Armaan na armaan - 7 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | અરમાન ના અરમાન - 7

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અરમાન ના અરમાન - 7

“આટલા દિવસો થઇ ગયા હજુ સુધી આપને બધા એકબીજાના નામ પણ નથી જાણતા” એણે પોતાનું મોઢું ચડાવતા કહ્યું.
“શેરીન ન તો વધારે જાડી હતી કે ન તો વધારે પાતળી હતી પણ એનો ચહેરો અને એની આદત જો ઢંગની હોત અમે એને જવા પણ દેત.લેકચર ફ્રી હતો તો ઇન્ટ્રોડક્શન નો દોર આગળ વધતો હતો ને વધતા વધતા અરુણ પાસે આવી ને અટક્યો.
“યોર ટર્ન..” અરુણની તરફ આંગળી કરતા શેરીને કહ્યું. એ સાથે જ અરુણભાઈ તાવમાં આવી ગયા અને જોરથી કહ્યું જેને મારું ઇન્ટ્રોડક્શન જોઈએ એ હવેલી પર આવીને મળે.
“વ્હોટ????” નાક સીકોડતા શેરીને કહ્યું.
“હવેલી પર મળ પછી વ્હોટ નો મતલબ સમજાવું.” અરુણે ફરી તાવ સાથે કહ્યું.
“શું ડેરિંગ છે આનું” હું મનમાં બોલો અને હું થોડીવાર શેરીનનો ચહેરો જોતો તો થોડીવાર અરુણનો અને ત્યારે મને ભગવાન જાણે ત્યારે મને શું સુજુ કે મેં અરુણના કાન પાસે જઈને કહ્યું.
“તારા માટે પરફેક્ટ છે..”
“જિંદગીભર કુંવારો મરીશ પણ આતો નય જ.” અરુણે ગુસ્સા સાથે કહ્યું. અરુણ તો એ સમયે શેરીનને ધમકી દઈને નીકળી ગયો પણ એના પછી મારો જ વારો હતો અને મારે પણ અરુણની જેમ કહી ને નીકળી જવું જોઈતું હતું. પરંતુ મારી પાસે એટલી હિંમત નહોતી કે હું બધાની સામે એવું કઈ કહી શકું. તો હું ઉભો થયો અને ડરતા ડરતા ધીમા પગલે હું આગળ ગયો. હું અંદરથી ધ્રુજતો હતો.
“ગુડ મોર્નિંગ, ફ્રેન્ડસ આઈ એમ અરમાન...” મિડીયમ અવાજમાં બોલ્યો એ કદાચ પહેલી બેંચવાળાને પણ માંડ માંડ સંભળાયુ હશે.
“પ્લીઝ સ્પીક લાઉડલી” શેરીને કહ્યું. એ સમયે શેરીન નો ફેસ જોઇને મનમાં થતું હતું કે મારું શુઝ કાઢીને શેરીન ના મોં પર દઈ મારું પણ એજ સમયે સિવિલના મેમ અંદર આવ્યા અને મારી પર ગોળી છોડી દીધી.
“અહીં તું ઉભો રહીને શું કરે છો?”
“એ..એ..એ. હું અહી બધાને ઇન્ટ્રોડક્શન આપતો હતો બસ” મેં હકલતા કહ્યું.
“જા તારી જગ્યા પર જઈને બેસી જા.” મેમ એ ફરી કહ્યું.
“ અબ્બે જો અહીં બહાર કોરીડોરમાં સિંઘમ ચક્કર મારે છે.” અરુણે પોતાની બુકમાં લખતા લખતા કહ્યું.
“અરે મેં ફોર્મલ કપડાં તો મેં નથી પહેર્યા.” મેં ડર સાથે કહ્યું.
“એક પ્લાન છે.” અરુણે બોર્ડમાંથી પોતાની બુકમાં ઉતરતા કહ્યું.
“ જો રીશેશમાં આપડે બહાર જતા રહીએ તો આનાથી બચી શકાય જેવી રીશેશ પૂરી થશે એટલે આપડે પાછા આવતા રહીશું.” અરુણે ફરી વાત આગળ વધારતા કહ્યું.
“સોલીડ આઈડિયા” મેં ઉત્સાહ સાથે કહ્યું. એવામાં સિવિલ વાળી મેમ બોર્ડમાં લખતા ફરી તો હું એને ઘુરવા લાગ્યો. એ મેમ લગભગ ૪૫ વર્ષની આસપાસ હશે અને સામેથી જુવે તો કોઈ ખરાબ વિચાર ના આવે.
“અબ્બે આને તો છોડી દે હવે.” મારી નજર તો પૂરે પૂરી સિવિલવાળા મેમ પર જ ટકેલી હતી.
“શું થયું?” મેં એવી રીતે કહ્યું કે જાણે મેં કઈ કર્યું જ ના હોઈ પણ અરુણ મારા કરતા પણ વધુ કમીનો હતો.
“સાલા આને શું કામ ઘુરે છો, આને તો બધા મમ્મી કહીને બોલાવે છે.” અરુણે કહ્યું.
“મમ્મી?” મેં આશર્ય સાથે કહ્યું.
“નવીન કહેતો હતો કે આ બહુ પ્યારથી ભણાવે છે અને એકનો એક સવાલ ગમે તેટલી વાર પૂછો પણ જરાય ગુસ્સો નહિ કરે અને દરેક વખતે જવાબ આપશે. એ અહીં પ્રોફેસર છે પણ એ વાત નો એને જરા પણ ઘમંડ નથી.” અરુણે પોતાની વાત પૂરી કરી.
પુરા ક્લાસમાં હું અને અરુણ ફૂલ ટુ મસ્તી કરતા હતા અમને બંનેને કેટલીય વાત કરતા અને હસતા જોયા હતા પણ દરવખતે એ અમને ઇગ્નોર કરી દેતા હતા. સિવિલવાળા મેમ સાચે જ મમ્મી હતા.
છેલ્લા કેટલાક દિવસોની જેમ આજે પણ રીશેશ મા હું એશના ક્લાસમાં એ ઉમ્મીદ માં કે કાશ આજે એશ લેટ આવી હોઈ પણ આજે પણ અરુણના એ મિત્રે પોતાનું માથું નાં માં જ ધુણાવ્યુ ત્યાર પછી હું અને અરુણ બંને બાઈક સ્ટેન્ડ પર આવ્યા અને મેં નવીન પાસેથી તેની બાઈકની ચાવી માંગી લીધી હતી. ત્યાં એક બાજુ અરુણ નવીનની બાઈક બહાર કાઢી રહ્યો હતો તો બીજી તરફ હું એ જગ્યા ને જોઈ રહ્યો હતો કે જ્યાં મેં એશ ને પહેલીવાર જોઈ હતી. ત્યાં તે દિવસની જેમ ન તો એશ ની કાર ઉભી હતી કે ન તો એશ ત્યાં હતી. તેમ છતાં ન જાણે મને કેમ એ જગ્યા થી બહુ પ્યાર થઇ ગયો હતો. હું એ બાજુ જ જઈ રહ્યો હતો કે અરુણે હોર્ન માર્યો.
“ઓયે અહીં પેશાબ ના કરતો બહાર કરી લેજે.” અરુણે કહ્યું.
“અબ્બે હું...” આગળ શું બોલું કઈ જ ન સુજતા હું આગળ કઈ ના બોલ્યો અને સીધો જ બાઈક પાછળ જઈને બેસી ગયો.
“બે પ્લેટ સમોસા આપો ને કાકા” કોલેજના મેઈન બિલ્ડીંગથી બે કિમી ડિર કોલેજનો મેઈન ગેટ હતો, અને એની આસપાસ આવેલી દુકાનોમાંથી એક દુકાનમાં બેઠા બેઠા મેં બે પ્લેટ સમોસા નો ઓર્ડર કર્યો.
“એક પ્લેટ એવી દેજો કે જેમાં નમકીન, સલાડ, તીખી અને મીઠી ચટણી બધું જ નાખી દેજો, અને હા થોડું દહીં પણ નાખી દેજો.” અરુણે પોતાની ફરમાઇશ જાડતા કહ્યું.
“આટલું બધું નખાવે છો તો થોડી ધૂળ પણ સાથે સાથે નખાવી દે ને “ મેં અરુણની ફરમાઇશ સાંભળીને કહ્યું.
“એ તારા માટે રહેવા દીધી છે.” એને હસતા કહ્યું.
“થેન્ક્સ..” મેં પણ એ જ અંદાજમાં જવાબ આપ્યો. પેટ પૂજા કર્યા બાદ અરુણે પોતાના ખિસ્સામાંથી દસની નોટ એવી રીતે ટેબલ પર દઈ મારી કે જાણે તાશના હુકુમ નો એક્કો ના હોઈ.
“મેં આજ ભી ફેકે હુએ પૈસા નઈ ઉઠતા હૈઇઇ..” મેં પણ ડાઈલોગ જાડતા કહ્યું.
“ઠીક છે ત્યારે તું જ આપી દે મારું બીલ..” એણે પૈસા ઉપાડતા કહ્યું.
“ના હવે હું અમિતાભનો ડાઇલોગ મારતો હતો.” મેં એના હાથમાંથી નોટ ખેંચતા કહ્યું. રીસેસ પૂરી થવામાં થોડી જ વાર હતી ત્યારે હું અને અરુણ ક્લાસ તરફ ચાલ્યા ત્યારે અમે બંને ખુશ થતા હતા અને ખુદને ખુબ હોશિયાર સમજતા હતા અને એવું માનતા હતા કે રીસેસમાં થનારી રેગીંગને અમે માત આપી દીધી. પણ આમરી ચાલાકી એ ત્યારે દમ તોડી દીધો કે જયારે અમને બાઈક સ્ટેન્ડ પર સિનિયર્સ એ અમને ધડ દબોચ્યા.
“અરમાન &અરુણ” જયારે સિનિયર્સે અમારા નામ પૂછ્યા તો મેં જવાબમાં આમારા બંનેના નામ કહ્યા.
“તારું નામ શું છે?” એકે ફરી કહ્યું.
“અરમાન..” મેં જવાબ આપ્યો. હજુ મેં મારું નામ આપ્યું જ હતું ત્યાં પેલો હોસ્ટેલવાળો સિનિયર્સ પણ આવી ટપક્યો કે જેણે મને કાલનો પરેશાન કરી રાખ્યો હતો. એને આવીને પોતાના મિત્રો સાથે હાથ મેળવ્યો અને ત્યાર પછી મારી સામે જોઈ અને મુસ્કુરાતા તેના દોસ્તો સામે જોઇને કહ્યું.
“ શું હાલ છે પહેલવાન?”
“બધું બરાબર” મારું એટલુ જ બોલયુ તું કે એણે એક જોરદાર થપ્પડ મારા ગાલ પર જડી દીધી. અને એના બધા મિત્રો મારી સામે જોઇને હસવા લાગ્યા.
“તને કેટલીવાર કહ્યું કે આઈ કોન્ટેક્ટ નહી કરવાનો,તારા દિમાગ માં વાત ઘુસતી જ નથી.” એણે કહ્યું. લોહીનો ઘુટ પી ને મેં મારી નજર નીચે કરી લીધી. ત્યાર બાદ બધા સિનિયર્સે મને ઘેરી લીધો તો મને સમજાઈ ગયું કે આજે કઈક ખરાબ થવાનું છે બહુ જ ખરાબ થવાનું છે, કે જેની મને કલ્પના પણ નહોતી કરી ક્યારેય.
આપણા સંવિધાનની કોઈ કલમની કોઈ ધરામાં સાફ લખ્યું છે કે રેગીંગ એલાઉડ નથી પણ અહી બાઈક સ્ટેન્ડ પર બધું જ ખોટું થઇ રહ્યું હતું. મારાથી ના જાણે આ હોસ્ટેલવાળા સિનિયરને શું દુશ્મની હતી કે મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. અને ત્યારે ત્યાં હું બિલકુલ એકલો હતો. થોડીવાર પહેલા અરુણે વચ્ચે પડવાની કોશિશ કરી હતી પરંતુ તેની રોકટોકથી પરેશાન થઈને તેને પણ એક થપ્પડ મારીને ત્યાંથી ભગાવી મુક્યો હતો. અને મને તેની બાઈક પર બેસાડી દુર કોલેજના ગ્રાઉન્ડ પર લઇ ગયા.
“બાઈક પરથી ઉતરે છો કે નીચે પાડી દઉં.” એણે મને ધમકાવતા કહ્યું. ત્યારે મને થયું કે કદાચ મારી પાસે કોઈ સુપર પાવર હોઈ તો હું આની બેન્ડ બજાવી દઉં. પરંતુ હું એક નોર્મલ સ્ટુડન્ટ હતો કે જેણે પહેલી ટ્રાયમાં જ આવી શાનદાર કોલેજ માં એડમિશન મેળવી લીધું હતું.
“મને અહિયાં શું કામ લાવ્યા છો, સર” મેં બાઈક પરથી ઉતરતા જ સવાલ કર્યો. મને ખબર હતી કે એ મારા સવાલ કરવાથી ભડકી જશે પરંતુ હું ત્યાં ચુપચાપ કેટલીવાર ઉભો રહું. એટલે જ મેં અહી શું કામ લાવ્યો એ વાત નું રીઝન પૂછી લીધું. જેવું મારું અનુમાન હતું એ પ્રમાણે એનો પારો ચડી ગયો અને મને એક જોરદાર થપ્પડ રશીદ પણ થઇ ગઈ અને સાથે બોનસમાં પીઠ પર એક લાત પણ અને એનું પરિણામ એ આવ્યું કે હું સીધો જ ગ્રાઉન્ડ પર ઢળી પડ્યો. આવું તો બધા સાથે થતું જ હશે એવું વિચારીને હું ઉભો થયો અને પોતાના ચેહરા પરથી મેં ધૂળ ખંખેરી. કોલેજનું ગ્રાઉન્ડ થોડું દુર હતું તો કોલેજમાં ક્લાસ ચાલુ હોઈ તો અહી બે ચાર લોકો જ હોઈ છે. પરંતુ જેવો હું પોતાના ચેહરા ઉપરથી ધૂળ સાફ કરવા લાગ્યો તો મને બે ત્રણ બાઈકનો અવાજ સંભળાનો જે સમય સાથે નજીક આવતો ગયો અને અમારી નજદીક આવીને અટક્યો અને એ બાઈક્સ પર છોકરીઓ હતી, એ એ જ ચુડેલો હતી જે અકસર કોલેજના પાછળના ગેટ પર ઉભા રહીને ગાળો ભાંડતી હતી.
“સાત વર્ષથી એન્જીનીયરીંગ કરવા વાળા ગધેડાને પણ બોલાવી લો એની જ કમી છે બસ હવે” મેં ખુદને જ કહ્યું. એક નોર્મલ ભણવાવાળો સ્ટુડન્ટ આવી સિચુએશનમાં ફસાયને તો ખૂન ગભરાય જાય છે યા તો પેન્ટ પલળી જાય છે તો પણ હું એક અજીબ માણસ હતો હું અંદર ને અંદર કોમેડી કરતો હતો.
“અે તો પેલો કેન્ટીનવાળો છે” એક બીજી બાઈક પણ ત્યાં આવીને ઉભી રહી ગઈ. એ બાઈક પર એ સાત વર્ષથી એન્જીનીયરીંગ કરવાવાળો રાવણ પણ સવાર હતો. વરુણ પોતાની બાઈક પરથી નીચે ઉતર્યો તો એક સીનીયર એ એને સિગરેટ આપતા સર કહીને વિશ કરું.
“ગુડ આફટરનુન “ઈરાદો તો નહોતો તો પણ મેં વરુણને વિશ કયું શું ખબર કદાચ એ ખુશ થઇ જાય ને મને બચાવી લે.
“મને અહિયાં શું કામ બોલાવ્યો છોટુ” વરુણે પેલા હોસ્ટેલવાળા સિનિયરને પૂછ્યું કે જે મારો કોઈ જન્મનો બદલો લઇ રહ્યો હતો.
“આ એ જ છોકરો છે સર જે બહુ ઉછળે છે આજે પકડમાં આવ્યો છે.” હોસ્ટેલવાળા સીનીયરે વરુણને કહ્યું.
“અહિયાં આવ” વરુણે પોતાના હાથની બે આંગળીથી મને નજીક આવવાનો ઈશારો કરતા કહ્યું.
“નામ શું છે?” વરુણે મને પૂછ્યું.
“અરમાન.. ફસ્ટ ઈયર.. મેકેનીકલ બ્રાંચ...” મેં બધું એક સાથે કહી દીધું કેમ કે મને ખબર હતી કે આગળનો સવાલ કયો હશે.
“આ તો સ્માર્ટ છોકરો છે છોટુ.” વરુણે છોટુને કહ્યું.
“કઈ નહી સર, તમે જુઓ હું એની બધી જ સ્માર્ટનેસ કેવી રીતે કાઢું છું.” છોટુ એ વરુણને કહ્યું. અને મને ત્યાં જ બેસી જવાનું કહ્યું.
“અપ..” જયારે હું બેઠો તો એણે મને ઉભા થવા કહ્યું. જયારે હું ઉભો થયો તો ફરી કહ્યું ડાઉન હું ફરી બેઠો. મારી ઈજ્જતની તો પૂરી લાગી ગઈ હતી. ત્યાં ઉભેલી ચુડેલો પર ઠાહકા લગાવીને પેટ પકડીને હસી રહી હતી. જયારે મારી ઉઠક બેઠક કરીને શ્વાસ ફૂલવા લાગી હતી.
“આ મોટો હિરો છે મેં આનાથી મોટો ઘોચુ આજ સુધી નથી જોયો.” વિભાએ મને જોતા જોતા કહ્યું. મારું પૂરું શરીર પરસેવાથી લથબથ હતું અને હવે તો મારા પગ પણ ધ્રુજી રહ્યા હતા ત્યાર પછી તો એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે એકવાર બેઠું પછી ફરી ઉઠાવાની હિંમત જ ના થઇ અને હું બેસી જ રહ્યો.
“અબ્બે ઉઠ..” વરુણએ વિભાનો હાથ પકડ્યો અને પોતાની તરફ ખેંચી અને પોતાના શુઝથી મારા ચહેરા ઉપર ધૂળ ફેકતા કહ્યું.
“હવે.. હિંમત...નથી...” મેં જોર જોર થી શ્વાસ લેતા લેતા કહ્યું ને ઉપર એક નજરો જોયો કે વરુણ અને વિભાના હોઠ એક બીજા સાથે જોડાયેલા હતા.
“સર,જુઓ આ ઉઠતો નથી.” છોટુએ ચાડી ખાતા કહ્યું.
“અબ્બે ઉઠ, નઈતર આખી કોલેજમાં નાગો કરીને દોડાવીશ.” વરુણે તાવમાં આવીને કહ્યું.
“હાથ લગાવીને તો જો તારી જાન લઈ લઈશ" તાવમાં ને તાવમાં બોલી ગયો. પરંતુ ત્યાર પછી મને ક્યાલ આવ્યો કે હું તાવમાં ને તાવમાં શું બોલી ગયો છું. હું થોડીવાર શૂન્ય મસ્તક થઇ ગયો. અને સમજી ગયો કે આજે મારી જિંદગીનો સૌથી ખરાબ દિવસ સાબિત થવાનો છે.
“બેલ્ટ કાઢ, એ ને હું એની ઔકાત બતાવું છું” વિભાને પોતાનાથી દુર કરી અને મારી તરફ આગળ આવ્યો. પોતાના મજબુત હાથથી મારું જબડું પકડીને દબાયું અને પોતાના મિત્રો ને ફરી કહ્યું.
“અબ્બે બેલ્ટ દે..”
“સર જવા દો મરી જશે..” એક સીનીયર બોલ્યો.
“મરવા દે.” વરુણ ખુબ ગુસ્સામાં બોલ્યો.
“અરે સર છોડો એને..” બાકી બધા સિનિયર્સ આવ્યા અને વરુણને પકડીને મારાથી દુર લઇ ગયા. અને પછી એ બધા મારી પાસે આવ્યા.
“ચાલ પુશઅપ કર..” એ બધા એ કહ્યું.
“આઈ કાન્ટ...” મેં કહ્યું.
“તારો બાપ પણ કરશે સાલા ...” દુરથી વરુણનો અવાજ આવ્યો. એ લોકો નો શું પ્લાન હતો રામ જાણે પણ બધાએ મને ઘેરી લીધો અને બધા મને પુશઅપ કરવાનું કહેવા લાગ્યા.
“એક વાત તું તારા મગજમાં ઘૂસેડી દે કે જો તું એક પળ પણ અટક્યો તો બધા તને એક એક લાત મારશે ચાલ શરુ થઇ જા.” એ બધાએ કહ્યું.
આ લોકો હવે હદ ને પાર કરી રહ્યા હતા અને હું મારા દિમાગમાં ત્યારે એ જ વાત ચાલતી હતી કે હું કાલનો સુરજ જોઈ શકીશ? અને કદાચ હું કાલ નો સુરજ જોઇશ તો કઈ હાલતમાં જોઈ શકીશ? ત્યારે મને એ પણ ખબર નહોતી કે કાલે હું કોલેજમાં હોઈશ કે કોઈ હોસ્પિટલમાં માં પટ્ટીઓ બાંધીને પડ્યો હોઈશ? મેં પુશઅપ કરવાની શરૂઆત કરી દીધી.પરંતુ ત્યારે જ એક વ્યક્તિએ મારો બેલ્ટ કાઢવાની કોશિશ કરી તો હું જમીન પર સપાટ સુઈ ગયો.

“આ તમે લોકો..” હજુ હું પૂરું બોલી પણ નહોતો શક્યો કે મારી પાછળ એક સાથે કેટલીય લાતો એક સાથે પડી મારું આખું શરીર દર્દથી કણસી પડ્યું. અને આખરે મારી આંખ માંથી આંસુ સરી પડ્યા. ઘૂળના કણો મારા આખા શરીર પર ચોટેલા હતા. એ છોકરાઓની લાતો જયારે પડવાની અટકી તો એ છોકરીઓએ પોતાના સેન્ડલની અણીઓએ મારી કમર પર દસ્તક દીધી. એ પળને હું આજ સુધી નથી ભૂલી શક્યો ત્યારે હું કેટલાય દિવસો પછી રડ્યો હતો.
“ચાલ ફરીથી શરુ થઇ જા અને હવે અટકતો નથી નહીતર તું જાણે છો શું થશે.” ફરી એ લોકો એ કહ્યું. મેં રડતા રડતા પોતાના હાથ જમીન પર ટેકવ્યા અને ફરી પુશઅપ કરવા લાગ્યો. આ વખતે ત્યાં ઉભા એક છોકરાએ મારા પેન્ટ નો બેલ્ટ ખોલી નાખ્યો અને પેન્ટ નું બટન પણ ખોલી નાખ્યું. પરંતુ હું ના અટક્યો કારણકે અટકવાનો મતલબ હતો ફરીથી માર ખાવો. મારા શરીરમાંથી ખુબ પરસેવો વહેતો હતો અને એની છાપ જમીન પર પણ પડી ગઈ હતી. હું જયારે પુશઅપ કરતો હતો એજ સમયે વિભાએ મારું પેન્ટ નીચે સરકાવી દીધું અને ખીલખીલાટ હસવા લાગી.
“અબ્બે અટકતો નઈ..” ફરી એક અવાજ આવ્યો. એના પછી એ લોકોએ મારા કમરથી નીચેના બધા કપડા કાઢી નાખ્યા અને હું થાકી હારીને ત્યાં જ સુઈ ગયો અને રડવા લાગ્યો. એ લોકો ઘણી વાર સુધી ત્યાં ઉભા રહીને હસતા રહ્યા અને મને ગળો આપતા રહ્યા અને જયારે એનું મન ભરાઈ ગયું તો ત્યાંથી જતા રહ્યા.
કદાચ આ બધું કોલેજમાં થયું હોત તો આ બધા જેલમાં હોત પણ આવું કઈ જ નહોતું. પણ બધું કોલેજની બહાર થયું હતું તો આની જવાબદારી કોલેજની નહોતી. હું ત્યાંથી ઉભો થઈને હોસ્ટેલ તરફ નીકળ્યો. ત્યારે હું અંદરથી પૂરે પૂરો તૂટી ચુક્યો હતો. રડતા રડતા હવે તો આંખમાંથી આંસુ પણ ખૂટી ગયા હતા અને આખો લાલચોળ થઇ ગઈ હતી.
ગ્રાઉન્ડમાંથી ઉઠીને હું સીધો હોસ્ટેલ તરફ ગયો ત્યાં રૂમનો અડધો દરવાજો ખુલ્લો હતો એને મેં પૂરો ખોલ્યો અને રૂમમાં ઘુસી ગયો.
“શું થયું?” ગભરાહટ ભર્યા અવાજમાં અરુણે પૂછ્યું. પરંતુ હું કઈ જ પણ ના બોલ્યો કે એમ કહો કે મારામા કઈ પણ બોલવાની હિંમત નહોતી, જો ત્યારે હું કઈ પણ બોલેત તો ત્યાં હજુ ફરી રડી પડેત. એટલે ત્યારે હું સીધો બેડ પર જઈને સુઈ ગયો અને પોતાની આંખો બંધ કરી લીધી. મારા પુરા શરીરમાં દર્દ થતું હતું અને એ ચુડેલો ના સેન્ડલની ખરોચ થી બળતરા થતી હતી.
આ શું થઇ ગયું એ પણ મારી સાથે ત્યારે ન તો મારા મનમાં એશનો કોઈ ખ્યાલ આવતો હતો કે ન તો દીપિકા મેમ વિષે. ત્યારે હું એ પણ ભૂલી ગયો હતો કે ભાઈ એ આ શહેર છોડતા પહેલા શું નસીહત આપી હતી. અત્યારે તો બસ એ જ યાદ હતું કે બદલો...હું કઈ મોટો ધમાકો કરવા માંગતો હતો કે જેની લપેટમાં ગ્રાઉન્ડમાં હાજર બધા લોકો આવી જાય.
“કાલ હું એ બધાને જાન થી મારી નાખીશ, પછી જે થવું હોઈ એ થાય.” મારી કમર ખુબ દર્દ કરતી હતી પરતું તો પણ મેં બેઠા થતા કહ્યું.
“તું આરામ કર અરમાન” અરુણે મારા પ્રત્યે ચિંતા થતા કહ્યું.
“બહુ સહી લીધું આ બધા હરામીઓનું, તું કાલ જો હું આ બધા ની શું હાલત કરું છું” મેં ઉભા થઈને શર્ટ કાઢતા કહ્યું.
“અબ્બે તને શેનાથી માર્યો છે એ લોકો એ?” અરુણે મારા શરીર પરના નિશાન જોતા કહ્યું.
“ પેલી પાંચેય ચુડેલો સેન્ડલ પેહરી ને નાચી હતી સાલી ઓ" ગુસ્સામાં ધ્રુજ્તામે કહ્યું અને ત્યાંથી સીધો જ હું નાહવા માટે બાથરૂમ તરફ નીકળી ગયો.
એ રાત્રે કોઈ સીનીયર હોસ્ટેલમાં તો નહોતું આવ્યું પણ મને જે અજીબ વાત લાગી હતી એ એ હતી કે ભૂ એ આખી રાત કોઈ સાથે ફોન પર વાતોએ લાગેલો હતો અને એ કોઈ જુગાડ કરવાની વાતમાં કરતો હતો.એ રાત્રે નીંદર મારાથી કોસો દુર હતી. હું ત્યારે એવુ ઇચ્છી રહ્યો હતો કે જેમ બને એમ જલ્દીથી સવાર પડે અને હું એમટીએલ ને મળું.

ક્રમશઃ