High profile - 2 in Gujarati Fiction Stories by Dhaval Bhanderi books and stories PDF | હાઈ પ્રોફાઈલ - 2

Featured Books
Categories
Share

હાઈ પ્રોફાઈલ - 2

સુરત નો પોશ વિસ્તાર અડાજણમાં હષૅવધૅન પટેલ નો "શ્રી મેન્શન " નામનો આલીશાન બંગલો આવેલો છે. અંદાજે ૨ એકર જમીનમાં આ હવેલી પથરાયેલી છે. જે હવેલી મા હષૅવધૅન પટેલ ની ઘમૅપત્ની મીસીસ અંજલી પટેલ અને હવેલી ને ચાર ચાંદ લાગે એવા એમના બેય દીકરા રાજીવ પટેલ અને રોહન પટેલ રહે છે.
રાજીવ ૨૪ વરસ ની આસપાસ પહોચ્યો હશે.પણ સ્વભાવે એકદમ શાંત, ઓછાબોલો, શરમાળ અને બાહોશ નવયુવાન અને દેખાવે રાજકુમાર જેવો છે અને રોહન હજુ ૧૯ વરસ નો છે પણ અમીર બાપ ની બિગડી ઔલાદ ની છાપ .શહેજાદા રોહન ભાગ્યેજ રાતના ઘરે હાજર રહેતો હશે. રોહન માટે ઘરેથી પણ કોઈ જાતની પાબંદી નહોતી.એટલે મિત્રો સાથે આખી રાત પાટીઁ ની મજા માણે. સુરતની નાઈટલાઈફ જાણે રોહન વગર અધુરી જ રહેતી.
"શ્રી મેન્શન" ધરના મેઇન ગેટ પર ૨૪ કલાક ચોકીદારો નો પહેરો રહેતો. આગળના ચોગાનમા કીમતી ગાડીઓનો કાફલો પડયો રહેતો. મેઈન એન્ટ્રી ગેઇટ ની બાજુમા મસ્ત ગાડૅન છે જેમા મોનિઁગ વોક કરવા માટે અલગ થી રસ્તો છે. સ્વિમિંગ પુલ પણ બગીચાની અંદર જ છે. સાફસફાઈ માટે અને ઘર ના કામ માટે ધરમા ૧૦ થી૧૨ જેટલા અલગ અલગ કામના માહીર નોકર છે જે વષોઁ થી અહીં જ નોકરી કરે છે.
હવેલી ની અંદર અંડરગ્રાઉન્ડ પ્રાઈવેટ ૩૦ સીટ વાળુ થીયેટર પણ છે. જે વાર-તહેવાર પર મીત્રો અને સગા સંબંધીઓ સાથે મુવી જોવાની મજા માણી શકે. ઉપરના ભાગે પ્રાઈવેટ જીમ છે. હવેલી ની અંદર પ્રવેશતા જ મોટો હોલ છે રાજમહેલ જેવો જ.
ઘરની અંદર રાતના ૧૧.૩૦ વાગે રોહન ના રૂમની લાઈટ ચાલુ હતી.રોહનને ગમે ત્યારે પૈસાની જરૂર પડે એટલે બિન્દાસ મોટાભાઈ રાજીવનુ હેન્ડબેગ યાદ આવે.રોહનને ગમે તેટલા પૈસા જોઈએ ભાઈને પુછયા વગર લઇ લેવાની છુટછાટ હતી .રાજીવ પણ બે દિવસ પહેલા ગોવા થી પરત પાછો સુરત ઘરે આવી ગયેલ પણ આજે રાજીવ ની બેગમાથી પૈસા લેવા જતો હતો ને ભાઈ ની પસૅનલ ડાયરી પોતાના હાથમા આવી હતી.જનરલી રાજીવ ની પસૅનલ ડાયરી કોઈ ના હાથમા આવી નથી. રાજીવે પેલી રસ્તા વાળી છોકરી જોઈ છે ત્યારથી રાજીવ ની દુનિયા જ અલગ થઈ ગઈ છે. રોહને પણ નોટિસ કયુઁ હતુ કે ભાઈ બે દિવસ થઇ ગયા ગોવાથી પરત ફર્યા મારી સાથે વાત કરવાનો પણ સમય નથી ને ઘરની અંદર કરતા ઘરની બહાર વધારે રહે છે. રાજીવની પસૅનલ ડાયરી લઇને રોહન પણ આજે ઘરે જ પોતાના રૂમમાં ભરાઈ રહયો હતો. ડાયરીમા રાજીવ ગોવા ગયો છે ત્યાં સુધી તો બધુ બરાબર છે પણ ગોવા થી પરત આવતી વખતે જે ઘટના બની છે એ વાચીને રોહનને પણ નવાઈ લાગી. પાટૅ ૧ મા આપણે જે જોયુ તે આખી ઘટના રોહને વાચી લીઘી. મનમા રોહન વિચારે છે કે ...આખરે એ કોણ હતી...? છોકરીને લીધેજ તો ભાઈ અચાનક મૌસમ ની જેમ બદલાયેલા છે. પણ ભાઈની લાઈફ મા તોફાન મચાવનાર છોકરી ને તો ગોતવી જ પડશે. આમપણ રોહન છોકરીઓ ની બાબત મા રાજીવ કરતા વધારે હોશિયાર હતો. રૂમ ની બહાર રોહન ની મમ્મી અંજલી આવી ને ઉભી રહી. ઘડિયાળ મા નજર કરી રાતના ૧૧.૪૫ વાગ્યા હતા.બહારથી જ અવાજ કયોઁ.
રોહન.... રોહન બેટા .....તુ જાગે છે?? અત્યારમા રૂમમાં સુઈ ગયો છે તો? બેટા તારી તબિયત તો બરાબર છે ને ?
રૂમની અંદરથી અવાજ આવ્યો..Yes Mom... I am alright... Dont wry..
પણ બેટા મારે તારૂ કામ છે. Please open the door...
થોડીવારમાં રોહને ડોર ઓપન કયોઁ. રોહન ની મમ્મી રૂમમાં આવી... થોડી ટેંશન મા હોય એવું લાગ્યું?
આખરે માં નુ હદય હોય જ એવુ.. ..જયાં સુધી છોકરાઓ મા ની આસપાસ હોય મમ્મી કોઈક ને કોઈક કારણોસર ખીજાયા કરે પણ જેવા નજર ની દુર જાય સૌથી વધારે ચિંતા પણ એ જ કરતી હોય. કહેવત છે ને ""મા તે મા બીજા બધા વગડાના વા"" . ઘરમા વરસો થી એક નિયમ હતો રાતે ૧૧ વાગ્યા પછી ઘરના કોઈપણ મેમ્બર ઘરની બહાર હોય અંજલી ને જાણમા જ હોય. અંજલી એ પણ નોટિસ કયુઁ હતુ રાજીવ ગોવાથી પરત આવ્યા પછી બે દિવસ થયા ઘરની બહાર વધારે રહેવા લાગ્યો છે. મનમા ડર પણ લાગ્યો કે જુવાન દીકરો છે કોઈ મુશ્કેલી મા ફસાણો હસે તો?? અંજલી એજ રોહનને પુછી લીધુ... બેટા.. .રાજીવ ભાઈ કયાં છે? એનો ફોન પણ નોટ રીચેબલ આવે છે. દરરોજ રાજીવ ૧૧ વાગે ધરે આવી જતો. કદાચ મોડુ પણ થાય તો મને ફોન અચુક કરી દેતો..... ને એક તુ છે.. .કયાં રખડતો હોય અમને કંઈજ ખબર ના હોય..??
રોહને કહ્યુ... મમ્મી મને ખબર છે ભાઈ કયાં હસે? હુ રૂબરૂ જઈને લેતો આવુ? રોહનને રાજીવ ના દરેક ઠેકાણાની ખબર હતી. એટલે મનમા પોતે ગવૅ અનુભવતો હોય એમ પોતાની મમ્મી ની સામે સ્માઈલ કરીને સાથે રાજીવ નુ હેન્ડબેગ લઇ ને નિકળી ગયો.


ક્રમશઃ....