“કાકા માન્યું કે અમે ગામના લોકોને, ઘરના લોકોને ખૂબ જ હેરાન કર્યા છે.તે રાત્રે શાળાએ આવીને પણ અમે ખૂબ ખરાબ વર્તન કર્યું.નશો કરવો, મારમારી,કોઈને વગર કારણે પરેશાન કરવા તે બધા અમારા જ કામ છે.પણ આજે ખબર પડી કે જે ગુનો અમે કર્યો જ નથી તેની સજા પણ અમને ભૂતકાળમાં લોકોને પરેશાન કરવા બદલ મળી રહી છે.પણ અમારો વિશ્વાસ કરો અમે આ ગુનો નથી કર્યો. હા, ચોક્કસ અમે અમારા અપમાનનો બદલો લેવાનું વિચારી રહ્યા હતા પણ અમે કોઈનું ખૂન અને બળાત્કાર કરવા જેવો ખરાબ ગુનો ક્યારેય પણ ન કરી શકીએ.”વીર.
“તું જ મળ્યો હતો ને નશાની હાલતમાં તે જ સવારે ખેતરમાથી?”રમેશભાઈ.
“હા પણ તેનાથી આ સાબિત તો નથી થતું ને કે આ ગુનો અમે જ કર્યો છે? વિવેક ગામનો છોકરો હતો અને સ્નેહા ગામની દીકરી.તે નાતે તે અમારા ભાઈ-બહેન થયા.ગામની દીકરી મતલબ અમારી બહેન થઈ.ભલે અમે સ્ત્રીઓને પરેશાન કરતાં પણ તેમની ઇજ્જત પર ક્યારેય ગંદી નજર નથી નાંખી.અમારો વિશ્વાસ કરો.”નયન.
“અચ્છા હવે તે બંને તમારા ભાઈ-બહેન પણ બની ગયા? તું ભાઈ-બહેનની વાત કરે છે?તે તો તારા સગા બાપને દગો દીધો છે.તું તો મારી પાસે વિશ્વાસની વાત નહીં જ કર.”રમેશભાઈ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા જાય છે.
****************************
વિરેન પૉલિશ-સ્ટેશનથી સીધો સ્નેહાને મળવા માટે હોસ્પિટલે જાય છે.ત્યાંના પૉલિશ સિક્યુરિટી જે સ્નેહાનું ધ્યાન રાખવામા હોય તે સ્નેહાને મળવા નથી આપતા.પછી પોલીશે સ્ટેશન પર આ ગુનાની દેખરેખના પોલિશને ફોન કર્યો અને કોઈ વિરેન નામનો છોકરો સ્નેહાને મળવા માંગે છે તેમ જણાવ્યુ હતું. પોલિશને રમેશભાઈએ વિરેન પર શક હોવાના આધાર પર વિરેનને સ્નેહા સાથે મળવા દેવા કહ્યું અને છૂપી રીતે તેમની વાત સાંભળવા કહ્યું.જેથી વિરેનના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણવા મળે.
વિરેન સ્નેહાને મળવા રૂમમાં ગયો.સ્નેહા કઈ ન બોલી શકવાની સ્થિતિમાં હતી.સ્નેહની આ હાલત જોઈ વિરેનની આંખમાંથી આંશું વહી ગયા.તેની પ્રેમિકા જેને તે ખૂબ ચાહતો તે છોકરી સ્નેહાને તે આમ આ હાલતમાં જોશે તેવો તેને સપનામાં પણ વિચાર નહોતો.હજુ આ બધુ થયું તે રાત્રે જ તો તે સ્નેહાને મળવા માટે આવ્યો હતો.સ્નેહાનું ઘર પણ દૂર નહોતું તો શું થયું હતું વિરેનના મામાની વાડી અને સ્નેહાના ઘર સુધીમાં જેના લીધે સ્નેહાની આ હાલત થઈ હતી?...વિરેન વિચારી રહ્યો પણ તેને કઈ સમજમા નહોતું આવતું.તે લગભગ અડધી કલાકથી આમ જ સ્નેહનો હાથ પકડી બેસી રહ્યો.જ્યારે પણ સ્નેહા કોઈ વાતને લઈને દુખી હોય ત્યારે તે આમ જ વિરેનનો હાથ પકડી બેસી રહેતો.પણ આજ..દિવસ જ કઈક અલગ હતો.તેનાથી સ્નેહાની આ હાલત ન જોવાતા તે ત્યાથી નીકળી ગયો.
*********************
સ્નેહના મમ્મી-પપ્પા પોતાની દીકરીના દુખ વચ્ચે વિવેકના મૃત્યુનું દુખ ભૂલી જ ગયા હતા.તેમને લાગ્યું કે જેટલા દુખી તે લોકો છે તેનાથી વધારે તો વિવેકના મમ્મી-પપ્પા હશે.તેમણે તો પોતાનો દીકરો ખોયો છે.તે બંને રમેશભાઈને ત્યાં બેસવા માટે જાય છે.
“અરે આવો સુરેશભાઇ..હું તમારે ત્યાં જ આવવાનો હતો.સારું થયું તમે જ અહી આવી ગયા.”રમેશભાઈ.
“દીકરીના દુખ વચ્ચે અમે તો ભૂલી જ ગયા હતા કે તમે પણ દીકરો ખોયો છે.ખબર નહીં કોને આ કુબુધ્ધિ સૂજી કે બંને બાળકોની આ હાલત કરી છે?”સુરેશભાઇ રડવા જેવા થઈ ગયા.
“વિવેક તો કેટલો ડાહ્યો દીકરો હતો.તે છોકરાએ કોઈનું શું બગાડ્યું હતું તે તેને આવી ક્રૂર મોત મળી?માન્યું કે હવશખોર લોકો આ દુનિયામાં ખૂબ છે.પણ જે હાલત સ્નેહાની થઈ તે પછી મને હવે નથી લાગતું કે સ્નેહા હવે પાછી..સાજી થાય.”સ્નેહના મમ્મી વિજયાબહેન આંખમાંથી આંશું વહી ગયા.
“વિધિ પણ તે દિવસથી સાવ ગુમસુમ થઈ ગઈ છે.મને તો તેવો ડર લાગે છે કે તેને કઈક થઈ ન જાય.કઈ બોલતી જ નથી.કોઈ હાવભાવ તેના ચહેરા પર પ્રગટ જ નથી થતાં.વિવેકને સ્મશાન લઈ જતાં હતા ત્યારે બધાની આંખમાં આંશું હતા પણ બિચારી ભાઈની હત્યાના દુખમાં એટલી તે દુખી છે..જોવો ત્યાં ખૂણામાં જ દિવસ-રાત બેઠી રહે છે.”રેખાબહેન.
“ઘડીભરમાં જ મારા હસતાં-બોલતા પરિવારને વેર-વિખેર કરી નાખ્યો.”રમેશભાઈ.
“તમે કોઈ વાત કરવા માટે મારા ઘરે આવવાના હતા ને?”સુરેશભાઇ.
ત્યાં જ વિરેન રમેશભાઈને ત્યાં હાજર થાય છે.
“મને સ્નેહા અને વિવેકના સમાચાર મળ્યા.હું સ્નેહાને ઘરે ગયો હતો ત્યાં ખબર પડી કે બધા અહી જ છે તો હું અહી આવી ગયો.વિવેક મારા બાળપણનો મિત્ર છે માટે મને બંને માટે ખૂબ જ દુખ થાય છે.ખબર નહીં આવા લોકોને મળતું શું હશે આ બધુ કરીને? ગામના લોકોનો શક પેલા પાંચ છોકરાઓ ઉપર છે તે પણ જાણવા મળ્યું.”વિરેન.
“હા અને તું તો તેવો ભોળો બને છે જાણે તે કઈ કર્યું જ નથી?”રમેશભાઈ.
“આ તમે શું બોલો છો અંકલ?”વિરેન.
“હા મને લાગે છે આ ગુનામાં તું પણ સામેલ છો.તું જ મળવા ગયો હતો ને પેલા છોકરાઓને પોલીસ-સ્ટેશન પર અને પછી હોસ્પિટલ પર સ્નેહાને?”રમેશભાઈ.
“હા હું ગયો હતો પણ તમને આ બધી કેમ ખબર?”વિરેન.
“આ બધુ શું ચાલી રહ્યું છે કોઈ મને સમજાવશે?”સુરેશભાઇ.
“હું કહું છું બધુ. પહેલા વિરેન પૉલિશ-સ્ટેશન અને પછી સ્નેહા પાસે ગયો.પૉલિશ-સ્ટેશન પર તો કોઈ આવી ગયું હોવાથી પૉલિશને હાથ કોઈ સાબિતી નથી લાગી અને આખરી સાબિતી પણ હટાવી દેવા તે હોસ્પિટલ ગયો.ત્યાં પણ પૉલિશ હોવાથી વિરેને પોતાનો ગુનેગાર ન સાબિત થાય માટે તેણે રીત અજમાવી.તેણે સ્નેહા સામે પ્રેમ ભરી વાતો અને ખોટા અશ્રુઓ વહેવડાવવાના ચાલુ કર્યા.જેથી પૉલિશને થાય કે ગુનેગારો માત્ર પેલા પાંચ લોકો જ છે.પણ હકીકતમાં છઠ્ઠો ગુનેગાર વિરેન છે.”રમેશભાઈ.
વિધિએ પહેલી વખત ફરીને વિરેન સામે જોયું.
“હા હું માનું છું કે રમેશ અંકલ કહે છે તે બધુ છે પણ તે અર્ધ-સત્ય છે.”વિરેન.
“ના હું માની જ ન શકું.મને તો તે પણ જાણવા મળ્યું છે કે તું દર થોડા દિવશે રાતના સમયે સ્નેહાને મળવા માટે આવતો હતો.આ વાત ખુદ મને વીરે કહી હતી.જ્યારે હું પૉલિશ-સ્ટેશને તે લોકોને મળવા ગયો હતો.”રમેશભાઈ.
“આ શું બોલો છો રમેશભાઈ? સ્નેહા-વિરેન મળતા?”સુરેશભાઇ.
“હા અંકલ , રમેશ અંકલ આ વાત પણ સાચી જ કરે છે.હું અને સ્નેહા મારા મામાની વાડીમાં મળતા.પણ અમે ક્યારેય અમારા પારિવારની ઇજ્જત જાય તેવું કોઈ કામ નથી કર્યું.હું અને સ્નેહા અમે બંને એકબીજાને ખરા હદયથી પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ.સ્નેહા તમારાથી ખૂબ ડરતી માટે અમે છુપાઈને મળતા હતા.મારા પપ્પા ખુદ તમારી સાથે આ બાબતે વાત કરવા માટે આવવાના હતા.પણ જે આરોપ તમે મારા પર લગાવો છો તે એકદમ જુઠ્ઠો છે.સ્નેહા મારો પ્રેમ અને ઇજ્જત બંને છે તો હું સ્નેહાની ઇજ્જત સાથે આવું કેમ કરી શકું તમે જ કહો?”વિરેન.
“અચ્છા,એટલો જ પ્રેમ છે તને સ્નેહા સાથે?તો કરીશ લગ્ન સ્નેહા સાથે તું તેનો બળાત્કાર થયો તે જાણીને?”રમેશભાઈ.
“આજ અત્યારે જ હું આ પરિસ્થ્તિમાં સ્નેહાને પરણવા તૈયાર છું.મને હવે કોઈનો ડર નથી.બસ મને એકવાર તે ગુનેગાર મળી જાય જેણે મારી સ્નેહાની આ હાલત કરી છે..”વિરેન.
“વિરેન,તું કરીશ મારી સ્નેહા સાથે લગ્ન?”વિજયા બહેન.
“હા આંટી, સ્નેહા મારો પ્રેમ છે.તો શું થયું કે તેનો બળાત્કાર થયો?તેનાથી કાંઇ મારો પ્રેમ થોડી મટી જશે? એક છોકરી તનથી નહીં પણ મનથી સુંદર હોવી જોઈએ અને મારી સ્નેહા દુનિયાની સૌથી સુંદર અને હિંમતવાન છોકરી છે.”વિરેન.
“સુરેશભાઇ તમે આ છોકરાની મીઠી-મીઠી વાતોમાં નહીં આવો.ગુનેગાર હંમેશા આવા જ હોય છે.બહારથી કઈ જુદા અને અંદરથી કઈક જુદા.”રમેશભાઈ.
“સાચું કહ્યું પપ્પા તમે.”વિધિ.
બધા વિધિ સામે જોઈ રહ્યા. (ક્રમશ:)
મારી બીજી નવલકથાઓ
(૧) હું તારી રાહમાં..
(૨)હું રાહી તું રાહ મારી..
જે પણ માતૃભારતી પર છે તેને વાંચવાનું ચૂખશો નહીં.આભાર..