રામભાઈ પોતાના જીવન ની ઘણી વાત બીજા ને ના કરી હોય એ બધું આ બુક માં લખતા. જ્યોતિ બુક લઈ આવી ને ખૂબ ખુશ થઈ.પણ એની ખુશી થોડો સમય માટે જ રહી. બુક ખોલતા જ એ ચોકી ઉઠી..
આખી બુક કોરી હતી. રામભાઈ ને ઘણી વખત આ બુકમાં લખતા જોયા છે. જ્યોતિ રામભાઈની બુક નીરખી ને જોય પણ આખી બુકમાં એક પણ શબ્દ લખેલો ના હતો. જ્યોતિ નિરાશ થઇ ગઇ. પેલી બુક પણ માયા ને આપી દીધી નહીંતર એમા થી ખબર પડી જાત.
રામભાઈ જ્યોતિના હાથમાંથી બૂક લઈ ને કહ્યું,"બેટા અત્યારે તું બધી વાત માટે હજી નાની છે, જો તું અત્યારે ભણવામાં ધ્યાન દે અને તારા બાળપણને જેટલું આનંદ થી જીવી શકાય જીવીલે."
જ્યોતિ પોતાના બેન ની થોડી મીઠી યાદ થી ખુશ હતી. રામભાઈના થોડા શબ્દો કાન પર લીધા અને પોતાના રૂમ માં મોટીબેન માયા ના વિચાર માં ખોવાય ગઈ.
જ્યોતિના ગયા બાદ કેતુ રામભાઈ ની બાજુમાં બેસી ગઈ. બુક ને પોતાના હાથમાં લઈને જોઈ. કેતુ પણ થોડા વિચારમાં પડી ગઈ અને રામને કહ્યું,"રામ આ બુક મા કંઇજ લખેલું નથી, તમે જે લખ્યું હતું એ બધુ ?"
રામભાઈ થોડા હસવા લાગ્યા. આ જોઈને કેતુ ગુસ્સા માં આવીને બોલી,"હવે તમે તમારી પત્નીથી પણ વાત છુપાવવા લાગ્યા છો."
રામભાઈ બૂકને હાથમાં લીધી અને એક મંત્ર બોલ્યા. પછી બુક કેતુના હાથમાં આપી. બુક ખોલતાજ એમાં પહેલા ની જેમ બધું લખેલું હતું. કેતું એકી ટશે રામની રામુ જોઈ રહી. થોડીવાર બાદ ..
"આ વિદ્યા ક્યાંથી શીખી આવ્યા?"
"અરે.. આ વિદ્યા નથી."
"તો શું છે? આવી રીતે અક્ષરો કયાંથી આવ્યા આમાં ?"
"તને મારા પર ભરોસો નથી ?".
"ભરોસો તો છે રામ, પણ આ બધું કોઈ વાર મુસીબત માં લાવશે."
રામભાઈ કેતુ ને વળગીને કહે," જ્યાં સુધી તું મારી સાથે છેને ત્યાં સુધી કોઈની બીક નથી."
"અને હું નહીં હોવ .."
રામભાઈ કેતુના મુખ ની આડે હાથ રાખીને કેતુની વાત ને પુરી કરવા ના દીધી. બને કઈ બોલ્યા વગર બેસી રહ્યા.
રામ, કેતુને ચીડવાતા બોલ્યા,"મારે તો આનંદ થઈ જશે, જ્યોતિને એક નવી માં મળી જશે."
"હા તો કરી લેજો બીજા લગન તમને કોણ રોકવાનું મારા પછી."
"સાચેજ."
"હા...જાવ તમે."
કેતુ રડવા લાગે છે, એને છાની રાખવા રામ પ્રયાસ કરે છે પણ એ અસફળ થાય છે.રામ કેતુને બુક નું રાજ કહેવા તૈયાર થાય છે. અને એક મંત્ર એના કાન માં કહે છે.
કેતુ જેવોજ એ મંત્ર બોલે છે બુક માંથી લખેલુ બધું ગાયબ થઈ જાય છે.. ફરી રામ એક બીજો મંત્ર કહે છે. કેતુ એ પણ અજમાવી જુવે છે. ત્યાં ફરી લખાણ પોતાની મૂળ સ્થિતિમાં દ્રશ્યમાન થાય છે.
કેતુ ખૂબ ખુશ થાય છે. ખુશીમાં એ રામને બાથ ભરી લે છે. રામ પણ થોડીવાર આ પળ ને માણતા મનમાં કઈક વિચાર માં ખોવાય જાય છે. કેતુ એને ધીમેથી ધક્કો દે છે. રામ પોતાના વિચાર માંથી બહાર આવે છે.
"કોના વિચાર માં ખોવાય ગયા રામ?"
રામ થોડી મજાક કરતા ફરી જવાબ આપ્યો,"જ્યોતિની નવી માં ના."
ત્યાંજ એક ઓશીકુ રામ ના માથામાં પડ્યું. કેતુ થોડા ગુસ્સામાં આવીને બોલી,"હજી ઓલી ડાકણ ના વિચાર માં છો, હવે તો તમને મેથીપાક આપવો પડશે."
ફરી એક મંત્ર બોલીને ઓશિકાને હવામાં ગાયબ કરી દે છે. આ વખત નો જાદુ કેતુને ના ગમ્યો એ રામ ને કઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. રામ ને પણ થોડીવાર થયું કે પોતાના થી થોડી ભૂલ થઈ ગઈ છે. છેલ્લા ઘણા વારસો થી જે સત્ય છુપાવી રાખ્યુ હતું એ કેતુ ને કહેવાય ગયુ છે.
ક્રમશઃ
આપ પોતાના મંતવ્યો આપી શકો છો. મારી આ રચનાના ને પહેલેથી ના વાંચી હોય તો વાંચજો.. ટુક સમયમા જ આ રચના એક રસપ્રદ વળાંક લેશે...