Autograph: Leva Che Ke Apva Che ??? in Gujarati Short Stories by Amit Giri Goswami books and stories PDF | ઓટોગ્રાફ: લેવા છે કે આપવા છે ???

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

ઓટોગ્રાફ: લેવા છે કે આપવા છે ???

દુનિયામાં માત્ર બે પ્રકારના લોકો હોય છે. માત્ર બે પ્રકાર ના ૧) ઓછાં નિષ્ફળ અને ૨) વધુ નિષ્ફળ. પણ કમનસીબી છે કે ઓછી નિષ્ફળતા વાળા લોકોને પણ દુનિયા સફળ ગણે છે. પણ દુનિયામાં ખરેખર કોઈ સફળ તો હોતું જ નથી ! તમને એવું લાગશે કે આ શું હવામાં તીર મારે છે.... તો તમે ખોટું વિચારો છો ! હું તો નિશાન પર જ તીર મારું છું !

હવે હું મારી રીતે થોડુક સમજાવું ( ઝાઝું સમજાવીશ તો તમે આગળ વાંચશો પણ નહિ, મને ખબર છે તમારી પાસે સમય નથી ! ). માની લો કે કોઈ સારું લખે છે તો એ સારું ગાઈ નથી શકતો ! જે સારું ગાય છે એ પોતાના ગીત લખી શકતો નથી સાચું કે નહિ ?? ( આમાં ઓલરાઉન્ડર લોકોને સામેલ નથી કર્યા એટલે કૂદી ન પડતા કે ફલાણા ફલાણા સિંગર પોતે જ ગાય છે ને પોતે જ લખે છે.) જે નેતા સારું ભાષણ આપતો હોય બની શકે એની "સ્ક્રિપ્ટ" કોઈ બીજા લખતાં હોઈ !

આ જ વાતને આપણે મહાભારત ના ઉદાહરણ પરથી સમજીએ.. અર્જુન સારો ધનુર્ધર હતો તો સામે દુર્યોધન સારો ગદાધર હતો. હું તમને એક સવાલ પૂછું ?? માણસની સૌથી મોટી શક્તિ શું ? એની તાકાત ! અને માણસની સૌથી મોટી મર્યાદા શું ? એનો પણ જવાબ છે તાકાત. જે વસ્તુ માણસની "તાકાત" છે એ જ વસ્તુ એની "મર્યાદા" પણ છે ! જો અર્જુન ને હાથ માં ગદા પકડાવી અને દુર્યોધન ને ધનુષ બાણ આપીએ તો ?? કેવું લાગે ?? સવાલ વગરની વાત છે નેટ વગરના મોબાઇલ જેવું લાગે ! તો અહી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જે વસ્તુ માણસ ની શક્તિ હોઈ છે એ જ એની મર્યાદા પણ હોઈ છે.. સાચું ને ??

હવે બીજી વાત અર્જુન સફળ ધનુર્ધર હતો ( પણ અંગ રાજ રાઘેય કર્ણ જેટલો નહિ ! ) સામે પક્ષે દુર્યોધન સફળ ગદાધર હતો પણ નિષ્ફળ ધનુર્ધર હતો ! તો હવે સમજાયું કે દુનિયા માં માત્ર બે જ પ્રકાર છે લોકોના જે મે ઉપર જણાવ્યા ઓછાં નિષ્ફળ અને વધુ નિષ્ફળ !

દુનિયા એવા લોકોને ક્યારેય યાદ નહિ રાખે જે સરળતાથી સિદ્ધિ ને પ્રાપ્ત થયા છે, દુનિયા હંમેશા એવા ક્રાંતિવીર ને યાદ રાખશે જેને પરસેવાથી નહાયો છે, જેને સમાજના ઘા તબિયત થી પચાવ્યા છે, જેણે અંધારી રાતમાં પણ રોશની ની કામના કરી છે, મુશ્કિલ માં મુશ્કિલ વકત માં પણ જેનું ઈમાન ડગ્યું નથી, જેણે હંમેશા પોતાના ઉસુલ ને કાયમ રાખ્યા છે, જેણે નેકી ના રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું છે, આવામ આવા કરિશ્માઈ સિતારાઓ ને યાદ રાખે છે !

વિરાટ કોહલી મેદાન માં રમવા માટે ડગ આઉટ માથી બહાર આવે ત્યારે એના ઓટોગ્રાફ લેવા માટે ધક્કા મુક્કી કરવી છે ( મફત માં અનાજ લેવા માટે જેમ ધક્કા મુક્કી થાય એમ ) પણ એના જેટલો પરસેવો પાડવાનું કદી વિચાર્યું ?? અક્ષય કુમાર, અજય દેવગણ ને 70 એમ એમ નાં પડદા પર સ્ટંટ કરતા જોઇને સિટી મારવી સાવ સરળ છે, પણ એના જેટલો સંઘર્ષ કરવાનું વિચાર્યું ??

સફળતા એ પુલાવી ખ્યાલ છે એટલે એની પાછળ વધુ ભાગવા કરતા નિષ્ફળ બની ને શરૂઆત કરો.. ચાલશો તો ક્યાંક પહોંચશો, ઘર બેઠા કશું નહિ વળે ! એટલે જ તો હું કહું છું કે હું "સફળ નિષ્ફળ છું !" ( I Am Successful Failure ) ! તમે જે પણ કામ કરો એમાં ૯૯% એટીત્યુડ રાખો અને ખાલી ૧% હોપ રાખો ( પણ આપણે કરીએ છીએ બિલકુલ ઉલટું ૯૯% હોપ અને ૧% એટીત્યુડ ) સફળતાનો આ જ એક મંત્ર છે ( મારો મત છે આ, આપનું મંતવ્ય અલગ હોઈ શકે એનાથી મને કોઈ વાંધો કે આપત્તિ નથી તો તમને પણ મારા મંતવ્ય સાથે કોઈ આપત્તિ ન હોવી જોઈએ )

વધુ ન લખતાં આટલે હવે અટકીએ.. !

સફળતા અંગે તમારા શું મંતવ્ય છે જણાવજો !!