Prem - kavysangrah in Gujarati Poems by Disha Barot books and stories PDF | પ્રેમ - કાવ્યસંગ્રહ

Featured Books
Categories
Share

પ્રેમ - કાવ્યસંગ્રહ

‘’ કાવ્યસંગ્રહ - પ્રેમ ‘’

નમસ્કાર મિત્રો,

ક્યારેક કાગળ પેન લઈને લખવા જઈએ તો પણ કઈ નથી લખાતું અને ક્યારેક અમસ્તા બેઠા બેઠા વિચાર આવે ને લખાઈ જય છે અને કદાચ એમ જ કવિતાઓની રચના થતી હશે. મારી લાઈફમાં પેહલી વાર મેં કંઈક લખવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને પસંદ આવશે.

- દિશા બારોટ

“આખી જિંદગી નીકળી જાય”

કહું છું સાંભળો છો, એમ કહેતા કહેતા આખી જિંદગી નીકળી જાય;

એકબીજા ના હાથમાં હાથ નાખી, આખી જિંદગી નીકળી જાય;

સુખદુઃખ માં સાથ આપતા આપતા, આખી જિંદગી નીકળી જાય;

તું કમાઈ ને લાવે અને હું અવેરતી રહુ, એમા આખી જિંદગી નીકળી જાય;

તું કહે અને હું સાંભળતી રહુ, એમા આખી જિંદગી નીકળી જાય;

ક્યારેક હું કહું અને તું સાંભળતો રહે,એમા આખી જિંદગી નીકળી જાય;

દુનિયાની આ ભાગદોડ માં સાથે ચાલતા ચાલતા આ આખી જિંદગી નીકળી જાય;

એકબીજા ને પ્રેમ કરતા કરતા, આખી જિંદગી નીકળી જાય;

કહું છું સાંભળો છો, એમ કહેતા કહેતા આખી જિંદગી નીકળી જાય.

****************************************************************************

“કાંઈ ખબર ના પડી”

દોસ્તી દોસ્તી માં ક્યારે પ્રેમ થઈ ગયો, કાંઈ ખબર ના પડી;

આંખો આંખોમાં જ એકરાર થઈ ગયો, કાંઈ ખબર ના પડી;

નોટબુક ની આપ-લે માં સ્વીકાર થઈ ગયો, કાંઈ ખબર ના પડી;

કેન્ટીનમાં સાથે ગપાટા મારતાં મારતાં શુ થયું, કાંઈ ખબર ના પડી;

આ દિલનો ક્યારે શિકાર થઈ ગયો, કાંઈ ખબર ના પડી;

દોસ્તી દોસ્તી માં ક્યારે પ્રેમ થઈ ગયો, કાંઈ ખબર ના પડી;

****************************************************************************

“હવે આદત થઈ ગઈ મને”

આ તારાઓ ની વચ્ચે ચમકતા ચાંદ સાથે દોસ્તી થઈ ગઈ મને;

સુખ દુઃખ ની વાતો કરવાની, હવે આદત થઈ ગઈ મને;

રોજ એની રાહ જોવાની, હવે આદત થઈ ગઈ મને;

એની સાથે લુકાછુપી રમવાની, હવે આદત થઈ ગઈ મને;

કલાકો સુંધી એને જોતા રેહવાની, હવે આદત થઈ ગઈ મને;

એ ચમકતા ચાંદમાં તને શોધવાની, હવે આદત થઈ ગઈ મને;

આ તારાઓ ની વચ્ચે ચમકતા ચાંદ સાથે દોસ્તી થઈ ગઈ મને.

***************************************************************************************

“હા દિલથી ગમે છે મને”

તારા માસૂમ ચેહરાને એમ જ જોતા રેહવાનું,હા દિલથી ગમે છે મને;

તારી આ નશીલી આંખોમાં ખોવાઈ જવાનું , હા દિલથી ગમે છે મને;

તારી સાથે કલાકો સુંધી વાતો કરવાનું, હા દિલથી ગમે છે મને;

તારી માટે કાઈ પણ કરી છૂટવાનું, હા દિલથી ગમે છે મને;

કહી દેને સમયને આ દિલ થી દિલ મળે ત્યાં સુંધી થંભી જાય

*************************************************************************************

“ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ”

કાલ ની કોને ખબર શું થશે?

કદાચ તારો ને મારો આ સાથ ના રહે;

ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ,

રસ્તાઓ આપણા બદલાઈ જશે;

સંબંધો ની પરિભાષા પણ બદલાઇ જશે;

ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ,

પોતપોતાના માળા માં વ્યસ્ત થઇ જાશું;

ચાહી ને ભી ફરી આપણે મળી નહીં શકીશું;

ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ,

પાછળથી આ સાથે વિતાવેલી યાદો જ રહી જશે,

તારી મારી આ વાતો જ રહી જશે,

ચાલ ને આ ઘડી નો આનંદ માણી લઈએ;


********************************************************************************

“હા હું સાસરિયે આવી છું”

હાથ માં હાથ રાખી, અગ્નિની સાક્ષી એ ફેરા ફરી આવી છું,

મારા પોતાના ઓનો સાથ છોડી આવી છું,

મારી પસંદ નાપસંદ પિયરીએ મુકીને આવી છું,

સપનાઓ ને મારા ત્યાં જ અધૂરા છોડી આવી છું,

અહીં પારકાઓને પોતાના કરવા આવી છું,

તારા ઘરને સ્વર્ગ બનાવવા આવી છું,

ચારેબાજુ પ્રેમની સુવાસ ફેલાવવા આવી છું,

બધાના જીવનમાં પ્રકાશ ફેલાવવા આવી છું,

હા હું સાસરિયે આવી છું,

કદાચ થોડોક પ્રેમ ઓછો કરશો તો ચાલશે,

પણ મારા આત્મ સન્માન ને ઠેસ ના પોહચે એટલું જરા જોજો.