સવારે ઉઠીને પૂજાએ જોયું તો રવિ ઘરમાં નહોતો.... ઘરમાં પણ કોઈને એ ક્યાં ગયો છે.... ખબર નહોતી... પૂજા આજે સાંસારિક જીવનનો ચઢાવ ઉતાર નો પ્રથમ અનુભવને કારણે વ્યથિત થઈ ગઈ....
અને આ તો હજી શરૂઆત હતી... આવાં અનુભવો તો હવે ડગલે ને પગલે થવાનાં જ હતાં.... દિવસ જેમ જેમ ઉપર ચઢતો ગયો.... પૂજા રવિના આવવાની રાહ જોતી રહી.... પોતાના મનની મનોવ્યથા કોઈ જાણી ન જાય તે માટે ઘરના કામમાં વ્યસ્ત રહેતાં રહેતાં પણ પૂજા દરેક ક્ષણે રવિની રાહ જોઈ રહી હતી.... બપોર પર પસાર થઈ ગઈ સાંજના આગમન પણ દૂરથી દેખાવા લાગ્યા... પણ રવિ હજી સુધી ઘરે આવ્યો નહોતો... હવે પૂજાને વધારે ચિંતા થવા લાગી હતી.... આજ પહેલાં હજી સુધી આટલું મોડું કોઈ દિવસ થયું ન હતું.... આમ તો રવિ શું કામ કરતો હતો તે ઘરમાં પણ કોઈને ખબર ન હતી... રવિ એ પૂજાને જણાવ્યું હતું કે તેને એક કેમિકલ ફેક્ટરી હતી.... લગ્ન થયાં પછી એક વખતે રવિ એ પૂજાને દૂરથી એક મકાન બતાવીને કહ્યું હતું કે ત્યાં આગળ પહેલાં મારી ફેક્ટરી હતી જે હમણાં એક મહિના પહેલા જ મેં એને વેચી દીધી છે.... અને આ બાબતની જાણ ઘરમાં કોઈને નથી.... એટલે પૂજા પણ ઘરમાં કોઈને આ બાબતમાં કશું પૂછ્યું નહોતું એને રવિની વાત ઉપર પુરો વિશ્વાસ હતો.... 6:30 થવા આવ્યા હતા તે છતાં પૂજા વારેવારે દરવાજા સામું જોઈને રવિના આગમન ની રાહ જોયા કરતી હતી... સાત વાગવા આવ્યા હતા ત્યાં દરવાજો ખખડ્યો... સવારથી રવિ કહ્યાં વગર નીકળી ગયો હતો અને આખો દિવસ કંઇ પણ જણાવ્યા વગર આવ્યો ન હતો એટલે એનાં મમ્મી એ દોડીને દરવાજા તરફ ધસી ગયા..... દરવાજો ખોલ્યો સામે રવિ ઉભો હતો તેનાં મોં પાસેથી દારૂની ગંધ પારખી એના મમ્મીએ ત્યાં જ એને પૂછ્યું : 'આજે ફરી પાછો પી ને આવ્યો તું ??? ' પૂજા આ સાંભળી ને હેબતાઇ ગઈ... રવિ બીજા રૂમમાં અંદર જતો રહ્યો... પૂજા પાણી લઈને ત્યાં ગઈ પણ આજે એને રવિના ચહેરા પર કોઈ અજાણ્યો ચહેરો દેખાયો.... દારૂ પીધા પછી આંખોમાં નશો અને લાલઘૂમ આંખો થઇ ગયેલી હતી... પૂજા સામે જે કડક આંખોથી જોયું પૂજા એ જોઇને થરથરી ગઈ.... પાણી પીધા વગર જ રવિ પલંગ પર આંખો બંધ કરી ને સુઈ ગયો....
પૂજા અત્યારે પોતાને એકલી અટુલી મહેસુસ કરી રહી હતી.... એને ખબર નહોતી પડી રહી કે આ પરિસ્થિતિમાં હું શું કરું ??? પૂજાને આજે પ્રથમ વખત જ ખબર પડી હતી કે રવિ દારૂ પીવે છે.... એના મમ્મી એને પૂછ્યું હતું... 'આજે ફરી દારૂ પીને આવ્યો છું??' એનો મતલબ છે પહેલાં પણ દારૂ પીતો હશે જે પૂજાને બિલકુલ ખબર નહોતી... પૂજાને એ પણ જાણવું હતું કે ફક્ત બીવડાવવા માટે ઊભા કરેલા ગુંડાની ની વાત મને કેમ ન કરી.... જેનાં કારણે પપ્પા આ સંબંધ માટે ના પાડી અને એનાં મમ્મી પપ્પાને ત્યાંથી ખોટું બોલીને નીકળવું પડ્યું..... જેના કારણે હવે ત્યાં જઈ પણ નહોતી શકતી....ઘણી બધી વાતો પૂજાને રવિ ને પૂછવી હતી પણ અત્યારે કઈ પણ પૂછી શકે તેમ નહોતી...
બીજા દિવસે સવારે રવિ ઉઠીને નાહી ધોઈને ચૂપચાપ ચા નાસ્તો કરવા માટે બેઠો.... કોઈ કોઈની સાથે વાતચીત જ નહોતું કરી રહ્યું.... દરેકની પાસે ઘણા પ્રશ્નો એકબીજા માટે હતાં... ઘરમાં પણ રવિ હજી પણ કંઈ જ કામ કરી રહ્યો નથી એ જ છાપ હતી... તોપણ કોઈપણ નાના-મોટા કામ માટે રવિ પાસે હંમેશા પૈસા તો રહેતાં જ હતાં... તો એ બધાં પૈસા ક્યાંથી આવતાં હશે ?? શું રવિ કોઈ ખોટાં કામ કરે છે ?? થોડી વાર થઇ પછી રવિએ સામેથી જ પૂજાને કહ્યું : ' તું પણ નાસ્તો કરી લે ને ? ' બે દિવસથી કોઇ વાતચીત થયા વગર આજે અચાનક રવિને સારી રીતે બોલતાં જોઈ પૂજા ત્યાં જ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.... એ જોઈને કંઇક થયું ના હોય તેમ રવિ હસતાં હસતાં બોલ્યો : ' આ શું મેં તો નાસ્તો કરવા કહ્યું પાણીની ડોલ ભરવા થોડી કહ્યું છે... ' એ જોઈ પૂજાના મમ્મી અને બહેન રવિને વઢવા લાગ્યાં કે : ' તું બે દિવસથી કઈ રીતે એની સાથે વાત કરી રહ્યો છે અને હવે એને ચીઢવી રહ્યો છે પાછો... !!! ' રવિની બહેને પૂજાને પાણી આપી અને કહ્યું : ' ભાભી તમે પણ નાસ્તો કરી લો ચલો આપણે સાથે બેસીને નાસ્તો કરીએ... ' અત્યારે ઘરનું થોડું હળવું વાતાવરણ લાગતા પૂજા ઉભી થઇને મોં ધોઈને આવી અને બધાની સાથે નાસ્તો કરવા માટે બેઠી....
મકાનના ચોથા માળે રવિનું ઘર આવેલું હતું... બહાર મોટી ખુલ્લી જગ્યા પણ એ જ ભાગમાં આવેલી હતી..... મકાનના દરેકને કંઈ પણ નાનું મોટું તડકાના કંઈ પણ કામ હોય તે બધા જ અહીંયા આવતા હતા... મકાનમાં નીચે રહેતા સંજય સાથે રવિને અણબનાવ હોવાથી રવિ પહેલાંથી જ પૂજા ને તેના સાથે ક્યારેય વાત નહીં કરવા કહી રાખેલું હતું... બીજા દિવસે કોઈ કામથી સંજય ઉપર આવેલો હશે પૂજા તે વખતે ઘરમાં કંઈક કામ કરી રહી હતી... પૂજાનો ધ્યાન હતું જ નહીં કે નીચેથી સંજયભાઈ ટીવીએન્ટીના ઠીક કરવા માટે આવેલા છે.... રોજ સાંજે છતમાં કચરો વાળવા માટે આવતી હતી એ જ પ્રમાણે અત્યારે પૂજા અથવા કચરો વાળવા લાગી ત્યારે તેની નજર સંજયભાઈ ઉપર પડી.... અત્યાર સુધી એમના સાથે મુલાકાત પણ થઇ ન હોવાથી એને એ પણ નહોતી ખબર કે આ એ જ સંજયભાઈ છે જે રવિએ એમના સાથે વાત કરવા માટે ના પાડેલી છે... સ્વાભાવિકપણે જ પૂજાએ એમને કંઈક મદદ ની જરૂર હશે એમ સમજીને પૂછ્યું હતું કે : ' ટેબલ કે કંઈ જોઈએ છે તમને ??' એમને ના પાડી કે : ' ના, મને નહીં જોઈએ.. !! '
એમનું કામ પૂરું થઈ જતાં એ રૂમમાં થઇ જવા લાગ્યાં.... પૂજા સામે જોઈને હસીને થેન્ક્યુ કહ્યું... ત્યારે જ રવિને અંદર આવવાનું થયું.... બંને સામ સામે થયાં... રવિની આંખોમાં બંને હસતાં અને વાત કરતાં દેખાયાં.... એમના ગયાં પછી રવિ પૂજા સામે ગુસ્સાથી જોઈ રહ્યો.... પૂજાએ પાણી આપ્યું તો ગ્લાસ હાથમાંથી લઈને સીધો ઘા કરી દીધો.....
શું થયું કંઈ નહીં સમજાતાં પૂજા અવાક્ થઈ ઉભી રહી ગઈ...