સમય કોઈ નદીના વહેણ માફક વહેતો રહ્યો. ચંદ્રવદન ભાઈ અને કુંદનગૌરી એ હવે સૂરજના લગ્નની જીદ અને આશા બન્ને છોડી દીધા છે. સૂરજ પ્રગતિ ના તમામ શિખરો સર કરી ગયો છે. વાત હવે લાવણ્યા ની આવે છે. એના લગ્નની વાત ચાલે છે અને શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ માનવ દેસાઈ સાથે લાવણ્યા ના વેવિશાળ નક્કી થયા છે. માનવ એ સૂરજ નો જ મિત્ર છે.
ઘર સજાવટ અને ખુશિયાં થી ભરાઈ ગયું છે. મહેમાનો ની અવરજવર ચાલુ છે. એવામાં સૂરજની નજર વ્હાલી બેની લાવણ્યા પર પડે છે. એ થોડા સમયથી પોતાના લગ્ન વિશે ચિંતિત અને કન્ફુઝ લાગી રહી છે. જોકે માનવ સાથે ના લગ્ન માં લાવણ્યા ની મંજૂરી પેલી લેવાઈ હતી અને એ ખુશ પણ હતી જ.
સૂરજ લાવણ્યા પાસે જાય છે. ભાઈ બહેન વચ્ચે બોન્ડિંગ પાક્કું છે.
સૂરજ : લાવી (લાવણ્યા નું હુલામણું નામ ), શું વાત છે? કેમ આટલી કન્ફ્યુઝ લાગે છે?
લાવી : ના ભાઈ એવું નથી.
સૂરજ : ખોટું ના બોલ. આ લગ્ન થી ખુશ છેને? માનવ તને ગમે છે ને?
લાવી : હા ભાઈ એવું કશુ નથી. માનવ મને ગમે છે અને એના વિશે મને કોઈ ફરિયાદ નથી. He is truly gentle person but yes, you are right. I am little bit confused.
સૂરજ : about what?
લાવી : ભાઈ, I want to say you something...
સૂરજ : ઓકે આજે સાંજે મારાં રૂમમાં આવજે. બહેના મન ઠાલવી દેજે. હું તારી બધી જ વાત માં તને જ Support કરીશ. so don't worry.
****** ******* ******* *********
તે દિવસે રાત્રે લાવણ્યા સૂરજ ના રૂમમાં આવી. અહીં વાત કંઈક નવો જ વળાંક લે છે. લાવણ્યા હાથમા કશુક લઇ સૂરજ ના રૂમ માં આવે છે. સૂરજ બાલ્કની માં ઉભો રહી આથમી રહેલા સૂર્યને જોવેછે. લાવણ્યા પણ ત્યાં ચેર લઇ બેસે છે.
સૂરજ : so tell me લાડલી
લાવી :ભાઈ યાદ છે અમે friends picnic માં ગયા હતા કોલેજના છેલ્લા મહિને?
સૂરજ : હા
લાવી : ત્યારે ટ્રેન માં મારી સીટ ની સામે એક લેડી આવી ને બેઠી next station થી...
સૂરજ : હમમ
લાવી :ખુબ સુઘડ અને સુલજેલી લાગી. જોતાં જ ગમી જાય એવી અમારી સાથે વાતો વાતો માં ભળી ગઈ. અને સારો એવો પરિચય થયો. એના કહેલા શબ્દો ખબર નહીં કેમ પણ મને અંદર થી હચમચાવી ગયા. પહેલા તો મને કાંઈ ગતાગમ નો પડી પણ પછી જે મારી સાથે થતું ગયું તેમ તેમ એની વાતો યાદ આવતી ગઈ અને સમજાતી ગઈ.
સૂરજ :એટલે? હું કાંઈ ના સમજ્યો... લાવી વિસ્તૃત વાત કર
લાવણ્યા :હા, રસ્તામાં કુદરતી સૌંદર્ય ભરપૂર હતું. લીલાછમમ ખેતરો ઉપર પડતો આછો તડકો જાણે પ્રકૃતિ ખુશ હતી. ત્યાં એ સતત સૂર્ય ને જ જોયા કરતી હતી. મેં પૂછ્યું તો કે,
લેડી : જોને એને (સૂરજને ) જોયા વગર મારી તો સાંજ જ નથી ઢળતી. (પછી થોડી ખચકાઈ ને ) મતલબ સૂરજ જ તો છે સૃષ્ટિ ની જીવધારા.
લાવણ્યા : પછી એટલું બોલી એણે એક કાગળ કાઢ્યો એના પર્સ માંથી ને ખોલ્યો. ભાઈ, એમાં એ જ લેડી નો ચેહરો હતો પણ અડધો. જાણે પૂર્ણ છતાં અપૂર્ણ. તો મેં પૂછ્યું "આનો અડધું અંગ ક્યાં? " તો લેડી કહે :"ખબર નહીં પણ ક્યાંક કોઈક સ્વરૂપે હશે જ ".હું તો કન્ફ્યુઝ થઈ ગઈ.
તો એ હસી ને બોલી, "દુનિયામાં આપણે બધાં જ અધૂરા છીએ. માનવ જ શું કામ? અરે ખુદ ઈશ્વર પણ અધૂરો છે. પ્રેમ વગર.... લાગણી વગર. જોને ખુદ ઈશ્વર પણ અર્ધનારેશ્વર છે અર્ધાંગિની વગર... "પછી મેં પૂછ્યું, "તો પૂર્ણ ક્યારે થશુ? " તો એ લેડી હસીને બોલી, "ચલ તને સવાલ પૂછું... તું કોને પ્રેમ કહીશ? "
મેં કહ્યું, "જેને જોઈને તમારી ધડકનો વ્યાકુળ બને, જેના નજીક હોવાથી તમારું રોમ રોમ રોમાન્ચ અનુભવે, જેની સાથે વાતો કરતા તમને વાતો ક્યારેય પુરી જ નહીં થાય એવું લાગે એને મળ્યા વગર તમે વ્યાકુળ રહો અને મળીએ ત્યારે સમય ને થોભવા માટે વલખા મારો... એ જ તો પ્રેમ... "ભાઈ આ બધું હું માનવ ને મારી આંખ સામે રાખી ને બોલતી હતી કારણ કે હું માનવ સાથે હોવ ત્યારે આવુ અનુભવું છું...
સૂરજ, "હમ્મ પછી... "
લાવણ્યા: તો એ બોલી, "નહીં આ પ્રેમ નથી...પ્રણય તો આ મિલન -વિરહ ની રમત થી પર છે. પ્રેમ તો એ કહેવાય જેને જોઈને ધડકનો વ્યાકુળ નહીં પણ સ્થિતપ્રજ્ઞ બને, એકચિત્ત બને... રોમ રોમ રોમાંચિત નહીં પુલકિત બને... અને મિલન માં અખૂટ શબ્દો છતાંય મૌન જ અભિવ્યક્તિ નું સાધન બને... પ્રેમ સમયથી પર છે એને મળવાની ઉત્કંઠા નથી કારણ કે શરીર અલગ છે આત્મા તો એક છેને... "હું હજુ વિચારતી હતી એવામાં એ કાગળ મને પકડાવી, હમણાં આવુ એવું કહી સ્ટેશન આવતા ઉતરી ગઈ... પછી નો આવી... અને અસંખ્ય વિડંબણાઓ અને આ કાગળ મારી પાસે છોડતી ગઈ.
એમ કરી લાવણ્યા એ કાગળ સૂરજ ને આપે છે. સૂરજ એણે ફાટી આંખે જોયા કરે છે. એ જ કાગળ એ જ ચિત્ર, સંધ્યાનું... સંધ્યા તો નથી પણ અકબંધ છે તો એકમાત્ર ખારા આંસુ નું ટીપું જે એ દિવસની સંધ્યા એ લાગણીવશ સંધ્યા ના આંખ માંથી ખરીને કાગળ પર પડેલું....
લાવી, : ભાઈ એ લેડી બોલતી હતી ત્યારે મારી નજર માં માનવ ની જગ્યાએ એક બીજું ચિત્ર સ્પષ્ટ થતું હતું એ ચિત્ર શ્રીંગાર નું હતું.... હા ભાઈ લેડી એ કહેલી એકેક વાત હું શ્રીંગાર સાથે અનુભવું છું. શ્રીંગાર મારો ક્લાસમેટ અને કદાચ સાઉલમેટ પણ... તો હું કન્ફ્યુઝ બની છું મૂંઝાણી છું... તમે જ કયો...
સૂરજ થોડો સ્વસ્થ થયો : બેની પ્રેમ એ સમાધિ છે સમાધાન નહીં...ધ્યાન, તપ, યોગ સાધના બધું જ પ્રક્રિયા નો ભાગ છે અને અપૂર્ણ છે પણ સમાધિ એ પ્રક્રિયા નો અંત છે એવી જ રીતે પ્રિયતમ મેળવીને સંબન્ધ ના દરેક પગલે આત્મીયતા ની અનુભૂતિ થવી જરૂરી છે જે અંત માં પ્રેમ અર્થાત સમાધિ બને છે.
લાવી, શું શ્રીંગાર પણ?
લાવી : હા ભાઈ શ્રીંગાર મને પ્રેમ કરે છે પણ એ કહેતો નોતો.
સૂરજ હસીને : " તો હવે તારા લગ્ન શ્રીંગાર સાથે જ થશે... આ તારા ભાઈ નું વચન છે... "
લાવણ્યા તો thank you so much ભાઈ કહીને ચાલી ગઈ. પછી સૂરજ બાલ્કની માં સંધ્યા ના આંચલ માં લપેટાતા સૂરજ ને જોઈ રહે છે પોતાની પાસેનો પુરુષનો અધૂરા અંગ વાળો કાગળ લાવી એ આપેલા સંધ્યા ના કાગળ સાથે જોડે છે અને મનોમન બબડે છે, " આજે હું પૂર્ણ થયો છું. સૂરજ સંધ્યા માં સમાઈ ગયો છે.આનાથી પર કશું નથી બસ હું જ સૂરજ છું અને હું જ સંધ્યા છું.... "
દૂર સાયંકાલ ની આરતીનો શંખ ગુંજી ઉઠે છે...
"प्यार कोई बोल नहीं
प्यार आवाज नहीं
इक ख़ामोशी है सुनती है कहा करती है
ना ये रूकती है ना बुजती है ना ठहरी है कहीं
नूर की बूंद है सदियों से बहा करती है.... "