યાં tuition મુક્યા એમ એમની પાછળ દરેક વખત ની જેમ ગઈ તથા મે આગળ ના મારા 9, 10 નો અભ્યાસ પણ એ જ કોચિંગ કલાસિસ માં લીધેલું. અને મને ત્યાં નું માહોલ ફાવી ગયેલ. આ આમ તો મારી પેહલી મુલાકાત નહોતી મેડમ જોડે પેહલા પણ હું એમને મળેલી કારણ કે એમનું જ ફેમિલી આ tuition ચલાવતું. અને મારી સામે એ આવ્યા અને મને કહ્યું કે......
આગળ આવતી વખતે part 2માં
તમને મારુ લખેલું થોડું પણ ગમ્યું હોય તો મને અવશય જણાવજો પ્લીઝ જેથી હું આગળ લખવાં નું એક સાહસ કરી શકું. ધન્યવાદ !