Adhuro Prem. - 53 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ.. - 53 - નોટિસ

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

અધુુુરો પ્રેમ.. - 53 - નોટિસ

નોટિસ

પલકને અડધીરાત્રે આવેલી જોઈને અત્યારે કશું પુછ્યું નહીં એને શાંતિ મળે એટલે નીરાંતે સુઈ જવાં દીધી.પથારીમાં પડતાની સાથેજ ઉંડી નીંદરમાં ફસડાઈ પડી.અચાનક જાગીને જોયુંતો સવાર પડી હતી.

સવીતાબેને પલકને પહેલાં ફ્રેસ થવાનું કહ્યું, બધુંજ બરાબર પતાવી અને ચા નાસ્તો તૈયાર હતો તેથી પલકને આપ્યો. ચા નાસ્તો પતાવી અને પલકને પુછ્યું બેટાં એવુંતો શું થયું કે તું અડધી રાતે ભાગીને અહીંયા આવી ગઈ.

પલકે એકદમ કડક અવાજે કહ્યું, મમ્મી એ નરાધમ હવે મારા માટે મરી ચુક્યો છે. બહું થયું મમ્મી એણે જેટલી મને હેરાન પરેશાન કરવાની હતી એટલી કરી ચુક્યો છે. હવે હું એનાથી છુટકારો મેળવીને જ રહીશ.તરતજ એણે સરીતાને ફોન કર્યો, એણે કહ્યું સરીતા તું તાત્કાલીક તારા પપ્પાને લ્ઈને અહીંયાં આવીજા.

સરીતા થોડીવાર પછી એનાં પપ્પાને લ્ઈ અને પલકને ઘેર પહોંચી. એણે પુછ્યું શું વાત છે, બેટાં"કેમ અચાનક અહીંયા બોલાવ્યાં ? બધું હેમખેમ તો છેને ? સરીતાનાં પપ્પા રમેશ ભાઈએ કહ્યું.

પલકે કાલ રાત્રીએ બનેલી આખી ઘટનાને કહી સંભળાવી. એની વાત સાંભળીને રમેશભાઈનું હ્લદય દ્રવી ઉઠ્યું. એણે કહ્યું આટલો બધો નીચ નાલાયક માણસ છે એ ? આને તો કોઈપણ ભોગે છોડવો ન જોઈએ. સવીતાબેને પણ કેસ કરવાની મંજુરી આપી દીધી.

પલક રમેશભાઈ, સરીતા અને સવીતાબેન વકીલની ઓફીસમાં ગયાં. અને પહેલાં દીવસથી જે બનાવ બન્યો હતો એ તમામ રમેશભાઈનાં વકીલ મીત્રને કહી દીધું. એજ દીવસે વકીલે પ્રોસીજર શરૂ કરી દીધી. ત્યાંથી બધાં પોતાનાં ઘરે આવ્યાં.(એજ દીવસે વીશાલને પોતાની પત્નીને ઉત્પીડનની "નોટીસ"ફટકારી એમાં ઘણીબધી કલમો હતી.એ બધીજ વકીલોની ભાષામાં શરૂઆતમાં જે પલકની સાથે 420 કરી એની કલમ પણ લગાવી તેમજ હરરોજ માર મારવામાં આવતો હતો તે પણ, તેમજ માનસિક ટોર્ચર કરી અને પોતાનો
પગાર હડફ કરી જવાનો એમ કેટલીય ધારાઓ લગાડી હતી.

" નોટિસ "હાથમાં આવતાની સાથેજ વીશાલ સુકાઈ ગયેલાં પાંદડાની માફક થરથરી ઉઠ્યો. એને કશુંય સુજ્યું નહીં, એથી એણે એનાં એક મીત્રને ફોન કર્યો. એનાં મીત્રની સલાહથી એણે પણ એક વકીલ રાખી અને પલક સામે કેસ કરી નાખ્યો.
એણે ખુબ જ ગંભીર આરોપ લગાવી અને પલકને ખુબ જ બદનામ કરી નાખી.એમાં અણે સૌથી ગંભીર આરોપ મૂક્યો હતો કે જે દીકરી હતી તે પોતાની નથી અને પોતાની પત્ની કોઈ પરપુરુષ સાથે શરીરસુખ માણેછે,એવો ભયંકર આરોપ લગાડી પલકને સમાજમાં ખૂબ જ હાસીને પાત્ર બનાવી નાખી.
તારીખ ઉપર તારીખ "નોટિસ"ઉપર"નોટિસ"પોલીસ સ્ટેશનમાં તો ઘડીક કોર્ટમાં તો ઘડીક વકીલની ફીસ તો વારંવાર પોતાની ઓફિસમાં માનસિક તણાવ અનુભવી રહી છે.ખુબ જ અસર એની દીમાગની દશાને નીરંતર જોખમી પુરવાર થઈ રહી છે.વારંવાર દવાખાને પણ જવું પડે છે, એને કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવાનું પણ ગમતું નથી.
પરંતુ સૌથી મોટી પરેશાની એને પોતાની જ ઓફિસમાં જ ભોગવવી પડીછે.કારણકે એની ઓફિસમાં કામ કરતો વીશાલનો અંગત મીત્ર પલકને આવતાં જતાં તાના મારતો હતો.અને આખી ઓફિસમાં પલકને બદનામ કરી નાખી હતી. એ વારંવાર આપસમાં વાતો કરતાં કે તમને ખબર છે ? આ દીકરી એનાં પતીની નથી કોઈ બીજાની મોજ છે,આબધું પલક પોતાનાં કાનોકાન સાંભળતી હતી.

એકદિવસ પોતાની ઉપરી અધીકારીને પલકે વીશાલનાં મિત્ર સંજયની ફરીયાદ કરી.પરંતુ સંજયને કાંઈ કહેવાં કરતાં એ મેડમે પલકનેજ સલાહ આપવામાં પોતાની ઈમાનદારી રજુ કરી. એણે પલકને પોતાની પાસે બેસાડીને ખૂબ સલાહ આપી. કહ્યું આપણે સ્ત્રી માટે પુરુષ હંમેશા મનોરંજનની વસ્તુ છીએ, તો આપણે એટલી થોડીઘણી મસ્તી સહન કરી લેવાની. અને આપણે આવું બધું હસવામાં કાઢી નાખવાનું.
એકતરફ તારે હસ્બન્ડ જોડે ખાધાંખોરાકીનો કેસ ચાલેછે. ને બીજી બાજુ તું આવી ફરીયાદ કરીશ તો તારો કેસ નબળો પડી જશે.કારણકે જજ એવું વીચારશે કે આ છોકરીને તો ઓફિસમાં પણ અફેર્સ છે,તો તારા હસ્બન્ડની વાત સાચી ઠરી શકેછે.માટે તું જા શાંતિથી તારું વર્ક કરીને ચુપચાપ સહન કરીલે.

પલકને થયુંકે સાલુ એક સ્ત્રી આટલીબધી પાંગળી હશે ? શું એક સ્ત્રી પોતાનું સ્વમાન પણ બચાવવાનો અધીકાર નથી.એક મહીલાં શું આટલી બધી નબળી પુરવાર થઈ જાય છે. આજે હરેક ક્ષેત્રે આગળ વધી રહેલી સ્ત્રી પોતાનાં પરીવારની તેમજ બાળકોને અને આખાય કુટુંબની સંભાળ રાખતી સ્ત્રી એકજ પલમાં કેટલી એકલી અટુલી રહી જાય છે. એને કોઈ સાથ સહકાર આપવાં વાળું પણ કોઈ નથી હોતું

સમય પસાર થતો ગયો,એમજ લગભગ બે વર્ષ વીતી ગયાં. હવે પલક જેટલી એનાં હસ્બન્ડથી થાકી હતી, એટલી જ પોતાની ઓફીસનાં સ્ટાફથી પણ થાકી ગઈ હતી. એક ચોરની માફક ઓફિસમાં જતી અને ચુપચાપ કામ કરી અને આ લોકોનાં મહેણાં ટોહણાં સાંભળતી રેહતી. એની ઓફીસ નો સ્ટાફ મરદ હોવાં છતાં પણ મહીલાને શરમાવે એવી ખોદણી કરતો હતો.એકપણ વ્યક્તિ એની સાથે સીધે મોઢે વાત કરતો નહોતો. એથી પલકે કંટાળી અને એક સંબધીની મદદથી અમદાવાદમાં બદલી કરાવી લીધી.

એ દરમિયાન પલકની દીકરી મોટી થઈ ગઈ હતી. એણે પોતાની દીકરીને સારી સ્કુલમાં એડમીશન અપવી દીધું. હવે એને એકજ લક્ષ હતું. પોતાની દીકરીને સારું શીક્ષણ આપી ખૂબ મોટી સનદી અધીકારી બનાવવા માટેની કોશિષ શરૂ કરી લીધી.

સમય વીતતો ગયો,એની દીકરી ધીર ધીરે વધવાં લાગી એક,બે,ત્રણ, ચાર, ને પાંચમા ધોરણમાં પ્રવેશ કરી લીધો. સમય જાણે પવનવેગી ઘોડીની માફક દોડવાં લાગ્યો. આ દરમિયાન પલકે હજારો વખત પોતાનાં વતનમાં કેસની તારીખે
હાજરી આપવાં માટે ક્ઈ સો કીલોમીટરનું અંતર કાપીને અવારનવાર આવવું જ પડેછે.

એ સમયમાં પોલીસનાં પણ બહું જ કડવાં અનુભવ પલકને
વારંવાર થયાં છે. એકંદરે હવે એને સમાજમાં રહીને સમાજ
દ્રારા બનાવેલી પુરુષ પ્રધાન સીસ્ટમનો અસંખ્ય વખત અનુભવ થયો હતો. જ્યારે જ્યારે પલક પોલીસસ્ટેસનમાં જતી ત્યારે ત્યારે એને કટુતા ભરેલાં વચનથી હેરાન પરેશાન કરવામાં આવતી હતી. પરંતુ એ બધાંજ વેણ કવેણ સહન કરી અને આજે એક નીષ્ઠુર પથ્થર જેવી બની ગ્ઈ હતી.

એક કોમળ મૃદુ સ્વભાવની અને હંમેશાં વાતવાતમાં હસતી રહેતી પલક આજે એક મુઢ પથ્થર જેવી કે પાષાણ કાળજા સાથે જીવી રહીછે.એને આજે કોઈ કશું પુછેતો એ તરતજ વડકું ભરીલેછે.એનો શાંત અને મૃદુ સ્વભાવ કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો છે. પોતાની દીકરી વંદના (નામ બદલ્યું છે)આજે લગભગ દસેક વર્ષની થઈ ગઈ છે. એ વારંવાર પલકને એનાં પપ્પા વીશે પુછી રહીછે. ત્યારે પલક એને સમજાવી અને કહેછે,બેટાં તારી માં અને બાપ બન્ને હું જ છું. તારો બાપ જીવતો હોવાં છતાં તને એની દીકરી માનવાં તૈયાર નથી એવાં રાક્ષસ માટે તને કેવીરીતે સમજાવું કે કોણ તારો બાપછે ? આજે તને હું કહુંછું,કે તારી માં પણ હુંજછું અને તારો બાપ પણ હુંજછું.(અત્યારે તો એણે વંદનાને ચુપ કરી દીધી પણ મોટી થશે પછી કેવીરીતે સમજાવી શકશે,એને કેમ કહેશેકે એનાં સગાં બાપે કહ્યું કે આ મારી દીકરી નથી આ કોઈ બીજાનું પાપછે ) બહું રડીછે, આજે પલક પરંતુ હવેતો એની આંખોમાં આંસુએ પણ એનો સાથ છોડી દીધો હોય એવું લાગે છે. કારણકે એકાદ આંસુ આંખમાંથી ટપકીને સુકાઈ જાય છે.

એમજ પાંચ વર્ષનાં વાણાં વાઈ ગયાં, તારીખ અને વકીલની ફી દેવાની હોય એવાં સમયે વકીલ ફોનથી જાણ કરતો હતો. બસ જીંદગી એમજ પોતાનાં નવાં નવાં રંગ દેખાડતી હતી. કયારેક ઉમીદ જાગે તો ક્યારેક એવું લાગે કે કોર્ટ કચેરી આ બધું માત્ર રુપીયાં બગાડવાંનું મશીન છે.પાંચ વર્ષની વેળામાં કેટલી વખત પલક પોલીસ દ્વારા હડધૂત થઈ હતી.તો કેટલી વખત સમાજ દ્વારા તો કેટલી વખત કોર્ટમાં પણ સામેનાં વકીલ દ્રારા છતા કપડે એને નગ્ન કરી નાખવામાં આવતી હતી. પરંતુ પોતાની દીકરીને માટે કોઈ થોડાં ઘણાં પૈસા મળી જાય તો એની અને એની દીકરીને થોડો સહાયરૂપ બની શકે. પરંતુ એમાં એને પોતાની સરકારી નોકરી આડે આવતી હતી. પલક એકલીતો હતીજ પરંતુ એ પણ એક સારી જોબ ઉપર હતી જેથી ખાધાંખોરાકી કે કોઈ અન્ય સહાય એનાં પતી દ્રારા મળતી નહતી.અને સામેથી એનાં પતીએ પણ નાજાઈઝ હોવાનો આરોપ દાખલ કરેલો તેથી ઘણાં સમયથી કેસ રાબેતાં મુજબ ચાલતો હતો............
.....................ક્રમશઃ



(લગભગ બધું છોડીને પોતાની દીકરીને સાથે લ્ઈ ને પલક અમદાવાદમાં બદલી કરી જોબ કરતી હતી... પાંચ વર્ષથી કેસ કોર્ટમાં ચાલતો હતો...દીકરી પણ પાંચમાં ધોરણમાં પહોંચી ગઈ હતી.............. જોઈશું આગળ ભાગ:-54
મુલાકાત)