(આપણે આગળના ભાગમાં જોયું કે મિશા ને જોબનો છેલ્લો દિવસ જ છે, અને એ જ દિવસે એના ઘરના લોકો એ છોકરો જોવા જવાનું ગોઠવ્યું છે. આ એ જ છોકરો હોય છે, જેનું માંગુ દોઢ વર્ષ પેહલા આવી ગયું હોય છે. આથી મિશા ને ઓછો રસ હોય છે, પણ એને વધારે ગુસ્સો એટલે આવે છે કે, એના જોબ નો છેલ્લો દિવસ હોય છે આથી, એને કોઈ ને મળ્યા વગર ફાસ્ટ ફાસ્ટ ઘરે આવવું પડે છે, અને ઘરે આવ્યા પછી પણ એની પાસે બે જ વિકલ્પ હોય છે, એક તૈયાર થવાનો અને બીજો નાસ્તો કરવાનો અને આગળ જણાવ્યું એમ મિશાને ખાવાનો અને સૂવાનો ખૂબ જ શોખ હોય છે. આથી, જ તો મિશા જોબ પણ મૂકવાની છે અને એટલે જ વિરાટ ને જોવા જતી વખતે પણ મિશા એ નાસ્તો કરવાનો વિકલ્પ જ પસંદ કર્યો. અને નાસ્તો કરી ને મેડમ તૈયાર થયા વગર જ છોકરો જોવા ગયા.)
મિશા ને એનું આખું ઘર મતલબ કે ત્રણેય બહેનો અને મમ્મી પપ્પા બધા છોકરો જોવા એના ઘરે જાય છે. મિશા ની બંને બહેનો જ્ઞાતિ ના બધા કાર્યક્રમમાં ભાગ લેતી હોવાથી એ વિરાટના ઘરે મોટાભાગના લોકોને ઓળખતી હોય છે. મોટા મોટા બધા બેઠા છે, એ લોકો બધા જૂની જૂની ઓળખાણો આપે છે અને બધા એકબીજાનો પરિચય મેળવે છે. અને થોડી વાર પછી વિરાટના ઘરે બધા ને નાસ્તો ને ઠંડુ આપવામાં આવે છે, મિશા અને એની બહેનો નો ગમતો નાસ્તો હોવાથી ત્રણેય સરખો નાસ્તો કરી લે છે, ત્યારબાદ મીશાને અને વિરાટ ને અંદર રૂમમાં વાત કરવા માટે મોકલવામાં આવે છે. મિશા અને વિરાટ અંદર રૂમમાં આવે છે, અને મિશા વાત કરવાની શરૂવાત કરે છે.
મિશા: "શું કરો છો હાલ તમે..??"
વિરાટ: "બેંકમાં જોબ કરું છું, અને તમે..?"
મિશા: "હું હોસ્પિટલમાં જોબ કરતી હતી પણ આજે જ હજુ મે મૂકી, આજે મારે જોબનો છેલ્લો દિવસ જ હતો."
વિરાટ: "કેમ આજે જોબ મૂકી દીધી..?? તો હવે શું કરશો આગળનો કંઈ પ્લાનિંગ...??"
મિશા: "જોબ એટલા માટે મૂકી કે એ બપોરના સમયમાં હતી, એટલે હું સુઈ શકતી ન હતી, ચલો એ તો વાંધો નહિ પણ તહેવારમાં પણ રજા નહિ બોલો હવે એવી જોબ કોને ગમે...??? એટલે મેં તો જોબ મૂકી દીધી, અને આગળ એલ.એલ.બી. કરવાનું વિચાર્યું છે પણ મમ્મી પપ્પા તો છોકરો શોધે છે એટલે મેં નક્કી કર્યું થાય તો કરવાનું નહિ તો વાંધો નહિ.
ચિરાગ: "અને જોબ કરવાનો વિચાર છે કે નહિ...???"
મિશા: "હા, વિચાર તો છે પણ આજકાલ જોઈએ એવી જોબ જ નથી મળતી, મને તહેવારમાં, રવિવારે એમ બધી રજા હોય તો જોબ ગમે પછી રોજ રોજ જવું ન ગમે."
વિરાટ: "તો તો તમારે પોતાની ઓફીસ જ કરી લેવાય એટલે રોજ રોજ જવું તો ન પડે અને તમને રજા રાખવાનું મન થાય ત્યારે રજા પણ રાખી શકો ને."
મિશા: "હા એ આઈડિયા તો સારો છે, પણ બી. કોમ. કરી ને શું ઓફીસ ખોલવી એટલે તો મારે એલ.એલ.બી. કરવું છે, તો હું શું ઓફીસ તો ખોલી શકું અને બંધ રાખું એટલે રજા."
વિરાટ:(હસતા હસતા) "બહુ બોલવાની આદત લાગે છે તમને હે ને...???"
મિશા: "હા ખૂબ જ મને ખાવા ન આપો તો ચાલે પણ બોલ્યા વગર તો જરા પણ ચાલતું નથી."
વિરાટ:(મજાક કરતા) "હા એ તો જોયું મે ક્યારના તમે જ બોલો છો, મને ક્યાં બોલવાનો મોકો જ આપો છો."
મિશા: "હા તો બોલો ને મે ક્યાં ના પાડી છે."
વિરાટ: "અરે, હું તો એમ જ મજાક કરતો હતો, સોરી."
મિશા: "ના પણ હું સાચું કહું છું, તમે તો કંઇક બોલો."
વિરાટ: "તમે પૂછો તમારે કંઇ જાણવું હોય તો."
મિશા: "તમને ઇન્ડિયા બહાર જોબ મળે તો કરો કે ન કરો...??"
વિરાટ: "હા છે ને મારો વિચાર બહાર જવાનો પણ વિચાર છે જ પણ, તમે કેમ આવું પૂછો છો...???
મિશા: "બસ એમ જ આ તો બધા ભવિષ્યમાં શું પ્લાનિંગ છે એ પૂછે ને એટલે પૂછી લીધું."
વિરાટ: "ઓકે, બાકી બોલો બીજું કંઈ બાકી છે પૂછવાનું...??"
મિશા: "ના ના કંઈ પૂછવાનું નથી, તમારે કંઇ પૂછવું છે...????"
વિરાટ: "ના ના તો ચલો બંને બહાર જઈએ."
મિશા:" ના ના એક મિનિટ ઊભા રહો ને મારે જોવું છે, તમારી હાઇટ મારી કરતા ઊંચા છો કે નહિ...???
વિરાટ: "હા જોઈ લ્યો તમે એક ઇંચ નીચા છો મારી કરતા."
મિશા: "ઓકે, એક સવાલ પૂછું..??? તમે જીમમાં જશો..??? મને હજુ થોડી વધુ ઊંચી
હાઇટ હોય ને તો ગમે."
વિરાટ: "હા, ઓકે. જઇશ."
(આમ બધી વાતો કરીને બંને બહાર આવે છે. ત્યારબાદ મિશા વિરાટના ઘરે જ બહાર એની બહેનો સાથે બધી વાત કરે છે, ત્યારબાદ એની બંને બહેનો વિરાટને બહાર બોલાવીને મિશા એ કહેલી બધી વાતો પૂછે છે અને ત્રણેય મળીને વીરા ઈન્ટરવ્યુ લે છે. પછી છેલ્લે ત્રણેય પૂછે છે તમે ફાઇનલ જીમમાં જશો...??? વિરાટ કહે છે, હા હું જીમમાં જઈશ પણ મારી પણ એક શરત છે કે મિશા પણ જીમમાં આવશે મને એનું શરીર થોડું વધુ લાગે છે તો ઓછું કરવા માટે એ પણ જીમમાં આવશે...???? એટલે ત્રણેય હા પાડે છે મિશા પણ કહે છે, હા હું પણ જીમમાં જઇશ. ત્યારબાદ બધા મોટા મોટા બેસવા બહાર આવે છે. થોડી - ઘણી વાતો કરી ને બધા છૂટા પડે છે, અને બીજી મિટિંગ ગોઠવવાની માંગણી કરે છે મિશા અને વિરાટ આથી બીજી મિટિંગ ગોઠવવાની વાત કરી ને મિશા ને એ લોકો નીકળે છે અને એકબીજાના નંબર ની આપ - લે કરે છે ત્યારબાદ મિશા ને એ લોકો બહાર જમવા જાય છે, અને ત્યાં બધી વાત કરે છે.)
મિશાના મમ્મી: " કેવો લાગ્યો છોકરો...??? વાતચીત કરવામાં તો સારો છે હે ને...???
મિશા: "હા છોકરો તો સારો છે, પણ હજુ એક મિટિંગ કરવાની મારી ઈચ્છા છે."
મિશાના પપ્પા: " હા વાંધો નહિ શાંતિથી વિચારીને જવાબ આપજે ને આપણે ક્યાં ઉતાવળ છે."
(મીશા અને એના ઘરના આમ બધી વાતો કરે છે, અને જમીને ઘરે જાય છે. ત્યારબાદ મિશા પાસે વિરાટ નો નંબર હોવાથી મિશા વિરાટને મેસેજ કરે છે અને બીજી મિટિંગ ની વાત કરીને મિશા સુઈ જાય છે. બીજા દિવસે સાંજે મિશા અને વિરાટની બીજી મિટિંગ હોય છે. મિશા એના ઘરે વાત કરતી હોય છે કે તે હજુ વિચારશે જલ્દી છોકરો પસંદ નહિ કરે અને 100% ગમશે તો જ હા પાડશે, તો એના મમ્મી અને પપ્પા મિશાને કહી દે છે ના હો બધું સારું જ છે અને છોકરો પણ સારો છે, હાઇટ પણ છે. એટલે આ વખતે તું ના તો પાડતી જ નહિ અને ના પાડીને તો અને બતાવેલો આ છેલ્લો છોકરો હવે અને નહિ બતાવીએ.આવું બધું બોલીને મિશાના મમ્મી રોવા લાગી છે બીજી બાજુ મિશા પણ દુઃખી થઈ જાય છે અને એ પણ રોવા લાગે છે એને બીજી બાજુ મિશાને વિરાટ સાથેની બહાર જવાની મિટિંગ નો સમય થઇ ગયો હોય છે. આથી મોઢું ધોઈને તૈયાર થઈને મિટિંગ માટે જાય છે. અને ત્યાં પણ બંને ઘણી બધી વાતો કરે છે.)
વિરાટ: "હા તો શું વિચાર્યું તમે..??"
મિશા: "એક દિવસમાં થોડું વિચારી શકાય છે, એટલે તો બીજી મિટિંગ પણ ગોઠવી."
વિરાટ: "હા એ વાત તો સાચી તમારી હું પણ કોઈ નિર્ણય પર પહોંચી શક્યો ન હતો."
મિશા: "એક સવાલ પૂછું..??"
વિરાટ: "હા બોલો ને."
મિશા: "તમને ટ્રાવેલિંગ કરવું ગમે..??"
વિરાટ: "હા બહુ જ ગમે, હું દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા જતો જ રહુ એટલે શું આખા વર્ષનો થાક તો ઉતરી જાય."
મિશા: "મને પણ ફરવા જવું ખૂબ જ ગમે, હું પણ કંઇકને કંઇક પ્લાનિંગ કરતી જ રહુ બહાર જવાના. એટલે તો મે જોબ મૂકી એમાં શું હતું ક્યાંય અહીંયાં ને અહીંયાં પણ બહાર જવા મળતું ન હતું જે મને જરા પણ ન ગમે."
વિરાટ: "સાચી વાત છે, એવી પેક જોબ તો ન જ ગમે ને."
મિશા: "હા બસ એ જ ને એક પણ રજા ન આપે અને રજા માંગો તો પગાર કાપી લે એમ થોડું ચાલે."
(આમ બંને વાતો વાતો કરતા કરતા નાસ્તો કરે છે અને પછી ઘરે જવાનું નક્કી કરે છે. રસ્તામાં મિશાને એની બહેન ની રિપોર્ટ વાળી વાત યાદ આવે છે. એટલે એ વિરાટ ને કહે છે કે તમે મને તમારા બધા મેડિકલ રિપોર્ટ આપજો ને એટલે વિરાટ કહે છે એ રિપોર્ટ જોઈને શું કરવાનું લગ્ન પછી કંઇ થયું તો..?? પણ મિશાતો જેનીશાની વાત મા આવી ગઈ હોય છે એટલે એ રિપોર્ટ માંગે છે. અને એની બહેન વૈદેહી જ્યાં જોબ કરે છે ત્યાં જાય છે. મિશા બ્ધિવાત વૈદેહી ને કરે છે વૈદેહી મિશા ને સમજાવે છે કે ન મંગાય રિપોર્ટ તું વિરાટ ને ના પાડી દે એટલે મિશા ના પાડે છે અને બે કલાક પછી ફરીથી મિટિંગ ગોઠવાય છે. શું થશે ત્રીજી મિટિંગમાં મિશા વિરાટને હા પાડશે....?????? વિરાટ મિશાને હા પડશે....?????આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો અને મજા માણતા રહો.)
(અસ્તુ)