Shikaar - 36 in Gujarati Fiction Stories by Devang Dave books and stories PDF | શિકાર - પ્રકરણ ૩૬

Featured Books
Categories
Share

શિકાર - પ્રકરણ ૩૬

શિકાર
પ્રકરણ ૩૬
"સેમ રિચાર્ડ .."
"હેલ્લો ..આઈ એમ SD.. "
"હું જાણું છું... SD રાજકોટની એક એવી વ્યક્તિ કે જે કોઈ હોદ્દા પર ન હોવા છતાં રાજકોટની પ્રથમ વ્યક્તિ ગણી શકો...."
"ઓહ ... ગુજરાતી બહું ચોક્ખુ બોલી શકે છે ભાઇ... "
"હા એંગ્લો ઇંડીયન છું યુરોપિયન નથી, મારા પપ્પા ના દાદી ગુજરાતી હતાં.. "
"એ બીજી પાંચ ભારતીય ભાષાઓ બોલી શકે છે .."
આકાશે સેમના પરિચયમાં ઉમેર્યું ..
"બેસીને શાંતિ થી વાત કરીએ તો આપણે ..." શ્વેતલ ભાઈ એ બેય ને કહ્યું ..
"આમ તો તમને મારો પરિચય મળી જ ગયો હશે કદાચ એટલે હવે એ વિશે વધુ વાત કરવી ઉચિત ન ગણાય એટલે સીધા વિષય પર આવીએ ... તમારૂં માણેકભુવન અને મારો વારસો કયાંક તાણાવાણા ની જેમ વણાયેલા છે ..."
"હા! એ બરાબર છે સેમ... પણ અહીં મારો પ્રશ્ન ને કારણો અલગ છે ... સમજો કે હું શું કામ એમાં પડું એક તો એમાં સરકારી લપ્પન છપ્પનમાં પડું એમાં મને મળે શું? બીજી વાત મળતું હોય તો હું શું કરૂં એ સંપત્તિ નું જે મારી નથી ...???"
હકીકતમાં આ છેલ્લો પ્રશ્ન સેમ માટે અણધાર્યો હતો સીધો રસ્તો જ બંધ થઈ જતો હતો એક રીતે ....
"આમ તો લગભગ તમે સાથે નહી આવો તો ય હું પુરાતત્વિય ખાતા દ્વારા માણેકભુવન ના એ ભાગ માટે મંજુરી તો લઇ આવીશ જ પણ કદાચ એમાં સમય લેશે બાકી તમે તો સંકળાયેલા જ છો ગમે તે રીતે પણ જો તમે એમાં જોડાયેલા જ છો તો સાથે રહી ને જ કેમ લાભાન્વિત થઇ એ?? "
"એટલે એક રીતે તો આ ધમકી ગણી શકાય ને??? "
"ના ધમકી તો નહી જ ... કારણ એનાથી તમને કોઈ સીધુ નુકસાન નથી જ જવાનું ... હા કદાચ એક તક ખોઇ શકો છો તમે.. "
બે ય એક બીજાનો કયાસ જ કાઢતાં હતાં , SD ને સેમ પાણીદાર યુવાન લાગ્યો આકાશ કરતાં પણ વધુ પાણીદાર ... એક સહજ નજર એણે આકાશ ભણી નાંખી...
આકાશ ની નજર SD સાથે મળી...
આકાશ સેમ ભણી જોઈ બોલ્યો, " પણ સેમ ! ગવર્મેન્ટ ને ઈન્વોલવ કરી તેં ભૂલ કરી હોય એવું નથી લાગતું??? જે મળશે એ તો મોટે ભાગે ગવર્મેન્ટ જ લઇ લે ને??? "
" અત્યાર નો સમય કદાચ યોગ્ય છે એ માટે આ દેશ માટે સંક્રાંતિ કાળ છે આ ભેળસેળ ગઠબંધન વાળી સરકાર નો દોર છે ... અને કદાચ હવે પછીની ચૂંટણી માં એટલે કે એકાદ વર્ષ પછી જે સરકાર હશે એમાં પ્રાદેશિક પક્ષોનું જોર વધ્યું હશે એટલે જ અત્યારે પણ પ્રાદેશિક પક્ષો નું વજન છે જ એનો મેં ઉપયોગ કર્યો છે..." એણે એક દસ્તાવેજ કાઢ્યો...
ભારત સરકાર ની મહોર વાળા બે દસ્તાવેજો હતાં ...
એકમાં તો એ કોઈ ટાપુની માલિકી જ વારસાઈ ધોરણે સેમ ના નામે કરી અપાઇ હતી... સાલી આમ તો સીધી નોંધ ઊચ્ચ વગ વગર શક્ય નહોતી, અને બીજા દસ્તાવેજમાં પણ વારસાઇ નોંધ જ હતી...પણ એ પુરાતત્વિય ખાતાની હતી ,નવલખી બંદર પાસે પુરાતન ખાતાને ખોદકામ દરમ્યાન એમના જે મળે એમાં એમની પૈતૃક સંપત્તિ નો હક્ક દાવો રજૂ કરવા સ્વતંત્ર છે અને એમના હક્ક દાવાની ખરાઇ બાદ એ એમને તબદીલ કરવો... એ મુજબની નોંધ હતી...

સામાન્ય સંજોગોમાં આવું શક્ય નથી , શ્વેતલ બધું વાંચતો જતો હતો અને SD જોતો જતો હતો કે છોકરો કેટલો પહોંચેલો છે....
SD એ વાત હાથમાં લીધી , આમાં તારે અમારી કોઈ જરૂર હોય એ જણાતું નથી તું જો આ કરી શકતો હોય તો પછી આગળ પણ તું કરી જ શકે છે બધું... "
"હું મારા પરદાદા જેવી ભૂલ કરવા નહી માંગું ... આ દરિયામાં જે ધરબાયું છે એ ય દરિયાથી ઓછું નથી હું મારા બે હાથે કેટલું લઇ શકું... તમે એક તો અનાયાસ આ સાથે સંકળાયેલા છો અહીં તમારી શક્તિ થી કોઈ અજાણ નથી બસ મારે તમારો સાથ જોઇશે , માણેકભુવન સાથે બીજી કંઇક વાત સંભળાઈ છે એ મને અહીં આવીને ખબર પડી , જો કે મને એમાં ઇન્ટરફીયર થવાનો રસ નથી સિવાય કે તમે કહો.... અને હું પણ એક ખાતરી આપવા માંગું છું કે એ સંપત્તિ માંથી મારે કેટલું લેવાનું છે એ પણ નિશ્ચિત છે મેં લિસ્ટ પણ કરી રાખ્યું છે એ લગભગ વિસ પચ્ચીસ ટકા જેટલું જ હશે કુલ્લે મત્તામાંથી બાકી સરકાર ને જ સોંપવું છે તો બહેતર છે કે તમે લોકો કેમ એના લાભાર્થી ના થાવ એ તમારો કુદરતી હક્ક છે ..."
છેલ્લું વાક્ય સેમ બધાં ને ઉદ્દેશી ને બોલ્યો હોય એમ ચારે તરફ ફરીને કહ્યું....
"મને હજું કાંઈક ગેપ લાગે છે વાતમાં ... કાંઈક તો ખૂટે છે હજી.... "
" મને ય એમ જ લાગ્યું ... એટલે જ એ કાંઈક માટે તો હું તમારી પાસે આવ્યો છું SD.... "
"તો ..."
"હું ઇચ્છું છું કે તમે એક વડીલ તરીકે મારી દોરવણી કરો... "
"સેમ ...!"
"બોલો ને.. "
"તું કહે તો માની પણ લઇએ એક વાર પણ તારે શું કરવું કરાવવું છે એ સ્પષ્ટ કર તો હું કાંઈક નિર્ણય લઇ શકું તારે માટે માણેકભુવન ના દરવાજા ખોલાવી દઉં જા ખોલાવી દીધા એ માટે ત્યારે ક્યાંય પરમીશન લેવા જવાની જરૂર નથી જા SD એ કીધું એટલે જાણે સૌરાષ્ટ્ર એ કહી દીધું ..."
"ખાલી એટલું જ નહી ... આગળની બાગડોર પણ તમે સંભાળો , સમજો આ ત્રણ તબક્કા નું કામ છે એક માણેકભુવન થી સુરંગ સુરંગ થી દરિયા સુધી કે પછી અડધી મજલ સુધી જ્યાં જણસ ધરબાયેલી છે પછી એ ટાપુ પર પહોંચાડવું કે પછી અહીં લાવવું... આમ આ સરળ ત્રણ લીટી ની વાત લાગે છે પણ ..."
"પણ... " આ વખતે આકાશ બોલ્યો
"બસ એ પણની જ ખબર નથી ... મને ખાલી સુરંગ માં જવાનું થાય એ પછી તમે મારી જોડે હોવ એ હું ઇચ્છીશ કારણ મને લાગે છે કે તમારા વગર પ્રવેશ વર્જિન હશે અંદર... "
"એ તું કઈ રીતે કહી શકે...? " શ્વેતલભાઇ બોલી ઉઠ્યા,
બસ મને મારી સીક્સથ સેન્સ એમ કહેવા પ્રેરે છે.."
"સારૂ કર તૈયારીઓ... શ્વેતલ જોડે તું બધી વાત કરી લેજે ... "
ઘણી બધી વાતો પછી ચારેય છુટા પડ્યા સેમ ભાભા હોટલ તરફ , આકાશ અમદાવાદ ભણી ગૌરી ને મળવા જ તો.....
જ્યારે શ્વેતલ ને SD ઓફિસ તરફ જ્યાં એમના માટે કુરીયર રાહ જોઇ રહ્યું હતું....
શ્વેતલ ના હાથમાં એન્વોલેપ જોઇ SD ના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ ,હજુ પોતાની ચેરમાં બેઠો જ હતો SD ... ફટાફટ ખોલવા કહ્યું પણ ફોટો જોઇ લગભગ ગાળ જ નીકળી ગઇ
"સાલ્લો ...... શ્વેતલ આ એ જ કેપ્ટન નો ફોટો છે જેની સવારે જ મહેન્દ્ર સાથે વાત થઇ હતી... "
"ઓહ ...એટલે.. "
"નાલાયક એક સ્ટેપ આગળ છે આપણાથી જે હોય એ..."
"જો તો શું લખ્યું છે ,ચોરના પેટના એ... "
SD ને આમ વિહવળ થતો ભાગ્યે જ જોયો હશે શ્વેતલે... એણે કવર ખોલ્યું પત્ર વાંચવા લાગ્યો ટાઇપ કરેલો
"શું માનો છો તમે હાલ લગભગ પંચ્યાસી આસપાસ નો જણ અત્યારે શું કરતો હશે તૈયારી કરી રાખજો મારા આગલા સંદેશા સુધી .....??? "
શ્વેતલની આંખો પહોળી થઇ, "એટલે એ હજી જીવિત હશે ????"
"એ તો હવે કેમનું કહેવું... "
"એ તો નહી હોય ને આ બધા પાછળ ?"
SD શ્વેતલ તરફ જોઈ રહ્યો પણ શી ખબર એ બીજું જ કાંઈક જોતો હોય એમ બોલ્યો ," ના એ તો નથી જ લગભગ આ જે પ્રકારે આગળ વધી રહ્યો છે એ મુજબ એ પારંગત છે બ્લેકમેઇલીંગ માં ... કોઇ ઠંડા કલેજા વાળો જણ હશે એ... "
"તો હવે.."
"અત્યારે તો એ કહે એ રકમ ચુકવવી બીજું શું ..?"
" નહી ચુકવીએ તો? "
"ના પાડીશું આ વખતે પણ.... છુટકો ય નથી શ્વેતલ ..."
"દિવાનસાહેબ ને ..."
"હમમ ! તું જ જા અને ધર્મરાજસિંહને મળતો આવજે દિવાનસાહેબ ની કુંડળી ય કાઢતો આવજે તારી રીતે... "
(ક્રમશઃ.....)