આશા તેના પતિ અને બે બાળકો સાથે સાધારણ પરીસ્થિતી માં રહે.મધ્યમ વર્ગના કુટુંબ માં જન્મેલી આશા ના લગ્ન પણ એની જેવા જ નાના કુટુંબ માં થયા એટલે જ્યાર થી પરણીને આવી ત્યાર થી કરકસરથી જીવવાનું જાણે વ્યસન થઈ ગયું.
અચાનક ફાટી નીકળેલા કોરોના વાયરસ નામના રોગ ને કારણે લોકડાઉન થઈ ગયું એટલે આવક બંધ થઈ ગઈ શરુઆત માં તો તેના પતિ નો જે થોડોઘણો પગાર આવ્યો તેમા મહીનો વિતાવ્યો બીજા મહીને ઘરમાં તકલીફ પડી તો આશાએ જે થોડી ઘણી બચાત કરી હતી તેમા થી તેણે કરકસર કરી ને પંદર વીસ દિવસ તો કાઢી નાખ્યા પણ હવે ધીમે ધીમે ઘરમાં અનાજ પૂરું થવા આવ્યું હતું આશા ને હતું કે બસ અઠવાડિયુ નીકળી જાય પછી તો લોકડાઉન નો સમય પુરો થાય છે એટલે કામ ચાલુ થઈ જશે
પણ તેની ધારણા ખોટી પડી અને લોકડાઉન લંબાયુ હવે તો ઘરમાં અનાજ નો એક દાણો પણ નહીં બાળકો ખાવા માટે બુમ પાડે છે બપોરે તો જેમતેમ કરીને ખિચડી રાંધી જમાડયા હવે રાત્રે શું બનાવું તે વિચાર માં સાંજ પડી ગઈ હવે બાળકો ભૂખ્યા થયા
હવે શું કરવું વિચારી ને આશા ની આંખો માં આંસુ આવી ગયાં.
બાળકો હવે ખાવા માટે જીદ કરવા લાગ્યા એટલે તેમને સમજાવા માટે આશા ખોટું ખોટું રસોઈ બનાવા લાગી ચુલા પર તપેલીમાં પાણી ભરી ને ઉકળવા મુક્યુ અને બાળકો ને કહયું કે જમવાનું બનતા વાર લાગશે બની જાય એટલે તમને ખાવા આપું.
હવે એક કલાક થયો એટલે છોકરાએ પૂછ્યું મમ્મી હજી કેટલી વાર લાગશે? આશા એ કહ્યું બસ થોડી વાર મા બોલાવું છું આમ ને આમ બે કલાક ગયા હવે બાળકો પણ સમજી ગયા કે મમ્મી અમને આશ્વાસન આપે છે ઘરમાં ખાવાનું નથી પણ બોલી નથી શકતી.બાળકો કહે મમ્મી હવે અમને ભુખ નથી એમ કરી ને સૂઈ ગયાં હવે આશા થી ના રહેવાયું તે ચોધાર આંસુએ રડી પડી તેણે જીવન માં કયારેય કોઈ પાસે હાથ લાંબો નહોતો કર્યો હવે પોતાની તકલીફ કોને કહે આ વિચાર માં આખી રાત જાગી સવાર પડતા તેણે નક્કી કર્યું કે હવે આમ નહીં જીવી શકાય આના કરતા મોત ને વહાલું કરવું સારું તેનાં ઘરમાં ઝેરી દવા હતી તેણે હિંમત કરી ને બધા ને કહયું કે હવે આપણે આ રીતે જીવી તો નહીં શકાય પણ સાથે મરી તો શકાય છે ચારે જણા એકબીજા ને ભેટી ને ચોધાર આંસુએ રડયા અને મરવા નો નિર્ણય કર્યો.
હજુ આશા ઝેર ની શીશી મોંઢે માંડે છે ત્યા કોઈએ દરવાજો ખખડાવ્યો એટલે તેણે જઈને દરવાજો ખોલ્યો તો તેની સામે તેના પાડોશી મીના બહેન, શિલ્પા બહેન તેમનાં પતિઓ સાથે
ઉભા હતા અને બીજા પણ ત્રણ ચાર વ્યકિત સાથે હતાં તે લોકો સીધા ઘરની અંદર આવી ને એક પછી એક સામાન ના પેકેટ મુકવા લાગ્યા આશા તો આ બધું જોઈ ને વિચારવા લાગી કે આ લોકો ને કેવી રીતે ખબર પડી કે મારા ઘરમાં તકલીફ છે.
આશા એ કહ્યું કે તમે બધા એ આટલી બધી તકલીફ શું કામ કરી અમારા ઘરમાં બધું છે કોઈ વાત ની કમી નથી.
એટલે મીના બહેન બોલ્યા કે આશા બહેન તમે નહીં કહો તો શું
અમને ખબર નહીં પડે કે તમે તકલીફ માં છો અને પહેલાં સગા તો પાડોશી અમે નહીં આવીએ તો કોણ આવશે અને હા બીજી કોઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે જણાવશો અને બધાએ હસતા મોઢે વિદાઈ લીધી.
આશા ની તો આંખો માં ઝળઝળીયા આવી ગયાં તે કહે કે ભગવાન છે તે સાંભળ્યુ હતુ પણ આજે જોઈ પણ લીધું.
વિનંતી🙏 આવા કપરા સમયમાં તમારી આસપાસ કોઈ ભૂખ્યા પેટે ના સુઈ જાય તેનું ધ્યાન રાખજો થોડાં માં થી થોડું આપી પાડોશી ધર્મ નીભાવજો...