call center - 9 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૯)

Featured Books
Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૯)

હું કેટલા પૈસા નો ડ્રેસ પહેરું છું,કેટલા પૈસાનો પર્ફ્યુમ મારા કપડાં પર કરું છું,અને કઈ કંપનીના પગમાં ચપલ પહેરું છું,તું જાણી લે..?તું જાણીશ ત્યારે તને ખબર પડશે કે આ તો મારા એક મહિનાનો પગાર એક દિવસમાં ખાય જશે,માટે તું મને પ્રેમ કરવાનું છોડી દે.


**************************

ધવલ શું તું ક્યારનો રાજા રવિવર્માના ચિત્રોમાં જોઈ રહ્યો છે,બહાર અનુપમ અને પલવી આપણી રાહ જોઈ રહ્યા છે.માનસી નજીક આવી ત્યારે ધવલ રાજા રવિવર્માના ચિત્રમાંથી બહાર નીકળ્યો ધવલ થોડીવાર તો ડરી ગયો પછી ખ્યાલ આવ્યો કે હું સપનું જોઈ રહ્યો હતો.તે સપનામાં જ માનસીને પ્રેમનો એકરાર કરી દીધો બંને બહાર નીકળીને પલવી અને અનુપમ પાસે આવ્યા.

તમે બંને તો મહેલ જોવામાં ઘણી વાર લગાવી દીધી.હું નહીં આ ધવલ રાજા રવિવર્માના ચિત્રોમાં વાર લગાવીદીધી.એ તો એવા ચિત્ર જોવાનો શોખીન છે,બધા હસી પડ્યા ફરી હોટેલ પર થોડી વારમાં જ પહોંચી ગયા.

સાંજનું ડીનર લઈ ને બધા જ પોતપોતાની રૂમ તરફ ગયા.અગિયાર વાગી ગયા હતા ધવલ અનુપમના રૂમમાં જ મોબાઈલમાં કોઈ ગેમ રમી રહ્યો હતો.શું તું એક કલાકથી મોબાઈલમાં ગેમ રમી રહ્યો છે,તારે ગેમ રમવી હોય તો તું તારી રૂમમાં પણ રમી શકે છો.તારો કહેવાનો અર્થ એ છે કે હું તારી રૂમમાંથી ચાલ્યો જાવ એમને..?ધવલ એવું નથી તું મારી રૂમમાં આવ્યો છો તો મારી સાથે વાત કર ને,હું પણ તને ઘણી વાત કહેવા માગું છું,પણ તું મોબાઈલ માંથી બહાર આવ તો ને. મેં એવું સાંભળ્યું છે,કે વિશાલ સર અને માનસી લગ્ન કરી રહ્યા છે?

વોટ..?

અનુપમ તું મારી સાથે મજાક ન કર.!!
હું મજાક નથી કરતો ધવલ આપણે ડિનર લઇને ઉપર આવ્યા ત્યારે માનસી કોઈ જોડે પાછળની સાઈડમાં વિશાલ સરની સાથે લગ્નની વાત કરી રહી હતી.

પણ તે કેમ માની લીધું કે માનસી વિશાલસર સાથે લગ્ન કરવાની વાત કરી રહી હતી.તારે જાણવું જોઈએ કે માનસી તેના અને વિશાલસર સીવાય કોઈ લગ્નની પણ વાત કરતી હોઈ.

હા,મેં જાણીને જ કીધું છે,અનુપમ કયારેય અધૂરી વાત કરતો જ નથી.એ તને પણ ખબર જ છે.તું સવાલ ન કર મને.માનસી અને વિશાલસર બંને આ મીટીંગ પુરી થાય એટલે મુંબઈ જઈને લગ્ન કરવાના છે.

તો વિશાલસરની પત્ની પાયલનું શું થશે...?

તેની સાથે તું પરણી જા જે..?અનુપમ તું મજાક ન કર મારી સાથે.એ વાત મુક અને તું જલ્દી એવું કંઈક કર કે માનસી તારા પ્રેમમાં પાગલ થઈ જાય.આ આઠ દિવસ તું તેની સાથે જ ફરવાનું રાખ.તેની સાથે વાત કર.તેને એવું લાગવું જોઈએ કે તું એની કેર કરે છે.

એકવાર તારા હાથમાંથી માનસી ચાલી જશે પછી તને જીવન ભર અફસોસ થશે.માટે તારામાં તાકાત હોઈ એટલું તું લડી લે.જો માનસી તારી તરફ આકર્ષાય તો તેનો નિર્ણય બદલી પણ શકે છે.

એકને ત્રીસ થઈ ગઇ હતી.રાત્રી સુમસાન હતી.ફટાક કરતો દરવાજો પછાડી ધવલ અનુપમની રૂમ માંથી બહાર નીકળ્યો,અને તેની રૂમમાં ગયો.તેની રૂમમાં જતા જ જમણી બાજુની જાળી માંથી કોઈ બે વ્યક્તિના અવાજ આવી રહ્યા હતાં.એ કોઈ બીજું નહીં પણ વિશાલસર અને માનસી જ હતા.
ધવલે મીટીંગ માંથી આવીને તરત જ આજ ત્યાંથી જાળી લઇ લીધી હતી.તે આજ માનસીને જોવા માંગતો હતો.પણ આજે વિશાલસર અને માનસી તે રૂમમાં ગુમસુમ કોઈ વાત કરી રહ્યા હતા.

ધવલએ બંનેની વાત સાંભળવા બાથરૂમની જાળી પાસે આવ્યો નીચે ડોલ મૂકી તેના પર ચડ્યો.માનસી ની રૂમમાં જોવાની કોશીશ કરી.વિશાલસર કોઈનો વીડિયો બતાવી માનસીને ધમકાવી રહ્યા હતા.તેના પર કોઈ વાત પર ફોર્સ કરી રહ્યા હોઈ એવું લાગી રહ્યું હતું.એટલી ધીમેથી વાત કરી રહ્યા હતા કે સ્પષ્ટ કઈ સમજાતું ન હતું,પણ માનસીના રડવાનો અવાજ આવી રહ્યો હતો.

મને રૂમ માંથી આવતો અવાજ સ્પષ્ટ આવી રહ્યો ન હતો, પણ એ જાળી માંથી માનસી અને વિશાલસરને હું જોઈ રહ્યો હતો.વિશાલસર માનસીની ઘણા નજીક બેઠા હતા.પણ થોડીવાર વિચાર આવ્યો કે હું મારા મોબાઈલમાં બંનેનું શૂટીંગ ઉતારી લવ પણ પાછળથી અફસોસ થઈ રહયો હતો કે માનસીને એ વાત ખબર પડશે કે મેં મોબાઈલ માંથી શૂટીંગ ઉતાર્યું હતું.તો માનસી મારી સાથે બોલશે પણ નહીં અને લગ્ન પણ નહીં કરે.

વિશાલ સર બેડ પરથી ઉભા થયા.બાજુમાં પડેલ પાણીનો ગ્લાસ હાથમાં લઇને તેમાંથી થોડું પાણી પીધું.બધા જ રૂમમાં સફેદ ચાદર હતી,પણ માનસીની રૂમમાં બેડ પર લાલ ચાદર હતી.શાયદ વિશાલસરે તે પથરાવી હશે.આજ માનસી પણ એ લાલ ચાદર પર મસ્ત લાગતી હતી.તેણે બ્લ્યુ જીન્સ અને ઉપર પીળા કલરનું ટીશર્ટ પહેર્યું હતું.

વિશાલ સર ઉભા થઈને તેના શરીર પરનો શર્ટ ઉતાર્યો.હજુ પણ માનસી એ જ પરિસ્થિતિમાં બેઠી હતી.તે વિશાલ સરને રિસ્પોન્સ આપી રહી નોહતી.ધવલને એ સમજાતું નોહતું કે વિશાલસર સાથે માનસી આવું વર્તન શા માટે કરે છે.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)