પિતા એટલે સૂર્ય.સૂર્ય તપે ખરો પણ તેના વગર ચાલે નહિ જેમ સતત સાત – આઠ દિવસ સુધી વરસાદ પડે અને પછી એવું લાગે કે હવે એક દિવસ સૂર્ય નીકળે તો સારું તેમ જીવનમાં પિતાનું હોવું ખુબ જ જરૂરી છે. સૂર્ય તપશે ખરી પણ તે ના હોય તો પૃથ્વી સાવ વેરાન ભટ બની જાય છે. સૂર્ય વગર તમે જીવ માત્રની વાત તો દુર રહી પણ પૃથ્વીની પણ કલ્પના ના કરી શકો. ત્યારે હરેકના જીવનમાં પિતાનું કેટલું મહત્વ રહેલું છે તે કોઈને સમજાવવાની જરૂર મને નથી લગતી. અને ધોળા દિવસે મારી જેમ જેણે સૂર્ય નો પ્રકાશ ગુમાવી દીધો છે તેનાથી વધારે પિતા વિશે કોણ વધારે તમને કહી શકે. કારણ કે પિતાના જવાથી વ્યક્તિના જીવનમાં કાયમી અંધારું થઈ જતું હોય છે અને પછી નું જીવન ચાંદાના અજવાળે વિતાવવાનું હોય છે. જેમાં પંદર દિવસ અંધારું અને પંદર દિવસ અજવાળું હોય છે..‼ ગમે તેમ કરી લો પણ પિતાનું વહાલ તમને ક્યારેય કોઈ ના આપી શકે તેણી ઉણપ જે વ્યક્તિએ ગુમાવી છે તેને તો રહે પણ આવનારી તેની પેઢી પણ એ દાદાના વાત્સલ્ય થી વંચિત રહે. જેમ કાચા મકાનમાં મોભનું લાકડું અને પાકા મકાનમાં બિંબ તૂટી જાય અને ઘરની જે હાલત થાય છે તેવિ હાલત ઘરના બાકીના સભ્યોની થાય છે.
જીવનમાં મારી દ્રષ્ટીએ પિતાની છત્ર છાયા ગુમાવી દિધી છે તે વ્યક્તિએ જીવનમાં ઘણું બધું ગુમાવી દીધું છે. આપણી સામાજીક જવાબદારી નિભાવવા અને સમાજના બધા પ્રસંગમાં હાજર રહેવા છતા બધા લોકોના કામ કરવા છતાં પોતાનું મન અને ઈચ્છા મારીને જીવવા છતાં લોકોને ઓછું આવે છે..‼ હંમેશા બધું જ જતું કરવા છતાં લોકો અને સમાજને સારું નથી લાગતું..! જો તમે સામો જવાબ પણ આપો તો એવું જ કહે કે હવે આને કોણ કહેવા વાળું છે હવે..‼ એટલે મુંગા મોઢે આ સમાજની સાચી કે ખોટી વાતો સાંભળવાની. જીવનમાં તે વ્યક્તિ ગમે તે જગ્યાએ પહોચશે તો પણ તેની ખોટ ક્યારેય કોઈ પૂરી ના જ કરી શકે. અને જો મારી જેમ અણધારી એવી વિકટ પરિસ્તિતિ આવી પડે તો શું કરવું અને શું ના કરવું તે જ ખબર ના પડે. તમે તમારો વિશ્વાસ ગુમાવી દો છો. જીવનમાં તમે કેટલા પાછળ જતા રહો છો તેની તમે કલ્પના પણ ના કરી શકો. પિતાને ગુમાવ્યા પછી વ્યક્તિ ખુલીને જીવી શકતો નથી. વ્યક્તિ ખોટો હોય ત્યારે તો સાંભળવાનું હોય પણ સાચો હોય ત્યારે પણ સાંભળવું જ પડે છે. વ્યક્તિની હાલત મંદિરના બેલ જેવી થઈ જાય છે ગમે તે વગાડીને જતું રહે છે. પિતાના જતા રહ્યા પછી સાચે જ તમને ખબર પડે કે જીવન કેટલું સંઘર્ષમય હોય છે જે પિતાએ ક્યારેય કહ્યું તો નથી પણ ક્યારેય તેના ચેહરા પરથી ખબર પણ નથી પડતી. ગમે તેવી વિકટ પરીસ્તિતીઓમાં ક્યારેય ગમે તેવું થાય હંમેશા હસતો ચેહરો રાખ્યો છે તેને ખબર છે જો હું પડી ભાંગીશ તો મારો સમગ્ર પરિવાર પણ પડી ભાંગશે. તેથી તે પિતા ક્યારેય રડતા પણ નથી.
પિતા એવા વ્યક્તિ છે જે જીવનમાં પોતાના બાળક માટે કઈ પણ જોતા નથી પોતે વસ્તુ વગરના રહેશે પણ પોતાના બાળકને ક્યારેય ના નહિ પાડે. એણે હંમેશા ધ્યાન જ રાખ્યું હોય છે કે મારા બાળકને ક્યાં સમયે શું જરૂરી છે કઈ ઉણપ ના રહી જાય. બાળક મોટું થાય એટલે તેની સાથે મિત્ર જેમ રહે છે. દાદા બંને એટલે બાળક સાથે બાળક બનીને રહે છે
જીવનમાં યુવા મિત્રો જયારે ફાધર ડે ..ઉજવે છે ત્યારે ખાલી સ્ટેટ્સ મુકવા માટે નહિ પણ મારી જેમ કોઈએ પિતાના વાત્સલ્યને ગુમાવ્યું હોય તેની સાથે ૧ કલાક બેસી ને તેને પૂછજો કે જીવનમાં પિતા ગુમાવ્યા પછી કેટકેટલી અને કેવીકેવી તકલીફો પડે છે અને પછી તમારો જો ફાધર ડે ઉજવશો તો તમારું જીવન સાર્થક થઈ જશે. કારણ કે જીવનમાં તમે પૈસાથી બધું જ ખરીદી શકો પણ ક્યારેય માતા –પિતાનો પ્રેમ ના ખરીદી શકો. જીવનમ જલ્સા તો પિતાના પૈસે જ થાય બાકી આપણા પૈસે તો જરૂરિયાત જ પૂરી થતી હોય છે.
પિતા એટલે પોતે મંદિરે દર્શન કરે પણ પોતાના બાળકને ખભા પર બેસાડીને ભાગવનના દર્શન કરાવે ત્યારે આપણને ખબર ના હોય કે ભગવાન અત્યારે ભગવાનના દર્શેન કરવી રહ્યા છે જીવનમાં મને તો મોડું સમજાયું કે ઈશ્વરના દર્શેન કરાવવા માટે જેના ખભા પર હું બેઠો હતો તે તો ભગવાનથી પણ વધારે હતા મારા માટે . કારણ કે ભગવાન તો સુખ અને દુઃખ બંને આપે પણ આપે તો મને જીવનમાં હંમેશા સુખ જ આપ્યું છે તો આપ મારા માટે ભગવાનથી પણ મહાન છો. જીવનમાં પિતા એક જ વ્યક્તિ એવા હોય છે જે ઈચ્છતા હોય છે કે તેનું બાળક તેનાથી વધારે આગળ અને હોશિયાર હોય. હું મારા પિતા સાથે જીગરી મિત્ર બનીને રહયો છું એ સમયને મે મન ભરીને પીધો છે.
પિતા વગરનું જીવન એટલે મારી દ્રષ્ટીએ વાડ વગરનું ખેતર જેમાં ગમે ત્યારે પશુ ચરી જાય અને ચરે નહિ એટલું પાકને નુકશાન કરતા જાય એમ જીવનમાં પણ આવું જ હોય છે. જ્યાં સુધી તમારા જીવનમાં તમારા પિતા છે ત્યાં સુધી કોઈ તમને કહી જઈ જ ના શકે. પોતાનું બાળક કેમ આગળ આવે ..? કેમ પોતાના પગપર ઉભું રહે..? કેમ ઘરની જવાબદારી નિભાવે તે સઘળી જવાબદારી સાથે એક ઉમરે બાળક સાથે મિત્ર બનીને સમજાવતી વ્યક્તિ એટલે પિતા. તમારા જીવનમાં તમારા પિતા હોય એટલે તમે જંગ જીતી જશો. જીવનને માણી શકશો.,જીવન તમને અમૃત જેવું લાગશે. તમારા ઘરમાં પિતા હોય તો તમને ખબર નથી કે જીવતા જાગતા ઈશ્વર તમારી સાથે તમારા ઘરમાં રહે છે.
મને મારા પિતાએ પોતાની સાથે હંમેશા મિત્રની જેમ રાખ્યો છે. પ્રેમ અને વિશ્વાસ કરતા શીખવ્યું છે તે હતા ત્યાં સુધી કોઈ મને કહેવાની હિમંત ના કરતુ કારણ કે હંમેશા તેણે મને વ્યક્તિ અને વ્યક્તિની પરિસ્તિતિ જોતા શીખવ્યું છે. વ્યક્તિને મદદરૂપ થતા અને કોઈની સારી વાતની જાહેરાત કરતા અને કોઈની દુઃખદ વાત ઘરે પણ નહિ કહેવી તેવું શીખવ્યું છે. અને તેમની ખાસ અને વિશેષ વાત એ હતી કે ઇલેક્ટ્રિક નું મહેનત વાળું કામ કરવા છતાં પોતાના જીવનમાં ક્યારેય મે તેના ચેહરા પર નિરાશ કે હતાશા નથી જોઈ કે હું કંટાળી ગયો છું આજે કે થાકી ગયો છું તેવું નથી સાંભળ્યું અને મારા ગમામમાં પણ બધા મુકેશ એટલે હસતો ચેહરો એવું જ કહે છે અને તેથી જ પિતા હતા ત્યારે જે મારા જીવનમાં વસંત ખીલેલી રહેતી તે કદાચ હવે હું ગમે એટલો મોટો થાવ હવે એ વસંત ફરીવાર મારા જીવનમાં ના જ ખીલે . મને અત્યારે એવું લાગી રહ્યું છે કે હું મારું માન –સન્માન – સ્વમાન મારા પિતાના ગયા પછી ભૂલી જ ગયો છું. હું અત્યારે જીંદગી જીવતો નથી પણ પસાર કરું છુ. જીવનને માણી નથી શકતો આનંદ લઈ નથી શકતો. એટલે મને મારી જીદગીમાં એવું ક્યારેય નહિ રહે કે હું મારા પિતા સાથે ના રહયો આ જીવનમાં એ ભારોભાર અફસોસ થશે કે ઈશ્વરે મને ઈશ્વર સાથે રહેવાનો માત્ર આટલી જ તક આપી…‼ આજે મારી જિંદગીનો સૂર્ય જેઠ મહિનાની બળબળતી બપોરે ધોળા દિવસે આથમી ગયો તેને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. છતાં પણ હજુ મન માનતું નથી કે તે મારી સાથે નથી અને હું આજે પણ ચાંદની રોશનીના આધારે મારું જીવન જીવી રહયો છુ..‼
મારા ભૂલોકના દેવ – મારા પરમ અને સ્નેહીમિત્ર – મારા જીવનના પથદર્શક - મારા પ્રથમ ગુરૂ - મારા વિશ્વાસને પાંચમી પૂર્ણતિથીએ શબ્દરૂપી પુષ્પાંજલિ સાથે જ શત શત વંદન.
મિલન મહેતા - બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૪૨ .