DEVALI - 14 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | દેવલી - 14

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

દેવલી - 14

( નોંધ...મિત્રો હવે દેવલીની સાથે જોડાયેલા ને દેવલીના તે કેદ ભર્યા જીવનની વાર્તાને નવ વર્ષ પછીના જીવનથી કંડારુ છું.બીજી બાજુ જ્યારે આ નવ વર્ષ દરમિયાન શું શું બની ગયું તેની પણ આછેરી ઝલક દરેક ભાગમાં આપતો જઈશ.અત્યારે હાલ દેવલીની નવ વર્ષ પછીની જિંદગીનું વર્ણન કરતો ભાગ વાંચો.જેમાં સૌપ્રથમ તેના જીવનને બરબાદ કરનાર રોમિલનું જીવન આ ભાગમાં વાંચો... આભાર)
સૂરજના કિરણો બારીએ બેસી અંદર આવવા ડોકિયા કરવા લાગ્યાતા તોય હજુ રોમિલની ઊંઘ નહોંતી ઉડી.દેવાંશી રસોડામાં કોફી બનાવતા બનાવતા બૂમો પાડી-પાડીને તેને જગાડવા મથતી હતી.પણ, આ નવાબ ઘોડા વેચીને ઊંઘતા હતા.નાનકડો ઋતુલ પણ મમ્મીના કહેવાથી પપ્પાને હલબલાવીને થાકી ગયો હતો.
પપ્પા આજે પણ મમ્મી રોજની જેમ રસોડામાંથી છુટુ વેલણ ઘા કરવાની તૈયારી કરી રહી છે ! તે તોપ આવીને આરપાર નીકળી જાય તે પહેલાં જાગી જાઓ.જુઓ હું તો શાળાએ જવા તૈયાર પણ થઈ ગયો છું ! અને મારો સમય થવાની તૈયારી છે.એટલે જુઓ હું જતો રહીશ તો, પછી આજ તો વેલણ આરપાર નીકળ્યુંજ સમજો હમ્મ..! અને હુંજ નહીં હોવ તો, ? તો તે તોપને બીજે વાળી તમારું રક્ષણ કોણ કરશે ?
રોમિલની આ રોજની આદત થઇ ગઇ હતી.ફક્ત રોમિલનીજ નહીં ! તેના આ ત્રણ માણસના નાનકડા પરિવાર આખાની રોજની આદત બની ગઈ હતી.રોજ રોમિલ ઓફિસ જવાના અડધો કલાક પહેલા જાગે અને પછી ફટાફટ તૈયાર થઈને ઉતાવળે બ્રેકફાસ્ટ લઈને નીકળી જતો.સૂતેલા રોમિલને બૂમો પાડી-પાડીને થાકતા દેવાંશી બારી સીધી વેલણ ઘા કરે.અને નાનકડો સુપરમેન ઋતુલ પપ્પાની રક્ષા કરવા નેતરની લાકડી આડે લાવી દઈને તોપને બીજી દિશામાં પહોંચાડી દેતો.અને આ રોજના મીઠા તોફાનથી દેવાંશી પણ મનોમન ખુશ થઇને રોજ એકનો એક રોલ અદા કરે જતી.ઋતુલના ચહેરા પર પણ,આ મીઠા કંકાસની અને વેલણ તોપ યુદ્ધની ખુશી છવાઈ જતી.ક્યારેક તો મોટાભાગે રોમિલ પણ, રોજિંદી પળોને પોતાના નાનકડા જીવનમાં ખીલવવા માગતો હોય તેમ જાણી જોઈને પડી રહેતો.
કેટલો વિશ્વાસ અને પ્રેમ ભર્યો હતો આ નાનકડા પરિવારમાં ! અને સમય સૂચકતા પણ એકદમ પરફેક્ટ હો ! દેવાંશીનો ઋતુલ પર દૃઢ વિશ્વાસ છે કે તે તેણી તોપને વાળી દેશે.અને રોમિલનો પણ એટલોજ મક્કમ ભરોસો ઋતુલ પર કે તે તેના પપ્પાને ઉની આંચ પણ નહી આવવા દે ! અને સાથે સાથે રોમિલ અને દેવાંશીનો પણ પરસ્પર પ્રેમ અને વિશ્વાસ એટલોજ અકબંધ ! દેવાંશી પોતાને કેટલા મીઠા પ્યારથી વેલણ મારે છે કે જેનાથી તે બચીજ જશે...! અને દેવાંશીને પણ એટલોજ ભરોસો રોમિલ પર કે તે આ મીઠા પ્યારભર્યા વેલણના ઘાથી મારા માટે ખુદ એની જાતને બચાવી લેશે...
પણ,આજે બે રમકડા રોજિંદી રમતની જેમ સત્ય રમે ગયા પણ, આ રોમિલ નામનાં રમકડાએ શ્વાસના હુંકાર સરખોય ભાગ નહોતો ભજવ્યો.અને.....
.....ડોરબેલ વાગતાજ ઋતુલ પોતેએ ખભે બેગ ભરાવીને મીઠી નિંદર માણી રહેલા પપ્પાને વધુ હેરાન ન કરતા પ્યાર ભરી પપ્પી કરીને ને મમ્મીની પપ્પી પોતાના નાનકડા રૂપાળા ગાલ પર ઝીલીને ફટાફટ જય અંબે મમ્મી કહીને લીફ્ટમા સવાર થઈ ગયો.
હજુએ રોમિલ ઘોરાતો પડી રહ્યો હતો.દેવાંશીને મનમાં થયું કે નક્કી આજ આ પ્યારના તુફાને ચડાવવા માંગે છે ! એટલેજ ઋતુલનાં જગાડવા છતાં પણ નથી જાગ્યો.નક્કી હંમેશની જેમ મારી રાહ જોતો પડી રહ્યો છે.જેવી જોડે જઈશ કે ખેંચીને રજાઈ નીચે મને કેદ કરીને આલિંગનથી ગૂંગરાવી મારશે ...!પણ આજે તો તેની આ રમતમાં પણ હું ભાગ નથી લેવાની ! અને આમ વિચારતા વિચારતા તેને ફરી જોરથી બુમ નાખી..."રોમિલ ઉભો થાય છે કે સ્ટીલની વેલણ તોપ ઘા કરું ?.અને ઉંહ.... ઉંહ.... બે વખત સંભળાતાજ તેને તેની ધારણા સાચી લાગી કે રોમિલ નખરા કરે છે અને વેલણ છૂટતાંજ ઘડીમાં ઉભો થઇ જશે. (!)
..."લે ત્યારે..." કહીને...... પળભર છન્નાટો છવાઈ ગયો.હમણાં ધડામ દઈને ભોંય પર વેલણ પડતા અવાજ આવશે એમ વિચારીને દેવાંશીએ જોરથી કાન પર હાથ રાખી દીધા...પણ,....પણ, તેનો વિચાર હવામાંજ વિચાર બનીને રહી ગયો.બે ઘડી વીતી ગઈ છતાં કોઈ અવાજ ન આવતા ગભરાતા હૃદયે ધડકનોને તેજ કરતી દેવાંશી હાંફળી-ફાંફળી બેડરૂમમાં દોડી ગઈ.અને કંઈક બીજુંજ દ્રશ્ય જોતા તેનાથી કાન પર જોરથી હાથ દબાઈને ચીસ નીકળી ગઈ.... રોમિલ......
બેડ પર કાળુંમેશ બદન પડ્યું છે.કોઈએ ભૂંગળી મૂકીને લોહી સાવ ચૂસી લીધું હોય તેમ રોમીલ સુકલકડી થઈને પડ્યો હતો.સ્ટીલનું વેલણ હૃદયને વીંધતુ આરપાર નીકળીને ઉભુ રહી ગયું હતું.જાણે તેનો તે ઘા કોઈએ વાળીને રોમિલના હૃદય પર જોરથી ફેંકયો હોય તેવું લાગતું હતું.આરપાર હૃદય વીંધીને તીર પેઠે વેલણ ખૂપી જવા છતાં ક્યાંય લોહીનું એક બુંદ પણ નહોતું વહયું.ભૂંગળીમાંથી જેમ પોલું દ્રશ્ય દેખાય તેમ વેલણની આસપાસ પડેલા પોલાણમાંથી સોંસરી રજાઈ દેખાતી હતી.
દુનિયા આખી હોવા છતાં દેવાંશીને પળભર લાગ્યું કે અફાટ રણ જેવી ભૂમિ પર તે એકલીજ છે.દૂર બધેજ નીર વહ્યા જતા દેખાય છે પણ, નજદિક જતા ક્યાંય ઊડી જાય છે.તેની જિંદગીની તુલના તે આ વિચારો સાથે કરી રહી.જિંદગીની માયાજાળમાં રોમિલ વિનાની તે હવે એકલી ઉભી છે.રંગીન સંસારના જોયેલા રંગીલા સપનાઓ મૃગજળ જેવા હતા.આંખોમાં તો રોજ તરવરતા હતા પણ,......પણ, પામવા માટે જયાં નજદીક પહોંચે ત્યાંજ હવામાં ક્યાંય અલોપ થઈ જતા...
....અને જુએજ ને ! કેમ ના જુએ ?
શું સૂકા જીવનમાં કોઈ લીલેરું ઝાડ બની આવે તો તેને વેલ બની વીંટળાઈ વળવું ગુનો છે ? તેની જિંદગીની ખરી પાનખરમાં કોઈ વસંત બની આવે તો, તે વસંત માણવો ગુનો છે ? આખી દુનિયાના હૃદય જ્યારે ધિક્કારે અને કોઈ એક હૃદય તેના માટે ધડકન બની ધબકવા માંડે તો તેને પોતાના હૃદયમાં સ્થાન આપવું તે શુ ગુનો છે ? ....
અને હા... આ ગુનો હોય તો તે ગુનો મને મંજુર છે.
સામે મડદું થઇને ભરથાર પડ્યો છે અને તે બાવરી બની ગઈ હોય તેમ ભવ્ય સૌભાગ્ય ને સુહાગનના ભૂતકાળને કેદ કરવા લાગી ગઈ.જુવાનીમાં વિધવા બનેલી માંની તે એકના એક દીકરી હતી.શું વીતે છે યુવાન વિધવા પર તે તેને તેની આંખો સામે જોયું હતું.તે જોતાં જોતાંજ તે મોટી થઈ હતી.ગામના રિવાજોમાં બધેય વિધવાને જાકારોજ આપવામાં આવે છે તેને તે બાળપણથી જોતી આવી હતી.અને શાણપણની દાઢો વધુ મજબૂત બનતાજ ગામ આખાને મોઢે બળવાનું ગરણું બાંધીને એ રોજ મરી મરીને જીવાતા અત્યાચારમાંથી માંને ઉગારવા શહેરમાં આવી ગઈ હતી.શરૂ શરૂમાં તો ગામડેથી ભેગી કરીને લાવેલ પૂંજીથી દિવસો સારા ચાલ્યા કર્યા.પણ, પછી રોટલાનાય ફાંફાં પડવા લાગ્યા.માં તેને ઘણું કહેતી કે "બેટા કોઈ પણ કામમાં નાનમ ના રાખવી જોઈએ.હું ચાર પાંચ મોટા ઘરનાં કામ બંધાવી લઉં એટલે આપણું ગાડું સારું હાલશે... અને હજુ તારે આગળ વધુ ભણવું હોય તોય પૈસો હાથ પર બચશે.ને જો મોટા લોકો પોતાના સેવકો પર ઘણી દયા રાખતા હોય છે એટલે કદાચ એકાદ કોઈક એવું પુણ્યશાળી મળી જાય તો તારા આ આગળના ભણતરનો ખર્ચ પણ ઉપાડી લે !
ના મમ્મી હું તને એવા ગોલાપા કરવા દેવા નથી ઈચ્છતી.હું ક્યાંય નાની-મોટી સારી જોબ ભણતર પર લઈ લઈશ અને આપણો સંસાર ચાલ્યા જશે ! અને રહી વાત મારા આગળના ભણતરની !(?) તો તેતો હું ઘેર બેઠા બેઠા પણ સારી રીતે મેળવી શકીશ.પણ,તને હવે ક્યાંય તકલીફ નહીં અડવા દઉં.
ઘણી રકઝક થઈ છતાં દેવાંશીએ માને ટપવા ના દીધી અને કોલેજ સુધીની ડીગ્રી પર બે દિવસના ટૂંકા ગાળામાંજ પોતાની આવડત અને બોલચાલની મીઠાશથી એક ઓફિસમાં આસિસ્ટન્ટ સેક્રેટરીની જોબ મેળવી લીધી.
દિવસો ક્યારે પલટાય તેનો અંદાજ ઘડી પહેલાં પણ ક્યાં આવે છે !(?) અને એક દિવસ બોસ તેની લાચારી જાણી ગયો હોવાથી વશમાં થઈ જવાના અભરખા જોતો દેવાંશીને કેબિનમાં બોલાવીને બાથેજ પડી ગયો.અને વિરોધ કરવા જતાં ઊલટાનો બોસે તમાશો કરીને તેજ તેને પૈસા જોઈને ભરમાવા આવી હોવાનો આરોપ મુકયો.બધાં દેવાંશીનો સારો સ્વભાવ તો જાણતા હતા પણ બોસ આગળ લાચાર હોવાથી કોઈએ તેનો પક્ષના લીધો.પણ નવો નવો જોઈન્ટ થયેલો બીજો ઓફિસ સેક્રેટરી દેવાંશીના ચહેરા પર સાફ સાફ વર્તાતા સચ્ચાઈના ભાવ પારખી ગયો અને તેને દેવાંશીનો પક્ષ લીધો.બોસને હવે પોતાની આબરૂ દાવ પર આવી ગયેલી લાગતાં બન્નેને પગાર આપીને તેજ ઘડીએ પાણીચું પકડાવી દીધું.
દેવાંશીએ તે સેક્રેટરીને પોતાના કારણે નોકરી ના છોડવા ઘણું સમજાવ્યો પણ,તે એકનો બે ન થયો તે નાજ થયો.અને આ જિંદાદિલી ઇન્સાન પર વારી જતા તેને પોતાની સઘળી વેદના ઠાલવી દીધી.દેવાંશીનું દુઃખ જાણીને તેને આ બધી ઝંઝટમાંથી મુક્તિ અપાવા પોતાની જીવનસંગિની બનવા પ્રસ્તાવ મૂક્યો.ઘડીભર તો દેવાંશી વિચારોમાંજ ખોવાઈ રહી.પણ, પછી એક પળમાં પોતાની આબરૂનું રખોપુ કરવા પોતાની જોબ પણ દાવ પર મૂકી દેનાર રોમીલને એણે બીજીજ પળે હા કહી દીધી.એજ દિવસે તેની અને મમ્મીની દેવાંશીએ મુલાકાત કરાવીને માને પણ મનાવી લીધી.
....અને રોમિલ પણ પોતાનો ભૂતકાળ ભૂલીને આગળ વધવા માંગતો હતો.તેના પિતાને પણ પોતાની કંપની હતી પરંતુ રોમિલને પહેલા બીજાની કંપની જોઈન્ટ કરીને સારા નરસાના ને નેતૃત્વના ગુણો શીખવા હતા.આથી તેને થોડા દિવસો પહેલાંજ છૂટી ગયેલી કંપની જોઈન્ટ કરી હતી.બહુ દર્દ મળતાં તે ઘણો ક્રૂર થઈ ગયો હતો અને પોતાની નાનીસી જિંદગીમાં તો કેટલાય ના કરવાના કામ કર્યા હતા.પોતાના પાપોનો તેને ભારોભાર પસ્તાવો હતો.રાતો તેને દિવસો જેવી બનીને રોજ ખાવા ધાતી હતી; ને દિવસનો પડછાયો તેને કાળો મજજર બનીને કાળા કરતૂતોની યાદ અપાવે જતો હતો.નહોતી જીવવી આવી જિંદગી છતાં જીવ્યા વગર છૂટકો ન હતો.કાળનો એક એક પળ તેને કોરી ખાતા હતા.કોઈને કહી પણ નહોતો શકતો કે સહી પણ નહોતો શકતો.અને એક વાર તેણે નિર્ણય કરી લીધો કે તે જાહોજલાલીથી જિંદગી ફરીથી જીવશે ! ભુતકાળને ભૂલાવી દે તેવો ભવ્ય વર્તમાન શણગારશે ! પાપોને પુણ્યમાં પરિવર્તન થવું પડે તેવું પ્રાયશ્ચિત કરીનેજ રહેશે.... અને બસ પછી તો મન મક્કમ કરીને કંઇક કરવાની ધગશ લઈને પોતાનો દોજખ લાગતો ભૂતકાળ મનનાં ઊંડા ખૂણામાં ક્યાય ધરબીને જીવન જીવવાનું શરૂ કર્યું.
અને જાણે તેને પ્રાયશ્ચિતનો મોકો કુદરત પણ આપવા માંગતું હોય એમ દેવાંશી નામનું કર્મ તેના જીવતર ખોળે અચાનક આવી પડ્યું.ધામધૂમથી લગ્ન લેવાયા.પરિવાર પણ રોમીલની ખુશીમાંજ પોતાની ખુશી દેખતો હોવાથી પોતાની સાસુને પણ પોતાના પરિવારમાં રોમીલ સામેલ કરવા માગે છે તે જાણતાજ મંજૂરી આપી દીધી.પોતાની આવડત અને સૂઝબૂઝથી ટૂંકાગાળામાંજ ફરીથી પિતાની કંપની તેને સંભાળી લીધી અને બીજી બ્રાન્ચ વડોદરા શહેરમાં ખોલી દીધી.પ્રેમાળ સાસરિયા સાથે મમ્મી પણ ભળી જઈ હોવાથી દેવાંશીને હવે કોઈ ચિંતા નહોતી રહી.વડોદરામાં શિફ્ટ થતી વખતે તેના માયાળું સાસરીયોએ દેવાંશીની મમ્મીને પોતાની કને રોકી લીધી.રોમિલની મમ્મીએ તો પોતાની બહેનજ છે અને તેમના વગર અમને નહી ફાવે એમ કહીને દેવાંશીની મમ્મીને પણ તેમની સાથે જતા રોકાવા મનાવી લીધા.
જોતજોતામાં વડોદરામાં પણ રોમિલે પોતાની કંપનીને ટોપ ફાઈવમાં નામ અપાવી દીધું. દેવાંશીના પ્રેમ,લાગણી અને વિશ્વાસના બંધનમાં ડૂબીને રોમિલ પોતાનો દોજખ ભૂતકાળ ક્યાય ભૂલી ગયો.બે વર્ષના લગ્નજીવનના સહવાસ બાદ કુળદેવીએ તેમના પર કૃપા કરી અને નાનો રોમીલ ઋતુલ બનીને જીવનમાં આવ્યો.ઋતુલ જન્મતાજ દેવાંશી એના ઉછેરમાં ખોવાઈ ગઈ.પોતાના પુત્રને પિતાની ભવ્યતા,સંપત્તિ અને સમૃદ્ધિનું ઘમંડ ના આવે એટલા માટે રોમિલે પણ ભવ્ય બંગલો વેચીને ફ્લેટ ખરીદ્યો.કેટલા ઉચ્ચ વિચારોથી તે જીવતો હતો અને પોતાના પરિવારને પણ તેમાં ઉતારતો હતો.
દુનિયાનું સૌથી નાનું અને સુખી કુટુંબ જોઈ લો ! પછી તો ઋતુલ પાંચનો થતા સરકારી શાળામાં દાખલ કરી દીધો.રોમિલ બહુ સારી રીતે જાણતો હતો કે સરકારી શાળા જે ગુણ આપે છે તે પ્રાઇવેટ સ્કૂલો નથી આપી શકતી.તે ઋતુલને એડમિશન અપાવવા નહોતો માગતો પણ શાળામાં દાખલ કરવા માંગતો હતો.તે ઋતુલને સ્કૂલના પાઠ ભણાવવાની જગ્યાએ શાળાના સંસ્કારો આપ મેળે શીખે તેને લાયક બનાવવાના ખ્વાબ જોતો હતો. અને...
..... અને આજે રોજિંદા જીવનની ઘટમાળ જીવતા આ નાનેરા પરિવાર પર કાળ મંડરાયો.યમરાજા પણ ભરખે એ રીતે કાળો કાળ ભરખી ગયો હતો.આ બધા અતીતમાં ખોવાયેલી દેવાંશી હજુય જડ બનીને ત્યાંને ત્યાંજ ઉભી હતી.
શું થશે મારું? અરે મારું તો ઠીક પણ, મારા ઋતુલનું શું ? અને ઋતુલ યાદ આવતાંજ....
( બાળકોનું પરિણામ બનાવવાનું હોવાથી આટલું લખી શકયોતો..આગળ જુવાન જોધ દીકરા માટે મા બાપના મરશિયા વાંચવા તૈયાર રહેજો...આભાર...)