cheating.
▪️દગો ! દગો એટલે કોઈનાં સાથે ખોટું કરવું. એણે ખોટું બોલવું, એની લાગણીઓ સાથે રમવું, અને પોતાનાં મતલબ પછી એણે ટાટા બાય બાય કરી દેતાં હોય છે, લોકો!
⏳ દગા અનેક પ્રકાર નાં થતાં હોય છે. સૌથી વધારે દગા પૈસા માટે અને પ્રેમ પ્રકરણ ના થતાં જોયા છે, અને સાંભળ્યા પણ છે.
▪️કોઈ ની મદદ કરવી એ કંઈ ખોટું નથી પરંતુ, પૈસા નાં કારણે સબંધો ખરાબ થાય છે. અને ઘણીવાર આ પૈસા નાં લીધે સબંધો બંધાઈ પણ જાય છે. જો પૈસા આપવા માટે કોઈને નાં પાડી તો સબંધ ખરાબ થઈ જાય છે. અને હાં પાડે તો સબંધ બંધાઈ જાય છે. પરંતુ કોણ વ્યક્તિ કેટલું સાચું છે. અને તમારે એણે મદદ શાં માટે કરવી જોઈએ.
🔺 મિત્રતા માં આપણે એકબીજાને નાની મોટી મદદ કરતાં હોય છે. પરંતુ એ મિત્રતા ને કેટલો સમય થયો છે.
કોઈપણ સબંધ માં પૈસા નું રોકાણ કરતાં પહેલાં બરાબર સમજી લેવું જોઈએ કે શું, આ સબંધ સાચો છે, અને મને મારા પૈસા પાછા મળશે કે નહિ!
⚖️ તમારી મિત્રતા ને કેટલો સમય થયો છે.
⚖️ એ વ્યકિત મે તમે કેટલો જાણો છો, એ વ્યક્તિ ની ખરાબ અને સારી આદતો વિશે તમને શું જાણકારી છે.
⚖️ એ વ્યક્તિ નાં પોતાનાં લોકો જોડે કેવાં સબંધો છે, અને એનાં પોતાનાં લોકો શું કામ એણે મદદ કરવાં નથી માંગતા.
⚖️ એની ખરાબ આદતો કેટલી હદ સુધી ની ખરાબ છે, અને એ શું પાછા પૈસા આપવા માટે સક્ષમ છે ખરો!
અને આપણે એને મદદ આપણાં ચાદર માં પગ લાંબા કરીને નાં કરવી જોઈએ, આપણાં થી બની શકે તો કરવી જોઈએ નહિ તો સીધે સુઘી કહી દેવું જોઈએ કે મારાથી નઈ બની શકે.
⌛ કોઈને પણ ક્યારે કોઈ ખોટી આશા નાં અપાવી જોઈએ, કે એ જ્યારે મદદ માગે ત્યારે તમે "હા" કહો અને પછી લેવા આવે ત્યારે બહાનાં બનાવી ને "નાં" કહેવું જોઈએ. ખોટું હા બોલવા કરતાં સીધે સીધું નાં કહેવું સારું.
⏳હર એક માણસ એવા નથી હોતા કે પૈસા પાછા નાં આપે. અમુક લોકો સમય પહેલાં જ પૈસા પાછા આપી દેતાં હોય છે. સામેવાળો વ્યક્તિ સારો પણ નીકળે અને ખરાબ પણ નીકળે, એ તો કદાચ નસીબ ની વાત હોઈ શકે. શું કહેવું છે તમારું ? 🙂
♥️ પ્રેમ માં દગો થતો હોય છે? અમુક છોકરા અને છોકરી દગો કરતાં હોય છે. તમે શું માનો છો, આજના યુગ માં પ્રેમ એટલે શું છે.
અને પ્રેમ માં દગા કેમ થાય છે.
⚖️ પ્રેમ માં દગા થવાનાં કારણો.
⌛ તમારો પ્રેમી કે પ્રેમિકા નાં મન માં તમારા માટે માન સન્માન ની ભવના નથી. જે વ્યકિત તમને સતત અપમાનીત કરે છે! એ ક્યારે તમને પ્રેમ કરી જે નાં શકે.
⌛તમરો પ્રેમી કે પ્રેમિકા તમારી જરા પણ કદર નાં કરે , અને તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાં માંડે.
⌛તમારો પ્રેમી કે પ્રેમિકા તમને પબ્લીક માં તમને સતત નીચું બતાવે, અને એમ જતાવે કે તું મારા લાયક નથી.
⌛ કોઈ વ્યક્તિ ને એનાં જીવન માં તમારા હોવા નાં હોવા થી કઈ ફરક નથી પડતો !
⌛ એ વ્યક્તિ નાં જીવન માં તમારું અસ્તિત્વ ક્યારનું ખતમ થઈ ગયું છે. અને સબંધ ને ટકાવી રાખવા માટે કોઈ એક વ્યકિત સતત કોશિશ કર્યા કરે છે.
⏳માટે ચેતી જાઓ એ પહેલાં કે તમારા જીવનમાં તમારું કંઇજ અસ્તિત્વ નાં બચે.
▪️ બસ પારખવાની જરૂર છે, આપણે માનસન્માન વગર કોઈના જીવન માં નાં રહી શકાય, નાં તો વગર આમંત્રણે કોઈના ત્યાં જવાય.
▪️ ઘણીવાર અમુક સબંધો માંથી બહાર નીકળી જવું અનિવાર્ય હોય છે, ઈગોઃ માટે નહિ પરંતુ આત્મસન્માન માટે.