નીતીશ સ્મૃતિને મૂકીને આવી તો ગયો પણ ત્યારબાદ એનામાં ઘણો બદલાવ આવી ગયો. એ પહેલા જેવો નીતીશ બનવા લાગ્યો હતો, મિહિર ત્રિપાઠી આ વાત થી ઘણા ખુશ હતા. બસ એ એક તકની રાહ જોઈ રહ્યા હતા અને એ તક એમને બહુ જલ્દી મળી ગઈ, એ પણ નીતીશના જન્મદિવસના રૂપમાં. એમને તરત જ નક્કી કરી લીધું કે હવે એમને શું કરવાનુ છે.
નીતીશ ના જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી, પહેલા તો નીતીશ એ ના જ કહી દીધી. એણે પોતાનો જન્મદિવસ મનાવવામાં કોઈ જ રસ નહોતો અને ના તો લોકોને બોલાવવામાં રસ હતો. એ તો દર વખતે એનો જન્મદિવસ કોઈ અનાથાલય કાતો વૃદ્ધાશ્રમમાં જઈને પસાર કરતો અને આ વાત એના પિતા જાણતા હતા છતાં પણ એમને પાર્ટી રાખવાનો નિર્ણય લીધો એ એણે સમજાતું નહોતું.
નીતીશ ના જન્મદિવસ ના આગલા દિવસે મિહિર ત્રિપાઠી એ એણે પોતાના રૂમમાં બોલાવ્યો. મિહિર ત્રિપાઠી એ નીતીશ ને પોતાના જન્મદિવસ માટે આમંત્રણ આપવા કહ્યું. નીતીશ કઈ બોલે એ પહેલા જ મિહિર ત્રિપાઠી એ કહ્યું, હું જાણું છું તને આ પસંદ નથી પણ આ વખત મારી વાત માની લે. દિવસમાં તું અનાથાલય જઇ આવજે અને સાંજે પાર્ટી માં આવી જજે.
આ સાંભળી નીતીશ પાર્ટી માટે તૈયાર થઈ જાય છે પણ એણે નથી ખબર કે કાલે શું થવાનું છે એટલે એ પહેલા સ્મૃતિની ઓફિસ પર ગયો એણે આમંત્રણ આપવા અને પછી પોતાની ઓફિસ પર ગયો.
આખરે નીતીશના જન્મદિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતીશ નો એક નિયમ છે કે એ એનો દરેક જન્મદિવસ અનાથાલય માં વિતાવે છે. દર વર્ષની જેમ નીતીશ આ વર્ષે પણ અનાથાલય માં જાય છે અને ત્યાં ના બાળકો સાથે પોતાનો જન્મદિવસ વિતાવે છે. સાંજે જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે આખા ઘરને ખૂબ જ સરસ રીતે સજાવેલ હોય છે. પહેલા તો નીતીશને નવાઈ લાગે છે પણ એણે એ પણ ખબર છે કે એના પિતા એના માટે કઈ પણ કરી શકે એમ છે.
નીતીશ જ્યારે ઘરમાં જાય છે ત્યારે એણે આશ્ચર્ય થા છે. બધા મહેમાન આવી ગયા હોય છે પણ સ્મૃતિ ક્યાંય નહોતી દેખાતી. નીતીશ ને એમ લાગે છે કે સદાચ સ્મૃતિ આવે જ નહિ, આ વિચારી ને એનું મન ઉદાસ થઈ જાય છે. મિહિર ત્રિપાઠી જાણે છે કે નીતીશના મનમાં શું ચાલી રહ્યું છે એટલે એ એની પાસે આવે છે અને એણે બધાની વચ્ચે લઈને આવે છે. નીતીશે પોતાના પિતાને ક્યારેય આટલ ખુશ નહોતા જોયા આજે એમની ખુશી જોઇ નીતીશ આશ્ચર્યમાં હતો. એટલામાં હૉલમાં અંધકાર ફેલાઈ જાય છે હજી નીતીશ કઈ સમજે એ પહેલા જ ફક્ત એક વ્યક્તિ પર કેન્દ્રિત થાય છે. નીતીશ સમજી નથી શકતો કે થઇ શું રહ્યું છે, એ સ્મૃતિ હતી જે પ્રકાશમાં હતી અને એ પણ થોડી અસહજ અનુભવી રહી હતી.
સ્મૃતિની સાથે એના મમ્મી પણ હતા, આ ઘટના જોઈ એમના ચહેરા પર પણ થોડી અસહજતા હતી પણ હાલના સમયે પ્રમાણે કઈ ના બોલવું જ યોગ્ય લાગ્યું. થોડીવારમાં હોલમાં અજવાળું ફેલાઈ ગયું અને પાર્ટી શરૂ થઈ. સ્મૃતિ સીધી નીતીશ પાસે આવી અને એને જન્મદિવસની શુભેચ્છા આપીને પોતાની મમ્મી સાથે ઓળખાણ કરાવી.
મિહિર ત્રિપાઠી ખુશ હતા કે સ્મૃતિના મમ્મી પણ સાથે આવ્યા હતા એટલે સ્મૃતિને એકલું નહિ લાગે એ વિચારી નીતીશ ખુશ હતો. આજે પણ એ સ્મૃતિ ને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયો હતો, સ્મૃતિ બને એટલું સાધારણ તૈયાર થતી હતી છતાં અસાધારણ રીતે સુંદર લાગતી હતી. ઢળતા સફેદ રંગની સાડીમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી અને ચહેરા પર કોમળતા તો પહેલેથી જ હતી.
સ્મૃતિને આમ તૈયાર થયેલી જોવી નીતીશને ખુશી મળતી, આજે પણ એણે એમ જ લાગતું હતું કે એ એના માટે જ આમ તૈયાર થઈને આવી છે. પણ તરત જ એ વિચાર મનમાંથી કાઢી નાખ્યો અને એનું મન એ વિચારીને ઉદાસ થઈ ગયું કે સ્મૃતિ ક્યાં હવે એની હતી જ.
- કિંજલ પટેલ (કિરા)