છેલ્લે આપણે જોયું કે મિલીને ટ્રેનમાં હર્બિન જતી વખતે જેક નામના યુવક સાથે ઓળખાણ થાય છે, જેને મિલીના રિસર્ચમાં રસ હતો.
હવે આગળ.....
******
જેક રેલ્વે સ્ટેશન પરથી જ કોઈને ફોન કરી છે. તે સામે વાળી વ્યક્તિને તે દવાખાને આવ્યો છે અને થોડો સમય અહીં જ એડમીટ રહેશે, માટે તેના દવાખાનામાં બેડની વ્યવસ્થા કરવાનું તથા ઘરનું કામ સંભાળી લેવાનું કહી કોલ કટ કરી નાખે છે.
ખરેખર તો જેકને દવાખાને નહીં, પરંતુ હર્બિનમાં જ રોકાવું હતું, અને એટલા માટે જ તે બીજી વ્યક્તિને તેના રહેવા માટેનો ઇન્તજામ કરવાનું કહેતો હતો. પરંતુ ચાઈનામાં ભારત જેવી લોકશાહી અને આઝાદી નહતી, અને ત્યાંની સરકારને સહેજપણ તેના વિરુદ્ધ થતાં અથવા તેને ન ગમતા કામની ગંધ આવે તો એ વ્યક્તિનું આવી બનતું,માટે જેક જેવા લોકો કોઈ એવી અગત્યની વાત હોય તો મોટેભાગે કોડવર્ડમાં જ વાત કરતા. જેથી કરીને જો તેમનો કોલ રેકોર્ડ કરવામાં આવ્યો હોય તો સાંભળનાર વ્યક્તિને તેના પર શંકા ન થાય.
થોડીવારમાં જેકનાં મોબાઈલમાં એક ઓ.ટી.પીનો મેસેજ આવે છે, જે ખરેખર તો તેને લેવા આવનાર ગાડીનો નંબર હતો. મેસેજ આવ્યાના પંદર મિનિટમાં તેની પાસે એક બેકરીની એજ નંબરની પાર્સલ વાન આવીને ઉભી રહે છે. જે જેકને તેની મંજિલ પર પહોંચાડે છે.
જેક માટે જે ઘર પસંદ કરવામાં આવ્યું હતું તે શહેરની અંત સીમા પર નવા વિકસી રહેલા પોશ વિસ્તારમાં હતું. આ વિસ્તાર હજુ અંઠર ડેવલપમેન્ટ હોવાથી અહીં મજૂરો અને કામદારો સિવાય બહારના લોકોની અવરજવર નહતી. તે ઉપરાંત આ એરીયા ધનવાન લોકો માટે વિકસિત કરવાનો હતો, એટલે બહારના સામાન્ય લોકોની એન્ટ્રીની મનાઈ હતી. તેમજ અહીં જે કેટલાક લોકો વસવાટ કરી રહ્યા હતા, તેમના ઘરો વચ્ચે પણ ખાસ્સું અંતર હતું. ટુંકમાં જેકના વસવાટ માટે હાલ પૂરતો આ પરફેક્ટ એરીયા હતો.
જેક જે ઘરમાં રહેવાનો હતો, તે બે માળનો સાદી બાંધણીનો છતાં સુંદર તેમજ સથળને અનુરૂપ બંગલો હતો. જેક હાલમાં આ ઘરમાં એકલો ઝ રહેવાનો હતો. હા, તેના ઉપરાંત અહીં તેની મદદ માટે બે નોકરની વ્યવસ્થા જરૂર કરવામાં આવી હતી.
ટ્રેનના લાંબા સફરથી જેક થોડો થાકી ગયો હતો, આથી ઘરે આવી તે થોડી વખત આરામ કરવાના હેતુથી સોફામાં જ લંબાવે છે, પરંતુ ક્યારે તેની આંખ લાગી જાય અને તે સુઈ જાય છે, તેનો તેને પણ ખ્યાલ રહેતો નથી. લગભગ અઢી ત્રણ કલાકની નીંદર બાદ જેકની આંખ ઉઘડે છે, ત્યારે સાંજ ઘેરાવા આવી હતી. રસોડામાંથી કંઈ અવાજ આવી રહ્યો હતો,આથી તેને અનુમાન બાંધ્યું કે કદાચ રાતના જમવાની તૈયારી ચાલતી હશે.
તેને બુમ પાડી એક નોકરને બોલાવ્યો તથા પોતાના રહેવાની વ્યવસ્થા ક્યાં રૂમમાં કરી છે?તેના વિશે પૂછ્યું.
તેના રહેવાની વ્યવસ્થા બંગલાના બીજા માળે આવેલા રૂમ કરાયેલી હતી. આથી તે સીધો એજ રૂમમાં ફ્રેશ થવા માટે જાય છે. ફ્રેશ થઈ નીચે આવી ચાનો કપ હાથમાં લેતા તે ટીવી ચાલુ કરી સોફા પર ગોઠવાઈ છે. પરંતુ તેના મનમાં તો મિલીના તથા તેને મળવાના જ વિચારો ચાલતા હતા. તે મિલી પાસેથી જાણકારી કેમ મેળવવી તેના જ વિચારોમાં ખોવાયેલો હતો.
તે હજુ વિચારોમાં જ ખોવાયેલો હતો, ત્યાં તેનો ફોન રણક્યો.સામે છેડે મિલી હતી. તે બીજા દિવસે બજારમાં ઘરના થોડા જરૂરી સામાનની ખરીદી કરવા જવા ઈચછતી હતી. પણ આ શહેર તેના માટે નવું હતું, માટે તેને જેકને જો તે ફ્રી હોય તો તેની સાથે આવવા કહ્યું. જેકને તો આ જ જોઈતું હતું. તે આ કામ માટે તો હર્બિન આવ્યો હતો. તેને મનમાં થયું કે ભગવાને આજે તો વગર કહ્યે તેની મનોકામના પૂર્ણ કરી દીધી. તેને બજાર જવા માટે તરત જ મિલીને હા પાડી દીધી.મિલી એ તેને કહ્યું, "તે કાલે સાંજે લેબ પરથી લગભગ પાંચ વાગ્યે આવી જશે, તો આપણે છ વાગ્યે બજાર જવા નીકળશું". એમ કહી મિલી ફોન કટ કરી નાખે છે.
જેક ખુશીનો માર્યો એકવાર તો ઉછળી જ પડ્યો, કેમકે તેને આશા નહતી કે મિલી એટલી જલદી તેનો સંપર્ક કરશે. પરંતુ મિલીને મળવાના અને પોતાનું કામ પાર પડવાના ઉત્સાહમાં તે મિલીનું સરનામું અને કાલે ક્યાં મળવાનું છે? એ પૂછતાં તો ભૂલી જ ગયો. તત્ક્ષણ તેને મિલીનો નંબર જોડ્યો અને તેનું સરનામું પૂછ્યું, તથા પોતે કાલ તેને પીકઅપ કરવા આવશે તેમ જણાવ્યું.
મિલીએ તેને ના કહી છતાં તે તેને લેવા આવશે જ,એમ કહી જેકે ફોન મૂકી દીધો. ખરેખર તો તેને મિલી ક્યાં એરિયામાં રહે છે,ત્યાં અવવા જાવા માટેના રસ્તા,ત્યાંના લોકો વિશે જાણવા માંગતો હતો. અને એ માટે એકલા જવું જરૂરી હતું. તેમજ મિલી જે ઘરમાં રહે તેની આસપાસના લોકો કેવા છે? અને તેના આવવાની શું પ્રતિક્રિયા આપે છે? તે જાણવું જેક માટે ખુબ જ જરૂરી હતું, કેમકે આ બધી બાબતો પર જ તેની આગામી યોજના નિર્ભર કરતી હતી.
બીજી તરફ મિલીના મનમાં જેકનો તેના પ્રત્યેનો વ્યવહાર જોઈ તેના માટે કુણી લાગણીઓ ઉદભવતી હતી. જેકને મિલી બાબતે હવે નિરાંત થઈ ગઈ હતી. આથી રાત્રે જમી તે આરામથી બીજા દિવસની યોજના બનાવતા સુઈ જાય છે. જ્યારે મિલીની આંખોમાંથી નિંદ્રા હજી જોજનો દૂર હતી. આજે નિંદ્રાદેવી તેનાથી રૂઠી ગયા હોય તેમ લાગતું હતું. કેટલીય વાર પડખા ઘસ્યા છતાં તેને નિંદર આવતો નહતી. તેને વારે ઘડીએ જેકના જ વિચારો આવતાં હતાં.પડખામાં રાખેલા ઓશીકાંને તે બાથ ભરે ત્યારે જ્યારે ટ્રેનમાં જેકને વળગી હતી. તેવી લાગણી થતી હતી. તેનું મન તેના કાબુમાં રહ્યું નહતું. તે વારંવાર જેકના જ વિચારોમાં ખોવાઈ જતી હતી.
જેમ તેમ રાત કાઢી તે સવારના તૈયાર થઈ લેબ પર જવા નીકળી ગઈ. જેક પણ તેની પાછળ પાછળ તેની લેબ સુધી પહોંચી ગયો અને તે લેબનાં ક્યાં ઝોનમાં કામ કરે છે, તે પણ જાણી લીધું. કેમ કે લેબ ત્રણ ઝોનમાં વહેચાયેલીં હતી, અને ત્રણેય ઝોન જવા માટે પ્રવેશદ્વાર અલગ અલગ હતાં. જેની જેકને પહેલાથી જ જાણ હતી.
તે મિલીના ગેટની અંદર ગયા બાદ તુરંત ત્યાંથી નીકળી ગયો, પરંતુ જો થોડી ક્ષણો રોકાયો હોત તો તેને ખબર પડી જાત કે મિલી તરત જ ત્યાંથી પાછી ફરી હતી, કેમકે આ તેનો વિભાગ નહતો, તેને મળેલા ઓફર લેટરમાં ટાઇપીંગની ભૂલના કારણે તે ખોટા વિભાગમાં આવી ગઈ. જે સુધારી લેવાતા તે પોતાના મૂળ વિભાગ તરફ પાછી ફરી, જે જેકની જાણ બહાર હતું. આનું પરિણામ શું આવશે એ તો સમય જ બતાવશે.
મિલી તો ત્યારબાદ કામનો પ્રથમ દિવસ હોવાથી કામમાં વ્યસ્ત હતી. જેક પણ કામમાં વ્યસ્ત હતો, પરંતુ જરા અલગ પ્રકારના કામમાં. તેને આખા દિવસમાં મિલીના ઘર આસપાસ જ ચક્કર કોઈની નજરમાં ન આવે તેમ ચક્કર મારતો રહ્યો અને પોતાના કામની માહિતી એકઠી કરતો રહ્યો.
આખરે સાડા ચાર વાગ્યે તે મિલીના ઘર તરફ છઠ્ઠી વાર જતો હતો. મિલીએ તેને ટાઇમ તો છ વાગ્યાનો આપ્યો હતો. પરંતુ તે તેના આવતા પહેલા જ પહોંચી જવા માગતોં હતો. લગભગ સવા પાંચ વાગ્યે મિલી ઘરે પહોંચી ત્યારે જેક તેના દરવાજે જ ઉભો હતો. જેકને જોઈ મિલીના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ખુશીથી ફુલી નહતી સમાતી, પણ જેક સામે તેને પોતાની લાગણીઓ પર થોડો કાબુ રાખ્યો, પરંતુ તેના ચેહરા પર આવેલી નવવધૂ જેવી લાલીમાં જેકની ધારદાર નજરોથી છૂપી ન રહી.
તેને ઘરનો દરવાજો ખોલ્યો તથા જેકને પણ અંદર બોલાવ્યો. તેને જેકને પોતે થોડી ફ્રેશ થઈ જાય પછી ખરીદી કરવા માટે બજારમાં જવા કહ્યું. જે વાત જેકે માન્ય રાખી. બજારમાં ખરીદી વખતે તથા તે પછી હોટલમાં જમવા જતીં વખતે પણ મિલી કોઇક રીતે જેકનું અટેન્શન પોતા પર રહે તેની કોશિશમાં લાગી હતી, તો જેક વારંવાર તેને તેના કામ, સાથે કામ કરતા લોકો તથા તે જગ્યા વિશે પૂછ્યા કરતો હતો.
પાછી ઘર જતી વેળાએ જેકના સવાલોથી મિલી અકળાઈ ઉઠી. તેને જેકને કહ્યું, "કામ સિવાય પણ ધ્યાન દેવા માટે અહીં ઘણી વસ્તુઓ છે." એમ કહી તે કારમાં બીજી તરફ મોઢુ ફેરવી બેસી ગઈ અને ઘરે પહોંચ્યા સુધીમાં જૈક સાથે વાત ન કરી. તથા ઘરે પહોંચીને પણ ચુપચાપ કંઈ પણ બોલ્યા વિના જતી રહી.
પાછી ફરતી વેળાએ જેકે વિચાર કર્યો કે આજે ઉતાવળ થઈ ગઈ. આગળથી ધ્યાન રાખવું પડશે. હાથમાં આવેલી બાજી તે હારવાં નહતો માંગતો. તે મિલીના આખા દિવસના તેની સાથેના વ્યહાર અને વર્તનને યાદ કરવા લાગ્યો, તથા ક્યાં કમજોર પોઈન્ટ પર વાર કરી પોતાનું કામ કઢાવી શકાય તેનું આયોજન કરવા લાગ્યો.
આ બધી બાબતોના વિચારોમાં અચાનક તેના ધ્યાને એ વાત આવી કે ટ્રેનમાં મળેલી મિલી કરતાં આજે મળેલી મિલીનું વર્તન જુદુ હતું.જેકને લાગ્યું કે કદાચ મિલી તેને પસંદ કરવા લાગી હતી અને જો સાચે જ આવું હોય તો "બગાસું ખાતા તેને પતાસું મળી ગયું". એમ જેકને લાગ્યું.
મિલીને ઘરે પહોંચી પોતાની જાત પર જ ગુસ્સો આવતો હતો. તેને થયું કે એક માણસ આવી અજાણી જગ્યામાં બે દિવસથી તેની મદદ કરી રહ્યો હતો, અને તેણે તેને આભારના બે શબ્દો પણ ના કહ્યા. અને આભાર તો દુર તેની સાથે સરખી રીતે વાત પણ ન કરી. તેનું મન દુખી થઈ ગયું. તે માફી માંગવા માટે જેકને ફોન જોડે છે. સામેપક્ષે જેકને લાગતું હતું કે તે વાત નહીં કરે તો બાજી વધુ બગડી શકે છે. આથી તે પણ મિલીને ફોન લગાડે છે. બન્ને છેડે "ધ પર્સન ઇઝ બીઝી"ની રેકોર્ડેડ ટ્યુન " સંભળાય છે.
*********
જેક અને મિલીના સંબંધનું શું થશે? જેકને પોતાની યોજનામાં સફળતા મળશે? જાણવા માટે વાંચતા રહો "અજાણ્યો શત્રુ ".
તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.
Divyesh Koriya
Wh no. :- 9265991971
જય હિન્દ.