childhood friend pilii in Gujarati Children Stories by Minii Dave books and stories PDF | બાળ સખી પીળી

Featured Books
Categories
Share

બાળ સખી પીળી

બપોરનો સમય હતો અને હું મસ્ત સૂતી હતી, ફોન ની રીંગ વાગી અને અચાનક હું ઊઠી ગય, પેલા તો ગુસ્સો આવ્યો કે કોણ છે સૂવા પણ નહિ દેતું , અને પછી સ્ક્રીન પર જોયું તો , એક અનનોન નંબર...ફોન ઉપાડ્યો તો, તરત મહાદેવ હર ...બસ પછી વધુ પરીચય ની જરૂર ન હતી , એનો લેહકો એને ઓળખવા માટે કાફી હતો. એલી છે ક્યાં તું ? જીવે તો છે ને? 2 વર્ષ થી જોઈ નથી તને! ભાવનગર આવે ત્યારે તો કામ હોઈ એટલે ટાઈમ નો મળે અને હું ગામડે એવું ત્યારે તમારે ડયૂટી હોઈ , એલી એટલા વ્યસ્ત તો નરેન્દ્ર મોદી પણ નો હોઈ ... એક 30 મિનિટ નથી મળતી તને મારા ઘરે આવવા માટે !???....હશે હશે ટાઢી પડ... નેકસ્ટ ટાઈમ આવું ત્યારે પાક્કું આવીશ ... એણે કહ્યું .

રેવા દે તું , વાયડી .... મે ગુસ્સો કરીને કહ્યું . અને અમે બન્ને હસવા લાગ્યાં. આજે કેમ ભરબપોરે યાદ કર્યા મેડમ અમને ? મે હસીને કહ્યું ....લે તને યાદ કરવા માટે કારણ ની જરૂર છે ? રીતુ એ હસીને કહ્યું . અરે નાં , બસ નંબર બદલાયો એટલે થયું કે તારી મસ્તી કરું ઘડીક પણ તું તો 2 સેકન્ડ માં ઓળખી ગય મને . એના ચેહરા પર આવેલું સ્મિત એની ખુશી વ્યક્ત કરતું હતું કે 7 વર્ષ થયાં અમારા રસ્તા બદલાયા એને , તો પણ હજી એવી જ દોસ્તી હતી અમારી ...વર્ષે એકાદ બે વાર મળવાનું થતું અને ક્યારેક ક્યારેક ફોનમાં વાત થઈ જતી , એમાં પણ મારે તો ખુબ ઓછું જ બોલવાનું થતું, એની વાતો કોઈ દિવસ પૂરી જ નો થતી , એના અવાજમાં ભળી ગયેલો ચરોતરી લેહકો એની વાતોને બહુ મીઠી બનાવી દેતો .
મમ્મી એવું કહે કે રીતુ બોલે એટલે એમ થાય કે સાંભળ્યા જ કરીએ...એટલે બસ એનો કોલ આવે એટલે મમ્મી પાસે જઈ ને હું, ફોન સ્પીકર પર મૂકી દવ અને રીતુ આખા વડોદરા માં શું ચાલી રહ્યું છે એની માહિતી મને 5 મિનિટ માં આપી દે😅. ન્યૂઝ ચેનલ કરતાં પણ વધુ ઝડપી.

એ મારા કરતા 8 - 9 કલાક મોટી હશે , એનો જન્મ 1 જૂન ને દિવસે કૈક 2-3 વાગ્યાં આસપાસ અને મારો 1 જૂન રાત્રે દોઢ વાગે. એટલે કે 2 જૂન એવું મારા અને રીતુ નાં મમ્મી એ કબૂલ્યું. મારું ઘર પછી એક ઘર મૂકીને એનું ઘર. એટલે અમે બન્ને પડોશી અને આમ જોઈએ તો જન્મથી જ મિત્ર , અને જ્યારથી સમજણ આવી ત્યાર થી તો ખરા જ.
હું મારા ઘરના દરવાજે થી સાદ પાડું તો એના ઘરે સંભળાઈ જ. અમારા ઘર એક લાઈન માં જ આવેલા અને ઘર ની બહાર એક મોટો ચોક , આખા ગામનો સૌથી મોટો કહેવાતો ચોક , જેની સાથે અમારી અગણિત યાદો સંકળાયેલી છે .
હું ઘરના દરવાજે થી રાડ પાડું, "પીળી" એટલે એ સીધી ચોક માં આવે ..એના મમ્મીએ એનું ઉપનામ "પીળી" પાડ્યું તું, કેમ એ તો અમને હજીય ખબર નથી . 3 વર્ષના થયા ત્યારથી અમે જોડે રમતા ,ચોકમાં ક્યારેક એના ઘરે તો ક્યારેક મારા ઘરે. પછી બાલમંદિર માં જવાની ઉંમર થઈ ગઈ, પણ મને અને પીળી ને ભણવું જરિકય નો ગમે . એટલે રોજ સવારે ભેંકડો તાણી ને રોવાનું જ...પણ એકવાર પરાણે મોકલ્યાં અમને બાલમંદિર અને એ દિવસે નાસ્તા માં ઓરમુ બનાવેલું. અને અમે ભોગી બાળકો આવું તો અપડી બા બનાવતી જ નથી , અહીંયા આવવા જેવું છે🤣😅. પણ પીળી અહીંયા પેલા ભણવું પડે પછી નાસ્તો મળે , અને મારી બેન કેતી થી જેને નો આવડે એને સોટી મારે છે. તો પીળી કે ચોકલેટ પણ આપે ...ચોકલેટ આપે તો તો કાલ થી પાક્કું જાશું, તૈયાર રેજે.

આંગણવાડી વાળા બેન ની શકલ હજી યાદ જ હશે એને પણ, જે એ સમયે સુરપણખા જેવા લાગતા અમને ...બવ મેહનત કરવી પડતી અમારે નાસ્તા માટે 🤣.અને અમારે ગામડે એમ કેવાય કે 5 વરહ ના થઈ ગયા એટલે હવે મોટી નિશાળ માં ભણવા જાવાનું.

ઘડીક તો મોજ જ આવી ગઈ, નવું દફતર, નવા ચપ્પલ અને નવો નવો સ્કુલ ડ્રેસ, પ્રાર્થના કરવાની અને સાહેબ અભિનય કરાવે, વાર્તા કે ...એવું લાગતું કે અલગ જ દુનિયા માં આવી ગયાં. અમારાં વર્ગશિક્ષક મસ્ત સૂઈ જતા અને અમારો આખો ક્લાસ નિશાળના મેદાન માં ..જ્યાં હીંચકા, લસરપટ્ટી, ઉચકનીચક જેવી બધી એસેસરીજ હતી. પણ તોય અમને ચોક જેવી મજા નો આવતી. રીતુ બહાદુર હતી એ પેલું ધોરણ આખું ભણી અને હું રોજ રડીને ઘરે આવી જતી . ધીમે ધીમે મોટા થવા લાગ્યા , રોજ એના ઘરે બોલવા જવાનું હાલ બેન હવે નિશાળે જવું પડશે એમ, અને એનું રોજ નું, રોજ એટલે રોજ મોડા જ આવવાનું. એના દાદીમાં ને એ બડી બા કહેતી. એ મારા ફેવરિટ હતા અને હું પણ બડી બા ની ફેવરિટ. હું પીળી ની વાટે બેઠી હોઉં ને એ મારા માથા પર મસ્ત હાથ ફેરવીને કહે , ભણજો હો , અને આ પીળી ને પણ ભણાવજે...અને હું ખાલી હા એટલું જ બોલતી.

રોજ નિશાળે જવાનું, આવીને દફતરનો ઘા કરીને ચોક માં રમવા જવાનું , કબડ્ડી, અડવાનો દાવ, સંતાકૂકડી, અને રોજ બાધવાનું ...અમારી ઘણી મોટી ટીમ હતી ચોકમાં સામે વાળા પ્રાણ કાકા નાં 2 ટ્રેક્ટર , ચોકમાં પડ્યાં રહેતાં જ્યાં વળ ખાઇને અમે મોટા થયાં, એમાં એક ખૂણો રોકીને અલક ચલાણું રમવા માટે સ્પર્ધા થતી , વેલા તે પેલા નાં ધોરણે ... અમારાં બાળપણની સૌથી અમૂલ્ય વસ્તુ એ ચોક જ હતો જે અત્યારે ગાયબ જ થઈ ગયો છે . . આખા ગામની છોકરીયું નું જયાપાર્વતી અને દિવાસો નું જાગરણ અમારા ચોકમાં થતું , નવરાત્રિની ભવાઈ , સાતમ આઠમ નો મેળો , બાર બીજના આખ્યાન એ બધું અમારા ચોકમાં થતું . અને મારા ઘરનો ઓટલો એ અમારો અડ્ડો . આખો દિવસ ચોકમાં રમવાનું અને ચોક ની લગોલગ એક કુઈ હતી જ્યાં જવાની અમને સખ્ત મનાઈ ફરમાવેલી હતી , એમાં પણકા નાખી નાખી ને એનું થર અમે જ ઉંચુ લાવ્યા હોઈશું🤣😅🤣.

રવિવાર અમારો ઢીંગલી માટે નો હતો , રવિવારે આખો દિવસ હું પીળી અને બીજી એક બેનપણી "અમી" ત્રણેય ઢીંગલા પોતિયા ..એટલે કે ઘર ઘર રમતાં. મને અને પીળી ને ઢીંગલી બવ વ્હાલી હતી. સૌથી પ્રિય રમકડું જેને અમે બેનની જેમ જ સાચવતા 😅.
ભણવાનું અમને કોઈ દિવસ પસંદ હતું જ નહીં . હંમેશા બહાનું જોતું જ હોઈ રજા પાડવાનું . ગામમાં કોઈ પણ જગ્યા એ જમવા જવાનું હોય એટલે અમે નિશાળે નો જતાં , અને એ માટે અમારે બવ પ્લાનિંગ કરવું પડતું. ગામની ભણેશ્રી છોકરીયું બવ નડતી અમને ..અમારે ગામડે જમવા જવાનું હોય એટલે સાહેબ સામેથી જ રજા આપી દેતા એ સમયમાં . એટલે હોશિયાર છોકરીયું સાહેબ ની રજા લઈને જમવા જતી , અને અમે પેલા પ્લાનિંગ કરતા કે મમ્મીને કેહવાનું જમીને ઘરે આવીને દફતર લઈ ને નિશાળે જશું , અને પછી જમવામાં બવ વાર લગાડવાની , અને જમીને પછી અડધા ગામમાં આટો મારીને ઘરે જવાનુ એટલે 1 વાગી જાય , અને 1 વાગે તો રીસેસ હોઈ ...અને પછી એવું કેહવાનુ કે મમ્મી રિસેસ પછી તો રમવાનો વારો છે , હવે રમવા માટે નિશાળે શું જાય 🤣🤣. આવું અમારું હાલી પણ ગયું હતું ૨-૩ વાર .

પ્રાથમિક શાળામાં અમે પાણીની બોટલ માં હળદર નાખીને જતાં અને મેંગો સોડા એમ કહીને આખી નિશાળ ને પીવડાવતા🤣. આવા બવ કાંડ કરેલા એટલે જ અમારી બંનેની દોડવાની સ્પીડ બહુ વધુ છે.


શિયાળો અમારો ફેવરિટ હતો કારણકે ત્યારે બોર પાકતાં , અને અમને શનિવાર ની જ રાહ રેતી, શનિવારે નિશાળે પણ મજા આવતી , હાઈસ્કૂલ માં શનિવારે સંગીત સંધ્યા જેવું હોતું તું, બધા ગીત ગાવા ઊભા થઈ , અમુક વાર્તા કે અને અમુક જોકસ કેવા ઊભા થાય. સવારે 7:30 વાગ્યાં નો સમય હોઈ અને 9 તો પ્રાર્થાસભા માં જ વાગી જઈ અને અમને એ જ તો જોતું હોઈ જેટલું ઓછું ભણવું પડે એટલું . શનિવારે રજા પડે એટલે ઘરે જઈ દફતરનો ઘા કરીને ટિફિન લઈ ને સીધા રબરિકાની સીમ માં , અમારા ગામનો એક છેડો , આ વિસ્તાર માં બોર બહુ સારા પાકતાં અને રીતુ નાં કાકાની વાડી પણ ત્યાં હતી. આખો દિવસ સીમમાં રખડતા અને સાંજનાં પીળી નાં કાકી ક્યારેક મસ્ત ઓળો રોટલો બનાવી આપતાં.


હું રીતુ જેટલું કોઈ દિવસ ભણતી નહિ તો પણ મારો પેલો નંબર આવી જતો , એ વાત નાં લીધે રીતુના પાપા એને ખીજાતા કે તું આખો દિવસ રખડવા માં જ રે કૈક શીખ તારી બેનપણી પાસેથી, પણ ત્યારે એ એવું તો કેમ કહે કે બધું બેનપણી પાસેથી જ શીખ્યું છે.😅 એક વાર અમારે હાઈસ્કૂલ માંથી પ્રવાસે જવાનું હતું, રીતુ માનતી ન હતી, મે કહ્યુ તો કે , પપ્પાએ નાં પાડી... અને મે ફોમમાં આવીને કહ્યું કે તો હું વાત કરું , અને મે કહ્યુ રિતું ને પ્રવાસમાં આવવા દયો ને, તો રીતુના પપ્પા એ મને કહ્યું, જો તારા પપ્પા શિક્ષક છે , તમારે ગમે એ થઈ મહિને પગાર હાથમાં આવી જાય , અને અમે રહ્યા ખેડૂત માણસ .. મોલ પાકે ત્યારે ચુકવણું થાય.
અને મે એમ કહી દીધું કે ફી ની ચિંતા નો કરો , દિવાળી વેકેશન જ છે ને હું ને રીતુ 3- 4 દિવસ વાડીએ કામે જઈ આવશું એટલે ફી નું થઈ જશે . અને પીળી બાજુમાં ઉભી ઉભી દાત ભીંસતી હતી. બાફી તો નાખ્યું ફોમમાં પણ હવે જવું જ પડે એમ હતું . હું ને રીતુ જિંદગીમાં પેલી વાર દાડિયે ગયાં, 2 દિવસ . બીજું કંઈ મોટું કામ અમે કરી નાં શકીએ એટલે કપાસ વીણવા😅. બસ મારા આ કાંડ નાં લીધે અમે મહારાષ્ટ્ર દર્શન જોડે જોડે કર્યા . ત્યારે નવી નવી સીરિયલ આવી હતી મધુબાલા, તો આખી નિશાળ અમને બંને ને મધુબાલા અને RK કહીને બોલાવતી કારણકે અમે હંમેશા સાથે જ રહેતા .

આવી કેટલીય સુંદર યાદો છે એની જોડેની ,હોળીની ફરતે અડવાનો દા રમવું , ધુળેટી માં રસ્તે જે નીકળે એને પિચકારી થી પલાળવા, ઘંટડી વગાડવા જ મંદિરે જવું , કાતરા (આમલી) લેવા માટે ગમે એની વાડીમાં ઘૂસી જવુું અને પછી વાડીના માલિક ભાળી જાય તો કઈ કરે નહિ એ માટેની માનતા માનવી. દિવાળીમાં ફટાકડા ખૂટી જાય ત્યારે આખા ગામમાં રંગોળી જોવા જવું , નિશાળે એકબીજા સાથે અને એકબીજા માટે ઝગડવું. એના કૂતરાનો મારા પ્રત્યેનો પ્રેમ 🤣🤣🤣🤣🤣🤣 , નાટકમાં એને પરાણે રાખવાની મારી જીદ , બધા સાંસ્કૃતિક કાર્યક્રમ માં આવવા માટે મારું એને મનાવવું . જીદ કરીને આખી રાત આખ્યાન જોવું અને પછી વળતે દિવસે નિશાળે જઈ ને સુઈ જવું ,ચોમચામાં ચોકમાં નાહવું, અને ગામના નેરે પૂર જોવા જવું અને પછી નેરે નાવા જવું , પી.ટી. નાં લેક્ચર માટે આખું અઠવાડિયુ પૈસા બચાવવા અને પછી મેલોન ની ચોકલેટ, દિલીપ ભાઈની મમરી ખાવાનું , જયાપાર્વતી માં ડુંગરે રમવા જવું , નવો અડ્ડો બનાવવો, અને જાગરણ માં સોગઠાંબાજી ની રમત, ઘંટડી વગાડવા જ મંદિરે જવું , ગમે ત્યારે છટકીને વાડીએ જતું રેહવું,
ચોકમાં ગલૂડિયાં રમાડવા અને વેકેશનમાં એની ડેલી માં ક્રિકેટ રમવું .જિંદગીની પહેલી મેગી, કીડિયારું પૂરવા જવું , નિશાળે જતા રસ્તામાં ડોશીમાં ની દુકાને અડધી કલાક લપ કરવી , ડુંગરે (ગાળે)થી ચાલવું અને પછી આખા રસ્તે ડરવું ,માટીના બનેલા આપડા એ ઘર , ગણિતના સાહેબ નાં ખાધેલા લાફા અને આખા રસ્તે બદલો લેવાનું પ્લાનિંગ 😅🤣, એની સાથેની અગણિત યાદો જે હું વર્ણવા અસમર્થ છું , પરંતુ મારા બાળપણની સૌથી મીઠી યાદ એટલે "મારી પીળી"

10માં પછી મારે સાઈન્સ લેવાનું હતું અને એને આર્ટસ ગમતું હતું , મે બવ મનાવી કે , સાઈન્સ લઈ લે આપણે એક સ્કૂલ માં રહીશું પણ એને મામા નાં ઘરે જવાનું હતું અને મારે હોસ્ટેલ મા એટલે અમારા રસ્તા સાવ અલગ જ હતા. પછી મળવાનું બવ ઓછું થતું , વેકેશન માં કે કોઈ પ્રસંગ માં અમે મળતાં , પછી એને જોબ મળી ગઈ અને એ ઘણી દૂર જતી રહી. મળવાનું બવ ઓછું થાય પણ કેહવાય ને કે દુરિયો સે મહોબ્બત ઔર બઢતી ગઈ .મે કોઈ દિવસ એને કહ્યું નથી , આઇ લવ યુ , કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો , એની જોડે મારો એકોય ફોટો પણ નથી તો પણ એ મારા માટે બવ ખાસ છે દૂર છીએ પણ અમારું બોન્ડિંગ એટલું જ સ્ટ્રોંગ છે , એનો અવાજ મનને હળવું કરી દે , મારા દિલની સૌથી કરીબ છે "મારી પીળી ".
મારા બાળપણ ને એટલું સુંદર અને યાદગાર બનાવવા માટે thank you Rinkal ... missing you so much...

बचपन में घड़ी नहीं थी हाथो में इसी लिए वक्त ही वक्त था,
बड़े हो कर जब घड़ी आ गई तो वक्त बड़ा ही तख्त था
बेरुख सा जहा , जूठी मुस्कान और जिम्मेदारी का बोझ था
कितने जल्दी बड़े हो गए यार, वो बचपन बड़ा ही मस्त था

- minii દવે