bas tu ek j - 3 in Gujarati Love Stories by Miss Vasani books and stories PDF | બસ તું એક j - ભાગ 3

Featured Books
Categories
Share

બસ તું એક j - ભાગ 3

સાગર વિચાર માં ખોવાય જાય છે કે આખરે પ્રીતિ ને શું થયું તે આખી રાત સૂતો નથી અને પ્રીતિ ના વિચાર માં ખોવાય જાય છે આખરે તે પ્રીતિ ની બહેન ને પૂછે છે કે પ્રીતિ ને કંઈ થયું છે?

તેની બહેન દ્વારા ખબર પડે છે કે પ્રીતિ હોસ્પિટલ માં દાખલ છે. તે કંઈ પણ વિચાર કર્યા વગર તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ જવા માટે નીકળી પડે છે ત્યાં જઈને ખબર પડે છે કે પ્રીતિ ને મગજ માં ગાંઠ છે.
સાગર ના પગ નીચે થી જમીન ખસી જાય છે. અને તે પાગલ ની જેમ વર્તવા લાગે છે. અને તે ડૉક્ટર ને મળવા ડૉક્ટર ના કેબીન માં જાય છે.

સાગર : ડૉક્ટર મારી પ્રીતિ ની હાલત કેવી છે?
ડૉક્ટર : મિ. સાગર, પ્રીતિ ના મગજ માં ગાંઠ છે નાની એવી છે તેને ઓપરેશન કરીને કાઢવી પડશે, ખર્ચ વધુ થશે તમારા થી ખર્ચો પોષાય એમ હોય તો આ બિલ પર સિગ્નેચર કરો.
સાગર : સાહેબ તમે ખર્ચ ની ચિંતા નઈ કરો, મારી પ્રીતિ ને ઠીક કરો.
ડૉક્ટર :અમે પુરી કોશિશ કરીશું.

અને સાગર ઓપેરશન નું બિલ ભરીને પ્રીતિ પાસે જાય છે. જ્યાં પ્રીતિ ના મમ્મી પપ્પા પણ હાજર હોય છે.
"સાગર તું અહીંયા મે તને કહ્યું હતું ને કે મને ભૂલી જજે". પ્રીતિ સાગર ને જોતા જ બોલી પડે છે.

"પ્રીતિ, મે તને પ્રેમ તારા શરીર સાથે જ નથી કર્યો, પણ જયારે પ્રેમ નો એકરાર કરેલો ને ત્યારે મે તને કહેલું કે તારા સિવાય કોઈ બીજી મારી જિંદગી માં નઈ આવશે". સાગર ગળગળા અવાજે બોલે છે.

"સાગર પણ મારી જિંદગી નું કંઈ નક્કી નથી મારે તને હંમેશા ખુશ જોવો છે, મને ખબર છે કે મારી આવી હાલત જોઈને તને કેટલું દુઃખ થાય છે મે તને એટલે જ નહોતું કહ્યું "

"પ્રીતિ, તું દુનિયા છે મારી અને જિંદગી માં દુનિયા એક જ હોય છે, તને પ્રેમ કર્યો છે મેં અને મારાં માટે જે છે એ એક તું જ છે ", "હવે તું જલ્દી થી ઠીક થઈ જા અને હિંમત રાખજે અને યાદ રાખજે કે તારા માટે કોઈ જીવી રહ્યું છે "
પોતાના સંતાનો નો આવો પ્રેમ જૉઇને તેમના મમ્મી પપ્પા દીકરા દીકરી પર ગર્વ અનુભવે છે.
"પપ્પા, તમે સગાઇ ની ત્યારી કરી રાખજો પ્રીતિ ઠીક થઈ જાય પછી સગાઇ કરવાની છે "સાગર તેના પપ્પા સાથે વાત કરે છે.

અને પ્રીતિ નું ઓપેરશન ચાલુ થાય છે, બધા ને ખુબ ચિંતા થાય છે અને પ્રાર્થના કરે છે બે જિંદગી માટે. કેમ કે પ્રીતિ વગર સાગર નથી અને સાગર વગર પ્રીતિ.
સાગર ને તેના પ્રેમ પર ભરોસો હોય છે કે પ્રીતિ તેની જિંદગી સામે હાર નઈ માને અને ત્યાં જ ઓપેરશન થિયેટર ની લાઈટ બન્ધ થાય છે.

"ડૉક્ટર, પ્રીતિ ઠીક છે ને "સાગર ઉમળકા સાથે જ પૂછે અને જવાબ સાંભળવા માટે તેનું દિલ જોર જોર થી ધડકે છે.
"મિ. સાગર, everything is fine, થોડા જ કલાક માં પ્રીતિ ને હોશ આવી જશે "

બધા ને હાશકારો થાય છે.

થોડા કલાક બાદ પ્રીતિ ને હોશ આવે છે અને આંખ ખુલતા ની સાથે જ સાગર ને જોવે છે.
પ્રીતિ ને ઠીક જોઈને સાગર ખુબ જ રડે છે અને કહે છે "પ્રીતિ કેટલો ડરાવી દીધો હતો તે મને, આવી કોઈ પણ વાત હોય પણ મને તારા થી દૂર નઈ કરતી મારાં માટે બસ તું એક જ છે" 😭😭અને બન્ને રડવા લાગે છે
"મને માફ કરી દે સાગર ".

થોડા મહિના ઓ બાદ બન્ને ની સગાઇ થાય છે અને લગ્ન પણ થઈ જાય છે. બન્ને પોતાના જીવન માં ખુશી થી રહે છે. ❤️❣️

To be continue....