( આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ માનસિક રીતે વ્યાકુળ થયેલો મોડી રાત સુધી લેક કિનારે બેઠો વિચાર મગ્ન હોય છે. ત્યારે મિસિસ મહેતા નો ફોન આવવા થી તે ઘર તરફ રવાના થાય છે. ઘર નાં ઈન્ટીરીઅર ને ઝીણવટપૂર્વક જોતા અભિ મનોયુદ્ધ ની સ્થિતિ અનુભવતો હોય છે. પોતે શા માટે ભારત છોડી U.S. આવ્યો તેનો પણ તેને અફસોસ થાય છે. વળી મીરા જેવી છોકરી ને દગો કર્યા ની ગ્લાની પણ તેને કોરી ખાય છે.)
હવે આગળ…..
સવાર પડતા જ અભિ ફ્રેશ થઇ રેડી થઇ ગયો. આગલા દિવસ ની મનઃસ્થિતિ પર પડદો પાડી રોજીંદી લાઈફ તરફ વળવા તૈયાર થઇ બ્રેક ફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાય ગયો. સવૅન્ટ સવીઁગ કરે તે પહેલા જ મિસ્ટર મહેતા નો કડક અવાજ આવ્યો, “ કાલે ક્યાં હતો અભિ? રોમા વોઝ વેરી વરીડ અબાઉટ યુ. સ્ટુપિડ બોય તું જાણતો નથી હજી તને અહીં આવ્યા ને એક વર્ષ પણ નથી થયું અને તું ટિપિકલ ઇન્ડિયન જમાઈ ની જેમ રિસાઈ ને હેરાન કરે છે? લુક અભિ આ અમદાવાદ નથી કે તારી પાછળ બધા અટેન્શન આપતા ફરે.”
“ બસ કરો સમીર, બહુ બોલ્યા, એ તો વિચારો કે તે બ્રેક ફાસ્ટ માટે જસ્ટ ટેબલ પર આવ્યા જ છે. તેને રાત્રે ડિનર પણ નથી કર્યું. હવે શાંતિ થી તેમને નાસ્તો તો કરવા દો. પ્લીઝ.” મિસિસ મહેતા એ સમીર મહેતા ને વચ્ચે જ રોકયા.
“ ગુડ મોર્નિંગ ડેડ. મોર્નિંગ મોમ.” શોર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સ માં આવતી શ્લેષા બોલી. અભિ ને ટેબલ પર બેઠેલો જોઈ ક્રોધિત થઇ ગઈ અને ફક્ત જ્યૂસ નો ગ્લાસ લઇ ત્યાં થી જવા લાગી.
“ વ્હોટ હેપન બેબી વાહ્ય યુ ડોન્ટ ટેક બ્રેક ફાસ્ટ?” સમીર મહેતા એ શ્લેષા ને પૂછ્યું. “ આઇ કેનનોટ ટોલરેટ ધીસ પર્સન.” અને ગુસ્સામાં તે નીકળી ગઈ.
“ કેન યુ હીયર સેમ વ્હોટ શી સ્પોક?” રોમા બહેન અકળાઈ ને બોલ્યા. “ યસ આઇ કેન બટ ફોલ્ટ ઇઝ ફ્રોમ અભિ રોમા હી હેઝ નો નોલેજ અબાઉટ બિઝનેસ કોને આ ડફર ને MBA બનાવ્યો?” મિસ્ટર મહેતા ગુસ્સામાં બોલતા હતા ત્યાં જ અભિ ટેબલ પર થી ઉભો થઇ નીકળી ગયો.
“ સેમ રોકો એને હી ઇઝ નોટ ટેકિંગ એની ફૂડ ફ્રોમ લાસ્ટ નાઇટ.” રોમા બહેન થોડા આજીજી ભયૉ ગુસ્સામાં બોલ્યા.
“ જવા દે એ ડફર ને. જયાર થી આવ્યો છે ત્યાર થી શ્લેષા ની લાઈફ સ્પોઈલ કરી નાખી છે. નથી એને બિઝનેસ આવડતો કે નથી એને તેની વાઈફ ની કેર કરતા આવડતી. શું જોઈ ને શ્લેષા એ આને પસંદ કર્યો?” મિસ્ટર સેમ બોલ્યે જતા હતા પણ અભિ ક્યારનોય નીકળી ગયો હતો.
ક્યાં જવું? કોને કહેવું ની વ્યથા માં અટવાયેલ અભિ બસ ચાલ્યે જ જતો હતો. અંતે તેને ‘ શ્રીજી દ્વાર’ શિકાગો માં આવેલ તેની પ્રિય હવેલી એ ઠાકોરજી નાં દર્શને જવાનું નક્કી કર્યું.
હવેલી એ પહોંચી દર્શન ખુલતા શ્રીજી બાવા નાં દર્શન કર્યા. તેમના મુખારવિંદ નાં દર્શન કરતા તેનું મન થોડું શાંત પડયું. બહાર નીકળી તેને થોડી વાર ત્યાં જ બેસવાનું મન થયું તે ત્યાં જ બેસી ગયો.
એક તરફ હજી દર્શનાથૅી આવતા- જતા હતા. કોઈ પ્રસાદ કે જારીજી લેતું હતું તો કોઈ ગીરીરાજ ની સેવા ધરાવતું હતું.
કેટલું સુંદર વાતાવરણ હતું. ક્યાંય એવું ફીલ ન થાય કે આ શિકાગો નું ‘ શ્રીજી દ્વાર’ છે. જાણે તે અમદાવાદ માં ‘ વલ્લભ સદન’ માં જ શ્રીજી બાવા નાં દર્શને આવ્યો હોય એવું લાગતું હતું.
“ આ મારા જ કર્મો નું ફળ છે. જે દગો મેં મીરા ને કર્યો U.S. આવવાની લાલચ માં માતા-પિતા ને દુભાવ્યા તેનું જ પરિણામ હું ભોગવું છું.” અભિ નાં મન માં ઝંઝાવાત ઉઠ્યો.
“ મીરા………મીરા મેં આ શું કરી નાખ્યું? તારો સાથ હોત તો હું U.S. તો શું દુનિયા આખી નો સફર કરી શકત. અરે! મારા માઁ-બાપ ની પણ તે કેટલી વ્હાલી હતી. કઈ લાલચ માં હું ફસાયો. હે પ્રભુ! મને આ વિચારો થી બચાવ.”
“ કાશ હું શ્લેષા ને ન મળ્યો હોત, કાશ હું સમીર મહેતા ની પ્રપોઝલ ની માયાજાળ માં ન ફસાયો હોત.”
“ મીરા………….મીરા તું ક્યાં છે? આઇ મિસ યુ મીરા…………”
(ક્રમશઃ)