Ek aash - 3 in Gujarati Love Stories by Bhatt Aanal books and stories PDF | એક આશ - 3

Featured Books
Categories
Share

એક આશ - 3

બીજા ક્રમ માં... મેં સોહમ ને તેના પપ્પાનું નામ પૂછ્યું તો તે તરત જ સ્ટેજ ની પાછળ દોડી ગયો.
હવે આગળ...

સોહમ દોડ્યો એટલે હું પણ તેની પાછળ દોડી. એ તરત જ ત્યાં જઈ ને ચિત્રા મેડમ ને ભેટી પડ્યો અને પૂછવા લાગ્યો કે "મમ્મી, પપ્પા ક્યાં છે? "

તેના પપ્પા મૃત્યુ પામ્યા હશે. એવો મને પહેલો વિચાર આવ્યો. પણ ચિત્રા મેમ ને જોતા એવુ લાગતું નહોતું. એટલે થયું કદાચ છુટાછેડા થયાં હશે. પણ અહીં કદાચ એવુ કશું નહોતું.

ચિત્રા મેમ કાંઈ જ ખાસ બોલ્યા નહિ ફક્ત એટલું જ કહ્યું કે " હું જ તારા પપ્પા છું. બીજું કોઈ નહી. હવે જા રમવા મારે થોડું કામ છે, હું કામ પતાવી ને તારા પાસે આવું છું. "

મેં થોડું રહી ને પૂછ્યું, "ઓળખી મને? "ચિત્રા મેમ એ આછું સ્મિત આપ્યું અને બોલ્યા, "ઓળખું જ ને, કેમ નહિ? તારા જેટલી સારી કંપની લાયબ્રેરી માં પુસ્તકો વાંચવા માટે આજ સુધી મળી જ નથી. " અમે બને થોડું હસ્યાં ને સ્વાભાવિક વાતો કરી. પછી મેં તેમનો નક્કી કર્યા મુજબ આભાર માન્યો. એમને પણ સ્વાભાવિક રીતે થોડા વખાણ કર્યા.

હું આમ તો જવાનુ વિચારતી હતી પણ મને મગજ માં એક પ્રશ્ન સોહમ ના પિતા વિશે પણ ફરતો હતો કે ચિત્રા મૅડમ ના પતિ સાથે સુ થયું હશે? એટલે મેં પૂછી જ નાખ્યું પણ સીધું પૂછવા ની હિમ્મત નહોતી (થોડું વિચિત્ર લાગે )એટલે મેં એવુ પૂછી નાખ્યું કે 'તમારા લગ્ન ક્યારે થયા?' અને એ બાબત તરફ વાત વળે તેવી કોશિશ કરી.

એમનો જવાબ થોડો વધારે જ વિચિત્ર હતો. અને હા એક આંચકો આપે એવો પણ ખરો. એમને કહ્યું કે એમના તો લગ્ન જ નથી થયા. એટલે મને થયું કે અનાથાશ્રમ માંથી અડોપ્ત કરેલ હશે સોહમ ને પણ ચિત્રા મેમ કદાચ મારું મન વાચી શક્યા એમને તારાજ કહી દીધું કે અનાથાશ્રમ માંથી નથી લાવી. મારો જ દીકરો છે.

મને આ વાત જરાં પણ ગળે ના ઉતરી કે આટલા સંસ્કારી, આટલા સારા વિચારો ધરાવતા, આટલી સારી બૂકો વાંચતા હોવા છતાં આવું પગલું તે ચિત્રા મેમ ભરી શકે. એક શિક્ષક હોવા છતાં સમાજ ની દ્રષ્ટિ એ લાગતું ખરાબ કાર્ય તે કરે, વગર લગ્ને બાળક.. એ એક ભારતીય તરીકે કોઈ ને પણ ખરાબ જ લાગે.

આ વાત મારાં મગજ પર એટલી ચડી ગઇ થોડા સમય માટે કે કદાચ એ પ્રકારના હાવભાવ મારાં ચહેરા પણ સ્પષ્ટ નજર આવતા હતા અને એ ચિત્રા મેમ સમજી ગયા.

"તું જ વિચારે છે એવુ કશું નથી"

"તો કેવું છે? " મેં તરત જ વગર વિચાર્યે પૂછી નાખ્યું.

"તને પહેલા થી જ ઈચ્છા છે ને એક કહાની એક બુક લખવાની? " મેં કહ્યું "હા "

"ચાલ, હું તને અમારી અધૂરી પ્રેમ કહાની જાણવું. "

"પણ મને અધૂરી પ્રેમ કહાની લખવી નથી. મને આખી, પુરી અને હેપ્પી એન્ડિંગ વાળી પ્રેમ કહાની જ ગમે."

" મને પુરી આશા છે આ પ્રેમ કહાની એક દિવસ જરૂર પુરી થશે. "

"ત્યારે તો હું જરૂર તમારી જ કહાની થી પ્રથમ નવલકથા લખીશ. "

"હા જરૂર. "

"હા, પણ અત્યારે સોહમ ના પિતા વાળી ગુથી માં ઘણા સમય સુધી વિચારી મારાં મગજ નું દહીં કરવા નથી માંગતી એ વિશે તો તમારે મને અત્યારે જ કહેવું પડશે."

"તો તો તારે આ અધૂરી કહાની જ સાંભળવી પડશે જ લાંબી ચાલશે. "

"મને તમારી અધૂરી વાત સાંભળવા માં જરાં પણ પ્રોબ્લેમ નથી. પણ મારે થોડી તૈયારી કરવાની બાકી છે અને બરોડા માટે આજે રાત્રે નીકળવાનું છે. "

આમ તો મને પણ સાંભળવાનો ચસ્કો લાગ્યો હતો. પણ સમય નહોતો. એટલે મેં થોડો ફક્ત લવ સ્ટોરી ની એક મોટી ફેન તરીકે લવ સ્ટોરી સાંભળવા માટે મારી ટિકિટ કેન્સલ કરાવી અને બીજા દિવસે સવાર ની ટિકિટ બુક કરાવી લીધી.

ચિત્રા મેમ નો જ દીકરો છે સોહમ પણ તેમના લગ્ન નથી થયાં કે બીજા કોઈ કારણ નથી તો સોહમ ના પિતા કોણ છે?
જો તમે પણ મારી જેમ લવ સ્ટોરી ના ફેન હોઈ તો તૈયાર થઇ જાવ આગળ ના પ્રકરણ માં ચિત્રા મેમ ની લવ સ્ટોરી વાંચવા માટે.