હું તને ક્યાં બિવડાવું છું.
જે એક વખત પાછળ પડે અને તું જીવ લઈને જ જાય.
તું મારી વાત માન એ ભૂતાવલો નું ટોળુ અવળચંડું છે.
એમ તો તેને પણ જોઈ લઈએ...
જો મનજીત ભાઈબંધી ના લીધે તારી વાતો મને સંભળાવી અત્યાર લગી સારી લાગતી હતી પણ એનો મતલબ એ નહીં કે તું ફેકમ ફેક રાખ......
"તું અત્યાર સુધી નહિ માને જ્યાં સુધી તને અનુભવ નહીં થાય."
"મનજીત એટલું કહી ટ્રેન હંકારવા નું ચાલુ કરે છે અને વિજય વિચારવા માટે મગજની ગાડી દોડાવે છે."
તે દિવસે મનજિતની વાત સાંભળીને વિજય નોકરી પતાવીને સુખ શાંતિથી દરરોજના રૂટિન પ્રમાણે વિજય નોકરી કરી ને ઘરે જાય છે.
ઘરે આવે છે તે ગામમાં તેમનું ભાડાનું ઘર હતું એ સમયે તો નજીવું ભાડું આશરે ૭૦૦ રૂપિયા અને ઘરમાં લીંપણ કરેલા સાથે ઘરની તૂટેલી હાલત હોય એવા ઘરમાં વિજય ને પોતાનો પહેલો પરલૌકિક અનુભવ થયેલો.
"એ દિવસે વિજય પોતાના પરિવાર સાથે ઘરમાં ટીવી જોતો હતો એ વખતે તેના ઘરમાં ટીવી હતું બાકીના ઘરોમાંથી લોકો તેના ઘરમાં ટીવી જોવા આવતા હતા રાત્રે મહાભારત વખતે તો આખો ઓરડો ખીચોખીચ ભરાઇ જતો."
અંધારી રાત હતી શુક્રવાર નો સમય હતો એટલે દુરદર્શન વાળાએ ફિલ્મ ચડાવેલું, કોઈને જાજો રસ ન હતો પણ એ દિવસોમાં બોગસ મનોરંજન પણ લોકોને જકડી રાખતું હતું. જે આવે એ બસ જોયા જ કરવાનું......
વિજય તેના પપ્પાની ખુરશીમાં બેઠેલો તે આરામ ખુરશીમાંથી ઊભા થવું એટલે આળસ ખંખેરવી એવું ગણાતું એટલે જ તેના પપ્પા આવતા જ તેણે ખુરશી ખાલી કરી આપેલી અને બધા સાથે ટીવી જોવા બેઠો.
દિવસના થાકેલા પાકેલા અથડાયેલા લોકો પ્રકાશના આવરણ નીચે વૈજ્ઞાનિક ચમત્કારને જોતા.
વિજયે દિવસમાં ઘણા લોકો ને જોયા બાદ કશુક મનને મસાજ કરે એવું જોવું કોને પસંદ ન આવે.
વિજય ખૂણામાં બેઠો હતો એના અંતર મનમાં મનજિતની વાતો ગોળ ગોળ ફર્યા કરતી હતી પણ બહાર આવવા માટે માધ્યમની રાહ જોતી હતી.
"એક ખૂણામાંથી ધરબાયેલી આ વિજયની જિંદગી હતી ભૂતોની દુનિયાથી પરિચિત આ માણસ નિર્દોષ ભાવે ટીવી નિહાળી રહ્યો હતો."
અચાનક ઘરના ઓરડામાંથી કોઈક પસાર થઈ રહ્યું હતું તેવું તેને લાગે છે.
ઠંડીની લહેર આકાશ શરીરમાંથી દોડતી થઈ ગઈ જાણીતી ચીજને જોનાર વિજય એકલો જ હતો.
કોણ ગયું હતું.
પેલા બિસ્ટોલ પિતા કાકા તો તેઓ નહોતા.
પણ જનારું કોણ હતું તેના મગજમાં આ એકનો એક સવાલ વન ટુ ના માફક ફરી રહ્યો હતો.
વિજય એક માનસિક રાડ નાખી.
"પપ્પા પાછળના ઓરડા માંથી કોઈક જઈ રહ્યું હોય એવું મને લાગે છે."
ના કોઈ નથી બેટા.
ના પપ્પા કોઈક તો ત્યાં હતું એવું મને લાગી રહ્યું છે.
શું તે કોઈને જોયું.
હા. જાણે કોઈ ગયું......
બાપ બેટો એકબીજાને અત્યારથી જોઈ રહ્યા.
કોઈ હોઈ શકે છે એવું જેને આપણે જાણતા નથી ચોર પણ હોય.....
પિતાજી ધીમા પગલે ઓરડાની પાછળ ગયા ત્યાં તેઓની સામે વિજય તાકી રહ્યો અને વધેલા ધબકારા સાથે.
કોઈ જતું હોય તેવી મને ખાતરી હતી કે કોઈક ગયું છે.
કોઈક કાળા રંગ ......
અહીંયા તો કોઈ નથી બેટા.
તને ભ્રમ થયો છે.....
પપ્પા નો જવાબ અધૂરો લાગ્યો વિજય જઈને તે ખૂણા ને તાકી રહ્યો.તે ખૂણા માં ક્યાંક જગ્યા તો નોહતી ને....
શું તે માણસ ત્યાંથી જતો રહ્યો હોય એવું મને લાગ્યું.
"પછી જે બન્યું તે માત્ર ભ્રમ હતો."
વિજયની વિચાર ગાડી રોકાઈ ગઈ.
તે નાનકડો અનુભવ મનજીત પાસેથી થયો હતો. તેના માનસ પટલ પર મનજીત ની વાતો ફર્યા કરતી હતી.પણ તે ભૂલવું જરૂરી હતું. તેણે જોયું કે લોકો ઉઠી ને ઘેર જવા લાગેલા.રાત ઘણી વીતી ગઈ અને સૂવાની જરૂરિયાત વર્તાતી હતી.
વધુ આવતા અંકે.......