એક અઠવાડિયામાં મકરસંક્રાંતિ છે તો થાંભલે બેસીને બધા મિત્રો દેવ , સંજય ,વિજય, અજય, અક્ષય, બધા વાતો કરે છે કે તું કેટલા મીટર દોરી પીવડાવવાનો છે . તો દેવ કહે હું 5000 મીટર દોરી પીવડાવવાનો છું અને બધા હસવા લાગે છે બધા કહે છે તારા પપ્પા એટલી દોરી પાઇ આપે તેમ જ નથી .દેવ કોઈની વાત માનતો નથી અને કહે છે મને મારા પપ્પાએ કીધું છે કે તે પાઇ આપસે જોઈ લેજો બધા એવું દેવ બધાને કહે છે .થોડીવારમાં હિતેશ પણ ત્યાં આવે છે અને બધા પતંગની વાતો કરે છે અને કહે છે કે આજે કેટલી પતંગ પકડી એવી બધી વાતો ત્યાં બેઠા બેઠા કરીયે છીએ .બધા રાતના 11 વાગ્યા સુધી ત્યાં બેસી રહે છે અને તાપણું પણ કરે છે ઠંડી હોવાના લીધે આજુબાજુ માં થોડા પ્લાસ્ટિકની કોથળી અને થોડા લાકડા ભેગા કરીને 11 વાગ્યા સુધી તાપીને બધા ઘરે જઈને સુઈ જાય છે .દેવ સવારે જાગીને સ્કૂલે જતો રહે છે તેને પતંગનો જબરો શોખ હોવાથી તે રિસેશમાં પણ પતંગ ચગાવા લાગે છે તેની રિસેશ સવારે 9 : 30 એ પડતી તો ઘરથી સ્કૂલ તો 5 મિનિટના જ રસ્તો હતો એટલે ઘરે અવવામાં કાઈ પ્રોબેલ્મ ના થતો અને આવીને સીધી પતંગ લઈને બહાર ચગાવા માટે જતો રહેતો .આમને આમ મકરસંક્રાંતિ આવી જાય છે સ્કૂલની અગાશી પાર તે પતંગ ચગાવા માટે જાય છે .તે સવારમાં વહેલો 6 વાગ્યે જાગીને સૌથી પહેલા પતંગ ચગાવે છે . તેનો તો હવે નિયમ થઈ ગયો છે તે જ દર વર્ષે પહેલી પતંગ તે જ ચગાવે છે .તેં સવારથી લઈને સાંજ સુધી પતંગના શોખના લીધે જમવા પણ નીચે ઉતરતો નથી ત્યાં જે મળે તે જ ખાઈ લે છે અને આખો દિવસ પતંગ ચગાવીને મકરસંક્રાંતિ નો તહેવાર પૂરો કરે છે .રૂટિન મુજબ તે સવારે સ્કૂલે જાય છે ત્યાં પણ પહેલા તો બધા બાળકો મકરસંક્રાંતિ પુરી થઈ એટલે જે દોરી વધી તે સ્કૂલે લઇ જઇ ને ત્યાં રિસેશમાં એક બાજુ પથ્થર બાંધીને એકબીજા સાથે પેચ લડાવે છે ધરતી પર આમ અમારું બચપણ પૂરું થતું હતું .બપોરે સ્કૂલેથી આવીને સંકરાત પુરી થઈ એટલે હવે બપોર વચ્ચે લગી થઈ રમવાનું શરૂ કરે છે અને કોઈ ને કોઈ સાથે એક અઠવાડિયા એક સાથે તો ઝગડો કરે જ છે .બેય ભાઈ સાથે જ જોય કોઈ પણ સાથે વધુ જગડવાનું કામ દેવ જ કરતો તે કોઈથી પણ ડરતો ના હતો .
દેવ જ્યારે નાનો હતો ત્યારે જ્યાં રહેતો હતો 4થા ધોરણની વાત છે ત્યાં બાજુમાં એક અવાવરી નવેળી હતી બધા બાજુમાં ત્યાં આરીભરત ના મશીન ચાલતા તે લોકો રાત્રે ત્યાં બેઠા હોય અને tv જોતા હોય ત્યારે મસાલો લેવા માટે મારા ભાઈ હિતેશ ને કહેતા પણ હિતેશ તે નવેલીમાંથી મસાલો લેવા જતો નહીં પણ હું સામૅથી કેટો પણ મને લેવા ના મોકલતા હું ડરતો ના હતો પણ હિતેશને ડરાવવા માટે આ બધું કરતા .ત્યારે પુરાણી હવેલી ફિલ્મ બહુ જ આવતું તે એક હોરર ફિલ્મ હતું અને રાત્રે જ વધુ આવતું એટલે બધા એમ કહેતા કે ત્યાં ભૂત થાય છે અને ભૂતથી હિતેશની ફાટતી એટલે તે ગમે તેટલા પૈસા આપે તો પણ હિતેશ ના જતો .
આમને આમ એક દિવસ આરતી ઘર સાફ કરતી હોય છે પોતું મારતી હોય છે દેવ તેની વાત માનતો નથી અને રૂમ માં જવું છે તો આરતી પણ તેને ધકો મારે છે તેને ધકો મારતા જ એક મશીન હોય છે તેની સાથે દેવ અથડાય છે અને તેને એક ખિતા જેવું કમરથી નીચે દેવ ને લાગી જાય છે ને દેવ રડવા લાગે છે .આ જોઈ આરતી તેને શાંત કારવાની કોશિશ કરે છે પણ દેવ શાંત થતો નથી બીજી બાજુ આરતી જોવે છે તો દેવને ત્યાં ખૂન નીકળવા લાગ્યું હતું હોવી તો આરતીને પણ બીક લાગી અને તેને પણ હવે તેના ભાઈને શાંત થવાનું કહે છે પણ દેવને વધુ લાગ્યું હોવાથી તે રડવાનું રોકી શકતો નથી તેને દુખાવો પણ થાય છે નાએ દેવને સરકારી હોસ્પિટલમાં લઇ જાય છે .દેવના પપ્પા અરવિંદભાઈ અને મયુરીબેન હોસ્પિટલથી લઈને ઘરે આવે છે .આરતી ને દર લાગે છે કે આજે મને મમ્મી મારસે ઍટલે તે આજે સાવ મૂંગી બની ગઈ છે .તે આજે દેવ ને કોઈ પણ વાતની ના નથી પડતી કેમ કે આજે જો ના પડે અને મમ્મી અથવા પપ્પાને ફરિયાદ કરે તો આજે આરતીનો વારો ચડી જાય એટલે તે દેવનું બધું કામ કરી આપે છે.બે દિવસ સુધી દેવ સ્કૂલ નથી જતો . આમને આમ ઉનાળાની પરીક્ષા આવી જાય છે . પરીક્ષા આપીને દેવ આરતી અને હિતેશ હવે મોટા થઈ જવાથી તેના મમ્મી પપ્પા તેને બસમાં બેસાડી દે છે .અને તેના મામાની ઘરે જાવા નીકળી જાય છે .તે બપોરની બસમાં બેસાડ્યા હોય છે તેને તાલાલા ઉતાવવાનું હોય છે ત્યાંથી તેના મામાનું ગામ 10 કિલોમીટર જ દૂર છે .પણ બસ ગીરમાં અંદરથી ચાલે છે એટલે કે વિસાવદર અને વિસવાદરથી સતાધાર થઈને સાસણમાં પ્રવેશ કરે છે .ત્યાં 3 થી 4 ખુલા ફાટક આવે છે અને તેમાંથી પસાર થવાનું હોય છે .2 ફાટક તો ક્રોસ થઈ જઈએ છીએ પણ ત્રીજા ફાટક ક્રોસ કરવા જતાં ટ્રેન આવી જાય છે અડધી બસ ટ્રેનમાં પાટા પર આવી હોય છે ત્યાં જ બસના ડ્રાઇવરની નજરમાં ટ્રેન આવે છે અને અમે લોકોને તો એમ જ થાય છે મારુ મૃત્યુ નક્કી છે પણ બસ ના ડ્રાઇવર સમય સજાગ અને ડર્યા વગર બસને પાછળ લે છે અને અમારો બધાનો જીવ બચી જાય છે આ વાત મામાને ઘરે પહોંચીને અમે નાનીમાં ને કહીયે છીએ તે દિવસથી અમને કોઈ દિવસ બપોરની બસમાં મમ્મી કે પપ્પા બેસાડતા નથી અને ગમે ત્યારે મોમ ને સાથે મુકવા આવવાનું પપ્પા કહે છે અને મમ્મી પણ મૂકી આવે છે અને બીજા દિવસે સવારે મમ્મી મામાને ત્યાં મૂકીને ફરી આવી જાય છે.