Koobo Sneh no - 39 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 39

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

કૂબો સ્નેહનો - 39

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 39

આમ્માના મન મસ્તિષ્કમાં અફરા તફરી સાથે ભૂમાભૂમ ચાલી રહી હતી. વિધાતાએ જીવનમાં ફરીથી અત્યંત ક્રુર પહેલ કરી પગ પેસારો કરી દીધો હતો. સઘડી સંઘર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

તોફાન સમ્યા પછી વાતાવરણમાં જે સન્નાટો ફેલાઈ જાય એવો સન્નાટો હરિ સદનમાં ફેલાઈ ગયો હતો. કાળા ડીબાંગ વાદળો નીચે સુધી ઉતરી આવ્યાં. દિક્ષા ક્યાંય સુધી શૂન્ય તાકી બેસી રહી હતી. આંખોના ડોળા, કપાળ કૂવેથી ઉલેચી ઉલેચીને ગંગા યમુના વહાવી રહ્યાં હતાં. અને અમ્મા તો બસ આભ્ભા બનીને લાઇટના થાંભલા માફક ખોડાઈ ગયાં હતાં.

"ત્રણ મહિનાની પ્રેગ્નન્સીની સરપ્રાઈઝ આપવા ઉતાવળી થઈ ગઈ હતી હું.., પણ એ ખુશી સાંભળ્યા વિના જ વિરુ પથારીમાં નિશ્ચેતન લાંબી એક ગહેરી નિદ્રામાં ખુલ્લી આંખે પોઢી ગયા હતા.. વિરુનો સૂમસામ ચહેરો જોઈને હું તો બસ સાવ જ લાશવત્ થઈ ગઈ હતી.

વિરુનો આત્મા તો જીવીત હતો, પણ શરીર મૃતપ્રાય થઈ ગયું હતું.. આ કરુણતાનો આઘાત જીલીને, જીરવવો મારા માટે કઠીન થઈ પડ્યો હતો.., અત્યારે આવા સમયે મને મારી સાથે ખભો આપી આશ્વાસન આપવા માટે બંસરી સિવાય મારું ક્યાં કોઈ હતું જ? બીજું હર કદમ કોઈ સાથ નિભાવતું હોય તો એ મારા આંસુ, આયુષ અને પેટમાં પાંગરી રહેલું વિરુનું અંશ..!!!

વિજળીના કટકા પાથરીને આકાશમાં વાદળો નૃત્ય કરતાં હોય એમ અમારા જીવનમાં તોફાની વમળો નૃત્ય કરી રમણે ચઢ્યાં હતાં.. સંપૂર્ણ પ્રેમ પામીને પૂર્ણતાને આરે પહોંચેલી હું ભીતરથી સંપૂર્ણ ખાલી થઈ ગયેલી મહેસૂસ કરતી હતી. જીવનના ખાલી ખૂણાને વિરુના સ્મરણો દ્વારા જીવંત રાખવા મથતી રહેતી હતી.

આખે આખો દિવસ હૉસ્પિટલમાં બેસી રહેતી.. ખબર અંતર પૂછવા આવતાં સૌ મિત્રો બહું સમજાવતાં કે, ‘આવાં સમયે ખાસ તારે તારું પણ ધ્યાન રાખવું જોઈએ.! આ આવનારા બીજા બાળકનું શું? એ નાદાન ફૂલ જેવા કોમળ બાળકનો શું વાંક ગુનો છે. અને આયુષના સામે તો જો !!! તારે એને પણ સાચવવાનો છે.. તું જ આમ મનથી તૂટી ભાંગીશ તો એનું કોણ ધ્યાન રાખશે.??’

હૉસ્પિટલની નર્સો પણ કહેતી કે, ‘તમારા અહીં બેસી રહેવાથી એમને સારું નથી થઈ જવાનું, વિરાજનું કંઈપણ હલન-ચલન થશે તો, પહેલાં તમને જાણ કરવામાં આવશે..' પરંતુ વિરુને હૉસ્પિટલમાં એકલો રાખવા માટે મારું મન માનતું જ નહોતું, સાથે સાથે આયુષનું પણ ધ્યાન રાખવું જોઈએ એ પણ હું સમજતી હતી.. આવે વખતે અમારું ધ્યાન રાખવા માટે જો બંસરી ન હોત તો કદાચ શું થયું હોત!!

હ્રદયમાં ધરબી રાખેલાં આંસુ ઘણી વખત ઊંઘમાં ને ઊંઘમાં મારી આંખોએથી વહી નીકળતાં. આમ સમય નીકળતો ગયો, નવ મહિનાના અંતે મારે કોખે સુંદર દીકરીનો જન્મ થયો, આયુષના જન્મ સમયે નક્કી થયા મુજબ એનું નામ યેશા રાખવામાં આવ્યું.

એકલતાની ખાઈમાં સમય સરકતો જતો હતો, એમ એમ હું પણ એમાં ગરકાવ થયે જતી હતી.. એકલતાનું કોચલું મારા મનના ખૂણે ખૂણાને કોરી ખાવા લાગ્યું હતું, હવે મારા બે બાળકો, મારી સખી બંસરી અને મારી એકલતા જ મારા સાથી મિત્ર હતાં.. બંસરી ખડે પગે રહીને મારો સાથ આપતી હતી..

આયુષ અને યેશાની દેખરેખમાં મારો આખો દિવસ નીકળી જતો. હૉસ્પિટલમાં જઈ રોજ વિરુને મારે હાથે કંઈને કંઈ પીવડાવવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા કરતી. રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલા આ જીવનના ગણી ન શકાય એવા વ્યાકરણના દાખલા ઉકેલવા મથી રહી હતી હું..

ઘણી વખત આયુષ જીદ પકડી બેસી જતો અને એક જ રટણ કર્યા કરતો, ‘બસ ડેડી પાસે જવું છે.’ મારે એને શું સમજાવવો એ જ હું સમજી શકતી નહોતી !! ‘ડેડી ઑફિસના કામથી બહાર ગામ ગયા છે બેટા.. હવે થોડાંક જ દિવસમાં આવી જશે..’ આવું સમજાવી સમજાવીને આયુષનો સમય કાઢીને એને વાળે જતી હતી.

હું વિરુને વિનંતી કરતાં કહેતી, ‘વિરુ હવે તો આંખો ખોલો, મારા માટે નહીં પણ આયુષ ખાતર તો ઊઠો.’ પણ જાણે આંખનું મટકુંયે નહીં મારવાની જીદ પકડીને સૂઈ ગયાં હતાં.. આમ ને આમ આયુષ આઠ વર્ષનો અને યેશા બે વર્ષની થવા આવી હતી..

એવામાં એક સાંજે હૉસ્પિટલમાંથી ફોન આવ્યો. 'વિરાજ તમને યાદ કરી કંઈક બબડાટ કરે છે. જલ્દી આવી જાઓ..' અને હરખની મારી હું મારતે ઘોડે હૉસ્પિટલ પહોંચી પણ નિશ્ચેતના સિવાય કંઈજ નહોતું.. મારી આશાઓને નઠારી કરીને ફરી પાછા મને રડાવીને વિરુ શાંત થઈ ગયા હતા.. જાણે કે જીવનનું આ તોફાન બેય કાંઠા તોડી પાડવા ગાંડુતૂર બની ગયું હતું..

અને પછી તો.., વિરુને જગાડવા માટે હું હચમચાવી દેતી હતી..

'વિરુ.. ઊઠોને વિરુ..એક અવાવરું ટાપુ પર હું મારી જાતને જાણે નિર્લિપ્ત અનુભવું છું, જ્યાં માત્ર તમરાંના આવાજો જ સંભળાયા કરે છે..!! રઘવાઈ હું આશાઓ લઈને આમતેમ જોયા કરું છું.. ઊઠોને વિરુ.. ક્યાં સુધી આમ ભીંતો સાથે મૌન એક નિતાંત ચૂપકિદી સેવશો.?!

ઘરમાં હોઉં છું છતાં પણ નથી હોતી.., હું તમારી પાસે જ હોઉં છું.. ઘરમાં પગ મૂકું ને ભેંકાર ભાસે છે.. તમારા વિના ઘર નિર્જીવ ભાસે છે વિરુ.. બારણે ઊભી રહીને સતત રાહ જોયા કરું છું.. ઘરની કરુણાસ્પદ ભીંતો માત્ર આંસુ સારતી ઊભી છે.. મૌનમાં ડુબેલી એ ભીંતો મૌનનો ભાર ઉંચકી શકતી નથી.. ઓશિકે રાત ક્યાંક અટવાઈ પડે છે વિરુ.. એ ખાલીપામાં રાતોની રાતો ઊંઘ કેદ થઈ ગઈ છે.. અમારા જીવનમાં સમસ્ત અંધારુ પથરાયેલું છે, જાગે છે માત્ર બે આંખો.. એક ઉજ્જડ મકાન જેવા અસ્તિત્વને લઈને હું તમારી રાહ જોઉં છું. જ્યાં સુધી તમે વાતો નહીં માંડો ત્યાં સુધી મારું હૈયું તડપતું રહેશે, હૈયું કણસતું રહેશે વિરુ..'

ડૉક્ટર આશ્વાસન આપતા અને કહેતાં, 'કોઈક વાર નિસ્તેજ થઈ ગયેલી કોશિકાઓ સતેજ થઈ જતી હોય છે અને આગળનું ચિત્ર માનસ પટલ પર આવતાં પેશન્ટ આ રીતનો બબડાટ કરતાં હોય છે. તમે આટલા બધા હાવી ન થશો..'

વિરુની એકાદ આંગળી વળી પાછી સ્હેજ હલતી તો આખી હૉસ્પિટલ માથે લઈ લેતી.. એકીટસે એમની સામે જોઈ રહેતી અને વિરાજ પણ જાણે ખુલ્લી આંખે મારી સામે એકીટશે જોઈ રહેતા, મારી સાથે વાતો કરતા હોય એમ અને આંખોમાંથી આંસુઓની ધારાઓ વહાવતા જાણે કોઈ વેદના પ્રદર્શિત કરતા ન હોય..

'તમે આમ પથારીને પોતાનો સહારો બનાવી લીધો મારો જરા પણ વિચાર ન આવ્યો?! હું કોને સહારે જીવીશ એવો લગીરેય વિચાર ન આવ્યો?! શું તમને જરા પણ અહેમિયત નથી મારી !?'

એમનું દિલ સાંભળવા સક્ષમ હતું પરંતુ મસ્તિષ્ક એમને સાથ નહોતું આપતું. કુદરત જાણે મારા જીવનમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તાંડવ નૃત્ય કરતાં હતાં."

અમ્મા અચાનક જ બોલી ઉઠ્યાં હતાં, "અરે..રે.., ઓ, કાન્હા.., હવે તો આ સહનશીલતાનો બંધયે તૂટી ગયો છે."

"અમ્મા.. મેં અહીં આવીને અહીંનું વાતાવરણ જ્યારે સુખમયી જોયું ત્યારે એ તમારી ખુશીઓમાં ભંગ પાડવાનું મને ઠીક ન લાગ્યું.. વિરુ કોમામાં સરી પડ્યા છે.., એવું તમને જણાવવાની હિંમત ન થઈ શકી.. અમ્મા તમે મને જે સજા આપશો, એ મને મંજૂર છે !!"

દિક્ષાના કંપન થતાં હાથમાં અમ્માનો હાથ હતો અને એમાં બંનેના આંસુઓનો ઢગલો હતો. રડતાં રડતાં એમણે એકબીજાના આંસુ લુછ્યાં..

"ઓફિસનું કામ ખૂબ દિલ દઈને કરતા હતા.. ક્યારેય કોઈને ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો.. સૌ કોઈ એનાથી બસ પ્રસન્ન રહેતાં હતાં.. ઓફિસમાં સૌ સાથે સંબંધ પણ અમારો મજબૂત બનતો ગયો હતો, બધાં એમની સતત ખબર અંતર પૂછતાં અને એ બધાં સતત પડખે ઊભા રહ્યાં છે..
આ બીજી કંપનીમાં ફક્ત ત્રણ જ મહિનામાં એમનું પ્રમોશન થયું હતું.. ત્યાંથી વિરાજનો મેડિક્લેમ પણ ઘણો મોટો લીધો હતો.. એટલે ખર્ચા કરવામાં પહોંચી વળાયું છે, નહિંતર શું હાલત થાત એ વિચારી પણ ન શકાય.. કેમકે અમેરિકામાં હૉસ્પિટલો બહુ મોંઘી છે.."

"એણે જે એક સપનું જોયેલું એ સાકાર પામ્યો, અને સપનું પૂરું કર્યું હતું.. પણ એના સપનાનું કદયે વધતું જ જતું હતું ને..!! વિરુના સોનેરી દિવસોમાં અચાનક કુદરતે શું કામ ફેરવી તોળ્યું એ આપણે કશું જાણતા નથી..??"

"કુદરતે બક્ષેલુ અમે બેઉં મનભરીને માણી રહ્યાં હતાં.. શું મારી લાગણીઓ એક વેંત માટે ટૂંકી પડી ગઈ.. અમ્મા..??

અનેક રાતોના ઉજાગરા છે, અનેક દિલાસા છે, અનેક આંસુ છે.. મારી અંદરની એ ગલી ગુંચીઓમાં હું ભટકી પડી છું."

"વહુ બેટા.. પ્રિયજનને આવી હાલતમાં જોવું કેટલું દુઃખદ હોઈ શકે છે અને તૂટી જવાય છે એ હું બખુબી જાણું છું.. ત્યારે કંઈ કેટલું તૂટી જાય છે, વિખેરાઈ જાય છે.. મસળીને જીવેલી જિંદગી તો હ્રદયની અંદરની સંવેદના અને બે પાંપણો વચ્ચે ઉઠતી વેદનામાં સમાયેલી છે..!!"

અને અમ્મા ત્યાં જ ઢગલો થઇને ઢળી પડ્યાં હતાં..

સોણલું જોડવું ક્યાં સહેલું છે.?
અશ્રુ પણ ફોડવું ક્યાં સહેલું છે.?
વાતે વાતે વતેસર થતું હો' ત્યાં
મૌનમાં દોડવું ક્યાં સહેલું છે.?©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 40 માં શું અમ્મા જીરવી શકશે વિરાજની દશા..?!!

-આરતીસોની ©