premam - 1 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | પ્રેમામ - 1

Featured Books
Categories
Share

પ્રેમામ - 1

"હા! ગાંજો પીઉં છું. દારૂ,હેરોઇન,ડ્રગ્સ બધું જ લઉં છું. તને પ્રોબ્લેમ છે કઈ? પ્રોબ્લેમ હોય તોહ, બોલ! કે, રાહુલ સાથે માત્ર હાથમાં હાથ નાખી ને ફરતા જ આવડે છે?" હર્ષ એ કહ્યું.


આ સાંભળી અને વિધિએ હર્ષના ગાલ પર લાફો મારતા કહ્યું " તારી ગંદી સોચ! મને તોહ, ખબર હતી કે, તું ગટર વ્યક્તિ છે. તારી સોચ પણ ગટર જ છે. આજ પછી મને તારું મોઢું પણ નથી જોવું. મારી લાઈફમાં તારા જેવો એક, નમૂનો હતો! એમ, સમજી અને તને ભૂલી જઈશ. તારી લાઈફ છે. તારે જે, કરવું હોય એ કર! હું રાહુલ સાથે કંઈ પણ કરતી હોઉં! તને શું? તું છે કોણ? કોણ છે તું? કોલેજમાં માત્ર પૂંછડીયા મિત્રો લઈને ફરવું! દાદાગીરી કરવી! એ બધું મારી પર નઈ કરજે. સાલો લુખો! પિતાએ સંસ્કાર જ નહીં આપ્યા હોય. આજ પછી તારી શકલ પણ ન દેખાડજે."


*એક વર્ષ પહેલા*


હું! હું હર્ષ. હર્ષ રાવલ. આ મારા એક તરફા પ્રેમની કહાની છે. હું ભણવામાં નબળો હતો. કોલેજમાં ઝઘડાઓ કરવા એજ મારું કામ હતું. દસ મિત્રોનું ગ્રૂપ હતું. ક્યાંય પણ પંગો થાય ત્યારે, અમે ત્યાં હાજર જ હોઈએ. એમ કહોને કે, દંગા અમે જ કરતા. હું તદ્દન ગરમ દિમાગનો વ્યક્તિ હતો. કહો ને કે, મને દુનીયાથી કોઈ જ લેવોદેવો નહોતો. ત્યારબાદ, મારી લાઈફમાં એન્ટ્રી થઈ વિધિ ની! યા વિધિ માણેક. દેખાવે અપ્સરા થી કમ નહોતી. કહોને કે એજ અપ્સરા હતી. તું પહેલા પહેલા પ્યાર હૈં મેરા! આ સોંગ મગજમાં દોડવા લાગ્યું. ખરેખર તોહ, પહેલી નજર નો પ્રેમ હતો. હું એ સમયે મારી બાઈક પર બેઠો હતો. એ મારી પાસે થી ગુજરી. હું એની તરફ જ જોઈ રહ્યો હતો. એના એ હેર, એની આંખો, એનું ફેશ એકદમ પરફેક્ટ હતું. હું પાંચ મિનિટ સુધી એની તરફ જ જોઈ રહ્યો.



"હે બ્રો! ત્યાં જો! હશું પેલી છોકરી તરફ જ જોઈ રહ્યો છે. ક્યારનો એની સામે જ જુએ છે." વિવેક એ કહ્યું.



વિવેક, આનંદ, તરુણ, વિકાશ , સિદ્ધાર્થ, અભિષેક , આલોક આ બધા જ મિત્રો ત્યાં ઉપસ્થિત હતા.


"વુહુ.... વુહુ... ભાઈ કો પ્રેમ હો ગયા હૈ ક્યાં? બકા ઓલો ગીત ચાલુ કર ને લ્યા! તું પહેલા પહેલા પ્યાર હૈ મેરા! એજ વિચારતી હતી ને? હશું કે હુઆ? નજરો સે નજરે મિલ ગઈ હૈ ક્યાં?" આનંદ એ કહ્યું.



"બકા! એવું કંઈ નથી. તું ખોટું સમજે છે. છોકરી સીધી હતી. એન્ડ પરફેક્ટ પણ એટલે જ જોઈ રહ્યો હતો."



"જોઈ રહ્યો હતો? ઈટ મિન્સ કે, ખરેખર લફરું કરવું છે એમ? સાચું બોલ ગમી ને? ગમી ને? તારા બાપા ના શમ! બોલ ને મોગા."




"લ્યા! સાચે જ ગમી ગઈ બે!"




"બકા! ખોટું ન બોલ. ગમી.. હે! ગમી ગઈ? સાચે? ભાઈ નું બૈરું! બૈરું! એ બધા જોરથી બોલો. બૈરું! બૈરું!"



"લ્યા આનંદ! ધીમી બોલ. આ તારા બાપા નું ગાર્ડન નઈ લ્યા. આ કોલેજનું ગાર્ડન છે. છાની બેસી રેને!"




"અરે, ભાઈ પાર્ટી તોહ, બનતી હૈ. ભાઈ ને બૈરી મળી ગઈ બે!" અભિષેક એ કહ્યું.




"અરે, અભલા પાર્ટી શું? ભાઈ તોહ, ઓલી પાર્ટી પણ આપશે!" આલોક એ કહ્યું.



"કહી ઐસા ના હો! કી, પ્લોટ પે કિસી ઔર કા કબ્જા હો." તરુણ એ કહ્યું.



"હા લાયો બાકી! પ્લોટ બીજાનું જ લાગે છે. શું કે, હર્ષિયા?" સિદ્ધાર્થ એ કહ્યું.



"બે! હજુ તોહ, ફિલ્મની શૂટિંગ પણ સ્ટાર્ટ નઈ થઈ! અને ફિલ્મ ફ્લોપ પણ થઈ ગઈ? ઐસા કૈસે ચલેગા ભાઈસાબ?" વિવેક એ કહ્યું.




"બે! શાંત થાઓ ને! શું બૈરી! બૈરી! કર્યા કરો છો? કોણ છે એ? ક્યાં થી આવી છે? ઈવન ઓળખાણ પણ નથી. એમને એમ બૈરું? તમારા વિચાર જ ખોખલા છે. આજ પછી એના વિશે વાત ન થવી જોઈએ. આમ, કોઈ પણ છોકરીની ઉડાડાવી! સારું લાગે આ? આજ છે તમારા માતાપિતા ના સંસ્કાર? હવે, કોઈ જ નહીં બોલે! નહીંતર દોસ્તી ખતમ." હર્ષએ કહ્યું.




"ના યાર! એવું નથી બે! અમે, જસ્ટ મજાક કરતા હતા. સિરિયસ ના લે." આનંદ એ કહ્યું.




"હવે, સિરિયસ જ લેવાનું છે."


આ વાક્યો બાદ, હર્ષ ત્યાં થી જતો રહે છે.


"એ હર્ષ...હર્ષ... ઉભો રહે! હવે, અમે કંઈજ નહીં બોલીએ યાર! પ્લીઝ!"


મિત્રો ના કહેવા છતાં, પણ હર્ષ ત્યાં થી ઘેર તરફ જતો રહ્યો. ઘેર તેના રૂમમાં હર્ષ એ છોકરી વિશે વિચારી રહ્યું હતો. ખરેખર બઉ ક્યૂટ હતી યાર! વાત કરું એની સાથે? મિત્રતા બાંધું? શું કરું યાર? કઈ રીતે તેને બોલાવું? કાલે કોલેજમાં જઈ અને વાત કરું? બે યાર! હા પાડશે? ડાયરેકટ પ્રેમનો ઈઝહાર કરું? ના બે! લાફો મારશે તોહ? લાફાનું ડર જ નથી. પછી, એની નજરમાં હું પડી જવાનો ને? પહેલા મિત્રતા બાંધું? હા! એજ ટ્રાય કરું ને?


*વર્તમાન દિવસ*

" બે! આનંદ! એક પેગ બનાય લ્યા! એક સિગરેટ તોહ, આપ! હું મરી જવા માંગુ છું યાર! એ આનંદ પ્લીઝ યાર!"



"જો હર્ષ! એક છોકરી માટે તું આ બધું કરે છે? અમે, મિત્રો છીએને તારી સાથે? પ્રેમ જ જીંદગી નથી હોતું ને? એ નહીં તોહ, કોઈ ક બીજી યાર! ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યાર! આ બધું શા માટે કરે છે?" આનંદ એ કહ્યું.



"બે! એ! આ તારું ભાષણ નહીં સંભળાવ! મને, સિગરેટ આપ. બસ, બીજું કંઈ નહીં. શું હર વાર વિધિ!વિધિ! એની પાછળ શા માટે પડ્યો છે? હું તોહ, સ્ટારટીંગ થી એને પ્રેમ કરું છું. પણ ફર્ક એટલો જ છે કે, આ એક તરફો પ્રેમ છે. એમાં એ હોય કે, ન હોય શું ફેર પડે છે? એ મારી યાદોમાં તોહ, છે ને? મારા દિલમાં તોહ, છે ને? એની એક સ્માઈલ જ કાફી છે યાર! પ્રેમ છે તોહ, છે. હું મરી જઈશ તોહ, કોઈને ઘંટો ફર્ક પડવાનો છે? તોહ, શા માટે આ નાટક? મને, જીવવા દે! હું એકલો જીવવા માંગુ છું. તું જા બે!"




"જો! હર્ષ! વાત તોહ, સાંભળ પ્લીઝ!"



"તું જા બે! સમજાતું નથી? જા નહીંતર હું અહીંથી કુદી જઈશ."


"જાઉં છું! તું કંઈ ન કરતો. પ્લીઝ!"


હર્ષ મનમાં અને મનમાં વિચાર કરી રહ્યો હતો કે, સાલું બધા ને પ્રોબ્લેમ જ છે? બે! પ્રેમ છે તોહ, છે. હું તોહ, જઉં છું. શકલ નથી જોવી ને? ચાલ, સાચે જ નહીં જોવા મળે.




"યાર! આવું શા માટે કર્યું? હર્ષ....હર્ષ....હર્ષ.... ઉઠી જા યાર! હર્ષ! પ્લીઝ ઉઠી જા યાર!"



ક્રમશઃ