gyaan ane kary siddhi medavana pagathiya in Gujarati Philosophy by Hemant pandya books and stories PDF | જ્ઞાન અને કાર્ય સીધ્ધી મેળવવાના પગથીયા

Featured Books
Categories
Share

જ્ઞાન અને કાર્ય સીધ્ધી મેળવવાના પગથીયા


આજે આપણી પાસે ખુબજ મહત્વનો ટોપીક જ્ઞાન અને કાર્યસીધ્ધી છે...
પણ આ બે બાબતો જ્ઞાન કેવું જ્ઞાન ? એવું જ્ઞાન જે આપણને તો તારે પણ આપણે બીજાને પણ ધ્યેય સીધ્ધી તરફ આગળ લઈ જઈ શકીએ અને પ્રગતી કે વીકાસ થી જગતનું કલ્યાણ કરીએ..આને જ્ઞાન કહેવાય..
જ્ઞાન એટલે વીધ્યા કે જે આપણે શીખીએ છીએ...સારી બાબતોનું જ્ઞાન સારી એટલે માનવ કલ્યાણ માનવ અને શ્રૃષ્ટીનું કલ્યાણ કરીએ તેવું કે તેને લગતું જ્ઞાન..

विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् ।
पात्रत्वाद्धनमाप्नोति धनाद्धर्मं ततः सुखम् ॥

શાસ્ત્રમાં લખ્યું છે કે સારું જ્ઞાન મેળવવાથી આપણામાં વીનય આવે છે, આપણે વીનયી કે વીવેકી બનીએ તો આપણે કશાક ને પાત્ર કે યોગ્ય બનીએ છીએ..અને યોગ્યતા આવવાથી ધન કમાઈ શકીએ છીએ અને ધનથી આપણે ધર્મકાર્ય કે પુન્ય કરી શકીએ છીએ , અને ધર્મ કરવાથી શુખ પ્રાપ્ત થાય છે...

જીવનનો સાચો મંત્ર તો કહી દીધો...જેને સંસારમાં રહી શુખી થવું છે સંસાર પણ માણવો છે અને દાન પુન્ય કરી આ ભવનો ફેરો પણ સફળ કરવો છે...
પણ આ બધી સરળ વાત છે??? તો શું કરવું જોઈએ?
જો તમારે સાચા અર્થમાં શુખી થવું છે અને આ પંથે પ્રગતી કરવી છે લોકોનું અને ખુદનું કલ્યાણ કરવું છે તો ..તેના પગથીયા આ રહ્યા..

1)ધ્યેય....
પહેલાતો એ નક્કી કરો કે તમારે શું કરવું છે..
ડોકટર એનજીનીયર સૈનીક કે સામાજીક કાર્યકર કે કોઈ પણ સારી લાઈન જેથી તમો તમારુ પરીવારનું અને દેશનું નામ રોશન કરો.

2)પ્રેરણા....
ધ્યેયતો નક્કી કર્યો પણ હવે એ બાબતનું જ્ઞાન કેળવણી પ્રેરણા કયાથી લેશો? યોગ્ય ગુરુ નક્કી કરો , ગુરુ મનુષ્ય રુપેજ હોય તેવું નથી. પુસ્તક. ટીવી આજુબાજુની ધટના બનાવો પ્રકૃતી જેવો વીષય તેવા ગુરુ...હોઈ શકે.. એક થી વધું ગુરુ હોઈ શકે..જ્ઞાન આપે તે ગુરુ..એક લવ્યે ગૌરુ દ્રોણ નું પુતળું બનાવી ધનુર વીધ્યા શીખેલ.. પ્રેરણા લેવી જરુરી છે આધાર ગમે તેને બનાવો..

3)આયોજન...
ધ્યેય નક્કી કર્યો પ્રેરણા પણ લીધી કેવી રીતે શું કરવું પણ આયોજન (એકશન પ્લાન) નહી તૈયાર કરો તો તમે કયા છો કયા કેવીરીતે પહોચશો..સમયસર વહેલા મોડા..આ બધા માટે એક આયોજન કે વ્યવસ્થા જરુરી છે..

4)નીયમીતતા..
એકશન પ્લાન તૈયાર પણ તે કાર્યકરવામાં તમે નીયમીતતા નહી રાખો તો ચોકકસ ધ્યેયને ચોકકસ સમયમર્યાદામા પુરો નહી કરી શકો..માટે સતત તે કાર્ય ને સીધ્ધ કરવા લાગ્યું'રહેવું પડશે..

5) કાર્યપીષ્ઠા..
નીષ્ઠા બહું મહત્વનો અને જરુરી શબ્દ છે..નીષ્ઠા એટલે સારી ભાવના કે આપણી લોકલ ભાષામાં દાનત પણ કહી શકીએ..બધું એકશન પ્લાન તૈયાર છે પણ કામ કરવાની દાનત કે ઈચ્છા ના હોય તો થશે ખરી? કાય ના થાય...ભાઈ. માટે ધારેલ કામ કરવાની નીષ્ઠા લગન ધુખ કે ધગજ હોવી જોઈએ..

6) પરીશ્રમ..
ભાઈ મહેનત કે પરીશ્રમ કર્યા વીના કોઈ કામ થાય ..? ખણયા વીના ખાજ ના ભાગે...અને મોમા કોઈ કોળીયો મુકે તો પણ ચાવવું તો પડેજ...આટલું કાફીને પરીશ્રમ માટે...હા જેટલો યથાર્થ પરીશ્રમ તેટલી જલદી સફળતા..

7)આત્મવીશ્વાસ...
કોઈપણ કાર્યકરો પણ આત્મવીશ્વાસ ન હોય તો તે કર્યુ ના કર્યા બરાબર છે, આત્મવીશ્વાસ પ્રબળ જેટલો હોય તેટલું કાર્ય જલદી સીધ્ધ થાય છે..તેથી પુરુષાર્થ અને પ્રેરક બળ મળે છે.

8) એકાગ્રતા...
જરારે ગુરુ દ્રોણે જાડ પરના પક્ષીની આંખ વીધવા લક્ષ ચીધવા કહી ભીમને પુછયું કે તને શું શું દેખાય તો ભીમે આખા જંગલમાં જે નજરે ચડયું તે કહ્યું..અને લક્ષ ને ના વીધી શકયા, જયારે અરજૃન ને પુછયું તો પહેલા કહ્યું કે માત્ર પક્ષી દેખાય અને પછી કહ્યું માત્ર પક્ષીની આંખ દેખાય, અને પક્ષીની આંખ વીધી દીધી. આમ લક્ષ્ય તરફજ ધ્યાન હોવું જોઈએ લક્ષ્યતરફ એકાગ્ર બનવું જરુરી છે..બીજી બાબતોને તે સમયે બાજુંમાં મુકવી પડે.

9) ખંત...
જે પણ કાર્ય કરો જીવણટભરી અને ચોકસાઈથી કરો તોજ સફળ થવાસે, થોડી પણ કચાસ કાર્ય સીધ્ધીમાં અડચણ ઉભી કરી શકે છે.

10) સહકાર...
આપણે જાણીએ છીએ કે એક હાથે કાર્ય કરીએ તેનું પરીણામ અને જાજા હાથે, કહેવતછે જાજા હાથ રળીયામણા, પરસ્પર સાથ સહકારથી કાર્યકરીએ તો સફળતા બમણી જડપી મળેછે, અને કોઈ એકની ભુલ થાય તો બીજો ધ્યાનદોરી સુધારી શકે છે.

11)વીવેક
જયારે આપણે સમુહમા રહેવાનું છે સહકારથી કાર્ય કરવાનું છે તો આપણે વીવેક બુધ્ધી અને પરસ્પર સહકારની ભાવના વીકસાવવી પડશેજ.

12)કુનેહ ...
કુનેહ એટલે કળા, ગમે તેટલી જટીલ સમ્સયા હોય પણ પણ ઘભરાયા વીના આપણામા સમસ્યા ઉકેલવાનૉ કુનેહ કે કળા વીકસાવવીજ પડે, નહીતર આપણે અટવાઈ ને ઉભારહીએ, હતાસ થઈ જઈએ અને નાસીપાસ થઈ જઈએ...

13) ઉત્કૃપ્ઠા...
થોડો અટપટો શબ્દ છે, "ઉત્કૃષ્ઠા" તત્પરતા જેવોજ શબ્દ છે, કાર્ય સીધ્ધ કરવાની સંશોધન કરવાની નવીન કંઈક જાણવાની ત્તપરતા એજ ઉત્કૃષ્ઠા પણ છે, કયારે કામ પુરુ પાડું આ ઉતકૃષ્ઠા છે , એ પણ એટલીજ આવશ્યક અને જરુરી છે..

14) સફળતા..
ઉપરની 13 બાબતોનો ખ્યાલ રાખીએ અને તેનું પાલન કરી આગળ વધતા રહીએ ત્યારે સફળતા મળે છે, જે માટે લોકો જીંદગી ખર્ચી નાખે છે .તો પણ કોઈને મળે છે તો કોઈને નથી મળતી, પણ જયા સુધી સફળતા ન મળે ત્યા સુધી તે કાર્ય પાછળ ખાઈ પઈને લાગ્યું રહેવું જરુરી છે...જેમ અત્યારે કોરોનાની રસી માટે આખું વીશ્વ કેવા સંસોધન કરી રહ્યા છે..તેજ રીતે.

15) પ્રગતી...
જયારે તમે કોઈ કાર્યમા સફળતા મેળવો છો ..અને તેમાં પ્રગતી કરી વીકાસ કરતા રહો છો..નીત નવીન ખોજ કે સુધારા કરતા રહો છો..જેમ પ્યાનો સીખતા તમે પહેલા સાત સુર પછી રાગ પછી ગીત શીખો છો...તેમ પ્રગતી કર્યા કરો છો..

16) નીપુણતા...
જેમ સફળતા મળે તેમ તે કાર્ય મા પ્રગતી અને વારંવાર એકનું એક કામ કરવાથી તેમાં પારંગત થવાય છે, અને તેમા નીપુણતા હાશીલ થાય છે જેને જીનીયર્સ કહેવાય છે..

આમ જ્ઞાન ના વીકાસ અને સીધ્ધી હાસીલ કરી આપણે થોડા પૈસા ઓળખ માન અને મોભો પામીએ છીએ..આપણા મા પાત્રતા આવે છે લોકો આપણને માનની દ્રષ્ટી થી દેખે છે..આપણો આત્મવીશ્વાસ પ્રબળ થાય છે, આપણે ચીર શાન્તી નો અનુભવ કરીએ છીએ..દાન પુન્ય કરીએ છીએ અને શ્રી હરી ની અસીમ કૃપા પામી શુખ પ્રાપ્ત કરીએ છીએ..
આ છે જીવનનો ઉદેશ્ય પછી સંસારી જીવન હોય કે પછી કોઈ પણ જીવન પથ ..

પરંતું આપણી પસંદ યોગ્ય હોવી જોઈએ યોગ્ય ગુરુ અને યોગ્ય માર્ગ દર્શન મળવું જોઈએ તો જીવન ઉજાસ પ્રકાસ અને સીધ્ધી મેળવે છે, અને દીશા ભીન્ન થયા તો , અધોગતી અને અંધકારમાં ગરકાવ થવાય છે..
આભાર
Raajhemant