Operation Delhi - 27 in Gujarati Fiction Stories by Dhruv vyas books and stories PDF | ઓપેરેશન દિલ્હી - ૨૭

Featured Books
Categories
Share

ઓપેરેશન દિલ્હી - ૨૭

બીજી તરફ સુનીલ અને રાજ્દીપે અંદર પ્રવેશ કર્યો એ સાથેજ સુનીલે અંધાધુંધ ગોળીઓ છોડવાનું શરુ કર્યું.એ લોકો એ એવુ નક્કી કર્યું હતું, કે અંદર પ્રવેશતા જ એક વ્યક્તિ સંપૂર્ણ ધ્યાન થી અંદર નું નિરીક્ષણ કરશે તેમજ બીજો અંધાધુંધ ગોળીબાર કરશે.સુનીલે ગોળીબાર કર્યો એટલામાં રાજ્દીપે ઝડપથી અંદરનું નિરીક્ષણ કર્યું.
એમાં તેને દેખાયું કે અંદર મોટા હોલમાં પાંચ ટ્રક ઉભા હતા.તેમજ તેની ઉપર ડાબી બાજુ એ રૂમ માં ત્રણ વ્યક્તિઓ દેખાયા. જમણી બાજુએ એક બીજો રૂમ હતો. તેમજ બંનેની વચ્ચે થી એક દરવાજા જેવું હતું.ત્યાં સુનીલની ગોળીઓનો અવાજ બંધ થયો એ સાથે રાજ્દીપે ગોળીઓ છોડવાનું ચાલુ કર્યું.તેને સૌથી પહેલા જમણી બાજુ ફાયરીંગ કર્યું. એ રૂમ માં હુસેન અલી ,એજાજ તેમજ કાસીમ હતા. એ લોકો તરત જ જમીન પર સુઈ ગયા એટલે રાજદીપ ની એગોલીઓ તેને નુકશાન ન પહોચાડી શકી.ત્યાં સુધી માં સુનીલે પણ એ જગ્યા નું વ્યસ્થિત નિરીક્ષણ કર્યું. પરંતુ એ બંને ને એક જ વાત ની હેરાની હતી. કે અહિયાં માણસોની સંખ્યા વધુ હોવી જોઈએ પણ અહિયાં તો માત્ર ત્રણજ વ્યક્તિ દેખાતા હતા.ત્યાં સુધી માં રાજદીપ ની બંદુક માં પણ ગોળીઓ પૂરી થઇ ગઈ.એટલે એ બંને એક ટ્રક ની પાછલ છુપાયા.

“મને એક વાત સમજાતી નથી.” સુનીલ

“”કઈ.” રાજદીપ.

“ પેલા ના કહેવા પ્રમાણે અહિયાં અત્યારે વધારે માણસો હોવા જોઈએ પણ અહિયાં તો માત્ર ત્રણજ વ્યક્તિ દેખાય છે.”સુનીલ

“હું પણ એજ વિચારતો હતો. હવે આગળ શું કરીશું.” રાજદીપ

એ બંને વાત કરતા હતા ત્યાં એક ટ્રક શરુ થવાનો અવાજ સંભળાયો અને કશું સમજે એ પહેલા એ ટ્રક સ્પીડ સાથે ગોડાઉન ની બહાર નીકળ્યો.બહાર રહેલા પાર્થ,રાજ,કેયુર અને અંકિતે પણ ટ્રક શરુ થવાનો અવાજ સંભાળ્યો પરંતુ એ લોકો પણ કશું સમજે એ પહેલાજ એક ટ્રક ગોડાઉન ના મોટા ગેટમાંથી બહાર નીકળ્યો. ગેઇટ જુનો તેમજ લાકડામાંથી બનેલો હોવાથી એ ટ્રક એને તોડતો ત્યાંથી નીકળી ગયો. અને મેઈન ગેઇટ તરફ આગળ વધ્યો.

@@@@@@@@@

ટ્રકના ડ્રાઈવરે જેવો ગોળીઓનો અવાજ બંધ થયો એવો ટ્રક શરુ કરી ગોડાઉન ની બહાર કાઢ્યો. એને એમ હતું કે પેલા છ માંથી ચારેય અંદર આવી પહોચ્યાં છે. પરંતુ આ ઉતાવળ તેને ભારે પડવાની હતી.

જેવો આગળ વધ્યો એ જ સમયે ઓરડીમાંથી તેની તરફ પાર્થ,કેયુર અને અંકિતે ગોળીઓ છોડી ગોળી ના અવાજ થી ડરી ગયેલા ડ્રાઈવરે એક્સીલેટર પર ભાર મૂકી ટ્રક ની સ્પીડ વધારી. પેલા ચારેય હજી સુધી ગોળીઓ છોડી રહ્યા હતા.ટ્રક ઓરડીથી આગળ વધી ગયો હોવાથી પેલા ચારેય દ્વારા છોડવામાં આવતી ગોળીઓ ટ્રક ના પાછળ ના ભાગ માં અથડાતી હતી. એમાંની અમુક ગોળીઓ ટ્રક ના ટાયર ઉપર લાગી જેના કારણેટાયર ફાટી ગયું આથી ટ્રક નું સંતુલન બગડ્યું. અને ટ્રકની દિશા ગોડાઉન ની બાઉન્ટ્રી વોલ તરફ થઇ અને એ ટ્રક ત્યાં ધડાકા ભેર બાઉન્ટ્રી વોલ સાથે અથડાયો. જેના કારણે તેમાં રહેલ ડ્રાઈવર ને બાઉન્ટ્રી વોલ ના એંગલ તેમજ તાર વાગવાથી તેનું વધારે લોહી વહી રહ્યું હતું.

ટ્રક પલટી જવાના કારણે તેની અંદર રહેલ નાસીર,મહમદ તેમજ બંને ગાર્ડ સંતુલન ખોઈ ટ્રક ની અંદર પડ્યા એ ત્રણેયની બંદુકો હાથમાંથી છટકી ગઈ તેમજ તેમાં રહેલી પેટીઓમાની એક પેટી કે જેમાં ગ્રેનેડ ભરેલ હતા એ ખુલી ગઈ જેના કારણે એમાંથી ગ્રેનેડ ઢોળાઈ ગયા.નાસીર તેમજ બંને ગાર્ડ થોડીવાર બાદ સ્વસ્થ થયા.પરંતુ મહમદ નું માથું ટ્રક ની એંગલ સાથે અથડાવાથી એ હજુ સુધી બેભાન હતો.ત્યાં સુધીમાં કેયુર અંકિત અને રાજ માંથી રાજ ઓરડી પાછળ તેમજ કેયુર અને અંકિત ટ્રકની બંને બાજુ ગોઠવાઈ ગયા. પાર્થ ને પગ માં ગોળી વાગી હોવાથી તેને એ લોકો એ ઓરડી માં રહેવા જણાવ્યું હતું.એ લોકો ને એમ લાગ્યું હતું કે ટ્રક એકલો બહાર ન જાય પરંતુ તેમાં ચોક્કસ માણસો હોવા જોઈએ. અને એ અનુમાન એ લોકો નું સાચું હતું.કેયુરે ડ્રાઈવર પાસે જઈ ચેક કર્યો. તેનું લોહી વધારે વહી જવાથી એ બેભાન થઇ ગયો હતો.

નાસીરે બંને ગાર્ડ ને સાવચેતીથી બહાર જવા કહ્યું. બંને ગાર્ડ ધીમે ધીમે બહારની બાજુએ આગળ વધતા વધતા બહાર આવ્યા. બહાર નીકળી આજુબાજુ નજર કરી કઈ ખાસ તો દેખાયું નહિ પરંતુ બંને ને ચેકિંગ ઓરડી પાસે કશીક હલચલ દેખાઇ. જેથી એ બંને ત્યાં ગોળીબાર કર્યો. ત્યાંથી રાજે પણ સામે ગોળીબાર કર્યો પરંતુ બંનેમાંથી કોઈનું નિશાન બરોબર ન હોવાથી કોઈ ને ગોળી વાગી ન હતી. ગોળીબારનો અવાજ સાંભળી કેયુર અને અંકિત ધીમે ધીમે ટ્રક ની આગળ આવ્યા. તેઓએ જોયું કે પેલા બંને ગાર્ડ ઓરડી બાજુ ગોળીઓ છોડે છે જ્યાં રાજ છુપાયેલો હતો. એટલે એ બંનેએ ઝડપથી પેલા બંને ગાર્ડ બાજુ ફાયરિંગ કર્યું. પેલા બંને નું ધ્યાન ન હોવાથી ગોળીઓ એ બંનેની છાતી ચીરતી નીકળી ગઈ જેથી એ બંને ત્યાં જ ઢળી પડ્યા. હવે માત્ર ટ્રકમાં નાસીર જ હતો. કેમ કે મહમદ તો બેહોશ થઇ ત્યાં પડ્યો હતો. તેની પાસે માત્ર એક જ ગન હતી એમાં પણ થોડી ગોળીઓ હતી એવી જ હાલત સામે રાજ અંકિત અને કેયુર ની પણ હતી.

@@@@@

ટ્રક શરૂ થઈ બહાર નીકળ્યો એટલે રાજદીપ અને સુનીલે સમજાઈ ગયું કે અંદર માણસો કેમ ઓછા લાગતા હતા. ટ્રક બહાર નીકળી થોડો આગળ વધ્યો હશે કે અચાનક ગોળીબાર શરૂ થયો. અને ત્યારબાદ કોઈ વસ્તુ ફાટવાનો અને અથડાવવા નો અવાજ આવ્યો એટલે એ બંનેને બહાર શું થઇ રહ્યું છે તેનો થોડો ઘણો અંદાજ આવ્યો.
“હજુ સુધી એ લોકોએ આપણી સામે ગોળીબાર નથી કર્યો એટલે નક્કી એ લોકો પાસે બંદૂક નહીં હોય.” રાજદીપ.

“ છતાં પણ આપણે શું કામ જોખમ ઉઠાવવું.” સુનિલ.

“તો હવે આગળ શું કરવું છે? બહાર તો પહેલા ચારેય એ ટ્રકને રોકી લીધો લાગે છે. પરંતુ એ લોકો હજી ટ્રેઈન નથી.અને બીજું કે એમાંથી બે તો ઘાયલ છે. એટલે જો ટ્રક માં રાતમાં ચાર પાંચ વ્યક્તિ હશે તો એ બધા મુશ્કેલીમાં મુકાશે.” રાજદીપ.

“એક કામ કરીએ આપણે બંને અલગ-અલગ દિશામાં આગળ વધી પેલી ઓરડી તરફ જઈએ પછી પરિસ્થિતિ મુજબ આગળ વધીશું.” સુનિલ.

બંને નક્કી કર્યા મુજબ અલગ-અલગ દિશામાં થી આગળ વધ્યા. સુનિલ ડાબી તરફ આગળ વધ્યો તેમજ રાજદીપ જમણી તરફથી સીધો અંદરની તરફ ચાલ્યો. રાજદીપ હવે જમણી તરફનો રૂમ સ્પષ્ટ દેખાતો હતો. ત્યાં બહારની બાજુએ પણ એક ગાર્ડ ઉભો હતો. સુનિલ ડાબી તરફ આગળ વધતો વધતો એ ડાબા ખૂણા પર પહોંચ્યો. ત્યાંથી એ પણ પેલા રૂમ તરફ આગળ વધ્યો. હવે બંને એક એક તરફ ઉભા હતા વચ્ચે ઉપરના રૂમમાં જવા માટે દાદર તેમજ દાદર ની પાછળ ભોયરામાં જવા માટેનો રસ્તો હતો. ત્યાં પણ એક ગાર્ડ ઊભો હતો, બંને ધીમે ધીમે આગળ વધ્યા. બંને ગાર્ડ પણ સતર્ક જ હતા. એટલે જેવા સુનિલ અને રાજદીપ તેઓને દેખાયા એવા જ એ બંને પર તૂટી પડ્યા. એક ગાર્ડે સુનિલને એક જોરદાર લાત ફટકારી જેનાથી સુનિલ ઉછળી ત્રણ ફૂટ દૂર પડ્યો. તેના પડખામાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. બીજી તરફ બીજો ગાર્ડે રાજદીપ ને મુક્કો લગાવ્યો પણ એ રાજદીપ ને વધુ નુકસાન ન પહોંચાડી શક્યો. એ મુક્કો રાજદીપ ના ખભા પર વાગ્યો. પણ તેની કશી અસર રાજદીપ ને થઇ નહી. રાજદીપ તેના પર વળતો પ્રહાર કર્યો પેલાનો મુક્કા વાળો હાથ એક જોરદાર લાત તેના પેટ પર ફટકારી. જેથી પેલો ત્યાંથી પાંચ ફૂટ દૂર પડ્યો અને પેટ પર વાગ્યું હોવાથી તે તાત્કાલિક ઉભો ના થઈ શક્યો. જેથી રાજદીપ સુનીલની મદદ માટે આવ્યો સુનિલ પડ્યો પછી એ ઉભો થાય એ પહેલા ગાર્ડે ફરીથી તેના પર હુમલો કર્યો આ વાર એટલો મજબૂત હતો કે આ વખતે તેની એક પાસળી તુંટી ગઈ છતાં પણ એ ઊભો થવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં તેના હાથમાં એક લોખંડનો પાઈપ આવ્યો. પેલાએ જેવો ફરીથી લાત મારવા પગ ઉઠાવ્યો તેમાં સુનિલે તે લોખંડ નો પાઈપ આગળ કર્યો. જેના કારણે પેલા ની લાત એ સળિયા પર વાગી. લાત ની ઝડપ પણ વધારે હોવાથી તેને ઈજા પણ વધારે થઈ, તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું. છતાં પણ એ સુનિલ પર વાર કરવા જતો હતો ત્યાં અચાનક રાજદીપ એ તેના માથા પર વાર કર્યો. જેના કારણે તેનું સંતુલન બગડ્યું ગયું અને એ નીચે પડ્યો ત્યારે સુનીલે પેલો પાઈપ તેની તરફ કર્યો, જેથી પેલો ગાર્ડ સીધો પાઈપ પર પડ્યો અને એ પાઈપ તેની છાતીની આરપાર નીકળી ગયો. તે ત્યા જ મૃત્યુ પામ્યો.

બીજા ગાર્ડ ને પણ હવે પીડા ઓછી થઈ એટલે એ પણ ફરીથી વાર કરવા આગળ આવ્યો. તેની પાસે હવે હાથમાં ચપ્પુ હતું. એ તેણે સુનિલ તરફ ફેક્યું જે સીધું સુનીલના હાથમાં ખુંચી ગયું. જેના કારણે સુનીલના હાથમાંથી લોહી વહેવા લાગ્યું તેમજ તેને દુખાવો પણ થવા લાગ્યો. રાજદીપ તેના હાથ માં આવેલ લાકડાના ટુકડા થી એ ગાર્ડપર વાર કર્યો. જેના કારણે એ ગાર્ડ જમીન પર પટકાયો.રાજદીપ તેના પર ઉપર છાપરી વાર કરવા લાગ્યો. પેલા એ થોડા વાર સહન કર્યા ત્યારબાદ તેને પીડા થવા લાગી જે પીડા સહન ન કરી શકવાને કારણે બેહોશ થઈ ગયો. ત્યાં સુધીમાં સુનિલ પણ સ્વસ્થ થઈ ગયો હતો. તેણે હાથ માંથી ચપ્પુ કાઢી ત્યાં કપડંપ બાંધી દીધુ હતું. હવે એ લોકો ઉપર ના રૂમ તરફ જવા આગળ વધ્યા.

@@@@