horror express - 15 in Gujarati Horror Stories by Anand Patel books and stories PDF | હોરર એક્સપ્રેસ - 15

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

હોરર એક્સપ્રેસ - 15

ઘેર જઈને બહાર ઢાળેલા ખાટલાઓમાં આડો પડ્યો. પપ્પા જોડે તે હવે સૂતો હતો પણ મોટો થયો એટલે ખાટલો પણ અલગ.
બધું ધીરે ધીરે બદલાઈ રહ્યું હતું, તે જૂની પૂરાણી વાતો જોકે અઢળક હતી, ગામમાં પણ લોકો હવે ધંધો-રોજગાર માટે શહેરમાં વસતા લાગેલા અને એ બધું જોખું પડી રહ્યું હતું.
"તેવામાં વિજયના અનુભવની કદર કરનાર કોઈ ન હતું" બીજા દિવસે સવાર પડી એટલે વિજય નાઈ ધોઈને નોકરી કરવા માટે વિજાપુર રેલ્વે સ્ટેશને પહોંચ્યા.
જેવો તે મનજીતને મળ્યો ત્યારે વિજય મૂંઝાયો તેના શરીરમાં આ અદભૂત શક્તિની અસર થવા લાગી
અધુરી વાતોની તેને હંમેશાં યાદ આવતી તે જાણવા માગતો હતો કે મનજીત શું કહેવા માગે છે.
"થોડા દિવસો માટે તે રજા ઉપર ઉતરી ગયો નોકરી ને આઠ મહિના પૂરા થયા હતા અને નવમા મહિનામાં નોકરીનો પ્રવેશ કરવા નો હતો."
નોકરીના અને ખેતીના પૈસા થી તેના પિતાએ નવું ઘર બાંધી દીધું હતું.
નવા ઘરમાં વાસ્તુ પૂજન કરાવીને બધા રહેવા ગયા.
"વિજયને નવું ઘર મળ્યાનો આનંદ હતો અને સાથે પોતાના મિત્ર મનજિતની વાતોનું દુઃખ પણ હતું."
વિજય આજે તું બહાર સુઈ જજે તારા પપ્પા ખેતરમાં થોડું કામ હોવાથી આવવાના નથી.
તું તારે સુઈ જજે ....
હું તારી બાજુમાં જ સુઈ જઈશ.......
સારુ મમ્મી.
વિજય અને તેની મમ્મી એકલા આજુ બાજુ માં સુઈ ગયા એ રાત પણ અંધારી હતી.
કુતરા દૂર સુધી ભસતા હતા આખી રાત કેવી રીતે વિતાવવી એવું વિજય વિચારવા લાગે મમ્મી બાજુમાં હતી એટલે ડર ઓછો હતો.
પણ મમ્મી કરતો પપ્પા નો પ્રભાવ તેને વધારે હતો એટલે જ પપ્પા ની ઉપસ્થિતિમાં તે ગભરાતો નહોતો.
મમ્મી તો પોતે ડરતી અને તેને પણ ડરાવતી....
ધીમે ધીમે રાત જામી, વિજય આંખો મીચીને પડ્યો રહ્યો. દરવાજાની જોડે ખાટલા પાથરેલ હતા, રસ્તો સૂમસામ હતો અને બધા ઊંઘી ગયેલા નસકોરા નો લગભગ કોઈને પ્રોબ્લેમ ન હતો એટલે વાતાવરણ પણ એકદમ શાંત હતું.
"વિજય નું મન ધીમે શાંત થવા લાગ્યું પણ તેનું મન મનજિતની વાતોમાં અટકેલું હતું."
ભુતાવલો ના ટોળા જેવું તેને સપનું આવ્યું.
વિજય નું સપનું ભયનો હાહાકાર હતું
"તે સપનું તેને ખૂબ જ ડરાવી નાખવા જાણે ઇન્જેક્શન ની જેમ અપાયેલું હતું મનજિતની વાતોથી જાણે ઘરમાં જન્મ થયો હતો એવું તો કઈ રીતે કહી શકાય એ તો એનાથી પણ વધારે ભયંકર હતું."
સપનામાં વિજયની આંખ ખુલી મધરાતે જાગ્યો તો તેની આંખો ચકળવકળ થઈને બધે જોવા લાગી. તેના માં ઊભા થવાની પ્રબળ હતી.
"નહીં તો કશું કે તેને ખેંચી રહ્યું હતું."
તે ઊભો થઈને બસ જોવા માગતો હતો કે દરવાજાની અંદર જવાની તેની તીવ્ર ઈચ્છા હતી. તે ચાહતો હતો કે અંદર જઈને બસ અંદરના પલંગ માં સુઈ જાય.
"એટલે તે ઉઠ્યો"
ઉઠી ને બારી પાસે આવી બારી બંધ હતી પણ તેમાં લાગેલા ગ્લાસ અંદરનું દ્રશ્ય બતાવતું હતું. વિજય હિંમત એકઠી કરીને અંદર જોયું આખું દ્રશ્ય એકદમ ખાલી હતું.
"કોઈ ન હતું"
શું તું પણ વિજય.....
એવું તેવું મને કહેવા લાગી તેઓ અચાનક જ......
વિજય ના મગજ માં અંધકાર ના વીજળી જેવા તાર ખેડવા લાગ્યાં ,જાણે કોઇ અલૌકિક શક્તિ તેનો છેડો તે બારીમાંથી છોડાવી રહી હતી અને કહી રહી હતી કે અંદર તો હું તને બેસવા જ નહીં દઉં.......
વિજય હક્કો બક્કો બની ગયો અને તેના હાથમાં એવું કશું નહોતું કે તે મારે અને તે શક્તિ વિખૂટી પડી જાય.
તેની પાસે એક જ રસ્તો હતો.
એ જઈને પાછું પથારીમાં સૂઈ રહે. તે ઉઠી ને દરવાજા તરફ ગયો અને તેણે દરવાજા ના હેન્ડલ ને પકડાવીને કોશિશ કરી અને વિજય ના મનમાં જોરદાર રમત શરૂ થઈ....
વધુ આવતા અંકે.........