dasta a bulding - 3 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | દાસ્તાને બી બિલ્ડિંગ - 3

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દાસ્તાને બી બિલ્ડિંગ - 3

દાસ્તાને " બી " બિલ્ડીંગ 3

સોમભાઇ અને વિદ્યા પણ પોતાના ઘરે આવી ગયા. વિદ્યા ની મમ્મી મામા નાં ઘરેથી કાલે આવાની હતી. પણ આજે રાતે વિદ્યાને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું.
એક મંદિર હતું. મંદિર ની બાજુમાં સમુદ્ર હતો. પછી થોડી વાર કંઈ વિદ્યા ને દેખાતું જ ન હતું જાણે લાઇટ અચાનક જતી રહી એ પછીનો અંધકાર વિદ્યા ને પણ કાળો કલર પછી કંઇ દેખાતું જ ન હતું.
થોડી વાર પછી
મંદિરની ઘંટડી નો અવાજ આવી રહયો હતો અને પછી બંદુક માથી છુટેલી ગોળી ધીમેથી આવતી જોતી વિદ્યા ઊંધમાથી ઊઠી જાય છે.
ખુબ જ ડરી જાય છે આ વિચિત્ર સ્વપ્નથી અને એક ધ્રુજારી જેવી કંપન અનુભવે છે. થોડી મિનિટો સુધી એમ જ બેસી રહે છે. પછી પોતાના બેડની બાજુમાં ટેબલ પર મુકેલો પાણીનો ગ્લાસ લઇ છે. ધટધટ પાણીનાં બે ધુટ પાણી પીય છે. આ વિચિત્ર સ્વપ્ન વિદ્યા ને કયારે આવ્યું ન હતું. આખી રાત બસ પોતાના રુમમાં આમ તેમ ફરે છે કેમકે આ સ્વપ્નથી વિદ્યાની ઊંધ ઊડી ગઇ હતી. એક વિચાર પણ કર્યો કે લાવ પપ્પા ને સ્વપ્ન વિશે કહ્યું પણ ફરી પાછી વિચારે છે કે એમ જ આવ્યું હશે સ્વપ્ન એમ વિચાર કરે છે. અને એમ પણ પપ્પા ને આ ખાલી સ્વપ્ન કેવા જગાડવું ઠીક નથી વિદ્યા એમ વિચારે છે. આખી રાત વિચાર કરતી વિદ્યા સવાર પડતા તેને ઊંઘ આવી જાય છે.
વિદ્યા ની મમ્મી આવી ગઇ હતી. સવાર ના અગિયાર વાગી ગયા હતા.

" બેટા ઊઠીજા સવારના અગિયાર વાગી ગયા છે " વિદ્યા ની મમ્મી માધવી બોલે છે.

" બેટા ઊઠી જા "

" મમ્મી તમે આવી ગયા " વિદ્યા બગાસું ખાતા બોલે છે.

" કેટલા વાગ્યા મમ્મી "

" અગિયાર વાગી ગયા "

" અગિયાર વાગી ગયા ! ?
એલાર્મ તો મને ની સંભળાયો
પપ્પા એ તો ઊઠાડવા આવવું હતું "

" અરે તારા પપ્પા તો ઘરે જ નથી.
ફોન પણ નથી લાગતો
તને કંઇ કીધું હતું કયાં જવાના છે "

" ના મમ્મી કંઇ કીધું નથી "

" સવાર સવારમાં ખબરની કયું કામ યાદ આવ્યું "

" કંઇ જરૂર કામ હશે એટલે જ ગયા હશે "

" પણ ફોન તો કરવો હતો "

" ભુલી ગયા હશે "

" હા "

" મમ્મી સ્વપ્ન સાચા પડે છે "

" કેમ આજે પુછે છે ?
કેવું સ્વપ્ન આવ્યું "

" બસ એમજ મમ્મી "

" સ્વપ્ન સાચા પડે પણ અને નહીં પણ
કંઇ કહી ના શકાય "

" મમ્મી તમારું કોઈ સ્વપ્ન સાચું પડેલું છે "

" ના "
" પણ તારા પપ્પાનું સ્વપ્ન સાચું પડેલું હતું કે આ સોસાયટીમાં રહેવા આવાનું "

" સાચે જ "

" હા બેટા
બસ હવે જલ્દી નાહી લે
હું નાસ્તો બનાવા જામ છું "

નયન કસરત કરવા સવારે આઠ વાગ્યે ધાબા પર ગયો હતો પણ પાછો આવ્યો જ ન હતો. જ્યારે એની મમ્મી ઉપર બોલાવા ગઇ ત્યારે નયન બેહોશ હતો. તરત જ નયનની મમ્મી ભાવના એ નયનના પપ્પા પંકજ ને બોલાવી ઘરે લઈ આવ્યા. પણ હજુ સુધી એને હોશ આવ્યો ન હતો. પંકજ ભાઇ તરત જ ડોક્ટર મહેતા ને ફોન કરી બોલાવ્યો ડોક્ટર મહેતા આવીને નયન ને તપાસે છે પછી કોઈ વનસ્પતિ સુંઘાડે છે. નયન તરત જ હોશમાં આવે છે.

" મમ્મી મમ્મી "

" બેટા હું અહીં જ છું " ભાવના હાથ પકડતા બોલે છે

" મમ્મી બી બિલ્ડીંગ .. "

" બેટા તું પહેલાં આરામથી બેસ પછી વાત કર્યે " પાણીની ગ્લાસ નયને આપે છે.
વિદ્યા ને આવું સ્વપ્ન કેમ આવ્યું ?

સોમભાઇ સવારે કયાં જતા રહયા ?

નયને બી બિલ્ડીંગમાં શું જોયું ?

રહસ્ય જાણવા માટે વાચતાં રહો દાસ્તાને " બી " બિલ્ડીંગ ....