sprrow in Gujarati Motivational Stories by Kishan Bhatti books and stories PDF | ચકલીની વેદના

Featured Books
Categories
Share

ચકલીની વેદના

માણસ ના મૃત્યુ સમયે બધા ભેગા થઈ ને માણસને અગ્નિ દાહ આપે છે જ્યારે પૃથ્વી પરના બીજા જીવો માટે આવી વ્યવસ્થા નથી આજે મેં એક ચકલીના બચ્ચા નું મૃત્યુ જોયું .આપણી જેમ ચકલીના બંચ્ચાં ના માં બાપ બોવ જ આક્રંન્દ સાથે ચીસો પડી રહ્યા હતા. બચ્ચાનું કાઈ કસૂર ના હતો બસ કસૂર એટલો જ હતો કે તેને હજી પાંખો અહીં ના હતી તે ઉડી ના શકતું હતું .તે માણસ ની જેમ બોલી ના શકતું હતું કે મને ભૂખ લાગી છે .તે બોલી ના શકતું હતું કે મને તરસ લાગી છે મને કોઈ પાણી આપો તેનું મૃત્યુ સવારે વહેલા તેના માળા માંથી પડી જવાથી થયું તેને ખબર ના હતી કે હું માળા માંથી બહાર નિકલીશ તો મારું મૃત્યુ થવાનું છે .આજે સવારે જ્યારે જમીન પર પડેલું જોવા મળ્યું ત્યારે તેના માં બાપ અને બીજા ઘણા સંબંધી બોવ જ ઉંચા આક્રંદ સાથે ચીસો પાડીને રડી રહ્યા હતા .તેની આંખોમાંથી આસુ વહેતા હતા પણ કોણ જોવે તેની આંખો ના આંસુ ? કોણ લૂછે તેની આંખો ના આંસુ? થોડીવાર બહુ જ બધા સગા સંબંધી રડ્યા અને તેના માં બાપ ને સાંત્વના આપતા રહ્યા પણ જેને પોતાનું ગુમાયું જોય તેને ખબર હોય તે ભલે ને પછી નાનું બાળ કેમ ના હોય માં અને બાપને પેટમાં તો બલવાનું જ પણ કોઈ તેની વેદના સમજી શકતું નથી .તેને કૌણ દફનાવા જશે અથવા તેની અર્થી કોણ ઉપાડશે.તેને અગ્નિદાહ કોણ આપસે ? બધા સવાલ ના જવાબ કોઈ પાસે નથી મારી પાસે પણ નથી સુ આ તેની જિંદગી છે કે મરી જાય પછી તેને કીડા મંકોડા ખાય સુ તેનો આજ અંજામ છે ? સુ તેની આજ પરિસ્થિતિ છે ? કેવા તેના કરમ હશે કે તેને આવી રીતે મરવું પડ્યું ના કોઈ તેને અગ્નિદાહ દેવા વાળું પણ ના મળ્યું ???સુ વાંક હતો તે બચ્ચા નો ?હજી પૃથ્વી પર જન્મ લીધો તેને પણ બોવ જાજો સમય નોટો થયો થયા હશે પાંચ થી છ દિવસ શુ તેને એવો કયો ગુનો કર્યો હતો કે તેને આવી રીતે સુસાઈડ કરવું પડ્યું .સુ આ લોકો ને પણ તેના જીવનમાં જેમ માણસને પ્રોબેલ્મ છે તેવા જ છે .શુ તેને લોકોને પણ તકલીફ પડે છે ? શું તે લોકો પણ માણસની જેમ ભૂખે મરે છે ? શુ તે લોકો પણ ખાવા માટે આમતેમ ભટકવું પડે છે ? શું તેને પણ દર દરની ઠોકરો ખાવી પડે છે ? શું તેનું આ દુનિયા માં કોઈ નથી ? શુ ભગવાને આટલા નાના બાળને કેમ મારી શકે ? ભગવાન તું એટલો નિષ્ઠુર હૃદયનો ક્યારનો થઈ ગયો ભગવાન ? કે તારે આટલા નાના બાળનો જીવ લેવો પડ્યો ? તે આ પૃથ્વી પર તેને જન્મ જ સા માટે આપ્યો તારે તેને તારી પાસે જ લઇ લેવો હતો તો ? શું ભૂલ હતી તે નાના બાળની? શુ ભૂલ હતી તે નાના બાળની કે તેને ઉપર થી નીચે પાડવા મજબૂર કર્યું તે ભગવાન ? સુ તું આટલો બધો હૃદય વિનાનો છે ભગવાન ? એક નાના એવા ચકલીના બચાની સુ જરૂર પડી તારે ? સુ પાપ કર્યું હતું તે બચ્ચાએ ? કે તેને આટલી મોટી સજા મળી કોઈ જવાબ છે ભગવાન તારી પાસે ? કે પછી રોજ ના જે લોકો તારી પાસે આવવા જોઈએ તે આવતા નથી એટલે તું હવે પશુ અને પંખીને આવી રીતે તારી પાસે બોલાવી લે છે ? શુ કરણ છે તે જણાવજો ભગવાન ?