મુલાકાત
પલક અને એની દીકરી વંદના પોતાની એકલવાયું જીવનને ગમેતેવી રીતે પસાર કરી રહીછે. એકદિવસ વંદના અને પલક બન્ને જણ એક મોલમાં કપડાંની ખરીદી કરવાં માટે જાય છે. થોડીવારમાં એક ઉમદા મોલમાં પહોંચી ગયાં. અને કપડાની દુકાનમાં પોતે બંન્ને માટે કપડાંની પસંદગી કરવાં લાગ્યાં.
એટલામાં પલકની પાછળથી એક જાણીતો અવાજ આવ્યો.પાછળથી એ યુવાને કહ્યું ભાઈ સાહબ કાલે હું જે જીન્સ લ્ઈ ગયો હતો એ થોડું ખરાબ છે, આપ જોઈ લ્યો, અને કૃપાકરી એને બદલાવી આપો તો સારું ?
દુકાન માલીકે કહ્યું હાં ભાઈ તમે ક્યાં અજાણ્યાં છો ? તમે તો અમારાં કાયમનાં ઘરાક છો,તમતમારે તમને જે ગમેતે તમારી જાતેજ બદલી લ્યો. હું આ બેનને એમનાં માટે ડ્રેસ બતાવી આપું.
ઠીકછે, કાકા એણે કહ્યું"
પલક એ યુવાનનો અવાજ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગઈ, પણ એને પાછળ ફરીને જોવાની હીંમત થઈ નહીં. કારણકે એને જે જાણીતી વ્યક્તિનો અવાજ લાગ્યો એનું નામ આકાશ હતું. એને લાગ્યું આ આકાશ જછે,હું એનો અવાજ અંધારામાં પણ ઓળખી જ્ઉ.એ આકાશજ છે,હા એજ છે, એ આકાશજ છે.વારંવાર મનમાં બોલ્યાં કરેછે.
પરંતુ પલક પાછળ જોવાની હીંમત નથી જુટાવી શકતી.એ વારંવાર મનમાં ખૂબ ખૂબ ખુશ થાય છે.પોતાની આંખો મીચી અંને પોતાનાં બંન્ને હાથ પોતાનાં કાળજાં માથે મુકી દીધા. ને પોતાની ધડકન પોતાનાં કાનમાં સંભળાવવા લાગી. એને થયું કે મારું હૈયું હમણાં ઠેકીને બહાર ઉછળી પડશે.પોતાની આંખો બંધ કરી લીધી.
એટલામાં આકાશ થોડોક દુર ઉભો ઉભો પોતાનું જીન્સ ચેન્જ કરાવી રહ્યો હતો. એટલામાં વંદના આકાશની નજીક પહોંચી ગઈ. અને આકાશનો હાથ પકડીને કહ્યું અંકલ તમે મને પેલું ટોપ ઉતારી આપશો પ્લિઝ ?
આકશની નજર વંદના ઉપર પડી,એણે તેની સામે જોયું, એકજ નજરમાં જાણે આકાશને આકર્ષિત કરી લીધો.એણે નીચે બેસીને વંદનાને પુછ્યું" અરે ! આટલી બધી ક્યુટ છોકરી કોની છે ? અને તેનું સુંદર સુંદર નામ શું છે ?
એણે કહ્યું મારું નામ વંદના છે,મારી મમ્મીની દીકરી છું, અને મારી મમ્મી પ્યારથી મને પરી પણ કહેછે.અરે વાહ ખરેખર તું છે,પણ પરી જેવીજ હોકે ? આકાશે કહ્યું "
વંદનાએ કહ્યું થેન્ક્યુ અંકલ "
આકાશે કહ્યું અરે ! તે એમ કહ્યું કે હું મમ્મીની દીકરી છું ? રાઈટ"
વંદના:-હાં જી અંકલ હું મમ્મી જ દીકરી છું.
આકાશે કહ્યું કેમ બેટાં" પપ્પાએ કશો ગુનો કર્યો છે ?
ના અંકલ મારા પપ્પા મારી મમ્મીને કહેછેકે હું એની દીકરી નથી કોઈ બીજાની છું ? એથી હું ફક્ત મારી મમ્મીનીજ દીકરી છું.
આકાશે પોતાનાં કપાળમાં ઢેલડીયું ચડાવીને કહ્યું બેટાં તારી મમ્મી ક્યાં છે ?
વંદના :- જો પેલી બાજુએ જોઈને ઉભી છેને એજ મારી મમ્મી છે.
તારી મમ્મીને જરા બુમ માર તો મારે મળવું છે,અને પુછવું પણ જોઈએ કે આ છોકરી આવું કેમ બોલેછે ? એને આવું બોલતાં કોણે શીખવ્યું.આકાશે કહ્યું,બેટાં તારી મમ્મીનું નામ શું છે ? હું બોલાવું છું.(એણે કહ્યું પલક )
પલક નામ સાંભળીને આકાશનું હ્લદય જાણે રોકાઈ ગયું. એણે થોડીવાર થંભી અને જોરથી બુમ પાડી પલક ? અને મનોમન કહેતો હતો કે હે ભગવાન આ મારી પલક ના હોય, એમ મનમાં પ્રાથના પણ કરતો હતો.
આકાશનો અવાજ સાંભળીને પલકે એની બાજુ મીટ માંડી પણ એકબીજાને અહોનીશ ભાવે ટકટકી કરીને જોઈ રહ્યાં.
પલકને સામે જોઈ આકાશ દોડતો દોડતો આવી અને પલકને એટલી જોરથી ગળે વળગાડી લીધીકે પાંચ દસ સેક્ન્ડ વધારે દબાવી રાખી હોત તો પલકનો જીવ નીકળી જાત.પરંતુ જીવ મુંજાણો છતાં એ એક પણ શબ્દ બોલી નહીં. વારંવાર એ પલકને ચુમવાં લાગ્યો. થોડીવાર પછી ભાન આવ્યું કે અમે જાહેરમાં ઉભાં છીએ.
પલકે આકશને એક જોરદાર તમાચો ચોપડી દીધો, એણે કહ્યું કે મારી નાનકડી વાતમાં તું મને મુકીને જતો રહ્યો. તને એમ પણ ન થયું કે આ મારી પલક એકલી શું કરશે ? સાલા નીર્દય હ્લદયનો થઈ ગયો હતો કે શું ? તને ખબરછે, તને યાદ કરી કરીને હું કેટલાય દીવસ અંદર અંદર રડતી હતી.ફરીથી બન્ને ભેટી પડ્યાં.
આકાશે પુછ્યું પલક આ દીકરી શું બોલે છે,મને કશું સમજાયું નહી,મમ્મીની દીકરી છું, પપ્પાની મને દીકરી નથી માનતાં આવું બધું કેમ ગોળગોળ વાત કરે છે. મને કશુંક ગડબડ લાગે છે. તુ મને જલદીથી કહે મારું મન મુંજાયછે.
પલકનાં લગ્ન પછી આકાશ અને પલકની આ "મુલાકાત" પહેલી જ હતી.પરંતુ પલકે કહ્યું તું મને ઘણાં દીવસે મળ્યો છે. ચાલ પહેલાં તો તું મને નાસ્તો કરવાં માટે લ્ઈ જા.પછી હું તને બધી વાત કરીશ.
આકાશે કહ્યું હા હા ચાલ હું અહીંયા નજીકમાં મારા એક મીત્રની હોટલ છે,ત્યાં આપણે જ્ઈએ અને ત્યાંજ વાત કરીએ. એ હોટલ મારી સાથે ભણતો હતોને વીજય જે હંમેશા તારી સાથે મારું નામ લ્ઈને તને ચિડાવ્યાં કરતો હતો એની હોટલ છે. એ તને હજીપણ ઘણીવાર યાદ કરેછે.
બન્ને હોટલે પહોંચ્યા"
સામેથી આકાશ અને પલકને આવતાં જોઈ વીજય પલકને ઓળખી ગયો.અને સામે એનાં સ્વાગતમાં દોડ્યો. કહ્યું અરે ! આવ આવ પલક કેમ છે ? બહુ જાજા દીવસે મળીછે નહી ?
હાં વીજય મજામાં તો એવું એવું છે, જો પણ જીવીએ છીએ હજી (હળવું હાસ્ય રેલાઈ ગયું) વીજયે આકાશને કહ્યું તું પલક અને એની દીકરીને લ્ઈ અને ઉપરનાં લકઝરી રુમમાં જા.હું જમવાનો ઓર્ડર આપી અને આવું છું.
પરંતુ આકાશે કહ્યું વીજય તું ત્યારે આવજે હું જ્યારે તને કોલ કરું ? (ઠીક છે વીજયે કહ્યું)
પલક આકાશ બન્ને ઉપર રુમમાં ગયાં, વંદનાને વીજયની જોડે નીચેજ રહેવાનું કહ્યું. વંદનાએ પણ નીચે બગીચામાં ખૂબ ધમાલ મચાવી. જ્યારે આકાશે પલકને કહ્યું પલક શું થયું છે? તું મને જલ્દી જલ્દી કહીદે,હવે મારાથી બરદાસ્ત નથી થતું.
પલકે આકાશને વાત કરવાનું શરુઆત કરી, જ્યાંથી આકાશ એને છોડીને ગયો હતો ત્યાંથી પલકે વીગતવાર શરુ કર્યું. ધીરે ધીરે વાતોમાં એકબીજા પરોવાઈ ગયાં. પલક ક્યારે આકાશની છાતીએ માથું રાખીને સુ્ઈ ગ્ઈ એ પણ એને ખબર ના રહી.પરંતુ કેટલાય દીવસો પછી આજે પલકની આંખોમાં આંસુ આવ્યાં હતાં. કેટલાય સમયથી એની આંખોનું પાણી સુકાઈ ગયું હતું. પરંતુ આજે આકાશ જેવો ટેકો મળતાં જ વાદળી પણ વરસી પડી.લગભગ બે અઢી કલાક પસાર થઈ ગયાં. એકબીજાને છોડવાનું નામ નથી લેતાં. આકાશે કહ્યું પલક હું તને આજે પણ એટલોજ પ્રેમ કરું છું. જેટલો કાલે કરતો હતો,અને હવેતો તું અહીંયા જ રહેછે,આપણને કોઈ મળતાં રોકી પણ નહી શકે.
પલકે કહ્યું હાં આકાશ હું પણ તને એટલોજ પ્રેમ કરું છું, કાશ હું પહેલાં સમજી ગ્ઈ હોત તો સારું હતું.વારંવાર એકબીજાને
ભેટીને ચુમવાં લાગે તો ઘડીક એકબીજાની સામે જોયાં કરેછે. લાગેછે, કૈઈ વર્ષો પછી એકબીજાની સામે આવ્યાં હોય. જાણે કોઈ નવયુગલ એનાં લગ્નની શરુઆતનાં દીવસોમાં રોમાન્સ કરી રહ્યાં છે.
વીજયે આકાશને ફોન કરી પુછ્યું ભાઈ જમવાનું પહોચાડી શકું ? કારણકે આ દીકરી હવે મમ્મી મમ્મી કરેછે.
આકાશે કહ્યું હાં હાં પહેલાં વંદનાને જલ્દીથી ઉપર મોકલી આપ અને તું પણ અહીંયા સાથે જ જમી લેજે.વીજય ઉપર રુમમાં પહોચ્યો વંદનાને જોઈ પલક એકદમ બાથમાં લ્ઈ લીધી કહ્યું આઈમ સોરી બેટાં થોડી ઘરની વાત કરવાની હતીને એટલે હું અંકલ સાથે આવી હતી. તને એકલી મુકવાં બદલ આઈમ સોરી.
જમવાની થાળીઓ પીરસાય ગ્ઈ,શાંતિથી ચારેય જણ જમ્યાં
ઘણાં દીવસો પછી પલક આટલીબધી ખુશ થઈ હતી.એણે કહ્યું આકાશ હવે હું રજા લ્ઈશ. કેમકે હજી ઘણું બધું કામ છે. એકબીજાનો નંબર લીધો,જતાં પહેલાં પલકે પુછ્યું અરે !આકાશ વીભાભાભી શું કરેછે ? એને મારી યાદ આપજે ,અને હાં બીજું તારાં પણ મેરેજ થયાં હશેને ? પલકે ઉત્સુકતાથી પુછ્યું.
વીજયે કહ્યું પલક એને તો બે બાળકો પણ છે. એક દીકરો અને એક દીકરી.
અરે ! વાહ! તું ક્યારનોય કહેતો પણ નથી"કે તારે પણ બાળકો
છે.મનોમન ફરી ગુંગળામણ નો અનુભવ કર્યો. પરંતુ આકાશ એનાં ચહેરાને પરખી ગયો.આકાશે કહ્યું એકપણ શબ્દોનો વીચાર કર્યો છે ને તો મારા જેવો કોઈ ભુંડો નથી.અત્યારે તું જા મોડું થયું છે,કાલે હું તને કોલ કરુંછું. ક્યાં મળીશું એ નક્કી કરી લ્ઈશું.બન્ને છુટાં પડ્યાં.............. ક્રમશઃ
(આકાશને મળીને પલકને થયું કે ફરી મારું જીવન શરૂ થઈ શકે છે. પરંતુ જ્યારે એને પણ બે બાળકો છે ,એમ સાંભળ્યું હતું ત્યારથી એ ઉદાસ થઈ ગઈ. કેમકે એનૅ અને એની પત્ની બાળકોની જીંદગી એનાં થકી જોખમય એવું એ ક્યારેય ન વીચારે...........જોઈશું આગળ ભાગ:-55 આદરભાવ)