Avanti - 3 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | અવંતી - 3 ( જન્મોત્સવ )

Featured Books
Categories
Share

અવંતી - 3 ( જન્મોત્સવ )

અવંતી

પ્રકરણ :- 1 જન્મોત્સવ


રાત્રીનો ત્રીજો પહોર પૂર્ણ થઈ ગયો અને ચોથા પહોરનો આરંભ થઈ ચુક્યો હતો. મહારાજા પોતાનો પ્રાતઃકાળનો નિત્યકર્મ કરીને મહેલમાં ઉત્સવાર્થે આવેલા મહેમાનોના, ઋષિઓના સ્વાગત-સત્કારમાં હતા. મહેમાનો પણ પુત્રી માટે આશીર્વાદ અને કાંઈ ને કાંઈ ભેટ લાવી રહ્યા હતા. નગરજનો પણ પોતાની શક્તિ પ્રમાણે કાંઈ ને કાંઈ લાવી રહ્યા હતા.

મહારાજ મેઘવત્સ અને કુળગુરુ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મંત્રી રામમોહન આવીને બોલ્યા.

" મહારાજની જય હો ! " મંત્રી રામમોહન

" કુળગુરુ કરુણ ઋષિને પ્રણામ ! "- મંત્રી રામમોહન

" કલ્યાણમસ્તુ ! "- કુળગુરુ કરુણ

" મહારાજ વધામણી માટેની બધી જ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. રથ પણ તૈયાર છે. પોશાક - આહાર નગરજનોમાં વિતરણ માટે તૈયાર છે. અને બીજી આવશ્યક તૈયારીઓ પણ થઈ ચુકી છે. મહેમાનો અને ઋષિઓ, ઉત્સવ માટે ખુબ ઉત્સાહિત છે. " મંત્રી રામમોહન

" આભાર મંત્રીવર ! "- મહારાજા મેઘવત્સ

" કુળગુરુ કરુણ, હવે તમે વધામણી માટે નગરયાત્રાનું શુભ મહુરત જણાવો.. " - મહારાજા મેઘવત્સ

" રાજન, આજનું તો આખા દિવસ નું મુહર્ત શુભ છે. પરંતુ અડધા પહોર અતિઉત્તમ છે. અને હા રાજન ધ્યાન રહે, તમે પુત્રીના આગમનની વધામણી લેવા જાવ.. અને કુળદેવીના મંદિરે જાવ આશીર્વાદ માટે ત્યારે તમારી સાથે તમારે મહારાણી રીતપ્રિયા ને લઇ જજો.. મહારાણી અંશુયા આ સમયે મહેલની બહાર આવી નઈ શકે... " - કુળગુરુ કરુણ

" જો આજ્ઞા ગુરુદેવ ! "- મહારાજા મેઘવત્સ

" મંત્રીવર ગુરુદેવના કહ્યા પ્રમાણે તમે રથ પાસે જઈને સૂચિત કરો કે મહારાજા મહારાણી રીતપ્રિયા સાથે પુત્રીના વધામણી માટે આવી રહ્યા છે. અને કુળગુરુ કરુણ રથ અમારા રથની આગળ રહેશે... ! " - મહારાજા મેઘવત્સ

" જો આજ્ઞા મહારાજ ! "- મંત્રી રામમોહન

ત્યારબાદ કુળગુરુ કરુણ રથ સમીપ ગયા.. અને મહારાજા પુત્રી પાસે આવે છે.

" મહારાણી અંશુયા...અને મહારાણી રીતપ્રિયા ગુરુદેવની આજ્ઞા પ્રમાણે વધામણી માટે મહારાણી રીતપ્રિયા ને આવવાનું છે. વધામણી કરીને અમે આવીયે ત્યાં શુધી તમે પુત્રીને તૈયાર રાખજો અને તમે પણ રહેજો... અને વધામણી માટે અમે જઈએ ત્યાં શુધી તમે પણ શ્રાપમાંથી મુક્તિ મળી તેથી પુત્રી માટે પુત્રીને લઇ ને મહેલમાં કુળદેવીમાં ની આરાધના કારજો.. અને આવીયે પછી નામકરણ શરુ થશે. " - મહારાજા મેઘવત્સ

" ભલે મહારાજ, " - મહારાણી અંશુયા

" મહારાણી રીતપ્રિયા બંને કુમારો સજજ છે ને.. અને ચાલો હવે આપણે વધામણી માટે આપણે તતક્ષણ જવાનુ છે. " - મહારાજા મેઘવત્સ

" જી મહારાજ ! "- મહારાણી રીતપ્રિયા

" મહારાણી અંશુયા.. વધામણી માટે જઈએ ! " - મહારાણી રીતપ્રિયા મહારાણી અંશુયા ને ભેટતા બોલે છે.

" ભલે દીદી, ! "- મહારાણી અંશુયા

પછી મહારાજ અને મહારાણી રીતપ્રીયા વધામણી માટે જાય છે. અને મહારાજના કહેવા પ્રમાણે મહારાણી અંશુયા કુળદેવી નું અનુસ્ઠાન કરવા બેસે છે. મહારાણી રીતપ્રિયા શ્રીફળ લઇને રથની વધામણી કરે છે. અને પછી રથમાં બેસે છે અને ત્યાર બાદ મહારાજ બેસે છે.

પુત્રીના નામકરણ ના અવસર પર પહેલા તો મહારાજા અને મહારાણી નગરમાં ઘેર ઘેર પુત્રીમાટે વધામણી લેતા લેતા અને ઘેર ઘેર પહેરામણી આપતા અપાતા કુળદેવીના મંદિરે નાનું અનુસ્ઠાન કરીને મહેલે પાછા ફરશે.

સૌ પહેલા 30 સૈનિકો ભાલા સહીત પગપાળા એક સરીખા ચાલી રહ્યા છે. ત્યારબાદ 10 ઘોડે સવાર સૈનિકો ત્રી હરોળમાં ચાલી રહ્યા છે. ત્યારબાદ 5 હાથી પોતાની સૂંઢ ઊંચી કરતા જાણે મહારાજાને નમસ્કારની મુદ્રામાં ચાલી રહ્યા હોય એમ જાય છે. ત્યારબાદ 10 સૈનિકો ગોળાકાર ને વચ્ચે બે સૈનિકો ભાલા વડે કરતવ કરતા ચાલી રહ્યા, ત્યારબાદ 5-5 કન્યા સામ-સામે ચાલતી રસ્તામાં પુષ્પાવૃષ્ટી કરી રહી છે. ત્યારબાદ કુળગુરુ ઋષિ કરુણનો રથ, ત્યારબાદ 5 ઘોડે સવાર, ત્યારબાદ ફરી 10 સૈનિકો અને વચ્ચે 3 સૈનિકો કરતવ કરતા ચાલી રહ્યા છે. ત્યારબાદ 5-5 કન્યા સામ-સામે ચાલતી રસ્તામાં પુષ્પાવૃષ્ટી કરી રહી છે. , ત્યારબાદ મહારાજા મેઘવત્સનો રથ જેમાં મહારાજા મેઘવત્સ અને મહારાણી રીતપ્રિયા બિરાજમાન છે. ત્યારબાદ 20 સૈનિકો દ્વિ હરોળમાં ચાલો રહ્યા છે. ત્યાર બાદ મહામંત્રીનો રથમાં આવી રહ્યા. ત્યારબાદ 5 ઘોડેસવાર ત્યારબાદ 20 સૈનિકો પગપાળા ભાલા લઈને ચાલી રહ્યા. ત્યારબાદ બીજા ઋષિઓ રથમાં બેસીને આવી રહ્યાં. ત્યારબાદ બીજા રાજ્યના મહેમાનો અનુકુળ રથ પ્રમાણે આવી રહ્યા હતા.

આવી ભવ્ય રેલી જોઈ સૌ મહેમાનો, ઋષિઓ અને નગરજનો સૌ ચકિત હતા. અને વખાણ કરતા તેઓના મોઢા નહોતા થાકતા. નગરમાં બાધાના ઘરે જઈને મહારાજા મેઘવત્સ અને મહારાણી રીતપ્રિયા એ પુત્રીની ઘણી વધામણી લીધી અને સાથે સાથે લાખો આશીર્વાદ પણ. અને બંનેએ ઘરે ઘરે જઈને પહેરામણિ પણ આપી. સોનામહોર ની પોટલી કપડાં સહીત અનાજ, કઠોળ.

સૌના ઘરે વધામણી લઈને મહારાજા મેઘવત્સ અને મહારાણી રીતપ્રિયા કુળદેવીના મંદિરે જઈને અનુસ્ઠાન કરે છે. અને આ બાજુ મહારાણી અંશુયા મહેલમાં કુળદેવીણી આરાધના કરે છે.

" રાજન, તમારું આ અનુસ્ઠાન પૂર્ણ થયું. હવે તમે અને મહારાણી રીતપ્રિયા કુળદેવીના આશિષ લઈને કુળદેવીના ચરણોમાં જે કોરું શ્રીફળ છે એ લઈને મહેલે સીધાવો અને મહારાણી અંશુયા જે આરાધના કરી રહી છે. તેમાં હોમવાનું રહેશે. અને ત્યારબાદ પૂર્ણપણે તમારું કુળ શ્રાપ મુક્ત થશે. અને પછી શુભમુહર્ત માં પુત્રીનું નામકરણ થશે. "- કુળગુરુ કરુણ ઋષિ અનુસ્ઠાન પૂર્ણ કરાવતા બોલ્યા.

" જો આજ્ઞા ગુરુદેવ " - મહારાજા અને મહારાણી એક સાથે બોલ્યા.

ત્યાર બાદ મહારાજા અને મહારાણી કુળદેવીના આશીર્વાદ લીધા. અને મહેલે જતા પેહલા ત્યાર જ કુળગુરુના આશીર્વાદ લઈને રથ થોભાવ્યા વગર મહેલે પહોંચ્યા. અને ત્યા અંશુયાણી આરાધના શ્રીફળના હોમથી પૂર્ણ કારવી. અને મહારાજા અને બંને મહારાણી પુત્રીને લઈને નામકરણ માટે મહેલના વચ્ચો - વચ્ચ જે સુંદર મેદાન હતુ ત્યાર આવ્યા. સૌ નગરજનો, મહેમાનો, ઋષિઓ, મહેલના સભ્યો સૌકોઈ ત્યાં આવી ચુક્યા છે.

" અહીં ઉપસ્થિત સર્વે ઋષિઓ-મહર્ષિઓ, મહેમાનો, મિત્રો, અને નગરજનો આપ સૌનો હું હૃદય થી સ્વાગત કરું છું. અને તમારો હું ખુબ ખુબ આભારી છું. તમે અવંતી રાજ્યના અવસર ઓર સામેલ થયાં. આપ સૌ ઉત્સાહથી જન્મોત્સવ માણો ! " મહારાજા મેઘવત્સ

" મહામંત્રી ઉત્સવ નો આરંભ કરાવો ! "- મહારાજા મેઘવત્સ.

" જી મહારાજ " - મહામંત્રી રામમોહન

ત્યારબાદ મહામંત્રીએ આંખો અને તાળીના ઈશારાથી મેદાનની ઉત્તરે મધ્ય ઊંચાઈ વાળા ઓટલા પર ઢોલ સાથે ઉભેલા એક ગણ ને ઉત્સવ આરંભ કરવાનું કહ્યું. સૂચન મળતા તરત જ ગણ બોલ્યો...

" ઉત્સવનો આરંભ જવા થઈ રહ્યો છે. " - ગણ જોરથી ત્રણ વાર ઢોલ વગાડતાં બોલ્યો.

" આભમાં ઉડ્યા ગુલાલ-અબીલ,
રંગ રેલાયો કેશરિયો,
રંગ અવંતી નો.... રંગ ખુશીનો....
અમો આંગણ આયો ઉત્સવ...
અમો આંગણ આયો ઉત્સવ... ".

આ નૃત્યગાન થી ચોકોર હર્ષ છવાઈ ગયો.

" રંગ છે અવંતીનો... ઉમંગ છે...
હે..... આજે વગડાવો શરણાઈ ને ઢોલ...
ફૂલો પથરાવો.. ગુલાલ ઉડાડો...
હે... આજે છે હર્ષ અવંતીનો....
આજે આયો રે ઉત્સવ...
આજે આયો રે ઉત્સવ...
ગલી ગલી દીપથી પ્રગટે....
મન સૌના હેતથી મલકે...
આજે આયો રે ઉત્સવ....
આજે આયો રે ઉત્સવ.... "

આમ ઘણા નૃત્યગીતથી અવંતીના અવસરમાં અનેરી મહેક આવી ગઈ હતી....

અને ત્યારબાદ તરત જ 10 નૃત્ય કરનાર કુમાર અને 10 નૃત્ય કરનાર કન્યા હાજર થયાં. સૌ પ્રથમ ફૂલો અને દીપથી મહેમાનોના આવકારનું નૃત્ય રાજુ થયું. ત્યાર બાદ પોતાની ગાયન નાદ ને અવંતીનગરીની એક એક ઇંટ ને મધુરતા આપતા 3 ગાયક કલાકારોએ પોતાનો રંગ જમાવ્યો. ત્યાર બાદ રાગની મધુરતા ફેલાયા પછી, વિવિધ દેશાવરથી આવેલી નૃત્ય કરનાર કુમાર-કન્યાઓએ પોતાની કળા બતાવી. ત્યારબાદ ફક્ત સંગીત.. એટલે કે ઢોલ, શરણાઈ, મુરલી, વિણા વગેરે વાજીંત્રોથી ત્યાંની હવા સંગીતમય બની. ત્યારબાદ ઢોલના નાદથી નગરવાસીઓ ગરબાની રમઝટ બોલાવી. અને ચોકોર ગરબાનો રંગ રેલાયો.... લોકો ગરબામાં અને ઉત્સવમાં એટલા ગળાડૂબ થઈ ગયા કે એમને ખબર જ ના પડી કે અડધો પહોર જતો રહ્યો.

ત્યારબાદ ઉજાણીમાં થોડીવાર બાદ સૌ કોઈએ લાવેલી ભેટ અને આશીર્વાદ આપવા મહારાજા-મહારાણી અને પુત્રી પાસે આવતા. સૌ કોઈના મુખે હેત ઉભરાય છે. અને ઉત્સવને વિરામ અને હવે નામકરણનો આરંભ થવા જઈ રહ્યો છે.

....................