મંજીત
પાર્ટ :૧
“મંજીત” નામની કહાણી ફક્ત મનોરંજન ખાતર લખવામાં આવી છે. વાર્તામાં આવતા નામ, સ્થળ અને ઘટના ફક્ત કાલ્પનિક છે. વાચક મિત્રો આપને “મંજીત” નોવેલ જરૂર પસંદ આવશે. તો તૈયાર થઈ જાવ “મંજીત” નામની નોવેલ વાંચવા...!!
****
“ઉંમમમહ.. આહ...!!” મોન્ટી પોતાની ગર્લફ્રેન્ડ સારાને લીપ કિસ કરવામાં મશગુલ હતો.
“એહહ તુમારી ચુમાચાટી ઇધર નહીં કરને કા. યહાં પર હમારે છોટે છોટે છોકરે લોગ ઘુમતે હૈ." સાઈઠની ઉંમરે પહોંચેલી જેનેટ નામની આંટીએ મોન્ટીને ધમકાવતાં કહ્યું. બગલમાં રહેલી ગર્લફ્રેંડ સારા મોટા ડોળા કાઢીને જોતી રહી.
“અરે ક્યાં આંટી થોડા રહેમ ખાલો. ઇદર નહીં બેઠનેકા ઉધર નહીં બેઠનેકા. તો સાલા યે લૈલા મજનું જાયે તો કહાઁ જાયે..??” મોન્ટી બબડતો એની ગર્લફ્રેંડને લઈને ત્યાંથી નીકળતો કહેતો ગયો.
ટૂંકી મેકસી પર જાડું શરીર લઈને જેનેટ આંટી ત્યાંથી નીકળી ગઈ. અવાજ પણ એવો જ વજનદાર. મોહલના લોકો પોતપોતાની બારીમાંથી ઝાંકવા લાગ્યાં. જેવી નજર જેનેટ આંટીએ ઉપર કરી કે બધા પાછા અંદર ભરાઈ ગયા.
“ક્યાં રે અબ્દુલ? થોડા નિગરાની રખનેકા કી નહીં? તુજે યહાં પર ખડા કયું રખા થા?” અબ્દુલને ઝાપટતા મોન્ટીએ કહ્યું.
“અરે જેનેટ આંટી કે સાથ કોન મુંહ લગેગા..?” અબ્દુલે બીતા કહ્યું.
“ચલ જવા દે..અબ્દુલ. આ સાલી આંટીનું તો રોજનું જ ખીટપીટ.” સારાએ સમજાવતાં કહ્યું.
“એહ ચલ સારા તને ઘરે છોડીને આવું..!!” મોન્ટીએ એટલું કહીને પોતાનું બુલેટ ખકડાવ્યું.
“ખુદા આફીઝ અબ્દુલ.” સારાએ રજા લેતા કહ્યું અને એ મોન્ટીનાં બુલેટ પર બેસવા ગઈ તે જ સેકેંડે મોન્ટી જોરથી ચિલાવ્યો ફટથી મોન્ટીનાં જમણા હાથમાંથી ખૂન નીકળવા લાગ્યું. કશું પણ સમજવા માટે કોઈનું દિમાગ ચાલી રહ્યું ન હતું. મોન્ટી ગબડ્યો. મોન્ટીનું બુલેટ બેલેન્સ વગર પડી ગયું. સારા ત્યાંથી ખસી ગઈ મોન્ટીનું ખૂન જોઇને તે જ સમયે ચીસ પાડી મૂકી. અબ્દુલ ભાગીને નજદીક આવ્યો. સમજ પડી ગઈ હતી કે મોન્ટીને ગોલી કોઈએ મારી હતી...!!
આખા મહોલ્લામાં ગુંજી ઉઠે એવી સારાની ચીસથી મોહલ્લાનાં લોકો ભાગતાં આવ્યા. અબ્દુલને કોઈ વાહન ચલાવતા આવડતું ન હતું. ઓટો બોલાવીને મોન્ટીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
પોલીસ કેસ થયો.
સારાને કશું સમજાતું ન હતું? પૂછું તો કોણે પૂછું મોન્ટીનું ખૂનનું કારણ...!!
****
“એ સાલો ટપક્યો કે નહીં?” મીઠી મધૂરી સ્વરમાં પણ ગુસ્સામાં ફોન પર મહોદયાનો અવાજ હતો.
“મેડમ કામ થઈ ગયું છે. તમે નિશ્ચિત રહો.” ભારી અવાજથી પ્રોફેશનલ સોપારી લેનાર અખિલેશે કીધું. કશું પુછાય એના પહેલા જ ફોન કટ થઈ ગયો.
****
શહેરના છેવાડે આવેલી ઝૂપડપટ્ટી જે પ્રેમનગરનાં નામે જાણીતી હતી. જેવું નામ એવાં જ લોકો રહેતા હતાં. બધા જ કાસ્ટનાં લોકો હળીમળીને રહેતાં. એમાં વળી થીકો મીઠો તો ઝગડો રોજનો રહેતો જ. આ નગરનો સાલો હિરો મંજીત દિલનો સાફ..!! મહોલ્લમાં જે પણ થાય એ ત્યાં ઊભો જ હોય. કોઈનાં પણ સુખ દુઃખમાં હાજીર માણસ એટલે મંજીત ઉર્ફ મોન્ટી.
પ્રેમનગર ઝુંપડપટ્ટી એવી રીતે વસેલી હતી કે જ્યાંથી એકઝેક્ટ રેલની પટરી દેખાતી. ટ્રેનો જયારે ત્યાંથી ભાગતી તો પ્રેમનગરની જમીન પણ ત્યારે નાચવા લાગતી. પરંતુ એના પહેલા ખુલ્લું મેદાન લાગતું. આ ખુલ્લું મેદાનમાં વરસાદના દિવસોમાં લાંબી ઘાસ ઉગી આવતી. આ દિવસોમાં ટ્રેનો દેખાતી નહીં. ફક્ત ટ્રેનોનો અવાજ આવતો.
ચોમાસું પતી ગયું હતું. એટલે મોન્ટી પોતાનાં દોસ્તો સાથે રસ્તો બનાવા માટે ઘાસપુસ કાપવા આવ્યો હતો. પરંતુ અચાનક એણી નજર રેલ્વે ટ્રેક ક્રોસ કરતી કોલેજ ગ્રુપની માનુનીઓ પર પડી. એમાં જ એક માનુનીને રેલ્વે ટ્રેક ક્રોસ કરીને પોતાનાં તરફ આવતી જોઈ. બીજી બધી માનુનીઓ પણ ટ્રેક ક્રોસ કરવાની જ હતી ત્યાં તો પોલીસો આવતાં દેખાયા અને એ માનુનીનાં પાછળ પડ્યા. મોન્ટી તરફ આવતી માનુની કશું બોલે તે પહેલા જ એક આવતી ટ્રેનનો અવાજ સંભળાવા લાગ્યો. તે ફાસ્ટ ટ્રેન જતી જોઈ રહી અને પાછળ મોન્ટી સહીત એના ફ્રેન્ડ સર્કલ ઊભેલા જોયા. માહોલ એકદમ સુમસામ હતો. ટ્રેન જતી રહી પણ સામે નાં તો કોઈ પોલીસો દેખાયા નાં એ માનુનીનું આખુ ફ્રેન્ડ ગ્રૂપ દેખાયું..!!
એ માનુની મોન્ટી સહીત ફ્રેન્ડ ગ્રૂપને જોઇને ડરવા લાગી.
અચાનક એ માનુનીને શું વિચાર ચઢ્યો..!! એ ખેતરમાં ભાગવા લાગી..!!
(વધુ આવતાં અંકે...)