વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઊઠે છે .હીરા ને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે. 'સોમેશ વિક -એન્ડ હાઉસમાં નથી ,એને ગાડી પણ નથી .મુખ્ય દરવાજો ખુલ્લો છે. સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયો હોય તો હું પાલનપુર જવા નીકળું છું.' એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે .
સાંજ પડવા છતાં કોઇ સમાચાર આવતા નથી જ્યાં ફોન કરીને સોમેશ ના પપ્પાને સોમેશના ગુમ થયા અંગેની હકીકત જણાવે છે. રમણીકલાલ તાબડતોડ પાલનપુર આવી જાય છે. એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઇ જાય છે.
બીજા દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિ ના 'જયસોમ' બંગલાના લેન્ડલાઇન પર ફોન આવે છે .જયા ફોન રિસિવ કરે છે .'મે ઇસ્પેક્ટર મીના, માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન સે બોલ રહા હું, આપ સોમેશ પ્રજાપતિ થી વાઈફ બોલ રહી હેં, ઐસા લગતા હૈ હમે સોમેશ પ્રજાપતિ કી લાશ મિલી હૈ, શાયદ ગાડી પર નિયંત્રણ ખો દેને કી વજહ સે ઉનકી મોત હુઇ હે. '
હાથમાંથી ફોન પડી ગયો. એ ફસડાઈ પડી.' 'જયસોમ ' મા શોકની કાલિમા છવાઇ ગઇ.
બીજા દિવસના અખબારમાં પાલનપુર મશહુર વકીલ સોમેશ પ્રજાપતિના આકસ્મિક મૃત્યુના સમાચાર છપાયા. વકીલ આલમમાં અને સોમેશ ના ઘરમાં શોકનું વાવાઝોડું ફરી વળેલું.જયા વિધવા થઈ ગયેલી .
તમે પણ તમારા દોસ્ત ના અંતિમ પ્રસંગમાં હાજર હતા .સોમેશ ના એકદમ નજીકના મિત્ર હોવાને કારણે એક વખત સોમેશે તમને જયા અને માંગીલાલ સાથેનો સંબંધ અંગે વાત કરેલી.
સવારના પાંચ વાગ્યે કહ્યા વિના ઘરની બહાર જવું, એની કારનું ટાયર ફાટતાં કાર ખીણમાં ખાબકવી એવી કડકડતી ઠંડીમાં શરીર પર એક પણ ગરમ વસ્ત્ર ન હોવું વગેરે સવાલો તમારા મનમાં શંકા ઉપજાવતા હતા. તમે સોમેશ ના પપ્પાને કહી ને લાશનું પોસ્ટમોર્ટમ કરવા જણાવ્યું એકનો એક દીકરો કોઈ બેઠેલા રમણીકલાલ' કશું જ કરવું નથી' તેમ જણાવ્યું. પણ તમારા આગ્રહને વશ થઈ છેવટે તેમણે તમારી વાત મંજૂર રાખી.
એક પારિવારિક સદસ્યના નાતે તમે અને રમણીકલાલ સોમેશ ની લાશનો કબજો લેવા માઉન્ટ આબુ ગયેલા .પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા અંગે તમે જણાવેલું. પોલીસ તરત જ કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ તુહ ગળે ટૂંપો આપવાથી થયું છે એમ સાબીત થયેલ.
ગળેટૂંપો આપ્યા બાદ શરીર પર બે રાઉન્ડ ફાયરિંગ પણ કરેલું. શરીર પર ઇજા ઉઝરડા ના ચિન્હો એના મૃત્યુ પછી થયેલ જણાવેલા.
એના ઉપરથી સાબીત થયેલુ કે સોમેશ નુ મૃત્યુ કુદરતી મૃત્યુ નથી પણ કોઈએ ઈરાદા પૂર્વક હત્યા કરી રોડ અકસ્માતમાં આખી ઘટના ખપી જાય એ રીતે આખી ઘટનાને વળાંક આપ્યો છે. સોમેશ ના પિતાજી રમણીકલાલ માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં એ બાબતની ફરિયાદ દાખલ કરેલી.
પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને શકમંદ તરીકે જયા અને હીરા ની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરેલી. હીરો તો શનિવારે જે દિવસે ઘટના બની એ દિવસે વિકેહ- એન્ડ હાઉસમાં હાજર જ ન હતો. એણે ત્યાં એની ગેરહાજરી અંગેના પુરાવા રજુ કરેલા .એ નિર્દોષ હતો એટલે એને ખાત્રી કર્યા બાદ તરત જ પોલીસે એને જવા દીધો. પોલીસ ત્યારબાદ જયાની પૂછપરછ કરેલી .
એ રાતે વિક- એન્ડ હાઉસમાં એના સિવાય બીજું કોઈ હતું નહીં .એટલે પોલીસ ઇસ્પેક્ટર મિણા એ કહેલું 'બોલીએ જયાજી આપને હી આપ કે પતિ કા ખૂન કિયા હે ના?' 'ના,ના પણ સર હું નથી મારો એવો કોઇ ઈરાદો ન હતો ,નથી કરવી મારી વાત સમજો સાહેબ હું અને સૌમ્ય રૂમમાં સૂતા હતા એ રૂમ માંથી હું કોઈ કામ માટે બીજા રુમમાં ગઈ ત્યારે અચાનક બહાર થી મારા રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો. મેં ખટખટાવ્યું બૂમો પાડી પણ દરવાજો ખૂલ્યો જ નહીં .દસ મિનિટ જેટલો સમય વીતી ગયો અચાનક ગોળી છુટવા નો અવાજ આવ્યો. ધડામ ધડામ બે ગોળી છૂટી ગઈ .કઈક અજુગતું બનવાની આશંકાએ હું જે રૂમમાં બંધ હતી એ રૂમમાં પડેલી પિસ્તોલ લઇ લીધી અને દરવાજો કેવી રીતે તોડવો એ વિશે વિચારવા લાગી.
આશરે દસેક મિનિટની મહેનત વડે કોસ થી દરવાજાનું ઓટોમેટિક લોક તોડી ને સોમેશ ના રૂમમાં પહોંચી ત્યારે લોહીમાં લથબથ લાશ જોઇને ગભરાઇ ગયેલી .બાકી મે સોમેશ નુ ખૂન નથી કર્યું.