The Author Shubham Dudhat Follow Current Read લાગણીનો દરિયો !! By Shubham Dudhat Gujarati Philosophy Share Facebook Twitter Whatsapp Featured Books स्वयंवधू - 31 विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश... प्रेम और युद्ध - 5 अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत... Krick और Nakchadi - 2 " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क... Devil I Hate You - 21 जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन... शोहरत का घमंड - 102 अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share લાગણીનો દરિયો !! (2) 1k 4k પ્રેમ અને લાગણી આ બે જ એવી બાબતો છે કે જેને ભૂલવી કે અનુભવવી એ બધાનું કામ નથી. લાગણી એક એવું બંધન છે કે જેમાં જોડતા જ ખુશી મળે છે.હકીકતમાં એ ખુશી એની નથી હોતી સાહેબ...કોઈ વ્યક્તિ કે વસ્તુ મળી જાય છે ત્યારે માત્ર એની ખુશી જ હોય છે. લાગણી ખરેખર શું છે એતો પછી ખબર પડે છે. કે ખરેખર સંબંધોના એ જ બંધન માં આપણે ખુબજ આગળ વધી ગયા છીએ.લાગણીઓ તો ત્યારે સાચી સમજ માં આવે છે. ઘણીવાર તો એવું લાગવા લાગે છે કે, એજ વ્યક્તિ કે વસ્તુ આપણાં માટે સર્વસ્વ છે. એને કેમ ભૂલવી એજ નથી સમજાતું .લાગણીની અનુભૂતિ જ એવી હોય છે કે, બધું જ ભુલાય જાય છે જ્યારે એ વ્યક્તિ યાદ આવે છે. ક્યારેક કદાચ એમ થતું હોય છે કે, હવે આવું ક્યારેય નથી કરવું કે આવું ક્યારેય નહીં થાય પરંતુ એ જ બાબત પરની આપણી લાગણીઓ એટલી મજબૂત થઈ ગયેલી હોય છે કે તે બંધન માંથી છૂટવું એ ખુબજ મુશ્કેલ બની જાય છે.જીવનની ઘણી બાબતો માં આપણે જાતે જ નિર્ણયો લેતા હોઈએ છીએ...કદાચ હું અને તમે પણ નથી જાણતા કે એ આપણા રસના કારણે આપણે નિર્ણય લઈ લીધો છે પરંતુ આપણી ખુબજ અદભુત કે કહી શકાય ને કે ખુબજ કિંમતી એવી આપણી લાગણીઓ પણ તેની સાથે સંકળાયેલી હોય છે.જીવનની બધી જ વ્યાખ્યાઓ કે પછી તમામ જરૂરિયાતો ને પુરી કરવા આપણે હંમેશા લાગણી નો જ સહારો લઈએ છીએ.દરેક વ્યક્તિના જીવનમાં એવુ એક તો વ્યક્તિ હોય જ જેની સામે તે મન ભરીને રડી શકે...એની બધી જ બાબતોને વ્યક્ત કરી શકે. એજ વ્યક્તિ એના માટે બધું જ હોય. જીવન જીવવું તો એને છોડીને નહીં...ક્યારેક વિચારજો સાહેબ આ એક એવી લાગણી છે ને જેમાં એક વાર બંધાયા પછી એ બંધન માંથી છૂટવા કાં તો અજાણ્યું પગલું ભરાય જાય છે કાં તો સંબંધોની બધીજ સીમાઓ પાર થઈ જાય છે. મનુષ્ય જીવ તરીકે આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે એક પ્રાણીઓમાં પણ એકબીજા પ્રત્યે ખુબજ લાગણી હોય છે. એક મૂંગા જીવ પ્રત્યે આપણી કે એમની વચ્ચે જે લાગણીઓ હોય છે તે કદાચ ખુબજ વિચારવા જેવું છે.લાગણીઓ એ એક પ્રેમનો પાયો પણ કહી શકાય જેમાંથી પ્રેમનો ઉદભવ થાય છે. પછી હંમેશા એમ જ થાય કે આપણે પ્રેમમાં છીએ. ખરેખર માં તો એ પ્રેમ જ નથી. આપણી અને આપણાં એ પ્રિયજનની વચ્ચેની લાગણીઓ એટલી મજબૂત બની ગઈ હોય છે કે, હંમેશા આપણે એમ જ વિચારીએ કે એ સાથે હોય તો સારું...પ્રેમ અને લાગણી એકબીજા સાથે ખુબજ જોડાયેલા છે. પરંતુ આપણે જેને પ્રેમ કહીને ખુદને સાંભળતા હોઈએ છીએ એ ખરેખર આપણી લાગણીઓ છે. અને આવી જ લાગણીઓ આપણી ઘણા લોકો સાથે બંધાયેલી હોય છે. પ્રેમની પરિભાષામાં સૌ પ્રથમ શબ્દ આવતો હોય તો તે લાગણી જ છે કેમકે, કોઈ પ્રત્યે લાગણી વગર તો પ્રેમ શક્ય જ નથી. પરંતુ કહેવાનો મતલબ એ પણ નથી કે આપણે લાગણીને પ્રેમ માનવા લાગીએ. મારી અને આપણી બધાંની જીવનશૈલીમાં આપણને ઘણી વાર આ અનુભવ થયો હશે. આપણી ગમતી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય એમ લાગે પરંતુ એ લાગણી જ છે જે આપણને એ તરફ આકર્ષિત કરે છે. આજના આ ઉપરોક્ત તમામ લખાણ એ ત્યારેજ લખાતું હોય છે કે જ્યારે અમને એમ થાય કે, અમારી લાગણી સાથે બંધાયેલા આપ સૌ અમારી આ કૃતિઓને વાંચો અને અમને આનંદ થાય. આભાર. Download Our App