duniyani southi mahan shodh in Gujarati Motivational Stories by Vivek Vaghasiya books and stories PDF | દુનિયાની સૌથી મહાન શોધ

Featured Books
Categories
Share

દુનિયાની સૌથી મહાન શોધ

અત્યારે માનવીએ કોઈના વિચાર તથા કલ્પના માં પણ ન આવે તેવી અનેકવિધ શોધો કરીને વ્યક્તિના ભોગવિલાસ ને અલગ જ ટોચ પર મૂકી દીધું છે. તથા એવી પણ ઘણી શોધ થયેલી છે, કે દેશ અલગ જ ખુમારી અને સ્વમાનની લાગણી અનુભવતો હોય છે.અત્યારે તો સવાર પડેને માનવી એવી અનેકવિધ શોધો રૂપે પોતાની અલગ જ પહેચાન ઉભી કરી લેતો હોય છે અને સાથે સાથે જગતના ભોગવિલાસના બારણાં ખોલતો જતો હોય છે.

જે ભૂતકાળમાં નામુમકીન લાગતું હતું તે કાર્યને પણ માનવીએ પાર પાડી દીધું છે, જેમકે 249 લાખ માઈલ દૂર ચંદ્રની ધરતી ઉપર પોતાના જ ચરણકમળો ને પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. તેના આ અથાગ પ્રયત્ન અને કાર્ય સૂઝથી ત્યાં જીવન હોવાની સંભાવના આજે જીવંત છે, પૃથ્વીથી દૂર એ શૂન્યાવકાશમાં પ્રયોગ શાળા સ્થાપી અવકાશ ને લગતા અવનવા સંશોધનો કરી રહ્યા છે, તથા આજે જે એક જ માનવીની દેન નથી એવી સૌથી મૂલ્યવાન અને દુર્લભ તે કીમતી માનવ શરીર જેને બનાવવા માટે પણ પોતાની કોઠાસૂઝ ને ખૂબ જ આગળ દોડાવી મૂક્યો છે તથા એ શરીરના મુખ્ય ઘટકો જેવાકે ફેફસા, કિડની લોહી,સ્નાયુ, હાડકા, તેના પણ કૃત્રિમ વર્જનો બનાવી ચુક્યો છે, શૂન્યઅવકાશ રૂપે ટ્રેનથી હજારો માઈલ મિનિટોમાં જ મુસાફરી કરી રહ્યો છે, આ જોતાં તો એવું લાગી રહ્યું છે કે માનવીએ ટેકનોલોજી પોતાની મુઠ્ઠીમાં કરી રાખી છે.

તથા એવા પણ ઘણા સંશોધનનો રૂપે વ્યક્તિઓ વચ્ચે ભયનો માહોલ ઉભો કરવામાં પણ સફળતા મેળવી છે, અકલ્પનીય ખતરનાક ઉપકરણો જેવાકે મિસાઈલો, જૈવિક હથિયારો, અત્યાધુનિક ફાઇટર પ્લેન, સબમરીનો, વગેરે વગેરે જેના એક એક અણુંમાં અકલ્પનીય શક્તિ રહેલી છે જે એક ચૂટકી ભરમાં લાખો કરોડો નો કચ્ચરઘાણ કાઢી નાખવા માટે સક્ષમ છે.

આ બધું જોતા શું લાગી રહ્યું છે કે આ ખોજરૂપી માનવી સવળી દિશામાં પોતાની દોડ લગાવી રહ્યો છે!?

જેમ સૌથી ઉત્તમ જ્ઞાન આત્મજ્ઞાન છે,
જેમ સૌથી ઉત્તમ સુખ આંતર સુખ છે,
જેમ સૌથી ઉત્તમ સંગાથ સ્વસંગાથ છે,
જેમ સૌથી ઉત્તમ કલ્યાણ આત્મકલ્યાણ છે,
જેમ ઉત્તમ નિષ્ઠા એ આત્મનિષ્ઠા છે,
જેમ ઉત્તમ ધર્મ એ આત્મધર્મ છે,
જેમ ઉત્તમ વિશ્વાસ એ આત્મવિશ્વાસ છે,
તેવી જ રીતે કહી શકાય કે,

જો કોઈ ઉત્તમમાં ઉત્તમ ખોજ હોય તો તે સ્વ ખોજ છે, આંતર આત્માની ખોજ છે.



વ્યક્તિ ક્યારેક પોતાની નવરાશ ના સમયમાં તથા ખુલ્લા સૌંદર્યને માણતા માણતા તથા અગાસી પર રાત્રે ખુલ્લા આકાશ નીચે સુતા સુતા પોતાના મન સાથે કંઈક ને કંઈક બણગા ફૂંકતા જ હોય છે. તે પછી તેના કામના હોય કે ન કામ ના હોય તે તો તેનો દીલ જ જાણે! પરંતુ એ તો વિચાર્યા જ કરતો હોય છે. પરંતુ ક્યારેય પોતાના અંતરાત્માના સ્વ-ખોજ રૂપે તો સવાલ કર્યા જ નહીં હોય!!! એ તો સો ટકાની વાત છે!

ક્યારેક નવરાશની પળોમાં આ સવાલો પણ પૂછી જોજો જેથી કંઈક સુધારો હોય તો ખ્યાલ આવે બાકી જે પેટમાંથી જ બધું શીખીને આવ્યા છે તેને તો આપણે કંઈ કહી શકાતું નથી🙂🙂🙂!

" કે મારે શું કરવાનું હતું અને હું શું કરી રહ્યો છું? "

" મારો ગોલ શું હતો? એ ગોલની પૂર્તિ માટે મેં શું કર્યું? અને હવે શું કરવાનું બાકી છે?"

" શું મારા જીવનની પ્રગતિની દિશા સાચી છે? "

" શું હું જે ખરેખર છું એ જ છું કે ખોટો ડોહળાવ કરી રહ્યો છું? "

" શું હું એ મારા બાહ્ય દેખાવ પર જ રચ્યોપચ્યો રહું છું?"

" મારામાં જે સારા ગુણો છે તેને ચાહવા વાળા પણ આ દુનિયામાં છે! તો તેના પ્રત્યે મારો કેવો વ્યવહાર અને લાગણી છે? "

" મારો અંતરમાં મને કંઈક કહે છે અને હું કંઈક અલગ દિશામાં જઈ રહ્યો છું? "

" શું હું મારા અંતરાત્માની ઈચ્છા ને દબાવી રહ્યો છું? "

" શું હું મારી અંતરાત્મા સાથે દગો કરી રહ્યો છું? "

" હું જે ખરેખર છું એને ચાહું છું? મને જે મારા પ્રત્યે જ ધૃણાનો અને નફરતનો જે ભાગ છે તે શા માટે છે? અને તેને નાબૂદ ક્યારે કરીશ?"

" શું તું મારી સ્વમાનની ભાવના ને જાળવી રહ્યો છું? "

" શું હું અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યો છું? "

" શું મારામાં કોઈ ખરાબ વિકારો ઘર કરી ગયા છે? હું શું કરું તેથી તે ટળી જાય?


જેમ ડોક્ટર કોઈપણ રોગનું સાચું નિદાન કરી તેને નાબૂદ કરવા માટે દવા અથવા ઓપરેશનની સલાહ આપતા હોય છે. તે ત્યારે શક્ય બન્યું જ્યારે ડોક્ટર દ્વારા એ રોગનું મૂળ શોધી શકાયું અને નિદાન થઈ શક્યું. તેવી જ રીતે વ્યક્તિના અંતરમાં જે ખાલીપારૂપી નિરાશા અને હતાશા તેને જળમૂળમાંથી નાબૂદ કરવા માટેનો એક જ ઈલાજ છે આત્મખોજરૂપી સ્વ ખોજ. જેની ક્રિયા માનવી થોડા સમય એકાંતમાં રહીને કરી શકે છે.


તે ક્રિયા પછી જે સાચા સુખ અને આનંદની અનુભૂતિ થાય છે તે કલ્પના બહારની વસ્તુ છે. જેની અનુભૂતિ અષ્ટાંગ સિદ્ધ યોગીઓ તથા બ્રહ્મની સિદ્ધિને પામી ગયેલા સદગુરુને થતી હોય છે તથા એ ક્રિયા ને સિદ્ધ કરનારા તેની અનુભૂતિને સહેજે માણતા હોય છે.



તો દરેક માનવીરૂપી એ ખોજ શક્ય છે- "આત્મખોજ"