Ajib Dastaan he ye - 2 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 2

Featured Books
Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 2

અજીબ દાસ્તાન હે યે….

2

પાછળ ના પાર્ટ માં જોયું કે....નિયતિ એક ડૉક્ટર છે........તે ખૂબ જ સાદગીપ્રિય છે....તો રાહુલ એક ખૂબ જ મસ્તીખોર અને ડેરિંગબાજ છોકરો છે....રાહુલ નું એકસિડેન્ટ થતા એને નિયતિ ના હોસ્પિટલમાં લઈ આવવા માં આવ્યો છે.....રાહુલ ના હોશ માં આવતા જ રાહુલ અને પરી થોડી ગપસપ કરી રહ્યા હતા....ત્યાં જ રાહુલ કોઈ ને જોઈ ને જાણે ખોવાઈ જાય છે..... હવે આગળ......

રાહુલ નું હસતા હસતા અચાનક દરવાજા પર ધ્યાન જાય છે....અને એ જોતો જ રહી જાય છે.....સામે થી નિયતિ આવે છે.....રાહુલ આવ્યો ત્યાર નો બેભાન જ હતો.... એટલે એને હજી સુધી નિયતિ ને જોઈ જ નહતી....પણ અત્યારે એને પહેલી વાર નિયતિ ને જોઈ અને જાણે એના મોઢા માંથી અચાનક જ બોલાય ગયું....."beautiful......"નિયતિ થોડી દૂર હતી એટલે એને સાંભળ્યું નહિ.... પણ પરી એ સાંભળી લીધું....

આ સાંભળતા જ પરી ને થોડી જલન થઈ પણ એને ખબર હતી કે આ તો રાહુલ ની રોજ નું છે....કોઈ ગર્લ ને જોવે એટલે તરત જ એની સાથે flirt ચાલુ.....એટલે તરત જ એને રાહુલ ને કહ્યું…"બસ કર હવે ડોક્ટર ને તો મુક....તારા થી ઘણા મોટા છે એ તો જો...."પણ રાહુલ નું ધ્યાન તો હજી નિયતિ પર જ હતું.....એને તો પરી ની વાત સાંભળી જ નહીં....એ તો હજી પોતાના મન માં નિયતિ ની સુંદરતા નો સરવાળો જ કરતો હતો....એને નિયતિ ની સાદગી માં પણ જાણે સુંદરતા જ દેખાતી હતી.....પણ રાહુલ ની નજર ખોટી પણ નહતી....નિયતિ હતી જ ખૂબસૂરતી નો ખજાનો.....અને શાંત પણ એટલી હતી...પણ રાહુલ ની નજર માંથી નિયતિ ની સુંદરતા છુપાય ન શકી..... એ નિયતિ એની બાજુ માં આવી ત્યાં સુધી એને જોતો જ રહ્યો....

નિયતિ એ રાહુલ ને આવી ને પૂછ્યું....."કેમ છે mr. રાહુલ તમને??હવે કેવું ફિલ થાય છે??વધારે pain તો નથી થતુ ને??"રાહુલ જાણે અત્યાર સુધી હોશ માં જ નહતો અને અચાનક હોશ માં આવ્યો હોય એમ બોલ્યો...."હમ્મ.....હા ખૂબ જ સારું ફિલ થાય છે....."નિયતિ તો ચેકઅપ માં જ બીઝી હતી...એટલે એનું રાહુલ તરફ ધ્યાન નહતું....પણ પરી નું ધ્યાન રાહુલ પર જ હતું.....એને જોયું કે રાહુલ હજી નિયતિ ને જ જોઈ રહ્યો છે તો એને તરત જ રાહુલ ને ધીરે થી હાથ પર ચોટયો ભર્યો અને કહ્યું....."રાહુલ ડોક્ટર તબિયત નું પૂછી રહ્યા છે.....અને એને આમ જોવા નું બંધ કર....."રાહુલ ને જાણે ભાન થયું હોય એમ એ બોલ્યો "સોરી......"

નિયતિ એ રાહુલ ને જરૂરી ઇન્જેક્શન આપવા માટે ઇન્જેક્શન રેડી કર્યા.....અને નર્સે ને બોલાવી.....ત્યાં જ પરી એ પૂછ્યું.... "ડોક્ટર તમે રાહુલ ને ઇન્જેક્શન આપવા ના છો??"નિયતિ એ કહ્યું "હા....અત્યારે પેશન્ટ ને આ ઇન્જેક્શન ની ખૂબ જ જરૂર છે....એટલે આપવું પડશે.....કેમ શું થયું??"

ઇન્જેક્શન નું નામ સાંભળીને રાહુલ ની તો હાલત જ ખરાબ થવા લાગી....એને જોઈ ને પરી એ કહ્યું…"ડોક્ટર રાહુલ ને ઇન્જેક્શન થી ડર લાગે છે.....આ પહેલા એને એક વખત બીમાર હોવાના કારણે ઇન્જેક્શન આપવા નું હતું ત્યારે એને આખું હોસ્પિટલ માથે લીધું હતું.....અને એકસિડેન્ટ સમયમાં એ બેભાન હતો એટલે એને ઇન્જેક્શન ની જાણ નહતી પણ અત્યારે...."

હજી તો પરી વાત પૂરી કરે ત્યાં જ રાહુલ બોલ્યો...."અરે ના ડોક્ટર એવું કંઇ જ નથી.....આ તો પરી બસ એમ જ કહે છે....એક કામ કરો તમે મને દવા આપી દો ને હું પી જઈશ....."રાહુલ ને ઇન્જેક્શન નો ડર તો ખૂબ જ લાગતો હતો પણ નિયતિ સામે ક્યાંક એનું ઇમ્પ્રેશન ખરાબ ન થાય તે કારણે એ થોડું ખોટું બોલવા લાગ્યો....આ સાંભળતા જ પરી એ રાહુલ સામે જોયું કે રાહુલ કેમ આમ ખોટું બોલી રહ્યો છે....પણ રાહુલ એ પરી સામે જોવાનું ટાળ્યું....અને ઇન્જેક્શન જોઈ ને થોડો ડરવા લાગ્યો.....રાહુલ ને જોઈને નિયતિ ને જાણ થઈ ગઈ કે એને ઇન્જેક્શન નો ડર લાગે છે...અને નિયતિ જ્યારે પણ કોઇ પેશન્ટ ને ઇન્જેક્શન નો ડર લાગતો ત્યારે એને વાતો માં ફસાવતી જેના કારણે પેશન્ટ નું ધ્યાન વાતો માં કેન્દ્રિત થઈ જાય.....અત્યારે પણ ડોક્ટર નિયતિ એ એજ કર્યું....રાહુલ સાથે વાતો કરવા નું ચાલુ કર્યું....

રાહુલ તો જાણે એ જ રાહ માં હતો કે ક્યારે નિયતિ એની સાથે વાતો કરે.....પણ રાહુલ ને એ જાણ નહતી કે નિયતિ એને વાતો માં ફસાવી એને ઇન્જેક્શન લગાવી દેશે....નિયતિ એ જેવી વાતો કરવા ની ચાલુ કરી તરત જ એની સાથે આવેલી નર્સે એ રાહુલ ને ઇન્જેક્શન લગાવી દીધું....રાહુલ નિયતિ ની વાતો માં એટલો મશગુલ હતો કે એને જાણ જ ન રહી ક્યારે ઇન્જેક્શન લાગી ગયું.....આ જોઈ ને પરી પણ થોડી વાર માટે ચોંકી જ ગઈ કેમ કે એને હમેંશા થી જ રાહુલ ને ઇન્જેક્શન થી ડરતા જોયો હતો....અને આજે રાહુલ એ એક અવાજ પણ ન કર્યો અને એને જાણ પણ ન થઇ કે ઇન્જેક્શન લાગી ગયું....તે નિયતિ સાથે એટલો મશગુલ થઈ ગયો કે એને ઇન્જેક્શન ની પણ જાણ ન રહી.....

નિયતિ એ પછી રાહુલ ને સમજાવતા કહ્યું...."મિસ્ટર રાહુલ આ રીતે કોઈ શરત માટે પોતાનો જીવ જોખમ માં મુકવો એ મુર્ખામી ભર્યું પગલું કહેવાય....તમારા આ પગલાં થી તમારો જીવ તો જોખમમાં મુક્યો જ સાથે સાથે તમારા પેરેન્ટ્સ અને મીત્રો ને પણ મુશ્કેલી માં મુક્યા.....ભગવાને આપેલી તમારી જિંદગી ખૂબ જ મહત્વ ની છે એને આ રીતે કોઈ શરત માટે થઈ ને મુશ્કેલી માં ન મુકો.....કોઈ ની જિંદગી ની સાચી કિંમત તેના ગયા પછી જ ખબર પડે છે..... તો મિસ્ટર રાહુલ તમને એક વિનંતી છે કે ફરી આવી જિંદગી ને એક શરત માનવા ની ભૂલ ન કરતા....અને તમારા પેરેન્ટ્સ નું પણ થોડું વિચારજો....."રાહુલ તો હજી નિયતિ ને સાંભળતો જ હતો....એનું ધ્યાન તો નિયતિ ની વાતો માં ઓછું અને એના ચહેરા પર વધુ હતું....

નિયતિ પોતાની વાત પૂરી કરી ને ઉભી થઇ અને જતા જતા પરી ને કહેવા લાગી...."મિસ પરી રાહુલ નું ધ્યાન રાખજો અને વધુ વાતો ન કરવા દેતા...."

"ok ડોક્ટર હું રાહુલ નું પુરે પૂરું ધ્યાન રાખીશ......"પરી એ જવાબ આપતા કહ્યું......ત્યાં જ રાહુલ એ નિયતિ ને રોકતા કહ્યું...."ડોક્ટર ઇન્જેક્શન તો લગાવ્યું જ નહીં...."આ સાંભળીને નિયતિ અને પરી એક બીજા સામે જોવા લાગ્યા....અને રાહુલ ની બાજુ માં ઉભેલી નર્સ હસવા લાગી.....એ બધું જોઈને રાહુલ થોડા અચરજ સાથે પૂછ્યું...."શું થયું.....ઇન્જેક્શન લગાવવા માટે તો ડોક્ટર આવ્યા હતા.....તો કેમ ન લગાવ્યું....."ત્યાં જ પરી એ રાહુલ ની નજીક જઈ ને ધીમે ઇન્જેક્શન વારા હાથ માં ચોટયો ભર્યો.....જેના કારણે રાહુલ ને થોડું દુખ્યું....એને દુખાવા ને કારણે ધીમે થી ચીસ પાડી.....આ જોઈને નર્સે ફરી હસવા લાગી....અને પરી એ રાહુલ ને કહ્યું....."નર્સે ક્યાર નું ઇન્જેક્શન લગાવી દીધું છે....પણ તને જાણ જ ન થઈ.....ક્યાં ખોવાય ગયો હતો....."?

રાહુલ એ ત્યાં ધીમે થી કોઈ સાંભળે નહીં એમ કહ્યું.... ડોક્ટર ને જોવામાં ખોવાય ગયો હતો......"પરી એ સરખું સાંભળ્યું નહીં એટલે રાહુલ ને પૂછ્યું"શું કહ્યું....."રાહુલ એ વાત ટાળતા કહ્યું..... "અરે કંઈ નહીં....."નિયતિ હજી ત્યાં જ ઉભી હતી....રાહુલ ની નજર તેના પર પડી....અને ફરી એને નિયતિ ને પૂછ્યું....."ડોક્ટર હું તમને કંઈ પૂછી શકું??"નિયતિ એ હા માં જવાબ આપ્યો.... ત્યાં જ એ બોલ્યો....."ડોક્ટર તમે પણ શું તમારા પોતાની વ્યક્તિ ને ગુમાવ્યું છે....."?આ પ્રશ્ન સાંભળી નિયતિ થોડી દુઃખી થઈ ગઈ....અને રાહુલ ના પ્રશ્ન ને ટાળતા બોલી....."બીજા પેશન્ટ રાહ જોવે છે...."આટલું કહી ને નિયતિ ત્યાં થી ચાલી ગઈ....

એને આ રીતે જતા જોઈ રાહુલ કંઈ સમજી ન શક્યો...પણ પરી ને એવું લાગ્યું કે નિયતિ દુઃખી થઈ ગઈ.... એને તરત જ રાહુલ પર ગુસ્સે થતા કહ્યું....."યાર રાહુલ તું પાગલ છે....આ રીતે કોઈ ને એની અંગત લાઈફ વિશે ન પુછાય....ડોક્ટર ને દુઃખ થયું હશે…"ત્યાં જ રાહુલ એ કહ્યું….."અરે યાર હું તો બસ એમ જ પૂછતો હતો....એ મને જિંદગી અને મોત વિશ થોડું સમજાવતા હતા તો મને થયું એને પણ ગુમાવ્યા હશે કોઈક ને....મને શું ખબર કે એમને દુઃખ થશે...."ત્યાં જ એમની બાજુ માં ઉભેલી નર્સે બોલી....."હા ડોક્ટર નિયતિ એ તો એની જિંદગી જીવવાનું નું કારણ જ ગુમાવી દીધુ છે......એની દુનીયા જેના થી શરૂ થતી અને જેના પર પુરી થતી એ વ્યક્તિ ને જ ડોક્ટર નિયતિ ગુમાવી બેઠા છે....."રાહુલ તો આ સાંભળીને ચોંકી જ ગયો…..અને વિચારવા લાગ્યો કે એ કોણ હશે??નર્સ નું બોલવાનું હજી ચાલુ જ હતું…."હવે તો એ માત્ર એક વ્યક્તિ માટે જ જીવે છે....."હજી તો નર્સે વાત પુરી કરે ત્યાં જ રૂમ ના દરવાજા પર કોઈ આવ્યું....અને એના ધીમા ધીમા પગલાં અને પગ ના પાયલ ના અવાજ થી બધા નું ધ્યાન તેના પર ગયું.....નર્સે ના ચેહરા પર એક સ્માઈલ આવી ગઈ.......

વધુ આવતા અંકે…….

કોણ હશે એ....જેને જોઈ ને નર્સે ના ચેહરા પર સ્માઈલ આવી ગઈ....??

કોને નિયતિ ગુમાવી ચુકી છે...??

કોણ છે એ વ્યક્તિ જેના માટે નિયતિ જીવે છે....???

જાણવા માટે વાંચતા રહો..... અજીબ દાસ્તાન હે યે......