ગુલાબો સિતાબો ફિલ્મ રીવ્યુ
ડાયરેકટર સુજિત સિરકાર અને રાઇટર જૂહી ચતુર્વેદીની સફળ જોડી વિકી ડોનર, પિકુ અને ઓક્ટોબર બાદ ફરી એકવાર દર્શકો સમક્ષ હાજર થયાં છે ફિલ્મ ગુલાબો સિતાબો સાથે. ફરી એકવાર અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાના સાથે પણ.
આટલાં મોટા નામ કોઈ હિન્દી ફિલ્મ સાથે જોડાયેલાં હોય અને તે થિયેટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતી હોય એવું પ્રથમવાર બને છે તેવું કહી શકાય.
આવાં ધુરંધરો એકસાથે હોય એટલે ફિલ્મ માટે અપેક્ષા પણ વધુ હોય તે સ્વાભાવિક છે.
ફિલ્મનાં ટ્રેઇલર પરથી વાર્તા શું છે તે અંદાજ આવી જાય છે. અમિતાભ બચ્ચન જૂની પુરાણી હવેલીનો માલિક અને આયુષમાન ખુરાના ભાડૂઆત. મકાન ખાલી કરાવવાની કવાયત અને મકાન ખાલી ન કરવાની દોડાદોડી... આ વાર્તા છે... સિંગલ ટ્રેક સ્ટોરી... લાલચ, લોભ અને લુચ્ચાઈ... થોડાં સબપ્લોટ છે, પણ ખૂબ જ નાના લખાયેલાં છે.
અમિતાભ બચ્ચન (મિર્ઝા)ની એક્ટિંગ એટલે વન મોર ટાઈમ એક્ટિંગ કી યુનિવર્સિટી... એનો દેખાવ, કપડાં, હાવભાવ, ચાલવાની રીત, જોવાની રીત, બોલવાની રીત... એક્સ્ટ્રા ઓર્ડિનરી.
સામે આયુષમાન (બાંકે) પણ એઝ યુઝવલ જોરદાર... એની પણ બોલવાની રીત, કપડાં, ડાયલોગ ડિલિવરી... પાવરફુલ, સખત...
સરપ્રાઇઝ... બેગમનાં રોલમાં Farrukh Jaffar... જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે ભરપૂર મનોરંજન કરાવે છે.
હવેલી પણ ફિલ્મમાં એક પાત્ર જ છે.
સપોર્ટિંગ કલાકારોનું કામ પણ વખાણવાલાયક છે.
સિનેમેટોગ્રાફી અને ડાયરેક્શન સુંદર છે.
મ્યુઝિક ફિલ્મ જોતી વખતે ગમે એવું છે.
જૂહી ચતુર્વેદી... હંમેશાની માફક લખાણમાં બારીકાઈ અને મહેનત દેખાય છે. પાત્રાલેખન મજેદાર છે.
જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હોત તો...?
સૌ પ્રથમ આ ફિલ્મ માસ એન્ટરટેઈનર કે માસ અપીલિંગ મૂવી બિલકુલ નથી. કે પછી નથી ક્લાસિક કેટેગરીમાં આવે એવી એલાઈટ ઓડિયન્સ માટેની ફિલ્મ.
ઘણાં લોકોને ફિલ્મ થોડી સ્લો લાગે કે જે મનોરંજન કે કૉમેડીની અપેક્ષા હોય તે પૂરી થતી ના લાગે કે પછી સિંગલ ટ્રેક સ્ટોરી થોડી કંટાળાજનક લાગે એવું બની શકે.
પણ હિન્દી ફિલ્મોમાં કંઈક અલગ, જુદું, નવીન જોવાની ઈચ્છા હોય, થોડી ધીરજ હોય, સારી એક્ટિંગ જોવી હોય, ચીલાચાલુ સ્ક્રીપટને બદલે થોડું એક્સપરિમેન્ટલ એન્ટરટેઇનમેન્ટ જોવું ગમતું હોય તો મજા આવશે જોવાની.
આમપણ જૂહી ચતુર્વેદીની લખેલી ફિલ્મો બીબાઢાળ કરતાં થોડી હટકે અને અલગ જ હોય છે. એ જ એનો પ્લસ પોઇન્ટ છે.
ફિલ્મ લિમિટેડ ઓડિયન્સને ગમશે એવું બને...
****