Laher - 17 in Gujarati Women Focused by Rashmi Rathod books and stories PDF | લહેર - 17

Featured Books
Categories
Share

લહેર - 17

(ગતાંકથી શરુ)
હવે તેને પોતાની કાર સમીરના ઘર તરફ હંકારી મુકી... મનમા અનેક સવાલો હતા પણ એકેયના જવાબો નહોતા... છતા બધા સવાલોને મનમા દબાવી આખરે એક દીકરી હોવાની ફરજ નિભાવવા પહોંચી ગઈ.
સમીરના ઘરની ડોરબેલ વાગતા જ તેને થયુ અત્યારે કોણ હશે! મનમા અનેક સવાલો હતા અને તે તેમા ગુચવાઇ ગયો. સમીરના પપ્પા એે દરવાજો ખોલ્યો ... દરવાજે જોતા જ જાણે એક મિનીટ તો શ્વાસ થંભી ગયો તેમનો! દરવાજા પર લહેર હતી. તે તેમને અંદર આવવાનુ પણ ન કહી શકયા. ગળે ડુમો ભરાઇ આવ્યો હતો... લહેરે પુછયુ કેમ છે પપ્પા તબિયત પાણી સારા ને! પણ તેઓ કંઇ બોલી શકે તેવી હાલતમા નહોતા... પોતે પણ કયાકને કયાક લહેરના ગુનેગાર તો હતા જ ને! આંખના અશ્રુ પણ ગળે વળગ્યા. આજે એક આદમી જેવો આદમી પણ રડી પડયો... કેટલી કફોળી સ્થિતિ હશે! અંદર આવ બેટા...આટલુ તો માંડ બોલાયુ... લહેર તેમની આંખોને જોઇને જ વગર બોલ્યે જ તેમના પસ્તાવાના ભાવો સમજી ગઈ. લહેર અંદર ગઈ ત્યા જ સમીરના મમ્મી આવ્યા... લહેર બેટા તુ.... તરત જ તેને ભેટી પડયા... તુ તારુ વચન પુરુ કરવા આવી ખરી હો બેટા... મને ખુબ જ સારુ લાગ્યુ તને જોઈને... તેની મા એ કહયુ... પછી લહેરે તેના ખબર અંતર પુછયા... અને થોડીવાર પછી તે સમીરના પિતા પાસે આવી કે તરતજ તેઓ તેમની માફી માગવા લાગ્યા... ત્યારે લહેરે। તેમને કહયુ કે મે તો તમને કયારના માફ કરી દીધા છે તમે તો મારા માતા પિતા જેવા છો... હુ તો બધુ પાછળનુ ભુલી જીવનમા ખુબ આગળ વધી ચુકી છુ તમે લોકો પણ પહેલાનુ બધુ ભુલી જાવ.. આટલુ અહી લહેરે તેમને આશ્વાસન આપી શાંત કર્યા... પછી તો ઘણી વાતો થઈ...ત્યા સમીર તૈયાર થઈ બહાર આવ્યો... તેને લહેરને પોતાના ઘરમા જોઇ થોડુ અજીબ લાગ્યુ છતા તે તેની પાસે ગયો... લહેરે તેને બર્થડે વિશ કર્યુ અને પોતે તેના માટે મિઠાઇ લાવી હતી તેના દ્ભારા બધાનુ મો મીઠુ કરાવ્યુ... સમીર બહારથી તો ખુશ દેખાવાનો દેખાડો કરતો હતો પણ તેને અંદરથી ખુબ દુખ થતુ હતુ... કે આટલી સારી છોકરીને પોતે કેટલુ દુખ આપ્યુ... અને છતા તે કંઇ ન થયુ હોય તે રીતે વર્તે છે... અને હજી પેલી ડિવોર્સ વાળી વાત પણ તેનાથી છુપી છે જયારે તેને ખબર પડશે તો તેને કેટલુ દુખ થશે... આવા બધા વિચારો મગજમા ફરતા હતા... ત્યા જ અચાનક તેની મા ના અવાજથી તે આ ગુચવણ માંથી બહાર આવ્યો... હા મમ્મી.. બોલો... તેના મમ્મીએ કહયુ આજે લહેર પહેલી વાર મારી ઘરે આવી છે હુ તેને જમ્યા વગર નહી જવા દઉ તેથી તુ જા અને બજારમાથી થોડો સામાન અને થોડી મીઠાઇ લઇ આવ... અને હા ગુલાબજાંબુ ભુલતો નહી હો ખબર છે ને મારી લહેરની મનપસંદ મીઠાઇ છે... હા મમ્મી આટલુ કહી સમીર બજારમા ગયો.. અને તેના મમ્મીએ લહેરને કહયુ બેટા આજે તો તારે અહી જ જમીને જવુ પડશે હો... નહી તો મને જરા પણ નહી ગમે... તેના પપ્પા એ પણ જીદ કરી.. લહેર ના પાડી શકે તેમ નહોતી અને આખરે ઘણા સમયથી મીસ કરતી આ માના હાથની રસોઈ માણવાનો મોકો મળ્યો છે.. તેથી તે ત્યા રોકાઇ ગઈ અને બંને રસોડામા જઈ બધી તૈયારી કરવા લાગ્યા...
સમીરની મા અને લહેર રસોડામા રસોઈ કરી રહ્યા હતા અને પછી થોડીવારમાં સમીર પણ બજારમા થી આવી ગયો.
(આગળ વાંચો ભાગ18)