ચૈતન્ય સમાધિ પુર્ણ જાગૃતિ છે.તે પ્રેમ અને આનંદ થી પુર્ણ છે.
પ્રત્યાહાર એટલે શું??
પ્રતિ આહાર...
જેમ જીવન ના નિર્વાહ માટે અન્ન કે ભોજન છે. તેવી જ રીતે મન ના નિર્વાહ માટે વિચાર છે. મનમાં સંસ્કાર મુજબ સંકલ્પ ઊઠે છે. અને એ વિચાર ના તરંગો મન ને ગતિશીલ બનાવવા માં કારણભૂત છે. તમે સંકલ્પ વિકલ્પ જો ના કરો તો વિચાર
વિરમી જાય . અને વિચાર શૂન્ય , મન પોતાના ચૈતન્ય સ્વરૂપ માં સ્થિતિ પામે છે, એને જ સમાધિ કહેવામાં આવે છે.
પરંતુ સમાધિ પામવા નું લાડુ ખાવા જેટલું સહેલું નથી. તે માટે
તમારે રાજ્યોગ નું પ્રથમ પગથિયું પ્રત્યાહાર સિધ્ધ કરવો જ પડશે.બીજુ કંઈ કામ નહીં લાગે.
મનની એકાગ્રતા પ્રાણાયામ કરવાથી કે જપ કરવાથી કે પછી
બીજી કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો, એકાગ્રતા થાયછે.
પરંતુ એ ટકતી નથી. કારણ કે મન નો સ્વભાવ અતિ ચંચળ છે, ચંચળતા દુર કરવા માટે જ એક આસાન પર સ્થિર બેસવુ જોઈએ, પછી પ્રાણાયામ નો અભ્યાસ કરવો જોઈએ
આ બંધુ આપણે જાણીએ છીએ, પરંતુ છતાં સફળતા મળતી નથી, એવો ઘણા સાધકો નો અનુભવ છે.
સ્વયં અર્જુન નો પણ આજ પ્રશ્ન છે.
चंचल ही मन: कृष्ण, प्रमाथी बलवद्रढम् ।।
ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું: અભ્યાસ અને વૈરાગ્ય હોય તો મન કાબૂમાં આવી જાય છે. અહીં આપણે વૈરાગ્ય નહીં પરંતુ
અભ્યાસ દ્વારા પ્રત્યાહાર ની વાત કરવાની છે.
મન માં ઘણી બધી અતૃપ્તિ છે, હું કશુંક ખૂટતું લાગે છે , તે ની પુર્ણાહુતી માટે જ મન માં વિચાર સ્ફરણા થાય છે.
માટે સૌ પ્રથમવાર તમે જ નક્કી કરો કે એવી કોઈ ઈચ્છા કે વાત છે જે તમને વિચલિત કરી રહી છે.પછી મન ને સમજાવીએ કે આ ઈચ્છા પુર્ણ થાય પછી શું???
ઈચ્છા કદી પુર્ણ થતી નથી, સંસાર ની બધી સુખ સુવિધા સામગ્રી મળી જાય, તોપણ મન બીજે દોડશે જ. કારણ કે
એ પ્રાકૃતિક છે , માટે પ્રકૃતિ માં રહેવું સ્વભાવિક છે.તેથી
આપણે મન ને પ્રકૃતિ અને આત્મા ના ભેદ નું રહસ્યમય ચક્ર સમજાવવું પડશે તેનું નામ જ પ્રત્યાહાર છે.
હે મન!! તું જે વિચારો કરેછે, અને શબ્દ, સ્પર્શ રૂપ રસ ગંધ નો અનુભવ ઈન્દ્રિયો દ્વારા કરી રહ્યું છે, તે બધું જ પ્રકૃતિ માં છે નાશવંત છે, પરિવર્તનશીલ છે. માટે હવે તું તેની સચ્ચાઈ જાણી પોતાના નીજ સ્વરૂપ માં વિશ્રાંતિ લેહ સત્ય એજ છે કે હે મન તું ચૈતન્ય સ્વરૂપ છે, અને સંસાર નાશવંત છે.
મન જે જે ઈચ્છા નિમિત્તે વિચાર માં ભટકવા લાગે ત્યારે આત્મ અનાત્મ વિવેક દ્વારા મન ને આત્મચેતના માં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે, તેને પ્રત્યાહાર કહે છે.
ઘણી આધ્યાત્મિક સંસ્થાઓ ધ્યાન શીખવાડે છે.પરંતુ સાધકો સાધના ના માર્ગ માં આગળ વધી શકતાં નથી. કારણ કે તેમણે પ્રત્યાહાર વગર જ ધારણા અને ધ્યાન નો અભ્યાસ કર્યો છ.આ સીધી સાદી વાત ઘણી ગહન છે. જેણે પણ
યોગ દ્વારા ધ્યાન ધારણા કરી હશે તેને સમજાવી માં આવશે
પ્રત્યાહાર સિદ્ધિ માટે સતત અભ્યાસ, વૈરાગ્ય જોઈએ
મન ને ઈચ્છા મુક્ત બનાવવા નું શીખવું પડે.સંસાર કે
ગૃહસ્થી માં પણ આ શક્ય છે જ. તમારૂં નિત્ય નૈમિત્તિક આજીવિકા નું કર્મ કરવું જ જોઈએ પછી વધારાની ઈચ્છા તૃષ્ણા માં જોડાઈ જવું નહીં. બધું જ ઉપયોગી છે, માટે ઉપયોગ કરવાનો છે, ઉપભોગ નહીં. આ ફરક સમજાય તો પ્રત્યહાર સિદ્ધ થઈ જશે..ૐ
કલ્યાણમ્ અસ્તુ???ૐ શાંતિ ૐ આનંદ ૐ પ્રેમ ૐ દિવ્યતા ૐ
******😀😀****
હવે પછી ધારણા, ધ્યાન ને સમાધિ વિશે અષ્ટાંગ યોગ નો
છેલ્લો ચિંતન લેખ લખીશ..ૐ
******
સમાધિ ના બે પ્રકાર છે, સવિકલ્પ , નિર્વિકલ્પ
જેમાં વિકલ્પ છે તે સવિકલ્પ કે સંપ્રજ્ઞાન સમાધિ છે
તેમાં થી વ્યુત્થાન થાય છે. યોગી આત્મા ની અનુભૂતિ કરી ત્યાં થી પાછો ફરે છે.ફરી સંસાર સાથે જોડાય છે.
જ્યારે મનની એકાગ્રતા થાય ત્યારે સંપ્રજ્ઞાન જ સવિકલ્પ
સમાધિ શક્ય બને છે. અહીં મન નો અંશતઃ લય થાય છે
સંસ્કારો બળી જતાં નથી. અહં અસ્મિ, હું છું થાય છે, માટે
તેને અસ્મિતા સમાધિ કહેવામાં આવે છે.
નિર્વિકલ્પ સમાધિ
પુર્ણ જાગૃતિ ની અવસ્થા એ નિર્વિકલ્પ સમાધિ છે.
અહીં જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય એક થાય છે. અસંપ્રજ્ઞાત સમાધિ
કહેવાય છે.જ્યારે પુર્ણ મન નિરોધ થશે ત્યારે આ શક્ય છે
આ નિર્બીજ સમાધિ છે જ્યાં માનસિક વ્યવહાર ની પુર્ણાહુતી થાય છે. તેથી પુનર્જન્મ થતો નથી. યોગ અગ્નિ થીકર્મો બળીને ખાક થઇ જાય છે.તેને મોક્ષ કહેછે.
નિર્વિકલ્પતા પ્રાપ્ત કરવા પ્રબળ વૈરાગ્ય જોઈએ.અહી યોગી
પ્રકૃતિ ની અસર થી સંપુર્ણ છુટો પડે છે. મન બુધ્ધિ અને
ઈન્દ્રિયો નો વ્યવહાર તદ્દન સ્થગિત થાય છે. તે સર્વજ્ઞ બનેછે
કાળ અને સ્થળ થી ઉપર છે. કર્મબીજ બળી જાય છે
તરંગ રહિત શાંત અવસ્થા પ્રાપ્ત થાય છે.
અહંકાર ના બીજવાળી ચિત્ત ની સ્થિતિ અસ્મિતા કહ્યું છે.
સાત્વિક ચિત્ત કે મહત ત્યાં રહેતા , તમોગુણ ના અંશની
અજ્ઞાન પુર્ણ અસર ને કારણે પુરુષ અને ચિત્ત એક જ ભાસે
છે.તેને પરિણામે અસ્મિતા નામ કે કલેશ જન્મે છે.
પુરૂષ અને ચિત્ત નું વિવેકપૂર્ણ નું જ્ઞાન વિવેક ખ્યાતિ કહેવાય છે.દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચે નો ભેદ પારખવો તે વિવેક કહેવાય
શરીર મન બુદ્ધિ ઈન્દ્રિયો થી અલગ છું , એવું અપરોક્ષજ્ઞાન
વિવેક ખ્યાતિ છે ચિત્તનું સર્વોચ્ચ સાત્વિક રૂપાંતર વિવેકખ્યાતિ છે
સમાધિ ની સાધના ચિત્ત શુદ્ધિ વગર થતી નથી. સાધક નિષ્કામ નિર્લેપભાવે અનાસક્તિ પુર્ણ જીવન જીવતો થાય , અને પ્રબળ વૈરાગ્ય હોય તોજ સમાધિ માં પ્રવેશ થાય છે.
સમાધિ માં આત્મા ની અપરોક્ષ અનુભૂતિ થાય છે, અને જીવભાવથી મુક્ત થઈ પુર્ણ ચૈતન્ય માં પ્રતિષ્ઠિત થયા છે.
આજ મુક્તિ છે, જે જીવતા જ અનુભૂતિ કરવાની હોય છે.
******😂😂******